Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101766
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-२

अध्ययन-६ आर्द्रकीय

Translated Chapter :

શ્રુતસ્કંધ-૨

અધ્યયન-૬ આર્દ્રકીય

Section : Translated Section :
Sutra Number : 766 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सिणायगाणं तु दुवे सहस्से जे भोयए नितिए भिक्खुयाणं । ते पुण्णखंधं सुमहऽज्जणित्ता भवंति आरोप्प महंतसत्ता ॥
Sutra Meaning : સૂત્ર– ૭૬૬. જે પુરુષ રોજ ૨૦૦૦ સ્નાતક ભિક્ષુને ભોજન કરાવે છે, તે મહાન પુન્યરાશિ ભેગો કરીને આરોપ્ય નામે મહાસત્ત્વી દેવ બને છે. ... સૂત્ર– ૭૬૭. આર્દ્રક મુનિએ તેમને કહ્યું – આપનો મત સંયત માટે અયોગ્ય રૂપ છે, તે પ્રાણીનો ઘાત કરીને પાપનો અભાવ બતાવે છે. જે આવું કહે કે સાંભળે છે તે અજ્ઞાનવર્ધક અને અકલ્યાણકર છે. ... સૂત્ર– ૭૬૮. ઉર્ધ્વ – અધો – તિર્છી દિશામાં ત્રસ સ્થાવરોનું ચિન્હ જાણીને જીવહિંસાની આશંકાથી તેની ધૃણા કરી વિચારીને બોલે કે કાર્ય કરે તો તેને પાપ કેમ લાગે?. ... સૂત્ર– ૭૬૯. ખોળના પીંડમાં પુરુષની પ્રતીતિ કે પુરુષમાં ખોળની પ્રતીતિ કઈ રીતે સંભવે ? એવી પ્રતીતિ થવી તેમ કહેનાર અનાર્ય અને અસત્યવાદી છે. ... સૂત્ર– ૭૭૦. જે વચન બોલવાથી પાપ લાગે તેવું વચન બોલવું ન જોઈએ. આ વચનો ગુણોનું સ્થાન નથી, તેથી દીક્ષિત આવા નિઃસાર વચન ન બોલે. ... સૂત્ર– ૭૭૧. અહો ! તમે એ જ પદાર્થો પ્રાપ્ત કર્યા છે, જીવોનું કર્મફળ સારી રીતે વિચાર્યું છે, પૂર્વથી પશ્ચિમ સુધી તમારો યશ છે, હથેળીમાં રાખેલ વસ્તુ જેમ તમે જગતને જોયું છે. ... સૂત્ર– ૭૭૨. જીવોની પીડા સારી રીતે વિચારી, અન્નવિધિથી શુદ્ધ આહાર કરે. કપટ જીવિકાયુક્ત વચન ન બોલે. જૈનશાસનમાં સંયતનો આ જ ધર્મ છે. ... સૂત્ર– ૭૭૩. જે પુરુષ ૨૦૦૦ સ્નાતકને નિત્ય ભોજન કરાવે છે, તે અસંયમી રક્તરંજિત હાથવાળો છે, તે લોકમાં નિંદાપાત્ર થાય છે. સૂત્ર સંદર્ભ– ૭૬૬–૭૭૩
Mool Sutra Transliteration : [gatha] sinayaganam tu duve sahasse je bhoyae nitie bhikkhuyanam. Te punnakhamdham sumahajjanitta bhavamti aroppa mahamtasatta.
Sutra Meaning Transliteration : Sutra– 766. Je purusha roja 2000 snataka bhikshune bhojana karave chhe, te mahana punyarashi bhego karine aropya name mahasattvi deva bane chhe.\... Sutra– 767. Ardraka munie temane kahyum – apano mata samyata mate ayogya rupa chhe, te pranino ghata karine papano abhava batave chhe. Je avum kahe ke sambhale chhe te ajnyanavardhaka ane akalyanakara chhe.\... Sutra– 768. Urdhva – adho – tirchhi dishamam trasa sthavaronum chinha janine jivahimsani ashamkathi teni dhrina kari vicharine bole ke karya kare to tene papa kema lage?.\... Sutra– 769. Kholana pimdamam purushani pratiti ke purushamam kholani pratiti kai rite sambhave\? Evi pratiti thavi tema kahenara anarya ane asatyavadi chhe.\... Sutra– 770. Je vachana bolavathi papa lage tevum vachana bolavum na joie. A vachano gunonum sthana nathi, tethi dikshita ava nihsara vachana na bole.\... Sutra– 771. Aho ! Tame e ja padartho prapta karya chhe, jivonum karmaphala sari rite vicharyum chhe, purvathi pashchima sudhi tamaro yasha chhe, hathelimam rakhela vastu jema tame jagatane joyum chhe.\... Sutra– 772. Jivoni pida sari rite vichari, annavidhithi shuddha ahara kare. Kapata jivikayukta vachana na bole. Jainashasanamam samyatano a ja dharma chhe.\... Sutra– 773. Je purusha 2000 snatakane nitya bhojana karave chhe, te asamyami raktaramjita hathavalo chhe, te lokamam nimdapatra thaya chhe. Sutra samdarbha– 766–773