Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103627 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-२ |
Translated Chapter : |
શતક-૨ |
Section : | उद्देशक-५ अन्यतीर्थिक | Translated Section : | ઉદ્દેશક-૫ અન્યતીર્થિક |
Sutra Number : | 127 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एगजीवे णं भंते! एगभवग्गहणेणं केवइयाणं पुत्तत्ताए हव्वामागच्छइ? गोयमा! जहन्नेणं इक्कस्स वा दोण्ह वा तिण्ह वा, उक्कोसेणं सयपुहत्तस्स जीवा णं पुत्तत्ताए हव्वमागच्छंति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૨૭. ભગવન્ ! એક જીવ, એક ભવની અપેક્ષાએ કેટલા જીવોનો પુત્ર થઇ શકે? ગૌતમ ! એક જીવ એક ભવમાં જઘન્યથી એક જીવનો,, બે કે ત્રણ જીવોનો અને ઉત્કૃષ્ટથી શત પૃથક્ત્વ જીવનો પુત્ર થાય. સૂત્ર– ૧૨૮. ભગવન્ ! એક જીવને એક ભવમાં કેટલા જીવ પુત્રરૂપે ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ જીવ. ઉત્કૃષ્ટ થી લાખ પૃથક્ત્વ જીવો પુત્ર રૂપે ઉત્પન્ન થાય. ભગવન્ ! એમ કેમ કહ્યું કે યાવત ઉત્કૃષ્ટ લાખો જીવો પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે સ્ત્રી? ગૌતમ ! સ્ત્રી અને પુરુષના કર્મકૃત્ યોનિમાં જ્યારે મૈથુનવૃત્તિક નામે સંયોગ ઉત્પન્ન થાય, પછી તે બંને વીર્ય અને લોહીનો સંબંધ કરે છે. તેમાં જઘન્ય એક, બે અને ઉત્કૃષ્ટથી લાખ જીવ પુત્રપણે ઉત્પન્ન થઇ શકે છે. તેથી ઉપર પ્રમાણે કહ્યું. સૂત્ર– ૧૨૯. ભગવન્ ! મૈથુન સેવતા મનુષ્યને કેવા પ્રકારે અસંયમ હોય ? ગૌતમ ! જેમ કોઈ પુરુષ તપ્ત સુવર્ણની કે લોખંડની સળી વડે રૂ અથવા નળીને કે બૂરની ભરેલી વાંસની નળીને બાળી નાંખે, હે ગૌતમ ! તેવા પ્રકારના મૈથુનને સેવતા મનુષ્યને અસંયમ થાય છે.. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે યાવત્ વિચરે છે. સૂત્ર સંદર્ભ– ૧૨૭–૧૨૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] egajive nam bhamte! Egabhavaggahanenam kevaiyanam puttattae havvamagachchhai? Goyama! Jahannenam ikkassa va donha va tinha va, ukkosenam sayapuhattassa jiva nam puttattae havvamagachchhamti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 127. Bhagavan ! Eka jiva, eka bhavani apekshae ketala jivono putra thai shake? Gautama ! Eka jiva eka bhavamam jaghanyathi eka jivano,, be ke trana jivono ane utkrishtathi shata prithaktva jivano putra thaya. Sutra– 128. Bhagavan ! Eka jivane eka bhavamam ketala jiva putrarupe utpanna thaya chhe\? Gautama ! Jaghanyathi eka, be ke trana jiva. Utkrishta thi lakha prithaktva jivo putra rupe utpanna thaya. Bhagavan ! Ema kema kahyum ke yavata utkrishta lakho jivo putra rupe utpanna thaya chhe stri? Gautama ! Stri ane purushana karmakrit yonimam jyare maithunavrittika name samyoga utpanna thaya, pachhi te bamne virya ane lohino sambamdha kare chhe. Temam jaghanya eka, be ane utkrishtathi lakha jiva putrapane utpanna thai shake chhe. Tethi upara pramane kahyum. Sutra– 129. Bhagavan ! Maithuna sevata manushyane keva prakare asamyama hoya\? Gautama ! Jema koi purusha tapta suvarnani ke lokhamdani sali vade ru athava naline ke burani bhareli vamsani naline bali namkhe, he gautama ! Teva prakarana maithunane sevata manushyane asamyama thaya chhe.. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe yavat vichare chhe. Sutra samdarbha– 127–129 |