Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101433 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-८ वीर्य |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૮ વીર્ય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 433 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जे उ बुद्धा महाभागा वीरा सम्मत्तदंसिणो । सुद्धं तेसिं परक्कंतं अफलं होइ सव्वसो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૩૩. જે વસ્તુ સ્વરૂપને જાણનાર, મહા પૂજનીય, કર્મ વિદારવામાં નિપુણ અને સમ્યક્ત્વદર્શી છે, તેના તપ – દાન આદિ સર્વે અનુષ્ઠાન શુદ્ધ અને સર્વથા કર્મફલરહિત હોય છે. સૂત્ર– ૪૩૪. જે ઉત્તમકુલમાં જન્મી, દીક્ષા લઈ, પૂજા – સત્કાર માટે તપ કરે છે, તો તેમનું તપ શુદ્ધ નથી. તેથી સાધુ પોતાના તપને ગુપ્ત રાખે અને આત્મ – પ્રશંસા ન કરે. સૂત્ર– ૪૩૫. સંયમ નિર્વાહ માટે સાધુ સુવ્રતી, અલ્પભોજી, અલ્પજલગ્રાહી, અલ્પભાષી બને. તથા ક્ષમાવાન, આસક્તિ રહિત, જિતેન્દ્રિય, વિષયોમાં અનાસક્ત બની હંમેશા સંયમાનુષ્ઠાન કરે. સૂત્ર– ૪૩૬. સાધુ ધર્મધ્યાન આદિ શુભ યોગને ગ્રહણ કરીને, સર્વ પ્રકારે કાયાનો વ્યુત્સર્ગ કરે. પરિષહ અને ઉપસર્ગમાં સહિષ્ણુતા રાખવી તે ઉત્તમ જાણીને મોક્ષ પર્યન્ત સંયમ પાળે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૪૩૩–૪૩૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] je u buddha mahabhaga vira sammattadamsino. Suddham tesim parakkamtam aphalam hoi savvaso. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 433. Je vastu svarupane jananara, maha pujaniya, karma vidaravamam nipuna ane samyaktvadarshi chhe, tena tapa – dana adi sarve anushthana shuddha ane sarvatha karmaphalarahita hoya chhe. Sutra– 434. Je uttamakulamam janmi, diksha lai, puja – satkara mate tapa kare chhe, to temanum tapa shuddha nathi. Tethi sadhu potana tapane gupta rakhe ane atma – prashamsa na kare. Sutra– 435. Samyama nirvaha mate sadhu suvrati, alpabhoji, alpajalagrahi, alpabhashi bane. Tatha kshamavana, asakti rahita, jitendriya, vishayomam anasakta bani hammesha samyamanushthana kare. Sutra– 436. Sadhu dharmadhyana adi shubha yogane grahana karine, sarva prakare kayano vyutsarga kare. Parishaha ane upasargamam sahishnuta rakhavi te uttama janine moksha paryanta samyama pale – tema hum kahum chhum. Sutra samdarbha– 433–436 |