Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101337
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-५ नरक विभक्ति

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૫ નરક વિભક્તિ

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 337 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सया जलं ठान णिहं महंतं जंसी ‘जलंतो अगणी अकट्ठो’ । चिट्ठंति तत्था बहुकूरकम्मा अरहस्सरा केइ चिरट्ठिईया ॥
Sutra Meaning : સૂત્ર– ૩૩૭. નરકમાં સદા બળતું રહેતું એક ઘાતસ્થાન છે. જેમાં કાષ્ઠ વિના અગ્નિ બળે છે. જેમણે પૂર્વજન્મોમાં ઘણા ક્રૂર કર્મો કરેલા છે, તે નારકોને ત્યાં બંધાય છે, વેદનાથી તેઓ ત્યાં ચિરકાળ રૂદન કરે છે. સૂત્ર– ૩૩૮. પરમાધામી મોટી ચિતા બનાવી, તેમાં રોતા નરકને ફેંકે છે. આગમાં પડેલ ઘી પીગળે તેમ તે આગમાં પડેલ પાપી જીવો દ્રવીભૂત થઈ જાય છે. સૂત્ર– ૩૩૯. ત્યાં નિરંતર બળતું એક ગરમ સ્થાન છે. જે અત્યંત દુખ આપવાના સ્વભાવવાળું છે, તે સ્થાન ગાઢ દુષ્કર્મોથી પ્રાપ્ત થાય છે. ત્યાં નારકોના હાથ, પગ બાંધીને શત્રુની જેમ દંડ વડે મારે છે. સૂત્ર– ૩૪૦. પરમાધામી દેવો તે અજ્ઞાની નારકોની પીઠને લાઠી મારીને તોડી નાંખે છે, લોઢાના ઘણથી માથુ પણ ભાંગી નાંખે છે. તે ભિન્ન દેહીને લાકડાથી છોલે છે અને તેમને ગરમ સીસું પીવા માટે વિવશ કરે છે. સૂત્ર સંદર્ભ– ૩૩૭–૩૪૦
Mool Sutra Transliteration : [gatha] saya jalam thana niham mahamtam jamsi ‘jalamto agani akattho’. Chitthamti tattha bahukurakamma arahassara kei chiratthiiya.
Sutra Meaning Transliteration : Sutra– 337. Narakamam sada balatum rahetum eka ghatasthana chhe. Jemam kashtha vina agni bale chhe. Jemane purvajanmomam ghana krura karmo karela chhe, te narakone tyam bamdhaya chhe, vedanathi teo tyam chirakala rudana kare chhe. Sutra– 338. Paramadhami moti chita banavi, temam rota narakane phemke chhe. Agamam padela ghi pigale tema te agamam padela papi jivo dravibhuta thai jaya chhe. Sutra– 339. Tyam niramtara balatum eka garama sthana chhe. Je atyamta dukha apavana svabhavavalum chhe, te sthana gadha dushkarmothi prapta thaya chhe. Tyam narakona hatha, paga bamdhine shatruni jema damda vade mare chhe. Sutra– 340. Paramadhami devo te ajnyani narakoni pithane lathi marine todi namkhe chhe, lodhana ghanathi mathu pana bhamgi namkhe chhe. Te bhinna dehine lakadathi chhole chhe ane temane garama sisum piva mate vivasha kare chhe. Sutra samdarbha– 337–340