Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103741
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-५

Translated Chapter :

શતક-૫

Section : उद्देशक-५ छद्मस्थ Translated Section : ઉદ્દેશક-૫ છદ્મસ્થ
Sutra Number : 241 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] छउमत्थे णं भंते! मनूसे तीयमनंतं सासयं समयं केवलेणं संजमेणं, केवलेणं संवरेणं, केवलेणं बंभचेरवासेनं, केवलाहिं पवयणमायाहिं सिज्झिंसु? बुज्झिंसु? मुच्चिंसु? परिनिव्वाइंसु? सव्व-दुक्खाणं अंतं करिंसु? गोयमा! नो इणट्ठे समट्ठे। जहा पढमसए चउत्थुद्देसे आलावगा तहा नेयव्वा जाव अलमत्थु त्ति वत्तव्वं सिया।
Sutra Meaning : સૂત્ર– ૨૪૧. ભગવન્‌ ! છદ્મસ્થ મનુષ્ય, વીતી ગયેલા શાશ્વતા અનંતકાળમાં માત્ર સંયમ વડે, સંવર વડે, બ્રહ્મચર્ય વડે અને માત્ર અષ્ટ પ્રવચનમાતા દ્વારા સિદ્ધ થયા છે ? – ગૌતમ ! તેમ શક્ય નથી. જેમ પહેલા શતકના ચોથા ઉદ્દેશાના આલાવા છે, તેમ યાવત્‌ ‘અલમસ્તુ’ કહ્યું ત્યાં સુધી જાણવું. સૂત્ર– ૨૪૨. ભગવન્‌ ! અન્યતીર્થિકો એમ કહે છે યાવત્‌ પ્રરૂપે છે – સર્વે પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ એવંભૂત વેદના વેદે છે. તે કેવી રીતે ? ગૌતમ ! જે તે અન્યતીર્થિકો આમ કહે છે યાવત્‌ વેદે છે, તે મિથ્યા કહે છે. ગૌતમ ! હું એમ કહું છું યાવત્‌ પ્રરૂપું છું – કેટલાક પ્રાણ, ભૂત, જીવ, સત્વ એવંભૂત વેદના વેદે અર્થાત જીવ જે પ્રકારે કર્મો બાંધે છે તે પ્રકારે કર્મો ભોગવે છે. કેટલાક પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વો અનેવંભૂત વેદના વેદે અર્થાત બાંધેલ કર્મોમાં સ્થિતિઘાત, રસઘાત, સંક્રમણ, અપવર્તન, ઉદ્વર્તન આદિ પરિવર્તન કરીને ભોગવે છે – એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે પ્રાણ, ભૂત, જીવ, સત્વો કરેલા કર્મો પ્રમાણે વેદના વેદે છે, તેઓ એવંભૂત વેદના વેદે છે. જેઓ કરેલા કર્મો પ્રમાણે નથી વેદતા તે અનેવંભૂત વેદના વેદે છે. તેથી એ પ્રમાણે કહ્યું છે. ભગવન્‌ ! નૈરયિકો, એવંભૂત વેદના વેદે. કે અનેવંભૂત ? ગૌતમ ! તેઓ બંને વેદના વેદે છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે નારકો કરેલા કર્મ પ્રમાણે વેદના વેદે છે તે એવંભૂત વેદના વેદે છે. જે નૈરયિકો કરેલા કર્મ પ્રમાણે વેદના વેદે છે. તે હેતુથી એમ કહ્યું. એ પ્રમાણે વૈમાનિક સુધી સંસારમંડલ જાણવું. સૂત્ર– ૨૪૩. ભગવન્‌ ! જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા કુલકરો થયા ? ગૌતમ ! સાત. એ રીતે તીર્થંકર, તીર્થંકરના માતા, પિતા, પહેલા શિષ્યા, ચક્રવર્તી માતા, સ્ત્રીરત્ન, બલદેવ, વાસુદેવ, વાસુદેવના માતા, પિતા, પ્રતિશત્રુ આદિ સમવાયના ક્રમે જાણવુ. ભગવન્‌ ! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૨૪૧–૨૪૩
Mool Sutra Transliteration : [sutra] chhaumatthe nam bhamte! Manuse tiyamanamtam sasayam samayam kevalenam samjamenam, kevalenam samvarenam, kevalenam bambhacheravasenam, kevalahim pavayanamayahim sijjhimsu? Bujjhimsu? Muchchimsu? Parinivvaimsu? Savva-dukkhanam amtam karimsu? Goyama! No inatthe samatthe. Jaha padhamasae chautthuddese alavaga taha neyavva java alamatthu tti vattavvam siya.
Sutra Meaning Transliteration : Sutra– 241. Bhagavan ! Chhadmastha manushya, viti gayela shashvata anamtakalamam matra samyama vade, samvara vade, brahmacharya vade ane matra ashta pravachanamata dvara siddha thaya chhe\? – Gautama ! Tema shakya nathi. Jema pahela shatakana chotha uddeshana alava chhe, tema yavat ‘alamastu’ kahyum tyam sudhi janavum. Sutra– 242. Bhagavan ! Anyatirthiko ema kahe chhe yavat prarupe chhe – sarve prana, bhuta, jiva, sattva evambhuta vedana vede chhe. Te kevi rite\? Gautama ! Je te anyatirthiko ama kahe chhe yavat vede chhe, te mithya kahe chhe. Gautama ! Hum ema kahum chhum yavat prarupum chhum – ketalaka prana, bhuta, jiva, satva evambhuta vedana vede arthata jiva je prakare karmo bamdhe chhe te prakare karmo bhogave chhe. Ketalaka prana, bhuta, jiva, sattvo anevambhuta vedana vede arthata bamdhela karmomam sthitighata, rasaghata, samkramana, apavartana, udvartana adi parivartana karine bhogave chhe – ema kema kahyum\? Gautama ! Je prana, bhuta, jiva, satvo karela karmo pramane vedana vede chhe, teo evambhuta vedana vede chhe. Jeo karela karmo pramane nathi vedata te anevambhuta vedana vede chhe. Tethi e pramane kahyum chhe. Bhagavan ! Nairayiko, evambhuta vedana vede. Ke anevambhuta\? Gautama ! Teo bamne vedana vede chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Je narako karela karma pramane vedana vede chhe te evambhuta vedana vede chhe. Je nairayiko karela karma pramane vedana vede chhe. Te hetuthi ema kahyum. E pramane vaimanika sudhi samsaramamdala janavum. Sutra– 243. Bhagavan ! Jambudvipana bharata kshetramam a avasarpinimam ketala kulakaro thaya\? Gautama ! Sata. E rite tirthamkara, tirthamkarana mata, pita, pahela shishya, chakravarti mata, striratna, baladeva, vasudeva, vasudevana mata, pita, pratishatru adi samavayana krame janavu. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Sutra samdarbha– 241–243