Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102319
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-४

Translated Chapter :

સ્થાન-૪

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 319 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] मानुसुत्तरस्स णं पव्वयस्स चउदिसिं चत्तारि कूडा पन्नत्ता, तं जहा–रयणे, रतणुच्चए, सव्वरयणे, रतणसंचए।
Sutra Meaning : સૂત્ર– ૩૧૯. માનુષોત્તર પર્વતની ચારે દિશામાં ચાર કૂટો કહ્યા છે. તે આ – રત્નકૂટ, રત્નોચ્ચયકૂટ, સર્વરત્નકૂટ, રત્નસંચયકૂટ. સૂત્ર– ૩૨૦. જંબૂદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં ગત ઉત્સર્પિણીમાં સુષમસુષમા નામક છઠ્ઠા આરામાં ચાર કોડાકોડી સાગરોપમ કાળ હતો. જંબૂદ્વીપમાં ભરત – ઐરવતમાં આ અવસર્પિણીમાં સુષમસુષમા નામક પહેલા આરામાં ચાર કોડાકોડી સાગરોપમ કાલ હતો. જંબૂદ્વીપના ભરત – ઐરવતમાં આગામી ઉત્સર્પિણીમાં સુષમસુષમા આરામાં ચાર સાગરોપમ કોડાકોડી કાળ હશે. સૂત્ર– ૩૨૧. જંબૂદ્વીપમાં દેવકુરુ – ઉત્તરકુરુને છોડીને ચાર અકર્મભૂમિઓ કહી છે – હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્‌ વર્ષ. ચાર વૃત્તવૈતાઢ્ય પર્વતો છે – શબ્દાપાતી, વિકટાપાતી, ગંધાપાતી, માલ્યવંત પર્યાય. ત્યાં ચાર મહર્દ્ધિક દેવો યાવત્‌ પલ્યોપમની સ્થિતિવાળા વસે છે – સ્વાતિ, પ્રભાસ, અરુણ, પદ્મ. જંબૂદ્વીપમાં મહાવિદેહ ક્ષેત્ર ચાર ભેદે કહ્યું છે – પૂર્વવિદેહ, અપરવિદેહ, દેવકુરુ, ઉત્તરકુરુ. બધા નિષધ અને નીલવંત પર્વતો ૪૦૦ યોજન ઊંચા અને ૪૦૦ ગાઉ ઊંડા કહ્યા છે. જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશાએ સીતા મહાનદીની ઉત્તરે ચાર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે – ચિત્રકૂટ, પક્ષ્મકૂટ, નલિનકૂટ, એકશૈલ. જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે સીતા મહાનદીની દક્ષિણે ચાર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે – ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે ચાર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે – અંકાવતી, પક્ષ્માવતી, આશીવિષ, સુખાવહ. જંબૂદ્વીપના મેરુની પશ્ચિમે સીતોદા મહાનદીની દક્ષિણે ચાર વક્ષસ્કાર પર્વતો કહ્યા છે – ચંદ્ર પર્વત, સૂર્ય પર્વત, દેવ પર્વત, નાગ પર્વત. જંબૂદ્વીપના મેરુની ચાર વિદિશાએ ચાર વક્ષસ્કાર પર્વતો છે – સૌમનસ, વિદ્યુત્પ્રભ, ગંધમાદન, માલ્યવંત. જંબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં જઘન્યથી ચાર અરિહંતો, ચાર ચક્રવર્તીઓ, ચાર બળદેવો, ચાર વાસુદેવો ઉત્પન્ન થયા છે – થાય છે અને થશે. જંબૂદ્વીપના મેરુ પર્વતને વિશે ચાર વન કહ્યા છે – ભદ્રશાલવન, નંદનવન, સોમનસવન, પાંડુકવન. જંબૂદ્વીપના મેરુના પંડકવનમાં ચાર અભિષેકશીલાઓ કહી છે – પંડુકંબલ શિલા, અતિપંડુકંબલ શિલા, રક્તકંબલ શિલા, અતિરક્તકંબલ શિલા. મેરુ ચૂલિકા ઉપરના ભાગે ચાર યોજનની પહોળાઈ વડે કહી છે. એ રીતે ધાતકીખંડ દ્વીપના પૂર્વાર્ધમાં પણ કાળ સૂત્રથી આરંભીને યાવત્‌ મેરુ ચૂલિકા પર્યન્ત જાણવુ. એ પ્રમાણે યાવત્‌ પુષ્કરવર દ્વીપના પશ્ચિમાર્ધમાં યાવત્‌ મેરુ ચૂલિકામાં જાણવુ. સૂત્ર– ૩૨૨. જંબૂદ્વીપમાં અવશ્ય રહેલ વસ્તુ કાળસૂત્રથી ચૂલિકા સુધી કહી તેમજ યાવત્‌ ધાતકીખંડ અને પુષ્કરવરદ્વીપાર્દ્ધમાં માં પૂર્વ – પશ્ચિમ પડખે છે. સૂત્ર સંદર્ભ– ૩૧૯–૩૨૨
Mool Sutra Transliteration : [sutra] manusuttarassa nam pavvayassa chaudisim chattari kuda pannatta, tam jaha–rayane, ratanuchchae, savvarayane, ratanasamchae.
Sutra Meaning Transliteration : Sutra– 319. Manushottara parvatani chare dishamam chara kuto kahya chhe. Te a – ratnakuta, ratnochchayakuta, sarvaratnakuta, ratnasamchayakuta. Sutra– 320. Jambudvipana bharata ane airavata kshetramam gata utsarpinimam sushamasushama namaka chhaththa aramam chara kodakodi sagaropama kala hato. Jambudvipamam bharata – airavatamam a avasarpinimam sushamasushama namaka pahela aramam chara kodakodi sagaropama kala hato. Jambudvipana bharata – airavatamam agami utsarpinimam sushamasushama aramam chara sagaropama kodakodi kala hashe. Sutra– 321. Jambudvipamam devakuru – uttarakurune chhodine chara akarmabhumio kahi chhe – haimavata, hairanyavata, harivarsha, ramyak varsha. Chara vrittavaitadhya parvato chhe – shabdapati, vikatapati, gamdhapati, malyavamta paryaya. Tyam chara maharddhika devo yavat palyopamani sthitivala vase chhe – svati, prabhasa, aruna, padma. Jambudvipamam mahavideha kshetra chara bhede kahyum chhe – purvavideha, aparavideha, devakuru, uttarakuru. Badha nishadha ane nilavamta parvato 400 yojana umcha ane 400 gau umda kahya chhe. Jambudvipana meru parvatani purva dishae sita mahanadini uttare chara vakshaskara parvato kahya chhe – chitrakuta, pakshmakuta, nalinakuta, ekashaila. Jambudvipana meru parvatani purve sita mahanadini dakshine chara vakshaskara parvato kahya chhe – trikuta, vaishramanakuta, amjana, matamjana. Jambudvipana meruni pashchime sitoda mahanadini dakshine chara vakshaskara parvato kahya chhe – amkavati, pakshmavati, ashivisha, sukhavaha. Jambudvipana meruni pashchime sitoda mahanadini dakshine chara vakshaskara parvato kahya chhe – chamdra parvata, surya parvata, deva parvata, naga parvata. Jambudvipana meruni chara vidishae chara vakshaskara parvato chhe – saumanasa, vidyutprabha, gamdhamadana, malyavamta. Jambudvipana mahavideha kshetramam jaghanyathi chara arihamto, chara chakravartio, chara baladevo, chara vasudevo utpanna thaya chhe – thaya chhe ane thashe. Jambudvipana meru parvatane vishe chara vana kahya chhe – bhadrashalavana, namdanavana, somanasavana, pamdukavana. Jambudvipana meruna pamdakavanamam chara abhishekashilao kahi chhe – pamdukambala shila, atipamdukambala shila, raktakambala shila, atiraktakambala shila. Meru chulika uparana bhage chara yojanani paholai vade kahi chhe. E rite dhatakikhamda dvipana purvardhamam pana kala sutrathi arambhine yavat meru chulika paryanta janavu. E pramane yavat pushkaravara dvipana pashchimardhamam yavat meru chulikamam janavu. Sutra– 322. Jambudvipamam avashya rahela vastu kalasutrathi chulika sudhi kahi temaja yavat dhatakikhamda ane pushkaravaradviparddhamam mam purva – pashchima padakhe chhe. Sutra samdarbha– 319–322