Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102337
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-४

Translated Chapter :

સ્થાન-૪

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 337 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] चत्तारि पुरिसजाया पन्नत्ता, तं जहा– उदितोदिते नाममेगे, उदितत्थमिते नाममेगे, अत्थमितोदिते नाममेगे, अत्थमितत्थमिते नाममेगे। भरहे राया चाउरंतचक्कवट्टी णं उदितोदिते, बंभदत्ते णं राया चाउरंतचक्कवट्टी उदितत्थमिते, हरिएसबले णं अनगारे अत्थमितोदिते, काले णं सोयरिये अत्थमितत्थमिते।
Sutra Meaning : સૂત્ર– ૩૩૭. ચાર ભેદે પુરુષ કહ્યા – (૧) ઉદિતોદિત – મનુષ્ય જન્મમાં ઉદિત – (સમૃદ્ધ) અને ભાવિમાં પણ ઉદિત – (સુખી), (૨) ઉદિતાસ્તમિત – ( મનુષ્ય જન્મમાં ઉદિત પણ પછી દુર્ગતિમાં જવાથી સુખી નહી. (૩) અસ્તમિતોદિત – (પહેલા દુખી પછી સમૃદ્ધ. (૪) અસ્તમિતાસ્તમિત – (મનુષ્યપણામાં દુખી અને પછી પણ દુખી). (૧) ઉદિતોદિત તે ચાતુરંગ ચક્રવર્તી રાજા ભરત, (૨) ઉદિતાસ્તમિત તે ચાતુરંત ચક્રવર્તી બ્રહ્મદત્ત, (૩) અસ્તમિતોદિત તે હરિકેશબલ, (૪) અસ્તમિતાસ્તમિત – કાલસૌકરિક. સૂત્ર– ૩૩૮. ચાર યુગ્મ કહ્યા – કૃતયુગ્મ – (જે રાશીને ચાર વડે ભાંગતા શેષ શૂન્ય રહે તે), ત્ર્યોજ – (જે રાશીને ચાર વડે ભાંગતા શેષ ત્રણ રહે તે), દ્વાપરયુગ્મ – (જે રાશીને ચાર વડે ભાંગતા શેષ બે રહે તે), કલ્યોજ – (જે રાશીને ચાર વડે ભાંગતા શેષ એક વધે તે). નૈરયિકોને ચાર યુગ્મ કહ્યા – કૃતયુગ્મ યાવત્‌ કલ્યોજ, એ રીતે અસુર કુમાર યાવત્‌ સ્તનિતકુમારો તથા પૃથ્વી આદિ પાંચ કાય. બે – ત્રણ – ચાર ઇન્દ્રિયોવાળા, પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્યો, વ્યંતર, જ્યોતિષ્કો, વૈમાનિક એ બધાને ચાર યુગ્મો કહેવા. સૂત્ર– ૩૩૯. ચાર ભેદે શૂરો છે – ક્ષમાશૂર, તપશૂર, દાનશૂર, યુદ્ધશૂર. અરિહંતો ક્ષમાશૂર, સાધુ તપશૂર, વૈશ્રમણ દાનશૂર, વાસુદેવ યુદ્ધશૂર છે. સૂત્ર– ૩૪૦. ચાર ભેદે પુરુષો કહ્યા છે – ૧. ઉચ્ચ – (શરીર અને કુલ આદિથી ઉચ્ચ) અને ઉચ્ચછંદ – ઉચ્ચ અભિપ્રાયવાળા,) ૨. ઉચ્ચ પણ નીચછંદ, ૩. નીચ પણ ઉચ્ચછંદ, ૪. નીચ અને નીચછંદ. સૂત્ર– ૩૪૧. અસુરકુમારોને ચાર લેશ્યાઓ કહી છે – કૃષ્ણલેશ્યા – નીલલેશ્યા – કાપોતલેશ્યા – તેજોલેશ્યા, એ પ્રમાણે યાવત્‌ સ્તનિતકુમાર, એ રીતે પૃથ્વી – અપ્‌ અને વનસ્પતિકાયિકો તથા વ્યંતરો, એ બધાને ચાર લેશ્યાઓ છે. સૂત્ર સંદર્ભ– ૩૩૭–૩૪૧
Mool Sutra Transliteration : [sutra] chattari purisajaya pannatta, tam jaha– uditodite namamege, uditatthamite namamege, atthamitodite namamege, atthamitatthamite namamege. Bharahe raya chauramtachakkavatti nam uditodite, bambhadatte nam raya chauramtachakkavatti uditatthamite, hariesabale nam anagare atthamitodite, kale nam soyariye atthamitatthamite.
Sutra Meaning Transliteration : Sutra– 337. Chara bhede purusha kahya – (1) uditodita – manushya janmamam udita – (samriddha) ane bhavimam pana udita – (sukhi), (2) uditastamita – ( manushya janmamam udita pana pachhi durgatimam javathi sukhi nahi. (3) astamitodita – (pahela dukhi pachhi samriddha. (4) astamitastamita – (manushyapanamam dukhi ane pachhi pana dukhi). (1) uditodita te chaturamga chakravarti raja bharata, (2) uditastamita te chaturamta chakravarti brahmadatta, (3) astamitodita te harikeshabala, (4) astamitastamita – kalasaukarika. Sutra– 338. Chara yugma kahya – kritayugma – (je rashine chara vade bhamgata shesha shunya rahe te), tryoja – (je rashine chara vade bhamgata shesha trana rahe te), dvaparayugma – (je rashine chara vade bhamgata shesha be rahe te), kalyoja – (je rashine chara vade bhamgata shesha eka vadhe te). Nairayikone chara yugma kahya – kritayugma yavat kalyoja, e rite asura kumara yavat stanitakumaro tatha prithvi adi pamcha kaya. Be – trana – chara indriyovala, pamchendriya tiryamchayonika, manushyo, vyamtara, jyotishko, vaimanika e badhane chara yugmo kaheva. Sutra– 339. Chara bhede shuro chhe – kshamashura, tapashura, danashura, yuddhashura. Arihamto kshamashura, sadhu tapashura, vaishramana danashura, vasudeva yuddhashura chhe. Sutra– 340. Chara bhede purusho kahya chhe – 1. Uchcha – (sharira ane kula adithi uchcha) ane uchchachhamda – uchcha abhiprayavala,) 2. Uchcha pana nichachhamda, 3. Nicha pana uchchachhamda, 4. Nicha ane nichachhamda. Sutra– 341. Asurakumarone chara leshyao kahi chhe – krishnaleshya – nilaleshya – kapotaleshya – tejoleshya, e pramane yavat stanitakumara, e rite prithvi – ap ane vanaspatikayiko tatha vyamtaro, e badhane chara leshyao chhe. Sutra samdarbha– 337–341