Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102095
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-२

Translated Chapter :

સ્થાન-૨

Section : उद्देशक-३ Translated Section : ઉદ્દેશક-૩
Sutra Number : 95 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] जंबुद्दीवस्स णं दीवस्स वेइया दो गाउयाइं उड्ढं उच्चत्तेणं पन्नत्ता। लवने णं समुद्दे दो जोयणसयसहस्साइं चक्कवालविक्खंभेणं पन्नत्ते। लवणस्स णं समुद्दस्स वेइया दो गाउयाइं उड्ढं उच्चत्तेणं पन्नत्ता। धायइसंडे दीवे पुरत्थिमद्धे णं मंदरस्स पव्वयस्स उत्तर-दाहिणे णं दो वासा पन्नत्ता–बहुसमतुल्ला जाव तं जहा–भरहे चेव, एरवए चेव। एवं–जहा जंबुद्दीवे तहा एत्थवि भाणियव्वं जाव दोसु वासेसु मनुया छव्विहंपि कालं पच्चणुभवमाणा विहरंति, तं जहा–भरहे चेव, एरवए चेव, नवरं–कूडसामली चेव, धायईरुक्खे चेव। देवा–गरुले चेव वेणुदेवे, सुदंसणे चेव।
Sutra Meaning : સૂત્ર– ૯૫. જંબૂદ્વીપ નામક દ્વીપની વેદિકા ઊંચાઈથી બે ગાઉ ઊર્ધ્વ કહેલી છે. લવણ સમુદ્ર ચક્રવાલ વિષ્કંભથી બે લાખ યોજન છે, તેની વેદિકા બે ગાઉ ઊંચી કહી છે. સૂત્ર– ૯૬. ધાતકીખંડદ્વીપના પૂર્વાર્દ્ધ મેરુપર્વતની ઉત્તર અને દક્ષિણે બે વર્ષક્ષેત્રો કહ્યા છે. તે બહુ સમતુલ્ય છે. યાવત્‌ તે ભરત અને ઐરવત છે. જેમ જંબૂદ્વીપના ભરત અને ઐરવતનું વર્ણન કર્યું તેમ અહીં પણ જાણવુ. યાવત્‌ બંનેમાં મનુષ્યો છ પ્રકારના કાલને અનુભવતા વિચરે છે. તે આ ભરત અને ઐરવતમાં વિશેષ એ કે – અહી બે વૃક્ષ છે – કૂટશાલ્મલી અને ઘાતકી. તેના ઉપર રહેતા દેવોના નામ અનુક્રમે છે – ગરૂડકુમાર જાતિના વેણુ અને સુદર્શન. ધાતકીખંડદ્વીપના પશ્ચિમાર્દ્ધમાં મેરુ પર્વતની ઉત્તર – દક્ષિણે બે વર્ષક્ષેત્રો છે યાવત્‌ ભરત અને ઐરવત યાવત્‌ છ પ્રકારના કાલને અનુભવતા વિચરે છે. આ ભરત – ઐરવતમાં વિશેષ એ છે કે ત્યાં કૂટશાલ્મલી અને મહાઘાતકી વૃક્ષ છે. ગરુલજાતિય વેણુદેવ, પ્રિયદર્શન દેવો છે. ધાતકીખંડ નામના દ્વીપમાં – પ્રત્યેક બબ્બે – ભરત, ઐરવત, હૈમવત, હૈરણ્યવત, હરિવર્ષ, રમ્યક્‌ વર્ષ, પૂર્વવિદેહ, પશ્ચિમવિદેહ, દેવકુરુ, ઉત્તરકુરુ ક્ષેત્રો છે. બબ્બે – દેવકુરુના મહાવૃક્ષો, દેવકુરુના મહાવૃક્ષના વાસી દેવો, ઉત્તરકુરુ, ઉત્તરકુરુના મહાવૃક્ષો, ઉત્તરકુરુ મહાવૃક્ષના નિવાસી દેવો છે. બબ્બે – લઘુહિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુકમી, શિખરી પર્વતો કહ્યા છે. ત્યાં બબ્બે શબ્દાપાતી, શબ્દાપાતીવાસી સ્વાતિ દેવો, વિકટાપાતી, વિકટાપાતીવાસી પ્રભાસ દેવો, ગંધાપાતી, ગંધાપાતીવાસી અરુણ દેવો, માલ્યવંતપર્યાય, માલ્યવંતપર્યાયવાસી પદ્મદેવો રહેલા છે. ધાતકીખંડ નામના દ્વીપમાં બબ્બે – માલવંત, ચિત્રકૂટ, પદ્મકૂટ, નલિનકૂટ, એકશૈલ, ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન, સૌમનસ, વિદ્યુત્પ્રભ, અંકાવતી, પદ્માવતી, આશીવિષ, સુખાવહ, ચંદ્રપર્વત, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત, ગંધમાદન, ઇષુકાર પર્વત આવેલા છે. ધાતકીખંડ નામના દ્વીપમાં બબ્બે કૂટો કહ્યા છે – લઘુ હિમવંતકૂટ, વૈશ્રમણકૂટ, મહાહિમવંતકૂટ, વૈડૂર્યકૂટ, નિષધકૂટ, રુચકકૂટ, નીલવંતકૂટ, ઉપદર્શનકૂટ, મણિકંચનકૂટ, શિખરીકૂટ, તિગિચ્છિકૂટ ધાતકીખંડ નામના દ્વીપમાં બબ્બે – પદ્મદ્રહ, પદ્મદ્રહવાસિની શ્રીદેવીઓ, મહાપદ્મદ્રહ, મહાપદ્મદ્રહવાસી હ્રીદેવીઓ, એવી રીતે યાવત્‌ પુંડરીકદ્રહ, પુંડરીક દ્રહવાસી લક્ષ્મીદેવીઓ, ગંગા પ્રપાતદ્રહ યાવત્‌ રક્તવતી પ્રપાતદ્રહ એ દરેક બબ્બે છે. ધાતકીખંડ દ્વીપમાં બબ્બે – રોહિતા યાવત્‌ રૂપ્યકૂલા, ગ્રાહવતી, દ્રહવતી, પંકવતી, તપ્તજલા, મત્તજલા, ઉન્મત્તજલા, ક્ષીરોદા, સિંહશ્રોતા, અંતર્વાહિની, ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની એ પ્રત્યેક નદી બબ્બે છે. ધાતકીખંડ નામના દ્વીપમાં બબ્બે – કચ્છ, સુકચ્છ, મહાકચ્છ, કચ્છાવતી, આવર્ત્ત, મંગલાવર્ત્ત, પુષ્કલ, પુષ્કલાવતી, વત્સ, સુવત્સ, મહાવત્સ, વત્સાવતી, રમ્ય, રમ્યક, રમણીય, મંગલાવતી, પક્ષ્મ, સુપક્ષ્મ, મહાપક્ષ્મ, પક્ષ્માવતી, શંખ, નલિન, કુમુદ, સલિલાવતી, વપ્ર, સુવપ્ર, મહાવપ્ર, વપ્રાવતી, વલ્ગુ, સુવલ્ગુ, ગંધિલ અને ગંધિલાવતી વિજયો છે. ઉપરોક્ત ૩૨ વિજયક્ષેત્રોની મુખ્ય નગરીઓ છે, તે બબ્બે – ક્ષેમા, ક્ષેમપુરી, રિષ્ટ, રિષ્ટપુરી, ખડ્‌ગી, મંજૂષા, ઔષધિ, પુંડરીકિણી, સુસીમા, કુંડલા, અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પક્ષ્મવતી, શુભા, રત્નસંચયા, અશ્વપુરી, સિંહપુરી, મહાપુરી, વિજયપુરી, અપરાજિતા, અપરા, અશોકા, વિગતશોકા, વિજયા, વૈજયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરી, ખડ્‌ગપુરી, અવંધ્યા અને અયોધ્યા – ક્રમશઃ આ ૩૨ રાજધાની પ્રત્યેક બબ્બે છે. ધાતકીખંડ નામના દ્વીપમાં મેરુપર્વત ઉપર બબ્બે – ભદ્રશાલવન, નંદનવન, સોમનસવન, પાંડુકવન છે. ત્યાં બબ્બે – પાંડુકંબલશિલા, અતિપાંડુકંબલશિલા, રક્ત – કંબલશિલા, અતિરક્તકંબલશિલા છે. બે મેરુ પર્વત, બે મેરુ ચૂલિકા છે. ધાતકીખંડ નામક દ્વીપની વેદિકા બે ગાઉ ઊંચી કહેલી છે. સૂત્ર– ૯૭. કાલોદધિ સમુદ્રની વેદિકા બે ગાઉની ઊંચી કહેલી છે. પુષ્કરવર દ્વીપાર્દ્ધના પૂર્વાર્ધમાં મેરુપર્વતની ઉત્તર – દક્ષિણે બે ક્ષેત્ર કહ્યા છે. તે બહુસમતુલ્ય યાવત્‌ ભરત, ઐરવત છે. તેમજ યાવત્‌ બે કુરુ કહ્યા છે – દેવકુરુ, ઉત્તરકુરુ. ત્યાં અતિ શોભાવાળા બે મહાદ્રુમો કહ્યા છે – કૂટશાલ્મલી અને પદ્મવૃક્ષ. બે દેવો છે – ગરૂલ વેણુદેવ અને પદ્મ. યાવત્‌ છ પ્રકારના કાળ – આરાના ભાવોને અનુભવતા ત્યાંના મનુષ્યો વિચરે છે. પુષ્કરવરદ્વીપાર્ધના પશ્ચિમાર્ધને વિશે મેરુપર્વતની ઉત્તર – દક્ષિણે બે ક્ષેત્રો કહ્યા છે – તે પૂર્વવત્‌ જાણવું. વિશેષ એ કે – વૃક્ષો કૂટશાલ્મલી અને મહાપદ્મ છે. દેવો ગરુલજાતીય વેણુદેવ અને પુંડરીક છે. પુષ્કરવરદ્વીપાર્દ્ધ દ્વીપને વિશે બે ભરત, બે ઐરવત યાવત્‌ બે મેરુ, બે મેરુચૂલિકા છે. પુષ્કરવરદ્વીપની વેદિકા બે ગાઉની ઊંચી કહી છે. એ રીતે બધા દ્વીપ તથા સમુદ્રોની પણ વેદિકાઓ બે ગાઉની ઊંચી કહેલી છે. સૂત્ર સંદર્ભ– ૯૫–૯૭
Mool Sutra Transliteration : [sutra] jambuddivassa nam divassa veiya do gauyaim uddham uchchattenam pannatta. Lavane nam samudde do joyanasayasahassaim chakkavalavikkhambhenam pannatte. Lavanassa nam samuddassa veiya do gauyaim uddham uchchattenam pannatta. Dhayaisamde dive puratthimaddhe nam mamdarassa pavvayassa uttara-dahine nam do vasa pannatta–bahusamatulla java tam jaha–bharahe cheva, eravae cheva. Evam–jaha jambuddive taha etthavi bhaniyavvam java dosu vasesu manuya chhavvihampi kalam pachchanubhavamana viharamti, tam jaha–bharahe cheva, eravae cheva, navaram–kudasamali cheva, dhayairukkhe cheva. Deva–garule cheva venudeve, sudamsane cheva.
Sutra Meaning Transliteration : Sutra– 95. Jambudvipa namaka dvipani vedika umchaithi be gau urdhva kaheli chhe. Lavana samudra chakravala vishkambhathi be lakha yojana chhe, teni vedika be gau umchi kahi chhe. Sutra– 96. Dhatakikhamdadvipana purvarddha meruparvatani uttara ane dakshine be varshakshetro kahya chhe. Te bahu samatulya chhe. Yavat te bharata ane airavata chhe. Jema jambudvipana bharata ane airavatanum varnana karyum tema ahim pana janavu. Yavat bamnemam manushyo chha prakarana kalane anubhavata vichare chhe. Te a bharata ane airavatamam vishesha e ke – ahi be vriksha chhe – kutashalmali ane ghataki. Tena upara raheta devona nama anukrame chhe – garudakumara jatina venu ane sudarshana. Dhatakikhamdadvipana pashchimarddhamam meru parvatani uttara – dakshine be varshakshetro chhe yavat bharata ane airavata yavat chha prakarana kalane anubhavata vichare chhe. A bharata – airavatamam vishesha e chhe ke tyam kutashalmali ane mahaghataki vriksha chhe. Garulajatiya venudeva, priyadarshana devo chhe. Dhatakikhamda namana dvipamam – pratyeka babbe – bharata, airavata, haimavata, hairanyavata, harivarsha, ramyak varsha, purvavideha, pashchimavideha, devakuru, uttarakuru kshetro chhe. Babbe – devakuruna mahavriksho, devakuruna mahavrikshana vasi devo, uttarakuru, uttarakuruna mahavriksho, uttarakuru mahavrikshana nivasi devo chhe. Babbe – laghuhimavamta, mahahimavamta, nishadha, nilavamta, rukami, shikhari parvato kahya chhe. Tyam babbe shabdapati, shabdapativasi svati devo, vikatapati, vikatapativasi prabhasa devo, gamdhapati, gamdhapativasi aruna devo, malyavamtaparyaya, malyavamtaparyayavasi padmadevo rahela chhe. Dhatakikhamda namana dvipamam babbe – malavamta, chitrakuta, padmakuta, nalinakuta, ekashaila, trikuta, vaishramanakuta, amjana, matamjana, saumanasa, vidyutprabha, amkavati, padmavati, ashivisha, sukhavaha, chamdraparvata, suryaparvata, nagaparvata, devaparvata, gamdhamadana, ishukara parvata avela chhe. Dhatakikhamda namana dvipamam babbe kuto kahya chhe – laghu himavamtakuta, vaishramanakuta, mahahimavamtakuta, vaiduryakuta, nishadhakuta, ruchakakuta, nilavamtakuta, upadarshanakuta, manikamchanakuta, shikharikuta, tigichchhikuta Dhatakikhamda namana dvipamam babbe – padmadraha, padmadrahavasini shridevio, mahapadmadraha, mahapadmadrahavasi hridevio, evi rite yavat pumdarikadraha, pumdarika drahavasi lakshmidevio, gamga prapatadraha yavat raktavati prapatadraha e dareka babbe chhe. Dhatakikhamda dvipamam babbe – rohita yavat rupyakula, grahavati, drahavati, pamkavati, taptajala, mattajala, unmattajala, kshiroda, simhashrota, amtarvahini, urmimalini, phenamalini, gambhiramalini e pratyeka nadi babbe chhe. Dhatakikhamda namana dvipamam babbe – kachchha, sukachchha, mahakachchha, kachchhavati, avartta, mamgalavartta, pushkala, pushkalavati, vatsa, suvatsa, mahavatsa, vatsavati, ramya, ramyaka, ramaniya, mamgalavati, pakshma, supakshma, mahapakshma, pakshmavati, shamkha, nalina, kumuda, salilavati, vapra, suvapra, mahavapra, vapravati, valgu, suvalgu, gamdhila ane gamdhilavati vijayo chhe. Uparokta 32 vijayakshetroni mukhya nagario chhe, te babbe – kshema, kshemapuri, rishta, rishtapuri, khadgi, mamjusha, aushadhi, pumdarikini, susima, kumdala, aparajita, prabhamkara, amkavati, pakshmavati, shubha, ratnasamchaya, ashvapuri, simhapuri, mahapuri, vijayapuri, aparajita, apara, ashoka, vigatashoka, vijaya, vaijayamti, jayamti, aparajita, chakrapuri, khadgapuri, avamdhya ane ayodhya – kramashah a 32 rajadhani pratyeka babbe chhe. Dhatakikhamda namana dvipamam meruparvata upara babbe – bhadrashalavana, namdanavana, somanasavana, pamdukavana chhe. Tyam babbe – pamdukambalashila, atipamdukambalashila, rakta – kambalashila, atiraktakambalashila chhe. Be meru parvata, be meru chulika chhe. Dhatakikhamda namaka dvipani vedika be gau umchi kaheli chhe. Sutra– 97. Kalodadhi samudrani vedika be gauni umchi kaheli chhe. Pushkaravara dviparddhana purvardhamam meruparvatani uttara – dakshine be kshetra kahya chhe. Te bahusamatulya yavat bharata, airavata chhe. Temaja yavat be kuru kahya chhe – devakuru, uttarakuru. Tyam ati shobhavala be mahadrumo kahya chhe – kutashalmali ane padmavriksha. Be devo chhe – garula venudeva ane padma. Yavat chha prakarana kala – arana bhavone anubhavata tyamna manushyo vichare chhe. Pushkaravaradvipardhana pashchimardhane vishe meruparvatani uttara – dakshine be kshetro kahya chhe – te purvavat janavum. Vishesha e ke – vriksho kutashalmali ane mahapadma chhe. Devo garulajatiya venudeva ane pumdarika chhe. Pushkaravaradviparddha dvipane vishe be bharata, be airavata yavat be meru, be meruchulika chhe. Pushkaravaradvipani vedika be gauni umchi kahi chhe. E rite badha dvipa tatha samudroni pana vedikao be gauni umchi kaheli chhe. Sutra samdarbha– 95–97