Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103587 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१ |
Translated Chapter : |
શતક-૧ |
Section : | उद्देशक-८ बाल | Translated Section : | ઉદ્દેશક-૮ બાલ |
Sutra Number : | 87 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] पुरिसे णं भंते! कच्छंसि वा दहंसि वा उदगंसि वा दवियंसि वा वलयंसि वा नमंसि वा गहणंसि वा गहणविदुग्गंसि वा पव्वयंसि वा पव्वयविदुग्गंसि वा वणंसि वा वणविदुग्गंसि वा मियवित्तीए मियसंकप्पे मियपणिहाणे मियवहाए गंता एते मिय त्ति काउं अन्नयरस्स मियस्स वहाए कूडपासं उद्दाति, ततो णं भंते! से पुरिसे कतिकिरिए? गोयमा! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–सिय तिकिरिए? सिय चउकिरिए? सिय पंचकिरिए? गोयमा! जे भविए उद्दवणयाए–नो बंधनयाए, नो मारणयाए–तावं च णं से पुरिसे काइयाए, अहिगरणियाए, पाओसियाए –तिहिं किरियाहिं पुट्ठे। जे भविए उद्दवणताए वि, बंधनताए वि–नो मारणताए–तावं च णं से पुरिसे काइयाए, अहिगरणियाए, पाओसियाए, पारितावणियाए–चउहिं किरियाहिं पुट्ठे। जे भविए उद्दवणताए वि, बंधनताए वि, मारणताए वि, तावं च णं से पुरिसे काइयाए, अहिगरणियाए, पाओसियाए, पारितावणियाए, पाणातिवायकिरियाए– पंचहिं किरियाहिं पुट्ठे। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंचकिरिए। | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૭. ભગવન્ ! મૃગવૃત્તિક – (મૃગ વડે આજીવિકા ચલાવનાર), મૃગોનો શિકારી, મૃગોના શિકારમાં તલ્લીન એવો કોઈ પુરુષ મૃગ – (હરણ)ને મારવા માટે કચ્છ(નદીથી ઘેરાયેલા ઝાડીવાળા સ્થાન)માં, દ્રહ(જળાશય)માં, ઉદકમાં, ઘાસાદિના સમૂહમાં, વલય(ગોળાકાર નદીના જળથી યુક્ત સ્થાન)માં, અંધકારયુક્ત પ્રદેશમાં, ગહન વનમાં, ગહન – વિદુર્ગમાં, પર્વતમાં, પર્વત વિદુર્ગમાં, વનમાં, વનવિદુર્ગમાં, ‘એ મૃગ છે’ એમ કરી કોઈ એક મૃગના વધ માટે ખાડા અને જાળ રચે, તો ભગવન્! તે પુરુષ કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ ! યાવત્ તે પુરુષ ત્રણ – ચાર કે કદાચ પાંચ ક્રિયાવાળો થાય. ભગવન્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જ્યાં સુધી તે જાળને ધારણ કરે, પણ મૃગોને બાંધે કે મારે નહીં, ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વેષિકી એ ત્રણ ક્રિયાથી સ્પૃષ્ટ છે. જે જાળને ધારણ કરી, મૃગોને બાંધે છે પણ મારતો નથી, ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી, પ્રાદ્વેષિકી, પારિતાપનિકી ચાર ક્રિયાને સ્પર્શે. જે પુરુષ જાળને ધારણ કરે, મૃગોને બાંધે અને મારે તે પુરુષ કાયિકી આદિ પાંચે ક્રિયાને સ્પર્શે છે, માટે એ પ્રમાણે કહેલ છે. સૂત્ર– ૮૮. ભગવન્ ! કચ્છમાં યાવત્ વનવિદુર્ગમાં કોઈ પુરુષ તૃણને ભેગું કરીને તેમાં આગ મૂકે તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો થાય. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! તરણા ભેગા કરે ત્યાં સુધી ત્રણ ક્રિયા, ભેગા કરીને અગ્નિ મૂકે પણ બાળે નહીં ત્યાં સુધી ચાર, તૃણ ભેગું કરી – અગ્નિ મૂકી – બાળે ત્યારે તે પુરુષને યાવત્ પાંચે ક્રિયાઓ સ્પર્શે છે. સૂત્ર– ૮૯. ભગવન્ ! મૃગવૃત્તિક, મૃગસંકલ્પ, મૃગપ્રણિધાન, મૃગવધને માટે કચ્છમાં યાવત્ વનવિદુર્ગમાં જઈ ‘એ મૃગ છે’ એમ વિચારી કોઈ હરણને મારવા બાણ ફેંકે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ ! કદાચ ત્રણ કે ચાર કે પાંચ ક્રિયાવાળો. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જ્યાં સુધી તે બાણ ફેંકે પણ મૃગને વીંધતો કે મારતો નથી ત્યાં સુધી ત્રણ, બાણ ફેંકે અને વિંધે પણ મારે નહીં ત્યાં સુધી ચાર, બાણ ફેંકે – વીંધે – મારે એટલે પાંચ ક્રિયાઓ લાગે. સૂત્ર– ૯૦. ભગવન્ ! કચ્છમાં યાવત્ કોઈ એક મૃગના વધને માટે પૂર્વોક્ત કોઈ પુરુષ, કાન સુધી લાંબા કરેલા બાણને પ્રયત્ન પૂર્વક ખેંચીને ઊભો રહે, બીજો પુરુષ પાછળથી આવીને પોતાના હાથે તલવાર વડે તે પુરુષનું માથુ કાપી નાંખે, પણ તે બાણ પૂર્વના ખેંચાણ થકી ઉછળીને તે મૃગને વિંધે, તો હે ભગવન્ ! તે પુરુષ મૃગના વૈરથી સ્પૃષ્ટ છે કે પુરુષના વૈરથી ? ગૌતમ ! જે મૃગને મારે છે, તે મૃગના વૈરથી સ્પૃષ્ટ છે, જે પુરુષને મારે છે, તે પુરુષના વૈરથી સ્પૃષ્ટ છે. ભગવન્ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! તે નિશ્ચિત છે – કરાતું કરાયું, સંધાતુ સંધાયુ, વળાતુ વળાયુ, ફેંકાતુ ફેંકાયુ કહેવાય ? હા, ભગવન્ ! તેમ કહેવાય. માટે હે ગૌતમ ! જે મૃગને મારે તે મૃગના વૈરથી સ્પૃષ્ટ છે, જે પુરુષને મારે તે પુરુષના વૈરથી સ્પૃષ્ટ છે. મરનાર જો છ માસમાં મરે તો મારનાર કાયિકી આદિ પાંચે ક્રિયાઓથી સ્પૃષ્ટ કહેવાય. જો છ માસ પછી મરે તો મારનાર કાયિકી યાવત્ પારિતાપનિકી એ ચાર ક્રિયાથી સ્પૃષ્ટ કહેવાય. સૂત્ર– ૯૧. ભગવન્ ! કોઈ પુરુષ બીજા પુરુષને બરછીથી મારે, અથવા પોતાના હાથે તલવાર વડે તે પુરુષનું માથુ કાપી નાખે, તો તે પુરુષ કેટલી ક્રિયાવાળો થાય ? ગૌતમ ! જ્યાં સુધીમાં તે પુરુષ બીજા પુરુષને બરછી મારે કે તલવારથી છેદે ત્યાં સુધીમાં તે પુરુષ કાયિકી યાવત્ પ્રાણાતિપાત એ પાંચ ક્રિયાને સ્પર્શે. આસન્નવધક – (અત્યંત નજીકથી માર મારનાર) તથા અનવકાંક્ષ પ્રત્યયિક – (અન્યના પ્રાણની પરવા ન કરનાર) પુરુષ વૈરથી સ્પૃષ્ટ થાય છે. સૂત્ર સંદર્ભ– ૮૭–૯૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] purise nam bhamte! Kachchhamsi va dahamsi va udagamsi va daviyamsi va valayamsi va namamsi va gahanamsi va gahanaviduggamsi va pavvayamsi va pavvayaviduggamsi va vanamsi va vanaviduggamsi va miyavittie miyasamkappe miyapanihane miyavahae gamta ete miya tti kaum annayarassa miyassa vahae kudapasam uddati, tato nam bhamte! Se purise katikirie? Goyama! Siya tikirie, siya chaukirie, siya pamchakirie. Se kenatthenam bhamte! Evam vuchchai–siya tikirie? Siya chaukirie? Siya pamchakirie? Goyama! Je bhavie uddavanayae–no bamdhanayae, no maranayae–tavam cha nam se purise kaiyae, ahigaraniyae, paosiyae –tihim kiriyahim putthe. Je bhavie uddavanatae vi, bamdhanatae vi–no maranatae–tavam cha nam se purise kaiyae, ahigaraniyae, paosiyae, paritavaniyae–chauhim kiriyahim putthe. Je bhavie uddavanatae vi, bamdhanatae vi, maranatae vi, tavam cha nam se purise kaiyae, ahigaraniyae, paosiyae, paritavaniyae, panativayakiriyae– pamchahim kiriyahim putthe. Se tenatthenam goyama! Evam vuchchai–siya tikirie, siya chaukirie, siya pamchakirie. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 87. Bhagavan ! Mrigavrittika – (mriga vade ajivika chalavanara), mrigono shikari, mrigona shikaramam tallina evo koi purusha mriga – (harana)ne marava mate kachchha(nadithi gherayela jhadivala sthana)mam, draha(jalashaya)mam, udakamam, ghasadina samuhamam, valaya(golakara nadina jalathi yukta sthana)mam, amdhakarayukta pradeshamam, gahana vanamam, gahana – vidurgamam, parvatamam, parvata vidurgamam, vanamam, vanavidurgamam, ‘e mriga chhe’ ema kari koi eka mrigana vadha mate khada ane jala rache, to bhagavan! Te purusha ketali kriyavalo thaya\? Gautama ! Yavat te purusha trana – chara ke kadacha pamcha kriyavalo thaya. Bhagavan ! Ema kema kaho chho\? Gautama ! Jyam sudhi te jalane dharana kare, pana mrigone bamdhe ke mare nahim, tyam sudhi te purusha kayiki, adhikaraniki, pradveshiki e trana kriyathi sprishta chhe. Je jalane dharana kari, mrigone bamdhe chhe pana marato nathi, tyam sudhi te purusha kayiki, adhikaraniki, pradveshiki, paritapaniki chara kriyane sparshe. Je purusha jalane dharana kare, mrigone bamdhe ane mare te purusha kayiki adi pamche kriyane sparshe chhe, mate e pramane kahela chhe. Sutra– 88. Bhagavan ! Kachchhamam yavat vanavidurgamam koi purusha trinane bhegum karine temam aga muke to te purusha ketali kriyavalo thaya\? Gautama ! Kadacha trana ke chara ke pamcha kriyavalo thaya. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Tarana bhega kare tyam sudhi trana kriya, bhega karine agni muke pana bale nahim tyam sudhi chara, trina bhegum kari – agni muki – bale tyare te purushane yavat pamche kriyao sparshe chhe. Sutra– 89. Bhagavan ! Mrigavrittika, mrigasamkalpa, mrigapranidhana, mrigavadhane mate kachchhamam yavat vanavidurgamam jai ‘e mriga chhe’ ema vichari koi haranane marava bana phemke, to te purusha ketali kriyavalo thaya\? Gautama ! Kadacha trana ke chara ke pamcha kriyavalo. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jyam sudhi te bana phemke pana mrigane vimdhato ke marato nathi tyam sudhi trana, bana phemke ane vimdhe pana mare nahim tyam sudhi chara, bana phemke – vimdhe – mare etale pamcha kriyao lage. Sutra– 90. Bhagavan ! Kachchhamam yavat koi eka mrigana vadhane mate purvokta koi purusha, kana sudhi lamba karela banane prayatna purvaka khemchine ubho rahe, bijo purusha pachhalathi avine potana hathe talavara vade te purushanum mathu kapi namkhe, pana te bana purvana khemchana thaki uchhaline te mrigane vimdhe, to he bhagavan ! Te purusha mrigana vairathi sprishta chhe ke purushana vairathi\? Gautama ! Je mrigane mare chhe, te mrigana vairathi sprishta chhe, je purushane mare chhe, te purushana vairathi sprishta chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Te nishchita chhe – karatum karayum, samdhatu samdhayu, valatu valayu, phemkatu phemkayu kahevaya\? Ha, bhagavan ! Tema kahevaya. Mate he gautama ! Je mrigane mare te mrigana vairathi sprishta chhe, je purushane mare te purushana vairathi sprishta chhe. Maranara jo chha masamam mare to maranara kayiki adi pamche kriyaothi sprishta kahevaya. Jo chha masa pachhi mare to maranara kayiki yavat paritapaniki e chara kriyathi sprishta kahevaya. Sutra– 91. Bhagavan ! Koi purusha bija purushane barachhithi mare, athava potana hathe talavara vade te purushanum mathu kapi nakhe, to te purusha ketali kriyavalo thaya\? Gautama ! Jyam sudhimam te purusha bija purushane barachhi mare ke talavarathi chhede tyam sudhimam te purusha kayiki yavat pranatipata e pamcha kriyane sparshe. Asannavadhaka – (atyamta najikathi mara maranara) tatha anavakamksha pratyayika – (anyana pranani parava na karanara) purusha vairathi sprishta thaya chhe. Sutra samdarbha– 87–91 |