Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102343
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-४

Translated Chapter :

સ્થાન-૪

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 343 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] चत्तारि समणोवासगा पन्नत्ता, तं जहा–अम्मापितिसमाने, भातिसमाने, मित्तसमाने, सवत्तिसमाने। चत्तारि समणोवासगा पन्नत्ता, तं जहा–अद्दागसमाने, पडागसमाने, खाणुसमाने, खरकंटयसमाने।
Sutra Meaning : સૂત્ર– ૩૪૩. ચાર પ્રકારે શ્રાવકો કહ્યા – માતાપિતા સમાન, ભાઈ સમાન, મિત્ર સમાન, શોક સમાન. ચાર ભેદે શ્રાવકો કહ્યા – અરીસા સમાન, પતાકા સમાન, સ્થાણુ સમાન અને ખરકંટક સમાન. સૂત્ર– ૩૪૪. શ્રમણ ભગવંત મહાવીરના (દશ) શ્રાવકોની સૌધર્મકલ્પમાં અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. સૂત્ર– ૩૪૫. દેવલોકમાં તુરંતનો ઉત્પન્ન દેવ મનુષ્યલોકમાં શીઘ્ર આવવાને ઇચ્છે તો પણ ચાર કારણે ન આવે. ૧. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂર્ચ્છિત, ગૃદ્ધ, ગ્રથિત, આસક્ત થયેલો તે દેવ માનુષ્ય કામભોગોમાં આદરવાળો થતો નથી, શ્રેષ્ઠ માનતો નથી, પ્રયોજન નથી એવો નિશ્ચય કરે છે, નિદાન કરતો નથી, સ્થિતિ પ્રકલ્પ કરતો નથી. ૨. તુરંતનો ઉત્પન્ન દેવ દેવલોકના કામભોગોમાં મૂર્ચ્છિત યાવત્‌ આસક્ત થઈને તેને માતાપિતાનો પ્રેમ નષ્ટ થાય છે અને દિવ્ય પ્રેમનો સંક્રમ થાય છે. ૩. દેવલોકમાં તુરંતનો ઉત્પન્ન દેવ દિવ્ય કામભોગોમાં મૂર્ચ્છિત યાવત્‌ આસક્ત થઈ એમ વિચારે કે હમણા જઉં, મુહૂર્ત્તમાં જઉં, તેટલા કાળમાં અલ્પાયુષ્ક મનુષ્યો મરણ પામ્યા હોય છે. ૪. તુરંતનો ઉત્પન્ન દેવ દેવલોકમાં દિવ્ય કામભોગોમાં મૂર્ચ્છિત યાવત્‌ આસક્ત થાય, તેને મનુષ્ય લોકની ગંધ પ્રતિકૂળ, પ્રતિલોમ થાય છે, મનુષ્યલોકની ગંધ પણ યાવત્‌ ૪૦૦ – ૫૦૦ યોજન પર્યન્ત આવે છે. આ ચાર કારણે તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્યલોકમાં શીઘ્ર આવવા ઇચ્છે તો પણ ન આવી શકે. તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકથી મનુષ્ય લોકમાં શીઘ્ર આવવા ઇચ્છે તો ચાર કારણે શીઘ્ર આવી શકે છે. ૧. તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં અમૂર્ચ્છિત યાવત્‌ અનાસક્ત હોય, તેને એમ થાય કે – મનુષ્ય ભવને વિશે મારા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણિ, ગણધર કે ગણાવચ્છેદક છે, જેના પ્રભાવથી મેં આવી દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવદ્યુતિ મેળવી છે, પ્રાપ્ત કરી છે, સન્મુખ આવી છે, હું ત્યાં જઉં, તે ભગવંતને વંદન કરું યાવત્‌ પર્યુપાસના કરું. ૨. તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકમાં યાવત્‌ આસક્ત ન થઈને એમ વિચારે કે – આ મનુષ્યભવમાં વર્તતા જ્ઞાની કે તપસ્વી કે અતિ દુષ્કરકારક છે, ત્યાં જઈને હું તે ભગવંતોને વાંદુ યાવત્‌ પર્યુપાસના કરું. ૩. તત્કાળ ઉત્પન્ન ભવના માતા યાવત્‌ પુત્રવધૂ છે ત્યાં જઉં, તેમની પાસે પ્રગટ થાઉં, તેમને આવા સ્વરૂપની આ દિવ્ય દેવઋદ્ધિ, દેવદ્યુતિ મેળવી છે – પામ્યો છું – અભિમુખ થઈ છે તે બતાવું. ૪. તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકમાં યાવત્‌ અનાસક્ત થઈને એમ વિચારે કે મનુષ્યભવના મારા મિત્ર, સખા, સુહૃત, સહાયક, સાંગતિક છે, તેઓને મારે પરસ્પર સંકેત છે કે જો હું પહેલાં ચ્યવું તો મારે પ્રતિબોધ કરવો. આ ચાર કારણે યાવત્‌ જલદી આવવા સમર્થ થાય. સૂત્ર સંદર્ભ– ૩૪૩–૩૪૫
Mool Sutra Transliteration : [sutra] chattari samanovasaga pannatta, tam jaha–ammapitisamane, bhatisamane, mittasamane, savattisamane. Chattari samanovasaga pannatta, tam jaha–addagasamane, padagasamane, khanusamane, kharakamtayasamane.
Sutra Meaning Transliteration : Sutra– 343. Chara prakare shravako kahya – matapita samana, bhai samana, mitra samana, shoka samana. Chara bhede shravako kahya – arisa samana, pataka samana, sthanu samana ane kharakamtaka samana. Sutra– 344. Shramana bhagavamta mahavirana (dasha) shravakoni saudharmakalpamam arunabha vimanamam chara palyopamani sthiti kahi chhe. Sutra– 345. Devalokamam turamtano utpanna deva manushyalokamam shighra avavane ichchhe to pana chara karane na ave. 1. Devalokamam tatkala utpanna deva divya kamabhogomam murchchhita, griddha, grathita, asakta thayelo te deva manushya kamabhogomam adaravalo thato nathi, shreshtha manato nathi, prayojana nathi evo nishchaya kare chhe, nidana karato nathi, sthiti prakalpa karato nathi. 2. Turamtano utpanna deva devalokana kamabhogomam murchchhita yavat asakta thaine tene matapitano prema nashta thaya chhe ane divya premano samkrama thaya chhe. 3. Devalokamam turamtano utpanna deva divya kamabhogomam murchchhita yavat asakta thai ema vichare ke hamana jaum, muhurttamam jaum, tetala kalamam alpayushka manushyo marana pamya hoya chhe. 4. Turamtano utpanna deva devalokamam divya kamabhogomam murchchhita yavat asakta thaya, tene manushya lokani gamdha pratikula, pratiloma thaya chhe, manushyalokani gamdha pana yavat 400 – 500 yojana paryanta ave chhe. A chara karane tatkala utpanna deva devalokathi manushyalokamam shighra avava ichchhe to pana na avi shake. Tatkala utpanna deva devalokathi manushya lokamam shighra avava ichchhe to chara karane shighra avi shake chhe. 1. Tatkala utpanna deva devalokana divya kamabhogomam amurchchhita yavat anasakta hoya, tene ema thaya ke – manushya bhavane vishe mara acharya, upadhyaya, pravartaka, sthavira, gani, ganadhara ke ganavachchhedaka chhe, jena prabhavathi mem avi divya devariddhi, divya devadyuti melavi chhe, prapta kari chhe, sanmukha avi chhe, hum tyam jaum, te bhagavamtane vamdana karum yavat paryupasana karum. 2. Tatkala utpanna deva devalokamam yavat asakta na thaine ema vichare ke – a manushyabhavamam vartata jnyani ke tapasvi ke ati dushkarakaraka chhe, tyam jaine hum te bhagavamtone vamdu yavat paryupasana karum. 3. Tatkala utpanna bhavana mata yavat putravadhu chhe tyam jaum, temani pase pragata thaum, temane ava svarupani a divya devariddhi, devadyuti melavi chhe – pamyo chhum – abhimukha thai chhe te batavum. 4. Tatkala utpanna deva devalokamam yavat anasakta thaine ema vichare ke manushyabhavana mara mitra, sakha, suhrita, sahayaka, samgatika chhe, teone mare paraspara samketa chhe ke jo hum pahelam chyavum to mare pratibodha karavo. A chara karane yavat jaladi avava samartha thaya. Sutra samdarbha– 343–345