Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103552
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-१

Translated Chapter :

શતક-૧

Section : उद्देशक-५ पृथ्वी Translated Section : ઉદ્દેશક-૫ પૃથ્વી
Sutra Number : 52 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कति णं भंते! पुढवीओ पन्नत्ताओ? गोयमा! सत्त पुढवीओ पन्नत्ताओ, तं० रयणप्पभा, सक्करप्पभा, वालुयप्पभा, पंकप्पभा, धूमप्पभा, तमप्पभा, तमतमा इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए कति निरयावाससयसहस्सा पन्नत्ता? गोयमा! तीसं निरयावाससयसहस्सा पन्नत्ता।
Sutra Meaning : સૂત્ર– ૫૨. ભગવન્‌ ! પૃથ્વીઓ કેટલી કહી છે ? ગૌતમ ! સાત પૃથ્વીઓ(નરકભૂમિઓ) કહી છે. તે આ – રત્નપ્રભા યાવત્‌ તમસ્તમા. ભગવન્‌ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસો કહ્યા છે ? ગૌતમ ! ૩૦ લાખ નરકાવાસ. સૂત્ર– ૫૩. સાતે નરકના નરકાવાસોની સંખ્યા આ પ્રમાણે – પહેલી નરકમાં ૩૦ લાખ નારાકાવાસ છે, એ પ્રમાણે – બીજીથી સાતમી નરકમાં અનુક્રમે – ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, એક લાખમાં પાંચ ઓછા અને સાતમી નરકમાં ૫ – અનુત્તર નિરયાવાસ કહેલા છે. સૂત્ર– ૫૪. ભગવન્‌ ! અસુરકુમારોના આવાસ કેટલા લાખ છે? સૂત્ર– ૫૫. અસુરકુમારના ૬૪ લાખ, નાગકુમારના ૮૪ લાખ, સુવર્ણકુમારના ૭૨ લાખ, વાયુકુમારના ૯૬ લાખ, સૂત્ર– ૫૬. તથા દ્વીપ – દિશા – ઉદધિ – વિદ્યુત્‌ – સ્તનિત – વાયુ એ છ એ કુમારોના યુગલના ૭૬ લાખ આવાસો છે. સૂત્ર– ૫૭. ભગવન્‌ ! પૃથ્વીકાયિકોના કેટલા લાખ આવાસો છે ? ગૌતમ ! પૃથ્વીકાયિકોના અસંખ્યેય લાખ આવાસો કહ્યા છે. એ પ્રમાણે હે ગૌતમ ! યાવત્‌ જ્યોતિષ્કના અસંખ્યાત લાખ આવાસો છે. ભગવન્‌ ! સૌધર્મકલ્પમાં કેટલા લાખ વિમાનવાસો છે ? ગૌતમ ! ૩૨ – લાખ વિમાનાવાસ છે. એ રીતે ક્રમશઃ વિમાનાવાસો હવેની ગાથામાં જણાવે છે – સૂત્ર– ૫૮. સૌધર્મકલ્પમાં ૩૨ – લાખ, ઈશાનમાં ૨૮ – લાખ, સનત્કુમારમાં ૧૨ – લાખ, માહેન્દ્રમાં ૮ – લાખ, બ્રહ્મ લોકમાં ૪ – લાખ, લાંતકમાં ૫૦,૦૦૦, મહાશુક્રમાં ૪૦,૦૦૦, સાહસ્રારમાં ૬૦૦૦ વિમાનાવાસો છે. સૂત્ર– ૫૯. આનત – પ્રાણત કલ્પે ૪૦૦, આરણઅચ્યુત કલ્પે ૩૦૦, એમ કુલ ૭૦૦ છે. સૂત્ર– ૬૦. નીચલી ગ્રૈવેયકે ૧૧૧, મધ્યમે ૧૦૭ અને ઉપલીમાં ૧૦૦ તથા અનુત્તરમાં ૫ – વિમાનાવાસો છે. સૂત્ર સંદર્ભ– ૫૨–૬૦
Mool Sutra Transliteration : [sutra] kati nam bhamte! Pudhavio pannattao? Goyama! Satta pudhavio pannattao, tam0 rayanappabha, sakkarappabha, valuyappabha, pamkappabha, dhumappabha, tamappabha, tamatama Imise nam bhamte! Rayanappabhae pudhavie kati nirayavasasayasahassa pannatta? Goyama! Tisam nirayavasasayasahassa pannatta.
Sutra Meaning Transliteration : Sutra– 52. Bhagavan ! Prithvio ketali kahi chhe\? Gautama ! Sata prithvio(narakabhumio) kahi chhe. Te a – ratnaprabha yavat tamastama. Bhagavan ! A ratnaprabha prithvimam ketala lakha narakavaso kahya chhe\? Gautama ! 30 lakha narakavasa. Sutra– 53. Sate narakana narakavasoni samkhya a pramane – paheli narakamam 30 lakha narakavasa chhe, e pramane – bijithi satami narakamam anukrame – 25 lakha, 15 lakha, 10 lakha, 3 lakha, eka lakhamam pamcha ochha ane satami narakamam 5 – anuttara nirayavasa kahela chhe. Sutra– 54. Bhagavan ! Asurakumarona avasa ketala lakha chhe? Sutra– 55. Asurakumarana 64 lakha, nagakumarana 84 lakha, suvarnakumarana 72 lakha, vayukumarana 96 lakha, Sutra– 56. Tatha dvipa – disha – udadhi – vidyut – stanita – vayu e chha e kumarona yugalana 76 lakha avaso chhe. Sutra– 57. Bhagavan ! Prithvikayikona ketala lakha avaso chhe\? Gautama ! Prithvikayikona asamkhyeya lakha avaso kahya chhe. E pramane he gautama ! Yavat jyotishkana asamkhyata lakha avaso chhe. Bhagavan ! Saudharmakalpamam ketala lakha vimanavaso chhe\? Gautama ! 32 – lakha vimanavasa chhe. E rite kramashah vimanavaso haveni gathamam janave chhe – Sutra– 58. Saudharmakalpamam 32 – lakha, ishanamam 28 – lakha, sanatkumaramam 12 – lakha, mahendramam 8 – lakha, brahma lokamam 4 – lakha, lamtakamam 50,000, mahashukramam 40,000, sahasraramam 6000 vimanavaso chhe. Sutra– 59. Anata – pranata kalpe 400, aranaachyuta kalpe 300, ema kula 700 chhe. Sutra– 60. Nichali graiveyake 111, madhyame 107 ane upalimam 100 tatha anuttaramam 5 – vimanavaso chhe. Sutra samdarbha– 52–60