Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101089
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-२ वैतालिक

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૨ વૈતાલિક

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 89 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] संबुज्झह किन्न बुज्झहा संबोही खलु पेच्च दुल्लहा । नो हूवणमंति राइओ नो सुलभं पुनरावि जीवियं ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: ભગવંત ઋષભદેવ પોતાના ૯૮ પુત્રોને આશ્રીને અથવા પર્ષદામાં ઉપદેશ આપતા કહે છે – અનુવાદ: સૂત્ર– ૮૯. હે ભવ્યો ! તમે સમ્યગ્‌ બોધ પામો, કેમ બોધ પામતા નથી ? પરલોકમાં સમ્યક્ બોધિ પ્રાપ્ત કરવી દુર્લભ છે. વીતેલ રાત્રિ પાછી નથી આવતી, સંયમી જીવન ફરીથી મળવું સુલભ નથી. ... સૂત્ર– ૯૦. જેમ બાજ પક્ષી તિતર – પક્ષીને ઉપાડી જાય છે, તેમ આયુ ક્ષય થતાં મૃત્યુ પણ પ્રાણીઓના પ્રાણ હરી લે છે. જુઓ કેટલાક બાલ્યાવસ્થામાં મરણ પામે છે, તો કેટલાક વૃદ્ધાવસ્થામાં કે ગર્ભાવસ્થામાં મરણ પામે છે. સૂત્ર– ૯૧. કોઈ મનુષ્ય માતા – પિતા આદિના મોહમાં પડી સંસારમાં ભમે છે, તેવા જીવોને પરલોકમાં સુગતિ સુલભ નથી, માટે સુવ્રતી પુરુષઆ ભયો જોઈને આરંભથી વિરમે. સૂત્ર– ૯૨. સંસારમાં જુદા જુદા સ્થાને રહેલ પ્રાણીઓ પોતાના કર્મો વડે નરક આદિ ગતિમાં જાય છે, પોતાના કર્મોનું ફળ ભોગવ્યા વિના છૂટકો નથી. સૂત્ર સંદર્ભ– ૮૯–૯૨
Mool Sutra Transliteration : [gatha] sambujjhaha kinna bujjhaha sambohi khalu pechcha dullaha. No huvanamamti raio no sulabham punaravi jiviyam.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Bhagavamta rishabhadeva potana 98 putrone ashrine athava parshadamam upadesha apata kahe chhe – Anuvada: Sutra– 89. He bhavyo ! Tame samyag bodha pamo, kema bodha pamata nathi\? Paralokamam samyak bodhi prapta karavi durlabha chhe. Vitela ratri pachhi nathi avati, samyami jivana pharithi malavum sulabha nathi.\... Sutra– 90. Jema baja pakshi titara – pakshine upadi jaya chhe, tema ayu kshaya thatam mrityu pana praniona prana hari le chhe. Juo ketalaka balyavasthamam marana pame chhe, to ketalaka vriddhavasthamam ke garbhavasthamam marana pame chhe. Sutra– 91. Koi manushya mata – pita adina mohamam padi samsaramam bhame chhe, teva jivone paralokamam sugati sulabha nathi, mate suvrati purushaa bhayo joine arambhathi virame. Sutra– 92. Samsaramam juda juda sthane rahela pranio potana karmo vade naraka adi gatimam jaya chhe, potana karmonum phala bhogavya vina chhutako nathi. Sutra samdarbha– 89–92