Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103354
Scripture Name( English ): Samavayang Translated Scripture Name : સમવયાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

समवाय प्रकीर्णक

Translated Chapter :

સમવાય પ્રકીર્ણક

Section : Translated Section :
Sutra Number : 254 Category : Ang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कइविहे णं भंते! वेए पन्नत्ते? गोयमा! तिविहे वेए पन्नत्ते, तं जहा–इत्थीवेए पुरिसवेए नपुंसगवेए। नेरइया णं भंते! किं इत्थीवेया पुरिसवेया नपुंसगवेया पन्नत्ता? गोयमा! नो इत्थिवेया नो पुंवेया, नपुंसगवेया पन्नत्ता। असुरकुमाराणं भंते! किं इत्थिवेया पुरिसवेया नपुंसगवेया? गोयमा! इत्थिवेया पुरिसवेया, नो नपुंसगवेया जाव थणियत्ति। पुढवि-आउ-तेउ-वाउ-वणप्फइ-बि-ति-चउरिंदिय-संमुच्छिमपंचिंदियतिरिक्ख-संमुच्छिममनुस्सा नपुंसगवेया। गब्भवक्कंतियमणुस्सा पंचेंदियतिरिया य तिवेया। जहा असुरकुमारा तहा वाणमंतरा जोइसिया वेमाणियावि।
Sutra Meaning : સૂત્ર– ૨૫૪. હે ભગવન્‌ ! વેદ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ પ્રકારે – સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ. હે ભંતે ! નૈરયિકો સ્ત્રીવેદી – પુરુષવેદી કે નપુંસકવેદી છે ? ગૌતમ ! સ્ત્રી કે પુરુષ નહીં પણ નપુંસક વેદી છે. હે ભંતે! અસુરકુમારો સ્ત્રી – પુરુષ કે નપુંસકવેદી છે ? ગૌતમ ! સ્ત્રી વેદી છે, પુરુષ વેદી છે, નપુંસક વેદી નથી. યાવત્‌ સ્તનિતકુમાર સુધી કહેવું. પૃથ્વી – અપ્‌ – તેઉ – વાયુ – વનસ્પતિકાય, બે – ત્રણ – ચાર – ઇન્દ્રિયો, સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચ, સંમૂર્ચ્છિમ મનુષ્ય એ સર્વે નપુંસક વેદી છે. ગર્ભજ મનુષ્યો અને તિર્યંચો ત્રણ વેદવાળા છે. જેમ અસુરકુમારો કહ્યા તેમ વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો જાણવા. સૂત્ર– ૨૫૫. તે કાળે તે સમયે કલ્પમર્યાદા અનુસાર ભગવંત મહાવીરના સમોસરણ હતાં યાવત્‌ ગણધરો, શિષ્યસહિત અને શિષ્યરહિત સિદ્ધ થયા ત્યાં સુધી કહેવું. જંબૂદ્વીપમાં ભરતમાં અતીત ઉત્સર્પિણીમાં ૭ કુલકર થયા. સૂત્ર– ૨૫૬. મિત્રદામ, સુદામ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, વિમલઘોષ, સુઘોષ, મહાઘોષ. સૂત્ર– ૨૫૭. જંબૂદ્વીપના ભરતમાં અતીત અવસર્પિણીમાં ૧૦ કુલકર થયા – સૂત્ર– ૨૫૮. સ્વયંજલ, શતાયુ, અજિતસેન, અનંતસેન, કાર્યસેન, ભીમસેન, મહાભીમસેન, સૂત્ર– ૨૫૯. દૃઢરથ, દશરથ અને શતરથ. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં સાત કુલકરો થયા, તે આ – સૂત્ર– ૨૬૦. વિમલવાહન, ચક્ષુષ્માન્‌, યશોમાન, અભિચંદ્ર, પ્રસેનજિત અને નાભિ. સૂત્ર– ૨૬૧. આ સાત કુલકરોને સાત ભાર્યા હતી – સૂત્ર– ૨૬૨. ચંદ્રયશા, ચંદ્રકાંતા, સુરૂપા, પ્રતિરૂપા, ચક્ષુષ્કાંતા, શ્રીકાંતા, મરુદેવી. આ પ્રમાણે ક્રમશઃ સાત કુલકરની પત્નીના નામ જાણવા. સૂત્ર– ૨૬૩. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૪ – તીર્થંકર પિતાઓ થયા, તે આ – સૂત્ર– ૨૬૪. નાભિ, જિતશત્રુ, જિતારિ, સંવર, મેઘ, ધર, પ્રતિષ્ઠ, મહાસેન, સૂત્ર– ૨૬૫. સુગ્રીવ, દૃઢરથ, વિષ્ણુ, વસુપૂજ્ય, કૃતવર્મા, સીહસેન, ભાનુ, વિશ્વસેન, સૂત્ર– ૨૬૬. સૂર, સુદર્શન, કુંભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન અને સિદ્ધાર્થ. સૂત્ર– ૨૬૭. ઉદિતોદિત કુલવંશવાળા, વિશુદ્ધવંશવાળા, ગુણયુક્ત એવા આ ચોવીશ તીર્થ પ્રવર્તક જિનેશ્વરોના પિતાના નામો છે. સૂત્ર– ૨૬૮. જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થંકર માતાઓ થયા, તે આ – સૂત્ર– ૨૬૯. મરુદેવી, વિજયા, સેના, સિદ્ધાર્થા, મંગલા, સુશીમા, પૃથ્વી, લક્ષ્મણા, રામા, નંદા, વિષ્ણુ, જયા, શ્યામા, (તથા) સૂત્ર– ૨૭૦. સુયશા, સુવ્રતા, અચિરા, શ્રી, દેવી, પ્રભાવતી, પદ્માવતી, વપ્રા, શિવા, વામા, ત્રિશલા. આ જનવરોની માતાઓ થઈ. સૂત્ર– ૨૭૧. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ચોવીશ તીર્થંકરો થયા, તે આ – ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, પુષ્પદંત, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાન. આ ૨૪ તીર્થંકરોના ૨૪ પૂર્વભવના નામ હતા તે આ – સૂત્ર– ૨૭૨. વજ્રનાભ, વિમલ, વિમલવાહન, ધર્મસિંહ, સુમિત્ર, ધર્મમિત્ર, સૂત્ર– ૨૭૩. સુંદરબાહુ, દીર્ઘબાહુ, યુગબાહુ, લષ્ટબાહુ, દિન્ન, ઇન્દ્રદત્ત, સુંદર, માહેન્દ્ર, સૂત્ર– ૨૭૪. સિંહરથ, મેઘરથ, રૂપી, સુદર્શન, નંદન, સીહગિરી, સૂત્ર– ૨૭૫. અદીનશત્રુ, શંખ, સુદર્શન અને નંદન. એ ચોવીશે તીર્થંકરોના પૂર્વભવ જાણવા. સૂત્ર– ૨૭૬. આ ચોવીશ તીર્થંકરોની ચોવીશ શિબિકાઓ હતી. તે આ – સૂત્ર– ૨૭૭. સુદર્શના, સુપ્રભા, સિદ્ધાર્થા, સુપ્રસિદ્ધા, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, સૂત્ર– ૨૭૮. અરુણપ્રભા, ચંદ્રપ્રભા, સુરપ્રભા, અગ્નિસપ્રભા, વિમલા, પંચવર્ણા, સાગરદત્તા, નાગદત્તા, સૂત્ર– ૨૭૯. અભયકરા, નિર્વૃત્તિકરા, મનોરમા, મનોહરા, દેવકુરા, ઉત્તરકુરા, વિશાલા, ચંદ્રપ્રભા. સૂત્ર– ૨૮૦. સર્વજગત્‌ વત્સલ સર્વ જિનવરની આ શિબિકા સર્વઋતુક, શુભછાયાથી છે. સૂત્ર– ૨૮૧. આ શિબિકાને પહેલા હર્ષથી રોમાંચિત મનુષ્યો ઉપાડે છે, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર, નાગેન્દ્ર તે શિબિકાનું વહન કરે છે. સૂત્ર– ૨૮૨. ચંચલ, ચપલકુંડલ ધારક પોતાની ઇચ્છાનુસાર વિકુર્વેલ આભૂષણ ધારી દેવગણ, સુર – અસુરવંદિત જિનેશ્વરની શિબિકાનું વહન કરે છે. સૂત્ર– ૨૮૩. આ શિબિકાને પૂર્વમાં વૈમાનિક, દક્ષિણે નાગકુમાર, પશ્ચિમે અસુરકુમાર અને ઉત્તરે ગરુડકુમાર દેવ વહન કરે છે. સૂત્ર– ૨૮૪. ઋષભદેવ વિનીતાથી, અરિષ્ટનેમિ દ્વારાવતીથી, બાકીના તીર્થંકરો પોતપોતાની જન્મભૂમિથી દીક્ષા લેવા નીકળ્યા. સૂત્ર– ૨૮૫. બધા – ૨૪ જિનવરો એક દૂષ્યથી દીક્ષાર્થે નીકળ્યા. કોઈ અન્યલિંગ, ગૃહીલિંગ કે કુલિંગે દીક્ષિત થયા નથી. સૂત્ર– ૨૮૬. ભગવન્‌ મહાવીર એકલા, પાર્શ્વ, મલ્લી ૩૦૦ – ૩૦૦ સાથે, ભગવન્‌ વાસુપૂજ્ય ૬૦૦ પુરુષો સાથે દીક્ષા લેવાને નીકળ્યા. સૂત્ર– ૨૮૭. ભગવન્‌ ઋષભ ૪૦૦૦ ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિયો સાથે અને શેષ ૧૯ – તીર્થંકરો એક – એક હજાર પુરુષો સાથે દીક્ષા લેવા નીકળેલા. સૂત્ર– ૨૮૮. ભગવંત સુમતિ નિત્યભક્ત ભોજન કરીને, વાસુપૂજ્ય ચોથ ભક્ત – એક ઉપવાસથી, પાર્શ્વ અને મલ્લી અષ્ટમભક્ત – અઠ્ઠમ અર્થાત ત્રણ ઉપવાસથી અને બાકીના તીર્થંકર છઠ્ઠ ભક્ત અર્થાત બે ઉપવાસથી દીક્ષિત થયા. સૂત્ર– ૨૮૯. આ ૨૪ – તીર્થંકરોના ૨૪ – પ્રથમ ભિક્ષાદાતાઓ થયા – સૂત્ર– ૨૯૦. શ્રેયાંસ, બ્રહ્મદત્ત, સુરેન્દ્રદત્ત, ઇન્દ્રદત્ત, પદ્મ, સોમદેવ, માહેન્દ્ર, સોમદત્ત, સૂત્ર– ૨૯૧. પુષ્ય, પુનર્વસુ, પૂર્ણનંદ, સુનંદ, જય, વિજય, ધર્મસિંહ, સુમિત્ર, વર્ગસિંહ, સૂત્ર– ૨૯૨. અપરાજિત, વિશ્વસેન, ઋષભસેન, દત્ત, વરદત્ત, ધનદત્ત, બહુલ. આ ક્રમે ૨૪ પ્રથમ ભિક્ષાદાતા જાણવા. સૂત્ર– ૨૯૩. આ બધા વિશુદ્ધ લેશ્યાવાળા, જિનવરભક્તિથી અંજલિ પુટ કરીને તે કાળે, તે સમયે જિનવરેન્દ્રોને આહારથી પ્રતિલાભિત કર્યા. સૂત્ર– ૨૯૪. લોકનાથ ઋષભદેવને એક વર્ષ પછી ભિક્ષા પ્રાપ્ત થઈ. બાકી બધા તીર્થંકરોને બીજા દિવસે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ. સૂત્ર– ૨૯૫. લોકનાથ ઋષભને પ્રથમ ભિક્ષામાં ઇક્ષુરસ, બીજા બધાને અમૃતરસ સમાન પરમાન્ન પ્રાપ્ત થયેલ. સૂત્ર– ૨૯૬. આ બધા જિનવરોને જ્યાં જ્યાં પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ ત્યાં ત્યાં શરીર પ્રમાણ ઊંચી વસુધારા અર્થાત સોનૈયાની વૃષ્ટિ થઈ. સૂત્ર– ૨૯૭. આ ૨૪ – તીર્થંકરોને ૨૪ – ચૈત્યવૃક્ષો હતા – સૂત્ર– ૨૯૮. ન્યગ્રોધ, સપ્તપર્ણ, શાલ, પ્રિયાલ, પ્રિયંગુ, છત્રાહ, શીરિષ, નાગવૃક્ષ, સાલી, પ્રિયંગુ વૃક્ષ, સૂત્ર– ૨૯૯. તિંદુક, પાટલ, જંબૂ, અશ્વત્થ, દધિપર્ણ, નંદીવૃક્ષ, તિલક, આમ્રવૃક્ષ, અશોક, સૂત્ર– ૩૦૦. ચંપક, બકુલ, વેત્રસ, ઘાતકી, શાલ. અ ૨૪ ચૈત્ય વ્ર્ક્ષ અનુક્રમે જાણવા. સૂત્ર– ૩૦૧. વર્ધમાનસ્વામીનું ચૈત્યવૃક્ષ ૩૨ ધનુષ ઊંચું, નિત્યઋતુક, અશોક અને શાલવૃક્ષથી આચ્છન્ન હતું. સૂત્ર– ૩૦૨. ઋષભ જિનનું ચૈત્યવૃક્ષ ત્રણ ગાઉ ઊંચું હતું. બાકીનાને શરીરથી બાર ગણુ ઊંચું હતું. સૂત્ર– ૩૦૩. જિનવરોના આ બધા ચૈત્યવૃક્ષ છત્ર, પતાકા, વેદિકા, તોરણથી યુક્ત તથા સુર, અસુર, ગરુડદેવોથી પૂજિત હતા. સૂત્ર– ૩૦૪. આ ૨૪ – તીર્થંકરોના ૨૪ – પ્રથમ શિષ્ય હતા – સૂત્ર– ૩૦૫. ૧.ઋષભસેન, સીહસેન, ચારુ, ૪.વજ્રનાભ, ચમર, સુવ્રત, ૭.વિદર્ભ, સૂત્ર– ૩૦૬. દત્ત, વરાહ, ૧૦.આનંદ, ગોસ્તુભ, સુધર્મ, ૧૩.મંદર, યશ, અરિષ્ટ, ૧૬.ચક્રરથ, સ્વયંભૂ, કુંભ, સૂત્ર– ૩૦૭. ૧૯.ઇન્દ્ર, કુંભ, શુભ, ૨૨.વરદત્ત, દત્ત, ઇન્દ્રભૂતિ. આ બધા ઉત્તમ કુળવાળા, વિશુદ્ધ વંશજ, ગુણયુક્ત, તીર્થ પ્રવર્તકના પહેલા શિષ્ય હતા. સૂત્ર– ૩૦૮. આ ૨૪ – તીર્થંકરોના ૨૪ – શિષ્યાઓ હતા – સૂત્ર– ૩૦૯. ૧.બ્રાહ્મી, ફલ્ગુ, શ્યામા, ૪.અજિતા, કાશ્યપી, રતિ, ૭.સોમા, સુમના, વારુણી, ૧૦.સુલસા, ધારણી, ધરણી, ૧૩.ધરણીધરા, સૂત્ર– ૩૧૦. પદ્મા, શિવા, ૧૬.શુચિ, અંજુકા, ભાવિતાત્મા, ૧૯.બંધુમતી, પુષ્પવતી, અમિલા, સૂત્ર– ૩૧૧. ૨૨.યક્ષિણિ, પુષ્પચૂલા અને આર્યા ચંદના. આ સર્વે ૨૪ ઉત્તમ કુલ, વિશુદ્ધ વંશજા, ગુણોથી યુક્ત હતા અને તીર્થ પ્રવર્તક જિનવરના પ્રથમ શિષ્યા થયા. સૂત્ર– ૩૧૨. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૧૨ – ચક્રવર્તી પિતાઓ થયા – સૂત્ર– ૩૧૩. ૧. ઋષભ, સુમિત્ર, વિજય, ૪. સમુદ્રવિજય, અશ્વસેન, વિશ્વસેન, ૭. શૂરસેન, કાર્તવીર્ય, સૂત્ર– ૩૧૪. પદ્મોત્તર, ૧૦. મહાહરિ, વિજય, બ્રહ્મ. સૂત્ર– ૩૧૫. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં બાર ચક્રવર્તી – માતાઓ થયા. ૧. સુમંગલા, યશસ્વતી, ભદ્રા, ૪. સહદવી, અચિરા, શ્રી, ૭. દેવી, તારા, જ્વાલા, ૧૦.મેરા, વપ્રા અને ચુલ્લણી. સૂત્ર– ૩૧૬. જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં બાર ચક્રવર્તી થયા – સૂત્ર– ૩૧૭. રાજશાર્દુલ – (ચક્રવર્તી) ૧.ભરત, ૨.સગર, ૩.મઘવા, ૪.સનત્કુમાર, ૫.શાંતિ, ૬.કુંથુ, ૭.અર, ૮.સુભૂમ, તથા સૂત્ર– ૩૧૮. ૯.મહાપદ્મ, ૧૦.હરિષેણ, ૧૧.જય અને ૧૨.બ્રહ્મદત્ત. એ બાર ચક્રવર્તી થયા સૂત્ર– ૩૧૯. આ બાર ચક્રવર્તીને બાર સ્ત્રીરત્નો હતા – સૂત્ર– ૩૨૦. ૧. સુભદ્રા, ભદ્રા, સુનંદા, ૪.જયા, વિજયા, કૃષ્ણશ્રી, ૭.સૂર્યશ્રી, પદ્મશ્રી, વસુંધરા, ૧૦.દેવી, લક્ષ્મીમતી અને કુરુમતી. સૂત્ર– ૩૨૧. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં વાસુદેવ અને બલદેવ નવ – નવ થયા તેમના પિતાના નામો આ પ્રમાણે છે – સૂત્ર– ૩૨૨. પ્રજાપતિ, બ્રહ્મ, સોમ, રુદ્ર, શિવ, મહાશિવ, અગ્નિસિંહ, દશરથ, વાસુદેવ. સૂત્ર– ૩૨૩. જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ વાસુદેવોની નવ માતાઓ થઈ, તે આ છે – સૂત્ર– ૩૨૪. મૃગાવતી, ઉમા, પૃથ્વી, સીતા, અમૃતા, લક્ષ્મીમતી, શેષમતી, કૈકયી, દેવકી. સૂત્ર– ૩૨૫. જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રમાં નવ બલદેવની નવ માતાઓ હતી. સૂત્ર– ૩૨૬. ભદ્રા, સુભદ્રા, સુપ્રભા, સુદર્શના, વિજયા, વૈજયંતી, જયંતિ, અપરાજિતા અને રોહિણી. સૂત્ર– ૩૨૭. જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં નવ દશાર મંડલો થયા. તેઓ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, પ્રધાન પુરુષ, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, કાંત, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન, સુરૂપ, સુખશીલ, સુખાભિગમ, સર્વજન નયનને પ્રિય, ઓઘબલી, અતિબલી, મહાબલી, અનિહત, અપરાજિત, શત્રુમર્દના, સહસ્રશત્રુમાન મથનક, સાનુક્રોશ, અમત્સરી, અચપલ, અચંડ, મિત – મંજુલ – પલાવ – હસિત, ગંભીર – મધુર – પ્રતિપૂર્ણ – સત્યવચની, અભ્યુપગતવત્સલ શરણ્યા, લક્ષણ – વ્યંજન – ગુણયુક્ત, માન – ઉન્માનન – પ્રતિપૂર્ણ – સુજાત – સર્વાંગ સુંદર, શશિ – સૌમ્યાકાર – કાંત – પ્રિયદર્શન, અમર્ષણ, પ્રચંડ – દંડ – પ્રભારી, ગંભીર દર્શનીય, તાલધ્વજા – ગરુડ ધ્વજાવાળા, મોટા ધનુષને ખેંચનારા, દુર્ધર, ધનુર્ધર, ધીર પુરુષ, યુદ્ધકીર્તિપુરુષ, વિપુલકુલ સમુદ્‌ભવા, મોટા રત્નને ચૂર્ણ કરનારા, અર્ધભરતસ્વામી હતા. વળી તેઓ સૌમ્ય, રાજકુલવંશતિલક, અજિત, અજિતરથવાળા, હલ – મુશલ – કનકને ધરનારા, શંખ – ચક્ર – ગદા – શક્તિ – નંદક ધારી, પ્રવર – ઉજ્જવળ, શુકલાંત – વિમલ, ગોસ્તુભ મુકુટધારી, કુંડલ ઉદ્યોતિત મુખવાળા, પુંડરીકનયના, એકાવલિ કંઠલચ્છિત વત્સા, શ્રીવત્સ લાંછના, શ્રેષ્ઠયશા, સર્વઋથુ સંબંધી સુગંધી પુષ્પોથી બનેલ લાંબી શોભતી મનોહર વિકસ્વર વિચિત્રવર્ણા ઉત્તમ એવી વનમાલાને વક્ષઃસ્થળમાં સ્થાપેલ એવા, ૧૦૮ લક્ષણો વડે પ્રશસ્ત અને મનોહર અંગોપાંગ રચિત, મદોન્મત્ત ગજેન્દ્ર જેવી વિલાસી ગતિવાળા, શરદ નવ સ્તનિત મધુર ગંભીર ક્રૌંચ નિર્ઘોષ દુંદુભી સ્વરા, કટિસૂત્ર તથા નીલ અને પીત કૌશેય વસ્ત્રવાળા, પ્રવર દીપ્ત તેજવાળા, નરસીંહ, નરપતિ, નરેન્દ્ર, નરવૃષભ, મરુત્‌વૃષભસમાન, અધિક રાજતેજ લક્ષ્મીથી દીપ્ત માન, નીલ – પીત વસ્ત્રવાળા, બબ્બે રામ – કેસવ ભાઈઓ હતા. તે આ પ્રમાણે – સૂત્ર– ૩૨૮. નવ વાસુદેવો આ પ્રમાણે છે – ત્રિપૃષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષપુંડરિક, દત્ત, નારાયણ, કૃષ્ણ નવ બલદેવો આ પ્રમાણે છે – અચલ, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ, બલરામ. સૂત્ર– ૩૨૯. આ નવ બલદેવ – વાસુદેવના પૂર્વભવના નવ નામો હતા, તે આ – સૂત્ર– ૩૩૦. વિશ્વભૂતિ, પર્વતક, ધનદત્ત, સમુદ્રદત્ત, ઋષિપાલ, પ્રિયમિત્ર, લલિતમિત્ર, પુનર્વસુ, ગંગદત્ત. સૂત્ર– ૩૩૧. વાસુદેવોના આ પૂર્વભવા નામો હતા, હવે બલદેવના નામો ક્રમશઃ કહીશ – સૂત્ર– ૩૩૨. વિશ્વનંદી, સુબંધુ, સાગરદત્ત, અશોક, લલિત, વારાહ, ધર્મસેન, અપરાજિત, રાજલલિત. સૂત્ર– ૩૩૩. આ નવ બલદેવ, વાસુદેવના પૂર્વભવના નવ ધર્માચાર્યો હતા, તે આ – સૂત્ર– ૩૩૪. સંભૂતિ, સુભદ્ર, સુદર્શન, શ્રેયાંસ, કૃષ્ણ, ગંગદત્ત, સાગર, સમુદ્ર, દ્રુમસેન. સૂત્ર– ૩૩૫. આ કીર્તિપુરુષ વાસુદેવના પૂર્વભવના ધર્માચાર્યો હતા. વાસુદેવોએ પૂર્વભવે નિયાણા કરેલા હતા. સૂત્ર– ૩૩૬. આ નવ વાસુદેવોની નવ નિયાણાભૂમિઓ હતી. તે આ – સૂત્ર– ૩૩૭. મથુરા, કનક્વસ્તુ, શ્રાવસ્તી, પોતાનપુર, રાજગૃહ, કાકંદી, કૌશાંબી, મિથીલાપુરી, હસ્તિનાપુર. સૂત્ર– ૩૩૮. આ નવ વાસુદેવોના નવ નિદાન કારણો હતા. સૂત્ર– ૩૩૯. ગાય, યૂપ, સંગ્રામ, સ્ત્રી, પરાજિત, ભાર્યાનુરાગ, ગોષ્ઠી, પરઋદ્ધિ, માતા. સૂત્ર– ૩૪૦. આ નવ વાસુદેવોના નવ પ્રતિશત્રુઓ હતા, તે આ પ્રમાણે – સૂત્ર– ૩૪૧. અશ્વગ્રીવ,તારક, મેરક, મધુકૈટભ, નિશુમ્ભ, બલિ, પ્રહ્લાદ, રાવણ, જરાસંઘ. સૂત્ર– ૩૪૨. આ પ્રતિશત્રુઓ યાવત્‌ સ્વચક્રથી હણાયા. સૂત્ર– ૩૪૩. એક વાસુદેવ સાતમીમાં, પાંચ છઠ્ઠીમાં, એક પાંચમીમાં, એક ચોથીમાં, કૃષ્ણ ત્રીજી નરકમાં ગયા. સૂત્ર– ૩૪૪. સર્વે રામ – બલદેવ નિયાણા રહિત હોય છે. સર્વે કેશવ – વાસુદેવ નિયાણાયુક્ત હોય છે. સર્વે રામ ઉર્ધ્વ ગામી હોય છે અને સર્વે કેશવ અધોગામી હોય છે. સૂત્ર– ૩૪૫. આઠ બલદેવો મોક્ષે ગયા, રામ બ્રહ્મલોક કલ્પે ગયા. તે આગામી કાળે એક ભવ કરીને સિદ્ધ થશે. સૂત્ર– ૩૪૬. જંબૂદ્વીપના ઐરવત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં ૨૪ – તીર્થંકરો થયા, તે આ પ્રમાણે – સૂત્ર– ૩૪૭. ચંદ્રાનન, સુચંદ્ર, અગ્નિસેન, નંદીષેણ, ઋષિદિન્ન, વવહારી, શ્યામચંદ્ર. સૂત્ર– ૩૪૮. યુક્તિસેન, અજિતસેન, શિવસેન, દેવશર્મા, નિક્ષિપ્ત શસ્ત્ર, સૂત્ર– ૩૪૯. અસંજ્વલ, જિનવૃષભ, અનંતક, ઉપશાંત, ગુપ્તિસેન, સૂત્ર– ૩૫૦. અતિપાર્શ્વ, સુપાર્શ્વ, મરુદેવ, શ્યામકોષ્ઠ. સૂત્ર– ૩૫૧. અગ્નિસેન, અગ્નિપુત્ર, વારિષેણ. તે સર્વેને હું વાંદુ છું. સૂત્ર– ૩૫૨. જંબૂદ્વીપમાં આવતી ઉત્સર્પિણીમાં ભરતક્ષેત્રમાં સાત કુલકરો થશે, તે આ – સૂત્ર– ૩૫૩. મિતવાહન, સુભૂમ, સુપ્રભ, સ્વયંપ્રભ, દત્ત, સૂક્ષ્મ અને સુબંધુ. સૂત્ર– ૩૫૪. જંબૂદ્વીપમાં આવતી ઉત્સર્પિણીમાં ઐરવત ક્ષેત્રમાં દશ કુલકરો થશે, તે આ – વિમલવાહન, સીમંકર, સીમંધર, ક્ષેમંકર, ક્ષેમંધર, દૃઢધનુ, દશધનુ, શતધનુ, પ્રતિશ્રુતિ, સુમતિ. જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ૨૪ – તીર્થંકરો થશે, તે આ – સૂત્ર– ૩૫૫. મહાપદ્મ, સૂર્યદેવ, સુપાર્શ્વ, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રુત, સૂત્ર– ૩૫૬. ઉદય, પેઢાલપુત્ર, પોટ્ટિલ, શતકીર્તિ, મુનિસુવ્રત, સર્વભાવવિદ્‌, સૂત્ર– ૩૫૭. નિષ્કષાય, અમમ, નિષ્પુલાક, નિર્મમ, ચિત્રગુપ્ત, સમાધિ, સૂત્ર– ૩૫૮. સંવર, અનિવૃત્તિ, વિજય, વિમલ, દેવોવપાત, અનંત વિજય. સૂત્ર– ૩૫૯. આ ૨૪ – જિન આગામી કાલે ભરતક્ષેત્રમાં ધર્મતીર્થના ઉપદેશક થશે. સૂત્ર– ૩૬૦. આ ૨૪ – તીર્થંકરોના પૂર્વભવના ૨૪ – નામો કહ્યા છે, તે આ – સૂત્ર– ૩૬૧. શ્રેણિક, સુપાર્શ્વ, ઉદય, પોટ્ટિલ અણગાર, દૃઢાયુ, કાર્તિક, શંખ, નંદ, સુનંદ, શતક, સૂત્ર– ૩૬૨. દેવકી, સત્યકિ, વાસુદેવ, બલદેવ, રોહિણી, સુલસા, રેવતી, સૂત્ર– ૩૬૩. સયાલી, ભયાલી, કૃષ્ણ દ્વૈપાયન, નારદ, સૂત્ર– ૩૬૪. અંબડ, દારુમૃત, સ્વાતિબુદ્ધ સૂત્ર– ૩૬૫. આ ૨૪ – તીર્થંકરોના ૨૪ – પિતાઓ થશે(પ્રત્યેકના એક એક), ૨૪ – માતા થશે, ૨૪ – પ્રથમ શિષ્યો થશે, ૨૪ – પ્રથમ શિષ્યા થશે, ૨૪ – પ્રથમ ભિક્ષાદાયક થશે અને ૨૪ – ચૈત્યવૃક્ષો થશે. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ૧૨ – ચક્રવર્તીઓ થશે, તે આ – સૂત્ર– ૩૬૬. ભરત, દીર્ઘદંત, ગૂઢદંત, શુદ્ધદંત, શ્રીપુત્ર, શ્રીભૂતિ, શ્રીસોમ, સૂત્ર– ૩૬૭. પદ્મ, મહાપદ્મ, વિમલવાહન, વિપુલવાહન, વરિષ્ટ. સૂત્ર– ૩૬૮. આ બારેના માતા, પિતા, સ્ત્રીરત્નો થશે. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં નવ બલદેવ, નવ વાસુદેવના નવ પિતા થશે, નવ વાસુદેવ માતા થશે, નવ બલદેવ માતા થશે. નવ દશારમંડલો થશે, પૂર્વોક્ત વર્ણન જાણવુ.. નવ વાસુદેવોના નામ આ પ્રમાણે – સૂત્ર– ૩૬૯. નંદ, નંદમિત્ર, દીર્ઘબાહુ, મહાબાહુ, અતિબલ, મહાબલ, બલભદ્ર, સૂત્ર– ૩૭૦. દ્વિપૃષ્ઠ, ત્રિપૃષ્ઠ. નવ બલદેવના નામો આ – જયંત, વિજય, ભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ, સંકર્ષણ. સૂત્ર– ૩૭૧. આ નવ બલદેવ, વાસુદેવના પૂર્વભવના નામ હશે, નવ ધર્માચાર્યો, નવ નિદાન ભૂમિ, નવ નિદાન કારણો અને નવ પ્રતિશત્રુ થશે, તે આ – સૂત્ર– ૩૭૨. તિલક, લોહજંઘ, વજ્રજંઘ, કેસરી, પ્રહલાદ, અપરાજિત, ભીમ, મહાભીમ, સુગ્રીવ. સૂત્ર– ૩૭૩. આ પ્રતિશત્રુઓ કીર્તિપુરુષ વાસુદેવની સાથે યુદ્ધ કરશે અને સ્વચક્ર વડે જ હણાશે. સૂત્ર– ૩૭૪. જંબૂદ્વીપમાં ઐરવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં ૨૪ – તીર્થંકરો થશે, તે આ – સૂત્ર– ૩૭૫. સુમંગલ, સિદ્ધાર્થ, નિર્વાણ, મહાયશ, ધર્મધ્વજ, સૂત્ર– ૩૭૬. શ્રીચંદ્ર, પુષ્પકેતુ, મહાચંદ્ર, શ્રુતસાગર, સૂત્ર– ૩૭૭. સિદ્ધાર્થ, પૂર્ણઘોષ, મહાઘોષ, સત્યસેન, સૂત્ર– ૩૭૮. સૂરસેન, મહાસેન, સર્વાનંદ, સૂત્ર– ૩૭૯. સુપાર્શ્વ, સુવ્રત, સુકોશલ, અનંત વિજય, સૂત્ર– ૩૮૦. વિમલ, ઉત્તર, મહાબલ, દેવાનંદ. સૂત્ર– ૩૮૧. આ આ કહેલા ચોવીશ તીર્થંકર આગામી કાલે ઐરવતમાં ધર્મને પ્રકાશશે. સૂત્ર– ૩૮૨. બાર ચક્રવર્તી, બાર ચક્રવર્તી પિતા, બાર ચક્રવર્તી માતા, બાર સ્ત્રીરત્નો થશે. નવ બલદેવ – વાસુદેવ પિતા થશે, નવ વાસુદેવ માતા થશે, નવ બલદેવ માતા થશે, નવ દશારમંડલ થશે ઇત્યાદિ સર્વે પૂર્વવત્‌ જાણવુ. આ પ્રમાણે જેમ ભરતક્ષેત્ર સંબંધે કહ્યું, તેમ ઐરવતમાં પણ આવતી ઉત્સર્પિણીમાં કહેવું. એ પ્રમાણે આગામી કાળને આશ્રીને બંને ક્ષેત્રમાં કહેવું. સૂત્ર– ૩૮૩. આ રીતે આ અધિકૃત ‘સમાવાય’સૂત્રમાં અનેક પ્રકારના ભાવો અને પદાર્થોનું વર્ણન છે. તેમાં – કુલકરવંશ, તીર્થકરવંશ, ચક્રવર્તીવંશ, ગણધરવંશ, ઋષિવંશ, યતિવંશ, મુનિવંશ. તથા શ્રુત, શ્રુતાંગ, શ્રુતસમાસ, શ્રુતસ્કંધ, સમવાય, સંખ્યા, સમસ્ત અંગ કહ્યું. સમસ્ત અધ્યયન કહ્યું. તેમ હું તમને હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૨૫૪–૩૮૩
Mool Sutra Transliteration : [sutra] kaivihe nam bhamte! Vee pannatte? Goyama! Tivihe vee pannatte, tam jaha–itthivee purisavee napumsagavee. Neraiya nam bhamte! Kim itthiveya purisaveya napumsagaveya pannatta? Goyama! No itthiveya no pumveya, napumsagaveya pannatta. Asurakumaranam bhamte! Kim itthiveya purisaveya napumsagaveya? Goyama! Itthiveya purisaveya, no napumsagaveya java thaniyatti. Pudhavi-au-teu-vau-vanapphai-bi-ti-chaurimdiya-sammuchchhimapamchimdiyatirikkha-sammuchchhimamanussa napumsagaveya. Gabbhavakkamtiyamanussa pamchemdiyatiriya ya tiveya. Jaha asurakumara taha vanamamtara joisiya vemaniyavi.
Sutra Meaning Transliteration : Sutra– 254. He bhagavan ! Veda ketala bhede chhe\? Gautama ! Trana prakare – striveda, purushaveda, napumsakaveda. He bhamte ! Nairayiko strivedi – purushavedi ke napumsakavedi chhe\? Gautama ! Stri ke purusha nahim pana napumsaka vedi chhe. He bhamte! Asurakumaro stri – purusha ke napumsakavedi chhe\? Gautama ! Stri vedi chhe, purusha vedi chhe, napumsaka vedi nathi. Yavat stanitakumara sudhi kahevum. Prithvi – ap – teu – vayu – vanaspatikaya, be – trana – chara – indriyo, sammurchchhima pamchendriya tiryamcha, sammurchchhima manushya e sarve napumsaka vedi chhe. Garbhaja manushyo ane tiryamcho trana vedavala chhe. Jema asurakumaro kahya tema vanavyamtara, jyotishi ane vaimanika devo janava. Sutra– 255. Te kale te samaye kalpamaryada anusara bhagavamta mahavirana samosarana hatam yavat ganadharo, shishyasahita ane shishyarahita siddha thaya tyam sudhi kahevum. Jambudvipamam bharatamam atita utsarpinimam 7 kulakara thaya. Sutra– 256. Mitradama, sudama, suparshva, svayamprabha, vimalaghosha, sughosha, mahaghosha. Sutra– 257. Jambudvipana bharatamam atita avasarpinimam 10 kulakara thaya – Sutra– 258. Svayamjala, shatayu, ajitasena, anamtasena, karyasena, bhimasena, mahabhimasena, Sutra– 259. Dridharatha, dasharatha ane shataratha. Jambudvipana bharatakshetramam a avasarpinimam sata kulakaro thaya, te a – Sutra– 260. Vimalavahana, chakshushman, yashomana, abhichamdra, prasenajita ane nabhi. Sutra– 261. A sata kulakarone sata bharya hati – Sutra– 262. Chamdrayasha, chamdrakamta, surupa, pratirupa, chakshushkamta, shrikamta, marudevi. A pramane kramashah sata kulakarani patnina nama janava. Sutra– 263. A jambudvipana bharatakshetramam a avasarpinimam 24 – tirthamkara pitao thaya, te a – Sutra– 264. Nabhi, jitashatru, jitari, samvara, megha, dhara, pratishtha, mahasena, Sutra– 265. Sugriva, dridharatha, vishnu, vasupujya, kritavarma, sihasena, bhanu, vishvasena, Sutra– 266. Sura, sudarshana, kumbha, sumitra, vijaya, samudravijaya, ashvasena ane siddhartha. Sutra– 267. Uditodita kulavamshavala, vishuddhavamshavala, gunayukta eva a chovisha tirtha pravartaka jineshvarona pitana namo chhe. Sutra– 268. Jambudvipamam bharatakshetramam a avasarpinimam chovisha tirthamkara matao thaya, te a – Sutra– 269. Marudevi, vijaya, sena, siddhartha, mamgala, sushima, prithvi, lakshmana, rama, namda, vishnu, jaya, shyama, (tatha) Sutra– 270. Suyasha, suvrata, achira, shri, devi, prabhavati, padmavati, vapra, shiva, vama, trishala. A janavaroni matao thai. Sutra– 271. Jambudvipana bharatakshetramam a avasarpinimam chovisha tirthamkaro thaya, te a – rishabha, ajita, sambhava, abhinamdana, sumati, padmaprabha, suparshva, chamdraprabha, suvidhi, pushpadamta, shitala, shreyamsa, vasupujya, vimala, anamta, dharma, shamti, kumthu, ara, malli, munisuvrata, nami, nemi, parshva, vardhamana. A 24 tirthamkarona 24 purvabhavana nama hata te a – Sutra– 272. Vajranabha, vimala, vimalavahana, dharmasimha, sumitra, dharmamitra, Sutra– 273. Sumdarabahu, dirghabahu, yugabahu, lashtabahu, dinna, indradatta, sumdara, mahendra, Sutra– 274. Simharatha, megharatha, rupi, sudarshana, namdana, sihagiri, Sutra– 275. Adinashatru, shamkha, sudarshana ane namdana. E chovishe tirthamkarona purvabhava janava. Sutra– 276. A chovisha tirthamkaroni chovisha shibikao hati. Te a – Sutra– 277. Sudarshana, suprabha, siddhartha, suprasiddha, vijaya, vaijayamti, jayamti, aparajita, Sutra– 278. Arunaprabha, chamdraprabha, suraprabha, agnisaprabha, vimala, pamchavarna, sagaradatta, nagadatta, Sutra– 279. Abhayakara, nirvrittikara, manorama, manohara, devakura, uttarakura, vishala, chamdraprabha. Sutra– 280. Sarvajagat vatsala sarva jinavarani a shibika sarvarituka, shubhachhayathi chhe. Sutra– 281. A shibikane pahela harshathi romamchita manushyo upade chhe, pachhi asurendra, surendra, nagendra te shibikanum vahana kare chhe. Sutra– 282. Chamchala, chapalakumdala dharaka potani ichchhanusara vikurvela abhushana dhari devagana, sura – asuravamdita jineshvarani shibikanum vahana kare chhe. Sutra– 283. A shibikane purvamam vaimanika, dakshine nagakumara, pashchime asurakumara ane uttare garudakumara deva vahana kare chhe. Sutra– 284. Rishabhadeva vinitathi, arishtanemi dvaravatithi, bakina tirthamkaro potapotani janmabhumithi diksha leva nikalya. Sutra– 285. Badha – 24 jinavaro eka dushyathi diksharthe nikalya. Koi anyalimga, grihilimga ke kulimge dikshita thaya nathi. Sutra– 286. Bhagavan mahavira ekala, parshva, malli 300 – 300 sathe, bhagavan vasupujya 600 purusho sathe diksha levane nikalya. Sutra– 287. Bhagavan rishabha 4000 ugra, bhoga, rajanya, kshatriyo sathe ane shesha 19 – tirthamkaro eka – eka hajara purusho sathe diksha leva nikalela. Sutra– 288. Bhagavamta sumati nityabhakta bhojana karine, vasupujya chotha bhakta – eka upavasathi, parshva ane malli ashtamabhakta – aththama arthata trana upavasathi ane bakina tirthamkara chhaththa bhakta arthata be upavasathi dikshita thaya. Sutra– 289. A 24 – tirthamkarona 24 – prathama bhikshadatao thaya – Sutra– 290. Shreyamsa, brahmadatta, surendradatta, indradatta, padma, somadeva, mahendra, somadatta, Sutra– 291. Pushya, punarvasu, purnanamda, sunamda, jaya, vijaya, dharmasimha, sumitra, vargasimha, Sutra– 292. Aparajita, vishvasena, rishabhasena, datta, varadatta, dhanadatta, bahula. A krame 24 prathama bhikshadata janava. Sutra– 293. A badha vishuddha leshyavala, jinavarabhaktithi amjali puta karine te kale, te samaye jinavarendrone aharathi pratilabhita karya. Sutra– 294. Lokanatha rishabhadevane eka varsha pachhi bhiksha prapta thai. Baki badha tirthamkarone bija divase prathama bhiksha prapta thai. Sutra– 295. Lokanatha rishabhane prathama bhikshamam ikshurasa, bija badhane amritarasa samana paramanna prapta thayela. Sutra– 296. A badha jinavarone jyam jyam prathama bhiksha prapta thai tyam tyam sharira pramana umchi vasudhara arthata sonaiyani vrishti thai. Sutra– 297. A 24 – tirthamkarone 24 – chaityavriksho hata – Sutra– 298. Nyagrodha, saptaparna, shala, priyala, priyamgu, chhatraha, shirisha, nagavriksha, sali, priyamgu vriksha, Sutra– 299. Timduka, patala, jambu, ashvattha, dadhiparna, namdivriksha, tilaka, amravriksha, ashoka, Sutra– 300. Champaka, bakula, vetrasa, ghataki, shala. A 24 chaitya vrksha anukrame janava. Sutra– 301. Vardhamanasvaminum chaityavriksha 32 dhanusha umchum, nityarituka, ashoka ane shalavrikshathi achchhanna hatum. Sutra– 302. Rishabha jinanum chaityavriksha trana gau umchum hatum. Bakinane sharirathi bara ganu umchum hatum. Sutra– 303. Jinavarona a badha chaityavriksha chhatra, pataka, vedika, toranathi yukta tatha sura, asura, garudadevothi pujita hata. Sutra– 304. A 24 – tirthamkarona 24 – prathama shishya hata – Sutra– 305. 1.Rishabhasena, sihasena, charu, 4.Vajranabha, chamara, suvrata, 7.Vidarbha, Sutra– 306. Datta, varaha, 10.Anamda, gostubha, sudharma, 13.Mamdara, yasha, arishta, 16.Chakraratha, svayambhu, kumbha, Sutra– 307. 19.Indra, kumbha, shubha, 22.Varadatta, datta, indrabhuti. A badha uttama kulavala, vishuddha vamshaja, gunayukta, tirtha pravartakana pahela shishya hata. Sutra– 308. A 24 – tirthamkarona 24 – shishyao hata – Sutra– 309. 1.Brahmi, phalgu, shyama, 4.Ajita, kashyapi, rati, 7.Soma, sumana, varuni, 10.Sulasa, dharani, dharani, 13.Dharanidhara, Sutra– 310. Padma, shiva, 16.Shuchi, amjuka, bhavitatma, 19.Bamdhumati, pushpavati, amila, Sutra– 311. 22.Yakshini, pushpachula ane arya chamdana. A sarve 24 uttama kula, vishuddha vamshaja, gunothi yukta hata ane tirtha pravartaka jinavarana prathama shishya thaya. Sutra– 312. Jambudvipana bharatakshetramam a avasarpinimam 12 – chakravarti pitao thaya – Sutra– 313. 1. Rishabha, sumitra, vijaya, 4. Samudravijaya, ashvasena, vishvasena, 7. Shurasena, kartavirya, Sutra– 314. Padmottara, 10. Mahahari, vijaya, brahma. Sutra– 315. Jambudvipana bharatakshetramam a avasarpinikalamam bara chakravarti – matao thaya. 1. Sumamgala, yashasvati, bhadra, 4. Sahadavi, achira, shri, 7. Devi, tara, jvala, 10.Mera, vapra ane chullani. Sutra– 316. Jambudvipana bharata kshetramam a avasarpinimam bara chakravarti thaya – Sutra– 317. Rajashardula – (chakravarti) 1.Bharata, 2.Sagara, 3.Maghava, 4.Sanatkumara, 5.Shamti, 6.Kumthu, 7.Ara, 8.Subhuma, tatha Sutra– 318. 9.Mahapadma, 10.Harishena, 11.Jaya ane 12.Brahmadatta. E bara chakravarti thaya Sutra– 319. A bara chakravartine bara striratno hata – Sutra– 320. 1. Subhadra, bhadra, sunamda, 4.Jaya, vijaya, krishnashri, 7.Suryashri, padmashri, vasumdhara, 10.Devi, lakshmimati ane kurumati. Sutra– 321. Jambudvipana bharatakshetramam a avasarpinimam vasudeva ane baladeva nava – nava thaya temana pitana namo a pramane chhe – Sutra– 322. Prajapati, brahma, soma, rudra, shiva, mahashiva, agnisimha, dasharatha, vasudeva. Sutra– 323. Jambudvipana bharata kshetramam a avasarpinimam nava vasudevoni nava matao thai, te a chhe – Sutra– 324. Mrigavati, uma, prithvi, sita, amrita, lakshmimati, sheshamati, kaikayi, devaki. Sutra– 325. Jambudvipamam bharata kshetramam nava baladevani nava matao hati. Sutra– 326. Bhadra, subhadra, suprabha, sudarshana, vijaya, vaijayamti, jayamti, aparajita ane rohini. Sutra– 327. Jambudvipamam bharata kshetramam a avasarpinimam nava dashara mamdalo thaya. Teo uttama purusha, madhyama purusha, pradhana purusha, ojasvi, tejasvi, varchasvi, yashasvi, kamta, saumya, subhaga, priyadarshana, surupa, sukhashila, sukhabhigama, sarvajana nayanane priya, oghabali, atibali, mahabali, anihata, aparajita, shatrumardana, sahasrashatrumana mathanaka, sanukrosha, amatsari, achapala, achamda, mita – mamjula – palava – hasita, gambhira – madhura – pratipurna – satyavachani, abhyupagatavatsala sharanya, lakshana – vyamjana – gunayukta, mana – unmanana – pratipurna – sujata – sarvamga sumdara, shashi – saumyakara – kamta – priyadarshana, amarshana, prachamda – damda – prabhari, gambhira darshaniya, taladhvaja – garuda dhvajavala, mota dhanushane khemchanara, durdhara, dhanurdhara, dhira purusha, yuddhakirtipurusha, vipulakula samudbhava, mota ratnane churna karanara, ardhabharatasvami hata. Vali teo saumya, rajakulavamshatilaka, ajita, ajitarathavala, hala – mushala – kanakane dharanara, shamkha – chakra – gada – shakti – namdaka dhari, pravara – ujjavala, shukalamta – vimala, gostubha mukutadhari, kumdala udyotita mukhavala, pumdarikanayana, ekavali kamthalachchhita vatsa, shrivatsa lamchhana, shreshthayasha, sarvarithu sambamdhi sugamdhi pushpothi banela lambi shobhati manohara vikasvara vichitravarna uttama evi vanamalane vakshahsthalamam sthapela eva, 108 lakshano vade prashasta ane manohara amgopamga rachita, madonmatta gajendra jevi vilasi gativala, sharada nava stanita madhura gambhira kraumcha nirghosha dumdubhi svara, katisutra tatha nila ane pita kausheya vastravala, pravara dipta tejavala, narasimha, narapati, narendra, naravrishabha, marutvrishabhasamana, adhika rajateja lakshmithi dipta mana, nila – pita vastravala, babbe rama – kesava bhaio hata. Te a pramane – Sutra– 328. Nava vasudevo a pramane chhe – triprishtha, dviprishtha, svayambhu, purushottama, purushasimha, purushapumdarika, datta, narayana, krishna Nava baladevo a pramane chhe – achala, vijaya, bhadra, suprabha, sudarshana, anamda, namdana, padma, balarama. Sutra– 329. A nava baladeva – vasudevana purvabhavana nava namo hata, te a – Sutra– 330. Vishvabhuti, parvataka, dhanadatta, samudradatta, rishipala, priyamitra, lalitamitra, punarvasu, gamgadatta. Sutra– 331. Vasudevona a purvabhava namo hata, have baladevana namo kramashah kahisha – Sutra– 332. Vishvanamdi, subamdhu, sagaradatta, ashoka, lalita, varaha, dharmasena, aparajita, rajalalita. Sutra– 333. A nava baladeva, vasudevana purvabhavana nava dharmacharyo hata, te a – Sutra– 334. Sambhuti, subhadra, sudarshana, shreyamsa, krishna, gamgadatta, sagara, samudra, drumasena. Sutra– 335. A kirtipurusha vasudevana purvabhavana dharmacharyo hata. Vasudevoe purvabhave niyana karela hata. Sutra– 336. A nava vasudevoni nava niyanabhumio hati. Te a – Sutra– 337. Mathura, kanakvastu, shravasti, potanapura, rajagriha, kakamdi, kaushambi, mithilapuri, hastinapura. Sutra– 338. A nava vasudevona nava nidana karano hata. Sutra– 339. Gaya, yupa, samgrama, stri, parajita, bharyanuraga, goshthi, parariddhi, mata. Sutra– 340. A nava vasudevona nava pratishatruo hata, te a pramane – Sutra– 341. Ashvagriva,taraka, meraka, madhukaitabha, nishumbha, bali, prahlada, ravana, jarasamgha. Sutra– 342. A pratishatruo yavat svachakrathi hanaya. Sutra– 343. Eka vasudeva satamimam, pamcha chhaththimam, eka pamchamimam, eka chothimam, krishna triji narakamam gaya. Sutra– 344. Sarve rama – baladeva niyana rahita hoya chhe. Sarve keshava – vasudeva niyanayukta hoya chhe. Sarve rama urdhva gami hoya chhe ane sarve keshava adhogami hoya chhe. Sutra– 345. Atha baladevo mokshe gaya, rama brahmaloka kalpe gaya. Te agami kale eka bhava karine siddha thashe. Sutra– 346. Jambudvipana airavata kshetramam a avasarpinimam 24 – tirthamkaro thaya, te a pramane – Sutra– 347. Chamdranana, suchamdra, agnisena, namdishena, rishidinna, vavahari, shyamachamdra. Sutra– 348. Yuktisena, ajitasena, shivasena, devasharma, nikshipta shastra, Sutra– 349. Asamjvala, jinavrishabha, anamtaka, upashamta, guptisena, Sutra– 350. Atiparshva, suparshva, marudeva, shyamakoshtha. Sutra– 351. Agnisena, agniputra, varishena. Te sarvene hum vamdu chhum. Sutra– 352. Jambudvipamam avati utsarpinimam bharatakshetramam sata kulakaro thashe, te a – Sutra– 353. Mitavahana, subhuma, suprabha, svayamprabha, datta, sukshma ane subamdhu. Sutra– 354. Jambudvipamam avati utsarpinimam airavata kshetramam dasha kulakaro thashe, te a – vimalavahana, simamkara, simamdhara, kshemamkara, kshemamdhara, dridhadhanu, dashadhanu, shatadhanu, pratishruti, sumati. Jambudvipamam bharatakshetramam agami utsarpinimam 24 – tirthamkaro thashe, te a – Sutra– 355. Mahapadma, suryadeva, suparshva, svayamprabha, sarvanubhuti, devashruta, Sutra– 356. Udaya, pedhalaputra, pottila, shatakirti, munisuvrata, sarvabhavavid, Sutra– 357. Nishkashaya, amama, nishpulaka, nirmama, chitragupta, samadhi, Sutra– 358. Samvara, anivritti, vijaya, vimala, devovapata, anamta vijaya. Sutra– 359. A 24 – jina agami kale bharatakshetramam dharmatirthana upadeshaka thashe. Sutra– 360. A 24 – tirthamkarona purvabhavana 24 – namo kahya chhe, te a – Sutra– 361. Shrenika, suparshva, udaya, pottila anagara, dridhayu, kartika, shamkha, namda, sunamda, shataka, Sutra– 362. Devaki, satyaki, vasudeva, baladeva, rohini, sulasa, revati, Sutra– 363. Sayali, bhayali, krishna dvaipayana, narada, Sutra– 364. Ambada, darumrita, svatibuddha Sutra– 365. A 24 – tirthamkarona 24 – pitao thashe(pratyekana eka eka), 24 – mata thashe, 24 – prathama shishyo thashe, 24 – prathama shishya thashe, 24 – prathama bhikshadayaka thashe ane 24 – chaityavriksho thashe. A jambudvipana bharatakshetramam agami utsarpinimam 12 – chakravartio thashe, te a – Sutra– 366. Bharata, dirghadamta, gudhadamta, shuddhadamta, shriputra, shribhuti, shrisoma, Sutra– 367. Padma, mahapadma, vimalavahana, vipulavahana, varishta. Sutra– 368. A barena mata, pita, striratno thashe. Jambudvipana bharatakshetramam agami utsarpinimam nava baladeva, nava vasudevana nava pita thashe, nava vasudeva mata thashe, nava baladeva mata thashe. Nava dasharamamdalo thashe, purvokta varnana janavu.. Nava vasudevona nama a pramane – Sutra– 369. Namda, namdamitra, dirghabahu, mahabahu, atibala, mahabala, balabhadra, Sutra– 370. Dviprishtha, triprishtha. Nava baladevana namo a – jayamta, vijaya, bhadra, suprabha, sudarshana, anamda, namdana, padma, samkarshana. Sutra– 371. A nava baladeva, vasudevana purvabhavana nama hashe, nava dharmacharyo, nava nidana bhumi, nava nidana karano ane nava pratishatru thashe, te a – Sutra– 372. Tilaka, lohajamgha, vajrajamgha, kesari, prahalada, aparajita, bhima, mahabhima, sugriva. Sutra– 373. A pratishatruo kirtipurusha vasudevani sathe yuddha karashe ane svachakra vade ja hanashe. Sutra– 374. Jambudvipamam airavata kshetramam agami utsarpinimam 24 – tirthamkaro thashe, te a – Sutra– 375. Sumamgala, siddhartha, nirvana, mahayasha, dharmadhvaja, Sutra– 376. Shrichamdra, pushpaketu, mahachamdra, shrutasagara, Sutra– 377. Siddhartha, purnaghosha, mahaghosha, satyasena, Sutra– 378. Surasena, mahasena, sarvanamda, Sutra– 379. Suparshva, suvrata, sukoshala, anamta vijaya, Sutra– 380. Vimala, uttara, mahabala, devanamda. Sutra– 381. A a kahela chovisha tirthamkara agami kale airavatamam dharmane prakashashe. Sutra– 382. Bara chakravarti, bara chakravarti pita, bara chakravarti mata, bara striratno thashe. Nava baladeva – vasudeva pita thashe, nava vasudeva mata thashe, nava baladeva mata thashe, nava dasharamamdala thashe ityadi sarve purvavat janavu. A pramane jema bharatakshetra sambamdhe kahyum, tema airavatamam pana avati utsarpinimam kahevum. E pramane agami kalane ashrine bamne kshetramam kahevum. Sutra– 383. A rite a adhikrita ‘samavaya’sutramam aneka prakarana bhavo ane padarthonum varnana chhe. Temam – kulakaravamsha, tirthakaravamsha, chakravartivamsha, ganadharavamsha, rishivamsha, yativamsha, munivamsha. Tatha shruta, shrutamga, shrutasamasa, shrutaskamdha, samavaya, samkhya, samasta amga kahyum. Samasta adhyayana kahyum. Tema hum tamane hum kahum chhum. Sutra samdarbha– 254–383