Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101387 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-७ कुशील परिभाषित |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૭ કુશીલ પરિભાષિત |
Section : | Translated Section : | ||
Sutra Number : | 387 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पुढवी वि जीवा आऊ वि जीवा पाणा य संपातिम संपयंति । संसेदया कट्ठसमस्सिता य एते दहे अगणि समारभंते ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૮૭. પૃથ્વી જીવ છે, પાણી પણ જીવ છે. અગ્નિ સળગાવતા આ પૃથ્વી, પાણી, સંપાતિમ – ઉડીને પડતા, સંસ્વેદજ અને કાષ્ઠ આશ્રિત જીવો બળે છે. સૂત્ર– ૩૮૮. દુર્વા, અંકુર વગેરે હરિતકાય વગેરે પણ જીવ છે. કેમ કે આપણા શરીરની જેમ તેમનું શરીર પણ આહારથી વધે છે, કાપવાથી કરમાઈ જાય છે, માટે તે જીવ છે. હરિતકાયના એ જીવ મૂળ, સ્કંધ, શાખા, પત્ર, પુષ્પ, ફળ આદિમાં અલગ – અલગ હોય છે. તે જીવ સ્વ સુખ માટે તેને છેદે – ભેદે છે, તે ધૃષ્ટ ઘણા જીવો હણે છે. સૂત્ર– ૩૮૯. જે અસંયમી પુરુષ પોતાના સુખના માટે બીજનો, બીજ દ્વારા ઉત્પન્ન કે વૃદ્ધિગત અંકુર – શાખા – પત્ર વગેરે જીવોનો નાશ કરે છે તે અસંયત પોતાના આત્માને દંડિત કરે છે, જ્ઞાનીઓએ તેવાઓને અનાર્યધર્મી કહ્યા છે. સૂત્ર– ૩૯૦. વનસ્પતિનું છેદન કરનાર પુરુષોમાં કોઈ કોઈ ગર્ભમાં મારી જાય છે. કોઈ અસ્પષ્ટ બોલવાની અવસ્થામાં, અને કોઈ ન બોલવાની સ્થિતિમાં, કોઈ કુમારપણે, કોઈ યુવાનીમાં, કોઈ પ્રૌઢ તો કોઈ વૃદ્ધાવસ્થામાં ગમે ત્યારે આયુ ક્ષયથી મૃત્યુ પામે છે. એ રીતે વનસ્પતિના હિંસક કોઇપણ અવસ્થામાં મરણને શરણ થાય છે. સૂત્ર સંદર્ભ– ૩૮૭–૩૯૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] pudhavi vi jiva au vi jiva pana ya sampatima sampayamti. Samsedaya katthasamassita ya ete dahe agani samarabhamte. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 387. Prithvi jiva chhe, pani pana jiva chhe. Agni salagavata a prithvi, pani, sampatima – udine padata, samsvedaja ane kashtha ashrita jivo bale chhe. Sutra– 388. Durva, amkura vagere haritakaya vagere pana jiva chhe. Kema ke apana sharirani jema temanum sharira pana aharathi vadhe chhe, kapavathi karamai jaya chhe, mate te jiva chhe. Haritakayana e jiva mula, skamdha, shakha, patra, pushpa, phala adimam alaga – alaga hoya chhe. Te jiva sva sukha mate tene chhede – bhede chhe, te dhrishta ghana jivo hane chhe. Sutra– 389. Je asamyami purusha potana sukhana mate bijano, bija dvara utpanna ke vriddhigata amkura – shakha – patra vagere jivono nasha kare chhe te asamyata potana atmane damdita kare chhe, jnyanioe tevaone anaryadharmi kahya chhe. Sutra– 390. Vanaspatinum chhedana karanara purushomam koi koi garbhamam mari jaya chhe. Koi aspashta bolavani avasthamam, ane koi na bolavani sthitimam, koi kumarapane, koi yuvanimam, koi praudha to koi vriddhavasthamam game tyare ayu kshayathi mrityu pame chhe. E rite vanaspatina himsaka koipana avasthamam maranane sharana thaya chhe. Sutra samdarbha– 387–390 |