Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102512
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-५

Translated Chapter :

સ્થાન-૫

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 512 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] सोहम्मीसानेसु णं कप्पेसु विमाणा पंचवण्णा पन्नत्ता, तं जहा–किण्हा, निला, लोहिता, हालिद्दा, सुक्किल्ला। सोहम्मीसानेसु णं कप्पेसु विमाणा पंचजोयणसयाइं उड्ढं उच्चत्तेणं पन्नत्ता। बंभलोगलंतएसु णं कप्पेसु देवाणं भवधारणिज्जसरीरगा उक्कोसेणं पंचरयणी उड्ढं उच्चत्तेणं पन्नत्ता। नेरइया णं पंचवण्णे पंचरसे पोग्गले बंधेंसु वा बंधंति वा बंधिस्संति वा, तं जहा–किण्हे, नीले, लोहिते, हालिद्दे सुक्किल्ले। तित्ते, कडुए, कसाए, अंबिले, मधुरे। एवं जाव वेमाणिया।
Sutra Meaning : સૂત્ર– ૫૧૨. સૌધર્મ – ઈશાન કલ્પોમાં પંચવર્ણી વિમાનો કહ્યા છે – કૃષ્ણ યાવત્‌ શ્વેત. સૌધર્મ – ઇશાન કલ્પોમાં વિમાનો ૫૦૦ યોજન ઉર્ધ્વ ઊંચપણે કહ્યા છે. બ્રહ્મલોક – લાંતક કલ્પમાં દેવોનું ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી પાંચ હાથ ઊર્ધ્વ ઊંચપણે કહ્યું છે. નૈરયિકો પાંચ વર્ણ, પાંચ રસવાળા પુદ્‌ગલોને બાંધ્યા છે, બાંધે છે અને બાંધશે. તે આ – કૃષ્ણ યાવત્‌ શુક્લ. તિક્ત યાવત્‌ મધુર. વૈમાનિક સુધી આ પ્રમાણે જાણવું. સૂત્ર– ૫૧૩. જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે – જમુના, સરયૂ, આદી, કોશી, મહી. જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે સિંધુ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે – સતદ્રૂ, વિભાસા, વિતત્થા, ઐરાવતી, ચંદ્રભાગા. જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે રક્તા મહાનદીમાં પાંચ મહાનદી મળે છે – કૃષ્ણા, મહાકૃષ્ણા, નીલા, મહાનીલા, મહાતીરા. જંબૂદ્વીપમાં મેરુની ઉત્તરે રક્તાવતી મહાનદીમાં પાંચ મહાનદી મળે છે – ઇન્દ્રા, ઇન્દ્રસેના, સુષેણા, વારિષેણા, મહાભોગા. સૂત્ર– ૫૧૪. પાંચ તીર્થંકરો કુમારવાસ મધ્યે અર્થાત રાજ કુમાર અવસ્થામાં વસીને મુંડ થઈને યાવત્‌ પ્રવ્રજિત થયા – વાસુપૂજ્ય, મલ્લી, અરિષ્ઠનેમિ, પાર્શ્વ, વીર. સૂત્ર– ૫૧૫. ચમરચંચા રાજધાનીમાં પાંચ સભાઓ કહી છે – સુધર્મા સભા, ઉપપાત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા. એક એક ઇન્દ્રના સ્થાનમાં પાંચ સભાઓ કહી – સુધર્મા યાવત્‌ વ્યવસાય. સૂત્ર– ૫૧૬. પાંચ નક્ષત્રો પાંચ – પાંચ તારાયુક્ત કહ્યા છે – ધનિષ્ઠા, રોહિણી, પુનર્વસુ, હસ્ત, વિશાખા. સૂત્ર– ૫૧૭. જીવોએ પાંચ સ્થાન વડે નિર્વર્તિત પુદ્‌ગલોને પાપકર્મપણે ચયન કર્યા છે, કરે છે, કરશે – એકેન્દ્રિય નિર્વર્તિત યાવત્‌ પંચેન્દ્રિય નિર્વર્તિત. એ રીતે ચયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના, નિર્જરા. પાંચ પ્રદેશિક સ્કંધ અનંતા કહ્યા છે, પાંચ પ્રદેશાવગાઢ પુદ્‌ગલો અનંતા કહ્યા છે – યાવત્‌ – પાંચ ગુણ રૂક્ષ પુદ્‌ગલો અનંતા કહ્યા. સૂત્ર સંદર્ભ– ૫૧૨–૫૧૭
Mool Sutra Transliteration : [sutra] sohammisanesu nam kappesu vimana pamchavanna pannatta, tam jaha–kinha, nila, lohita, halidda, sukkilla. Sohammisanesu nam kappesu vimana pamchajoyanasayaim uddham uchchattenam pannatta. Bambhalogalamtaesu nam kappesu devanam bhavadharanijjasariraga ukkosenam pamcharayani uddham uchchattenam pannatta. Neraiya nam pamchavanne pamcharase poggale bamdhemsu va bamdhamti va bamdhissamti va, tam jaha–kinhe, nile, lohite, halidde sukkille. Titte, kadue, kasae, ambile, madhure. Evam java vemaniya.
Sutra Meaning Transliteration : Sutra– 512. Saudharma – ishana kalpomam pamchavarni vimano kahya chhe – krishna yavat shveta. Saudharma – ishana kalpomam vimano 500 yojana urdhva umchapane kahya chhe. Brahmaloka – lamtaka kalpamam devonum bhavadharaniya sharira utkrishtathi pamcha hatha urdhva umchapane kahyum chhe. Nairayiko pamcha varna, pamcha rasavala pudgalone bamdhya chhe, bamdhe chhe ane bamdhashe. Te a – krishna yavat shukla. Tikta yavat madhura. Vaimanika sudhi a pramane janavum. Sutra– 513. Jambudvipana meru parvatani dakshine gamga mahanadimam pamcha mahanadio male chhe – jamuna, sarayu, adi, koshi, mahi. Jambudvipana meru parvatani dakshine simdhu mahanadimam pamcha mahanadio male chhe – satadru, vibhasa, vitattha, airavati, chamdrabhaga. Jambudvipamam meru parvatani uttare rakta mahanadimam pamcha mahanadi male chhe – krishna, mahakrishna, nila, mahanila, mahatira. Jambudvipamam meruni uttare raktavati mahanadimam pamcha mahanadi male chhe – indra, indrasena, sushena, varishena, mahabhoga. Sutra– 514. Pamcha tirthamkaro kumaravasa madhye arthata raja kumara avasthamam vasine mumda thaine yavat pravrajita thaya – vasupujya, malli, arishthanemi, parshva, vira. Sutra– 515. Chamarachamcha rajadhanimam pamcha sabhao kahi chhe – sudharma sabha, upapata sabha, abhisheka sabha, alamkara sabha, vyavasaya sabha. Eka eka indrana sthanamam pamcha sabhao kahi – sudharma yavat vyavasaya. Sutra– 516. Pamcha nakshatro pamcha – pamcha tarayukta kahya chhe – dhanishtha, rohini, punarvasu, hasta, vishakha. Sutra– 517. Jivoe pamcha sthana vade nirvartita pudgalone papakarmapane chayana karya chhe, kare chhe, karashe – ekendriya nirvartita yavat pamchendriya nirvartita. E rite chayana, upachayana, bamdha, udirana, vedana, nirjara. Pamcha pradeshika skamdha anamta kahya chhe, pamcha pradeshavagadha pudgalo anamta kahya chhe – yavat – pamcha guna ruksha pudgalo anamta kahya. Sutra samdarbha– 512–517