Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103164 | ||
Scripture Name( English ): | Samavayang | Translated Scripture Name : | સમવયાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
समवाय-३० |
Translated Chapter : |
સમવાય-૩૦ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 64 | Category : | Ang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तीसं मोहणीयठाणा पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૪. મોહનીયકર્મ બાંધવાના કારણભૂત ૩૦ સ્થાનો કહ્યા છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૫. જળમાં પ્રવેશીને જે કોઈ મનુષ્ય, ત્રસ પ્રાણીને ડૂબાડીને મારે તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૬૬. તીવ્ર અશુભ અધ્યવસાયી જે કોઈને આર્દ્રચર્મથી તેના મસ્તકને અત્યંત દૃઢ બાંધે તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૬૭. જે કોઈ હાથ વડે ત્રસ જીવના મુખને ઢાંકી, જીવને રુંધીને અંદર શબ્દ કરતા એવા તેને મારે તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૬૮. જે કોઈ અગ્નિ સળગાવીને અર્થાત્ ઘણા આરંભ વડે ઘણા જનોને તેમાં રુંધીને ધૂમાડા વડે તેમને મારે, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૬૯. સંક્લિષ્ટ ચિત્ત વડે(મારવાના કુવિચારથી) જીવને તેના મસ્તકમાં શસ્ત્રાદિ મારીને ફાડી નાખે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૭૦. લોકને માયા વડે, ફળ વડે, દંડ વડે વારંવાર મારીને હસે(ઉપહાસ કરે), તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૭૧. જે ગૂઢાચારી, દુષ્ટાચારને ગોપવે, માયાથી માયાને ઢાંકે, અસત્ય બોલે અને સૂત્રોના યથાર્થ અર્થને) છૂપાવે, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૭૨. પોતે દુષ્ટકર્મ કરીને, દુષ્ટકર્મ ન કરનારાનો ધ્વંસ કરે અથવા આ કર્મ ‘તેં’ કર્યું છે તેમ કહે, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૭૩. કલહથી શાંત ન થયેલો, જાણવા છતા સભામાં સત્યમૃષા ભાષા બોલે તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૭૪. અનાયક રાજાનો મંત્રી(મંત્રીઓના વિશ્વાસે શાસન ચલાવનાર રાજાનો કુટિલ મંત્રી), રાજાની સ્ત્રીનો ધ્વંસ કરે(શીલખંડિત કરે), રાજાને અત્યંત ક્ષોભ પમાડે, તેને અત્યંત બાહ્ય કરે(રાજ્યભ્રષ્ટ કરે), સૂત્ર– ૭૫. પાસે આવેલ રાજાને પ્રતિકૂળ વચનોથી ઝંપિત કરીને(માર્મિક વચનોથી તિરસ્કાર કરીને) તેના કામભોગનું વિદારણ કરે, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૭૬. કુમાર નહીં છતાં પોતાને કુમાર કહે, સ્ત્રી આસક્ત થઈ તેને વશ થાય, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૭૭. અબ્રહ્મચારી છતાં જે કોઈ હું બ્રહ્મચારી છું એમ કહે, તે ગાયો મધ્યે ગધેડાની જેમ નાદને કરે છે. સૂત્ર– ૭૮. પોતાના આત્માનું અહિતકર્તા, સ્ત્રી વિષયમાં આસક્ત થઈને જે મૂર્ખ અતિ માયામૃષાને બોલે છે. તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૭૯. જે કોઈ યશકીર્તિ વડે કે સેવના વડે રાજાદીના આશ્રયને ધારણ કરીને તેના જ દ્રવ્યમાં લોભાય, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૮૦. રાજા કે ગામલોકોએ જે કોઈ નિર્ધન, દિન, અનાથ હતો તેને ધનવાન કર્યો હોય, તે ધનરહિતને ઘણી લક્ષ્મી પ્રાપ્ત થઈ હોય... સૂત્ર– ૮૧. પછી ઇર્ષ્યાના દોષથી અને પાપ વડે વ્યાપ્ત ચિત્તવાળો તેઓને તેના લાભમાં અંતરાય કરતા તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૮૨. જેમ સાપણ પોતાના બચ્ચાને ખાઈ જાય છે, તેમ જે પોતાનું ભરણપોષણ કરનાર, સેનાપતિ, મંત્રીને કે શાસનકર્તાને હણે છે, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૮૩. જે રાજ્યના નાયક કે વેપારીજનના નેતા કે મોટા યશવાળા શ્રેષ્ઠીને હણે છે, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૮૪. જે કોઈ ઘણા જનોના નેતા કે દ્વીપની જેમ પ્રાણીઓનું રક્ષણકર્તા એવા પુરુષને હણે છે, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૮૫. પાપથી નિવૃત્ત થઇ દીક્ષા લેવાને ઉપસ્થિત, સંયમી, સુતપસ્વીને બળાત્કારે ચારિત્રધર્મથી ભ્રષ્ટ કરે, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૮૬. જે કોઈ, અનંતજ્ઞાની, શ્રેષ્ઠ દર્શનવાળા જિનેશ્વરનો અવર્ણવાદ કરે તે અજ્ઞાની મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૮૭. જે કોઈ, અનેક ભવ્ય જીવોને ન્યાયમાર્ગ(મોક્ષમાર્ગ)થી ભ્રષ્ટ કરે છે અને ન્યાયમાર્ગને દ્વેષપૂર્વક નિંદે છે, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૮૮. જે આચાર્ય કે ઉપાધ્યાયે શ્રુત, વિનય ગ્રહણ કરાવ્યા હોય, તેમની જ નિંદા કરનાર અજ્ઞાની મહામોહનીય કર્મ બાંધે છે. સૂત્ર– ૮૯. જે કોઈ ઉપકારી એવા આચાર્ય – ઉપાધ્યાયાદિનો વિનયાદિથી પ્રત્યુપકાર ન કરે, પૂજક ન થાય, અભિમાની થાય તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૯૦. અબહુશ્રુત એવો જે કોઈ શ્રુત વડે પોતાની શ્લાધા કરે, સ્વાધ્યાયનો વાદ કરે(પોતાને શાસ્ત્રરહસ્યનો જાણકાર ગણાવે તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૯૧. તપસ્વી ન હોવા છતાં જે કોઈ તપ વડે પોતાની શ્લાઘા કરે, તે સર્વલોકમાં ઉત્કૃષ્ટ ચોર છે, આવી મિથ્યા આત્મશ્લાધા કરનાર મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૯૨. જે અન્યની સેવા માટે સમર્થ હોવા છતાં પણ કહે કે – ‘તેણે મારી સેવા કરી નથી અથવા ભલે તે મારી સેવા ન કરે !’ એમ સમજી અસ્વસ્થ આચાર્યાદિ ગ્લાનની સેવા નથી કરતો સૂત્ર– ૯૩. તે શઠ, માયામાં નિપુણ, કલુષિત ચિત્ત, પોતાને અબોધિ – અહિત કરનાર મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૯૪. જે કોઈ, ચતુર્વિધ સંઘમાં ફૂટ પડાવવા કલહના અનેક પ્રસંગો ઉપસ્થિત કરે છે, મંત્રાદિ પ્રયોગ કરે છે, સર્વે તીર્થોનો ભેદ કરે છે, તે મહામોહનીય કર્મ બાંધે સૂત્ર– ૯૫. જે કોઈ અધાર્મિક યોગ – (પાપકારી પ્રવૃત્તિ)ને પોતાની પ્રશંસા માટે, સન્માન માટે, મિત્રવર્ગ માટે કે પ્રિયજનને ખુશ કરવા વારંવાર પ્રયોજે છે, તે મહામોહનીય કર્મ બાંધે. સૂત્ર– ૯૬. ભોગથી અતૃપ્ત એવો જે કોઈ માનુષિક કે પરભવિક ભોગોની અભિલાષા કરે તે મહામોહને કરે છે. સૂત્ર– ૯૭. દેવોની જે ઋદ્ધિ, કાંતિ, યશ, વર્ણ, બલ, વીર્ય છે, તેના પણ જે કોઈ અવર્ણવાદ કરે, તે અજ્ઞાની મહામોહનીય કર્મ બાંધે સૂત્ર– ૯૮. જે અજ્ઞાની વ્યક્તિ, પોતાનો આદર સત્કાર જિનેશ્વર પ્રભૂની જેમ થાય તેમ ઈચ્છે અને તે માટે દેવ, યક્ષ અને અસુરને ન જોવા છતાં હું તેઓને જોઉં છું એમ બોલે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ રીતે ૩૦ સ્થાનો કહ્યા. સૂત્ર– ૯૯. સ્થવિર મંડિતપુત્ર ૩૦ વર્ષ શ્રામણ્યપર્યાય પાળી સિદ્ધ થયા, બુદ્ધ થયા યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. એક અહોરાત્રિના કુલ મુહૂર્ત્ત ૩૦ છે. તે આ પ્રમાણે – રૌદ્ર, શક્ત, મિત્ર, વાયુ, સુપ્રીત, અભિચંદ્ર, માહેન્દ્ર, પ્રલંબ, બ્રહ્મ, સત્ય, આનંદ, વિજય, વિશ્વસેન, પ્રાજાપત્ય, ઉપશમ, ઈશાન, તષ્ટ, ભાવિતાત્મા, વૈશ્રમણ, વરુણ, શતઋષભ, ગંધર્વ, અગ્નિવૈશ્યાયન, આતપ, આવર્ત, તષ્ટવાન, ભૂમહાન, ઋષભ, સર્વાર્થસિદ્ધ, રાક્ષસ. અર્હત્ અર ૩૦ ધનુષ ઊંચા હતા. દેવેન્દ્ર દેવરાજ સહસ્રારને ત્રીશ હજાર સામાનિક દેવો છે. અર્હત્ પાર્શ્વ ૩૦ વર્ષ ગૃહવાસમાં રહીને ઘરથી નીકળીને પ્રવ્રજિત થયા. શ્રમણ ભગવંત મહાવીર ૩૦ વર્ષ ગૃહવાસમાં રહીને ઘરથી નીકળીને પ્રવ્રજિત થયા. રત્નપ્રભામાં ૩૦ લાખ નરકાવાસો છે. આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલાક નારકોની ૩૦ પલ્યોપમ સ્થિતિ છે. અધઃસપ્તમી પૃથ્વીમાં કેટલાક નારકોની ૩૦ સાગરોપમ સ્થિતિ છે. કેટલાક અસુરકુમારોની ૩૦ પલ્યોપમ સ્થિતિ છે. ઉવરિમ ઉવરિમ ગ્રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ૩૦ સાગરોપમ છે. જે દેવો ઉવરિમ મજ્ઝિમ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થાય તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ – સાગરોપમ છે. તે દેવો ૩૦ અર્ધમાસે આન – પ્રાણ, ઉચ્છ્વાસ – નિઃશ્વાસ લે છે. તેઓને ૩૦,૦૦૦ વર્ષે આહારેચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો ૩૦ ભવ ગ્રહણ કરીને સિદ્ધ – બુદ્ધ – મુક્ત – પરિનિવૃત્ત – સર્વ દુઃખાંતકર થશે. સૂત્ર સંદર્ભ– ૬૪–૯૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] tisam mohaniyathana pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 64. Mohaniyakarma bamdhavana karanabhuta 30 sthano kahya chhe. Te a pramane – Sutra– 65. Jalamam praveshine je koi manushya, trasa pranine dubadine mare te mahamohaniya karma bamdhe. Sutra– 66. Tivra ashubha adhyavasayi je koine ardracharmathi tena mastakane atyamta dridha bamdhe te mahamohaniya karma bamdhe. Sutra– 67. Je koi hatha vade trasa jivana mukhane dhamki, jivane rumdhine amdara shabda karata eva tene mare te mahamohaniya karma bamdhe. Sutra– 68. Je koi agni salagavine arthat ghana arambha vade ghana janone temam rumdhine dhumada vade temane mare, te mahamohaniya karma bamdhe. Sutra– 69. Samklishta chitta vade(maravana kuvicharathi) jivane tena mastakamam shastradi marine phadi nakhe mahamohaniya karma bamdhe. Sutra– 70. Lokane maya vade, phala vade, damda vade varamvara marine hase(upahasa kare), te mahamohaniya karma bamdhe. Sutra– 71. Je gudhachari, dushtacharane gopave, mayathi mayane dhamke, asatya bole ane sutrona yathartha arthane) chhupave, te mahamohaniya karma bamdhe. Sutra– 72. Pote dushtakarma karine, dushtakarma na karanarano dhvamsa kare athava a karma ‘tem’ karyum chhe tema kahe, te mahamohaniya karma bamdhe. Sutra– 73. Kalahathi shamta na thayelo, janava chhata sabhamam satyamrisha bhasha bole te mahamohaniya karma bamdhe. Sutra– 74. Anayaka rajano mamtri(mamtriona vishvase shasana chalavanara rajano kutila mamtri), rajani strino dhvamsa kare(shilakhamdita kare), rajane atyamta kshobha pamade, tene atyamta bahya kare(rajyabhrashta kare), Sutra– 75. Pase avela rajane pratikula vachanothi jhampita karine(marmika vachanothi tiraskara karine) tena kamabhoganum vidarana kare, te mahamohaniya karma bamdhe. Sutra– 76. Kumara nahim chhatam potane kumara kahe, stri asakta thai tene vasha thaya, te mahamohaniya karma bamdhe. Sutra– 77. Abrahmachari chhatam je koi hum brahmachari chhum ema kahe, te gayo madhye gadhedani jema nadane kare chhe. Sutra– 78. Potana atmanum ahitakarta, stri vishayamam asakta thaine je murkha ati mayamrishane bole chhe. Te mahamohaniya karma bamdhe. Sutra– 79. Je koi yashakirti vade ke sevana vade rajadina ashrayane dharana karine tena ja dravyamam lobhaya, te mahamohaniya karma bamdhe. Sutra– 80. Raja ke gamalokoe je koi nirdhana, dina, anatha hato tene dhanavana karyo hoya, te dhanarahitane ghani lakshmi prapta thai hoya... Sutra– 81. Pachhi irshyana doshathi ane papa vade vyapta chittavalo teone tena labhamam amtaraya karata te mahamohaniya karma bamdhe. Sutra– 82. Jema sapana potana bachchane khai jaya chhe, tema je potanum bharanaposhana karanara, senapati, mamtrine ke shasanakartane hane chhe, te mahamohaniya karma bamdhe. Sutra– 83. Je rajyana nayaka ke veparijanana neta ke mota yashavala shreshthine hane chhe, te mahamohaniya karma bamdhe. Sutra– 84. Je koi ghana janona neta ke dvipani jema pranionum rakshanakarta eva purushane hane chhe, te mahamohaniya karma bamdhe. Sutra– 85. Papathi nivritta thai diksha levane upasthita, samyami, sutapasvine balatkare charitradharmathi bhrashta kare, te mahamohaniya karma bamdhe. Sutra– 86. Je koi, anamtajnyani, shreshtha darshanavala jineshvarano avarnavada kare te ajnyani mahamohaniya karma bamdhe. Sutra– 87. Je koi, aneka bhavya jivone nyayamarga(mokshamarga)thi bhrashta kare chhe ane nyayamargane dveshapurvaka nimde chhe, te mahamohaniya karma bamdhe. Sutra– 88. Je acharya ke upadhyaye shruta, vinaya grahana karavya hoya, temani ja nimda karanara ajnyani mahamohaniya karma bamdhe chhe. Sutra– 89. Je koi upakari eva acharya – upadhyayadino vinayadithi pratyupakara na kare, pujaka na thaya, abhimani thaya te mahamohaniya karma bamdhe. Sutra– 90. Abahushruta evo je koi shruta vade potani shladha kare, svadhyayano vada kare(potane shastrarahasyano janakara ganave te mahamohaniya karma bamdhe. Sutra– 91. Tapasvi na hova chhatam je koi tapa vade potani shlagha kare, te sarvalokamam utkrishta chora chhe, avi mithya atmashladha karanara mahamohaniya karma bamdhe. Sutra– 92. Je anyani seva mate samartha hova chhatam pana kahe ke – ‘tene mari seva kari nathi athava bhale te mari seva na kare !’ ema samaji asvastha acharyadi glanani seva nathi karato Sutra– 93. Te shatha, mayamam nipuna, kalushita chitta, potane abodhi – ahita karanara mahamohaniya karma bamdhe. Sutra– 94. Je koi, chaturvidha samghamam phuta padavava kalahana aneka prasamgo upasthita kare chhe, mamtradi prayoga kare chhe, sarve tirthono bheda kare chhe, te mahamohaniya karma bamdhe Sutra– 95. Je koi adharmika yoga – (papakari pravritti)ne potani prashamsa mate, sanmana mate, mitravarga mate ke priyajanane khusha karava varamvara prayoje chhe, te mahamohaniya karma bamdhe. Sutra– 96. Bhogathi atripta evo je koi manushika ke parabhavika bhogoni abhilasha kare te mahamohane kare chhe. Sutra– 97. Devoni je riddhi, kamti, yasha, varna, bala, virya chhe, tena pana je koi avarnavada kare, te ajnyani mahamohaniya karma bamdhe Sutra– 98. Je ajnyani vyakti, potano adara satkara jineshvara prabhuni jema thaya tema ichchhe ane te mate deva, yaksha ane asurane na jova chhatam hum teone joum chhum ema bole, te mahamohaniya karma bamdhe chhe. A rite 30 sthano kahya. Sutra– 99. Sthavira mamditaputra 30 varsha shramanyaparyaya pali siddha thaya, buddha thaya yavat sarva duhkhathi mukta thaya. Eka ahoratrina kula muhurtta 30 chhe. Te a pramane – raudra, shakta, mitra, vayu, suprita, abhichamdra, mahendra, pralamba, brahma, satya, anamda, vijaya, vishvasena, prajapatya, upashama, ishana, tashta, bhavitatma, vaishramana, varuna, shatarishabha, gamdharva, agnivaishyayana, atapa, avarta, tashtavana, bhumahana, rishabha, sarvarthasiddha, rakshasa. Arhat ara 30 dhanusha umcha hata. Devendra devaraja sahasrarane trisha hajara samanika devo chhe. Arhat parshva 30 varsha grihavasamam rahine gharathi nikaline pravrajita thaya. Shramana bhagavamta mahavira 30 varsha grihavasamam rahine gharathi nikaline pravrajita thaya. Ratnaprabhamam 30 lakha narakavaso chhe. A ratnaprabha prithvimam ketalaka narakoni 30 palyopama sthiti chhe. Adhahsaptami prithvimam ketalaka narakoni 30 sagaropama sthiti chhe. Ketalaka asurakumaroni 30 palyopama sthiti chhe. Uvarima uvarima graiveyaka devoni jaghanya sthiti 30 sagaropama chhe. Je devo uvarima majjhima vimanamam devapane utpanna thaya temani utkrishta sthiti 30 – sagaropama chhe. Te devo 30 ardhamase ana – prana, uchchhvasa – nihshvasa le chhe. Teone 30,000 varshe aharechchha thaya chhe. Ketalaka bhavasiddhika jivo 30 bhava grahana karine siddha – buddha – mukta – parinivritta – sarva duhkhamtakara thashe. Sutra samdarbha– 64–99 |