Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102903 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-१० |
Translated Chapter : |
સ્થાન-૧૦ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 903 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] दस सुहुमा पन्नत्ता, तं जहा–पाणसुहुमे, पनगसुहुमे, बीयसुहुमे, हरितसुहुमे, पुप्फसुहुमे, अंडसुहुमे, लेणसुहुमे सिनेहसुहुमे, गणियसुहुमे, भंगसुहुमे। जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं गंगा-सिंधु-महानदीओ दस महानदीओ समप्पेंति, तं जहा–जउणा, सरऊ, आवी, कोसी, मही, सतद्दू, वितत्था, विभासा, एरावती, चंदभागा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૯૦૩. દશ સૂક્ષ્મો કહેલા છે – પ્રાણ સૂક્ષ્મ, પનક સૂક્ષ્મ યાવત્ સ્નેહ સૂક્ષ્મ, ગણિત સૂક્ષ્મ, ભંગ સૂક્ષ્મ. સૂત્ર– ૯૦૪. જંબૂદ્વીપના મેરુની દક્ષિણે ગંગા, સિંધુ મહાનદીઓમાં દશ મહાનદીઓ મળે છે. તે આ – યમૂના, સરયૂ, આવી, કોશી, મહી, શતદ્રૂ, વિવત્સા, વિભાષા, ઐરાવતી, ચંદ્રભાગા. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે રક્તા, રક્તવતી મહાનદીઓમાં દશ મહાનદીઓ મળે છે. તે આ – કૃષ્ણા, મહાકૃષ્ણા, નીલા, મહાનીલા, તીરા, મહાતીરા, ઇન્દ્રા યાવત્ મહાભોગા. સૂત્ર– ૯૦૫. જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં દશ રાજધાનીઓ કહી છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૯૦૬. ચંપા, મથુરા, વારાણસી, શ્રાવસ્તી, સાકેત, હસ્તિનાપુર, કાંપિલ્ય, મિથિલા, કૌશાંબી, રાજગૃહ. સૂત્ર– ૯૦૭. આ દશ રાજધાનીમાં દશ રાજાઓ મુંડ થઈને યાવત્ પ્રવ્રજિત થયા. તે આ – ભરત, સગર, મઘવા, સનત્કુમાર, શાંતિ, કુંથુ, અર, મહાપદ્મ, હરિસેન અને જય. સૂત્ર– ૯૦૮. જંબૂદ્વીપનો મેરુ પર્વત ૧૦૦૦ યોજન જમીનમાં, પૃથ્વીતલે ૧૦,૦૦૦ યોજન, ઉપરના ભાગે ૧૦૦૦ યોજન, સર્વાગ્રપણે લાખ યોજન કહ્યો છે. સૂત્ર– ૯૦૯. જંબૂદ્વીપના મેરુ પર્વતના બહુ મધ્ય ભાગે આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરનો અને નીચેનો ક્ષુલ્લક પ્રતરમાં ત્યાં આઠ પ્રદેશિક રુચક કહેલ છે જ્યાંથી આ દશ દિશાઓ પ્રવર્તે છે. તે આ – પૂર્વ, અગ્નિ, દક્ષિણ, નૈઋત્ય, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર, ઈશાન, ઊર્ધ્વ, અધો. આ દશ દિશાના દશ નામો કહ્યા છે, તે આ – સૂત્ર– ૯૧૦. ઐન્દ્રી, આગ્નેયી, યમા, નૈઋત્યી, વારુણી, વાયવ્યા, સોમા, ઈશાના, વિમલા અને તમા જાણવી. સૂત્ર– ૯૧૧. લવણ સમુદ્ર મધ્યે ૧૦,૦૦૦ યોજન ગોતીર્થ રહિત ક્ષેત્ર કહ્યું છે – લવણસમુદ્રની ૧૦,૦૦૦ યોજન પ્રમાણ ઉદકમાલા કહી છે. બધા મોટા પાતાળકળશો એક લાખ યોજન ઊંડાઈથી કહ્યા છે, મૂલમાં ૧૦,૦૦૦ યોજન પહોળા છે, બહુમધ્ય દેશ ભાગે એક પ્રદેશવાળી શ્રેણીમાં લાખ યોજન પહોળા છે. ઉપરના મુખમાં મૂળમાં ૧૦,૦૦૦ યોજન પહોળા છે. તે મહાપાતાળ કળશોની ઠીકરી સર્વતઃ વજ્રરત્નમય, સર્વત્ર સમાન ૧૦૦૦ યોજન જાડાઈથી છે. બધાં લઘુપાતાળ કળશો ૧૦૦૦ યોજન ઊંડાઈથી છે. મૂળમાં ૧૦૦ યોજન પહોળા છે. બહુમધ્ય દેશભાગમાં એક પ્રદેશિક શ્રેણીમાં ૧૦૦૦ યોજન પહોળા છે. ઉપર મુખના મૂલમાં ૧૦૦ યોજન પહોળા છે. તે લઘુ પાતાળ કળશોની ઠીકરી સર્વતઃ વજ્રરત્નમય, સર્વત્ર સમ દશ યોજનની જાડાઈ વડે કહેલી છે. સૂત્ર– ૯૧૨. ધાતકીખંડના બંને મેરુ પર્વતો ૧૦૦૦ યોજન ઊંડાઈથી અને ભૂમિતલમાં દેશ – ઉન ૧૦,૦૦૦ યોજન પહોળાઈથી તથા ઉપરના ભાગે ૧૦૦૦ યોજન પહોળાઈથી કહેલ છે. પુષ્કરવરદ્વીપાર્દ્ધના બંને મેરુ પર્વતો દશ યોજન, એ જ પ્રમાણે ધાતકીખંડની માફક જાણવા. સૂત્ર– ૯૧૩. બધા વૃત્ત વૈતાઢ્ય પર્વતો ૧૦૦૦ યોજનની ઉર્ધ્વ ઉચ્ચત્વ વડે ૧૦૦૦ ગાઉની ઊંડાઈ વડે સર્વત્ર સમ, પ્યાલાને આકારે રહેલા અને ૧૦૦૦ યોજનની પહોળાઈ વડે કહેલા છે. સૂત્ર– ૯૧૪. જંબૂદ્વીપમાં દશ ક્ષેત્રો કહેલા છે – ભરત, ઐરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્વર્ષ, પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવકુરુ, ઉત્તરકુરુ. સૂત્ર– ૯૧૫. માનુષોત્તર પર્વત મૂલમાં ૧૦૨૨ યોજન પહોળાઈથી છે. સૂત્ર– ૯૧૬. બધા અંજનક પર્વતો ૧૦૦૦ યોજન ઊંડા, મૂલમાં ૧૦,૦૦૦ યોજન પહોળા, ઉપર ૧૦૦૦ યોજન પહોળા છે. બધા દધિમુખ પર્વતો ૧૦૦૦ યોજન ઊંડા, સર્વત્ર સમ, પ્યાલા આકારે, ૧૦,૦૦૦ યોજન પહોળા છે. બધા રતિકર પર્વતો ૧૦૦૦ યોજન ઊંચા, ૧૦૦૦ ગાઉ ઊંડા, સમ, ઝાલર આકારના તથા ૧૦,૦૦૦ યોજન પહોળાઈથી કહ્યા છે. સૂત્ર– ૯૧૭. રુચકવર પર્વત ૧૦૦૦ યોજન ઊંડા, મૂલમાં ૧૦,૦૦૦ યોજન પહોળા, ઉપર ૧૦૦૦ યોજન પહોળા છે. કુંડલવર પર્વત એમજ જાણવો. સૂત્ર સંદર્ભ– ૯૦૩–૯૧૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] dasa suhuma pannatta, tam jaha–panasuhume, panagasuhume, biyasuhume, haritasuhume, pupphasuhume, amdasuhume, lenasuhume sinehasuhume, ganiyasuhume, bhamgasuhume. Jambuddive dive mamdarassa pavvayassa dahinenam gamga-simdhu-mahanadio dasa mahanadio samappemti, tam jaha–jauna, sarau, avi, kosi, mahi, sataddu, vitattha, vibhasa, eravati, chamdabhaga. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 903. Dasha sukshmo kahela chhe – prana sukshma, panaka sukshma yavat sneha sukshma, ganita sukshma, bhamga sukshma. Sutra– 904. Jambudvipana meruni dakshine gamga, simdhu mahanadiomam dasha mahanadio male chhe. Te a – yamuna, sarayu, avi, koshi, mahi, shatadru, vivatsa, vibhasha, airavati, chamdrabhaga. Jambudvipana meruni uttare rakta, raktavati mahanadiomam dasha mahanadio male chhe. Te a – krishna, mahakrishna, nila, mahanila, tira, mahatira, indra yavat mahabhoga. Sutra– 905. Jambudvipana bharata kshetramam dasha rajadhanio kahi chhe, te a pramane – Sutra– 906. Champa, mathura, varanasi, shravasti, saketa, hastinapura, kampilya, mithila, kaushambi, rajagriha. Sutra– 907. A dasha rajadhanimam dasha rajao mumda thaine yavat pravrajita thaya. Te a – bharata, sagara, maghava, sanatkumara, shamti, kumthu, ara, mahapadma, harisena ane jaya. Sutra– 908. Jambudvipano meru parvata 1000 yojana jaminamam, prithvitale 10,000 yojana, uparana bhage 1000 yojana, sarvagrapane lakha yojana kahyo chhe. Sutra– 909. Jambudvipana meru parvatana bahu madhya bhage a ratnaprabha prithvina uparano ane nicheno kshullaka prataramam tyam atha pradeshika ruchaka kahela chhe jyamthi a dasha dishao pravarte chhe. Te a – purva, agni, dakshina, nairitya, pashchima, vayavya, uttara, ishana, urdhva, adho. A dasha dishana dasha namo kahya chhe, te a – Sutra– 910. Aindri, agneyi, yama, nairityi, varuni, vayavya, soma, ishana, vimala ane tama janavi. Sutra– 911. Lavana samudra madhye 10,000 yojana gotirtha rahita kshetra kahyum chhe – lavanasamudrani 10,000 yojana pramana udakamala kahi chhe. Badha mota patalakalasho eka lakha yojana umdaithi kahya chhe, mulamam 10,000 yojana pahola chhe, bahumadhya desha bhage eka pradeshavali shrenimam lakha yojana pahola chhe. Uparana mukhamam mulamam 10,000 yojana pahola chhe. Te mahapatala kalashoni thikari sarvatah vajraratnamaya, sarvatra samana 1000 yojana jadaithi chhe. Badham laghupatala kalasho 1000 yojana umdaithi chhe. Mulamam 100 yojana pahola chhe. Bahumadhya deshabhagamam eka pradeshika shrenimam 1000 yojana pahola chhe. Upara mukhana mulamam 100 yojana pahola chhe. Te laghu patala kalashoni thikari sarvatah vajraratnamaya, sarvatra sama dasha yojanani jadai vade kaheli chhe. Sutra– 912. Dhatakikhamdana bamne meru parvato 1000 yojana umdaithi ane bhumitalamam desha – una 10,000 yojana paholaithi tatha uparana bhage 1000 yojana paholaithi kahela chhe. Pushkaravaradviparddhana bamne meru parvato dasha yojana, e ja pramane dhatakikhamdani maphaka janava. Sutra– 913. Badha vritta vaitadhya parvato 1000 yojanani urdhva uchchatva vade 1000 gauni umdai vade sarvatra sama, pyalane akare rahela ane 1000 yojanani paholai vade kahela chhe. Sutra– 914. Jambudvipamam dasha kshetro kahela chhe – bharata, airavata, haimavata, hairanyavata, harivarsha, ramyakvarsha, purvavideha, aparavideha, devakuru, uttarakuru. Sutra– 915. Manushottara parvata mulamam 1022 yojana paholaithi chhe. Sutra– 916. Badha amjanaka parvato 1000 yojana umda, mulamam 10,000 yojana pahola, upara 1000 yojana pahola chhe. Badha dadhimukha parvato 1000 yojana umda, sarvatra sama, pyala akare, 10,000 yojana pahola chhe. Badha ratikara parvato 1000 yojana umcha, 1000 gau umda, sama, jhalara akarana tatha 10,000 yojana paholaithi kahya chhe. Sutra– 917. Ruchakavara parvata 1000 yojana umda, mulamam 10,000 yojana pahola, upara 1000 yojana pahola chhe. Kumdalavara parvata emaja janavo. Sutra samdarbha– 903–917 |