Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102803 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-९ |
Translated Chapter : |
સ્થાન-૯ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 803 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अभिनंदणाओ णं अरहओ सुमती अरहा नवहिं सागरोवमकोडीसयसहस्सेहिं वीइक्कंतेहिं समुप्पन्ने। | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૦૩. અભિનંદન અર્હત્ પછી સુમતિ અર્હત્ નવ લાખ ક્રોડ સાગરોપમ પછી ઉત્પન્ન થયા. સૂત્ર– ૮૦૪. નવ સદ્ભુત પદાર્થો કહ્યા છે. તે આ – જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. સૂત્ર– ૮૦૫. (૧) નવ ભેદે સંસારી જીવો કહ્યા છે – પૃથ્વીકાયિકો, અપ્કાયિકો, તેઉકાયિકો, વાયુકાયિકો વનસ્પતિકાયિકો, બેઇન્દ્રિય, તેઇન્દ્રિયો, ચતુરિન્દ્રિયો, પંચેન્દ્રિયો. (૨) પૃથ્વીકાયિકો નવ ગતિ, નવ આગતિવાળા કહ્યા છે – પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થતો પૃથ્વીકાયિકમાંથી યાવત્ પંચેન્દ્રિયમાંથી ઉત્પન્ન થાય છે. તે જ પૃથ્વીકાયિક પૃથ્વીકાયકત્વને છોડતો પૃથ્વીકાયિકપણે યાવત્ પંચેન્દ્રિયત્વમાં જાય છે. (૩ થી ૧૦) એ પ્રમાણે અપ્કાયિકો યાવત્ પંચેન્દ્રિયો પણ જાણવા. (૧૧) નવ ભેદે સર્વે જીવો કહ્યા છે – એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, નૈરયિક, પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો, દેવો અને સિદ્ધો. (૧૨) નવ ભેદે સર્વ જીવો કહ્યા છે – પ્રથમ સમય નૈરયિક, અપ્રથમ સમય નૈરયિક યાવત્ અપ્રથમ સમય દેવ અને સિદ્ધ. (૧૩) નવ ભેદે સર્વે જીવોની અવગાહના કહી છે – પૃથ્વીકાયની અવગાહના યાવત્ વનસ્પતિકાયની અવગાહના, બેઇન્દ્રિયની અવગાહના યાવત્ પંચેન્દ્રિયની અવગાહના. (૧૪) જીવો નવ સ્થાને સંસારમાં વર્તતા હતા – વર્તે છે – વર્તશે, તે આ – પૃથ્વીકાયિકપણામાં યાવત્ પંચેન્દ્રિયપણામાં. સૂત્ર– ૮૦૬. નવ કારણે રોગની ઉત્પત્તિ થાય છે. તે આ – અતિ અશનથી, અહિતકારી અશનથી, અતિનિદ્રાથી, અતિ જાગવાથી, મળનિરોધથી, મૂત્રનિરોધથી, અતિ ચાલવાથી, પ્રતિકૂળ ભોજનથી, ઇન્દ્રિયવિષયોના અતિ સેવનથી. સૂત્ર સંદર્ભ– ૮૦૩–૮૦૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] abhinamdanao nam arahao sumati araha navahim sagarovamakodisayasahassehim viikkamtehim samuppanne. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 803. Abhinamdana arhat pachhi sumati arhat nava lakha kroda sagaropama pachhi utpanna thaya. Sutra– 804. Nava sadbhuta padartho kahya chhe. Te a – jiva, ajiva, punya, papa, ashrava, samvara, nirjara, bamdha, moksha. Sutra– 805. (1) nava bhede samsari jivo kahya chhe – prithvikayiko, apkayiko, teukayiko, vayukayiko vanaspatikayiko, beindriya, teindriyo, chaturindriyo, pamchendriyo. (2) prithvikayiko nava gati, nava agativala kahya chhe – prithvikayika, prithvikayikamam utpanna thato prithvikayikamamthi yavat pamchendriyamamthi utpanna thaya chhe. Te ja prithvikayika prithvikayakatvane chhodato prithvikayikapane yavat pamchendriyatvamam jaya chhe. (3 thi 10) e pramane apkayiko yavat pamchendriyo pana janava. (11) nava bhede sarve jivo kahya chhe – ekendriya, beindriya, teindriya, chaurindriya, nairayika, pamchendriya tiryamcho, manushyo, devo ane siddho. (12) nava bhede sarva jivo kahya chhe – prathama samaya nairayika, aprathama samaya nairayika yavat aprathama samaya deva ane siddha. (13) nava bhede sarve jivoni avagahana kahi chhe – prithvikayani avagahana yavat vanaspatikayani avagahana, beindriyani avagahana yavat pamchendriyani avagahana. (14) jivo nava sthane samsaramam vartata hata – varte chhe – vartashe, te a – prithvikayikapanamam yavat pamchendriyapanamam. Sutra– 806. Nava karane rogani utpatti thaya chhe. Te a – ati ashanathi, ahitakari ashanathi, atinidrathi, ati jagavathi, malanirodhathi, mutranirodhathi, ati chalavathi, pratikula bhojanathi, indriyavishayona ati sevanathi. Sutra samdarbha– 803–806 |