Sutra Navigation: Acharang ( આચારાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1100113
Scripture Name( English ): Acharang Translated Scripture Name : આચારાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-१

अध्ययन-३ शीतोष्णीय

Translated Chapter :

શ્રુતસ્કંધ-૧

અધ્યયન-૩ શીતોષ્ણીય

Section : उद्देशक-१ भावसुप्त Translated Section : ઉદ્દેશક-૧ ભાવસુપ્ત
Sutra Number : 113 Category : Ang-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] पासिय आउरे पाणे, अप्पमत्तो परिव्वए। मंता एयं मइमं! पास। आरंभजं दुक्खमिणं ति नच्चा। माई पमाई पुनरेइ गब्भं। उवेहमानो सद्द-रूवेसु अंजू, माराभिसंकी मरणा पमुच्चति। अप्पमत्तो कामेहिं, उवरतो पावकम्मेहिं, वीरे आयगुत्ते ‘जे खेयण्णे’। जे पज्जवजाय-सत्थस्स खेयण्णे, से असत्थस्स खेयण्णे, जे असत्थस्स खेयण्णे, से पज्जवजाय-सत्थस्स खेयण्णे। अकम्मस्स ववहारो न विज्जइ। कम्मुणा उवाही जायइ। कम्मं च पडिलेहाए।
Sutra Meaning : સંસારમાં મનુષ્યને દુઃખથી પીડાતા જોઈને સાધક સતત અપ્રમત્ત બની સંયમમાં વિચરે. હે મતિમાન્‌ ! મનન કરી તું આ દુઃખી પ્રાણીને જો. તેઓના આ બધાં દુઃખ આરંભ અર્થાત્ હિંસાજનિત છે. તે જાણી તું અનારંભી બન. માયાવી, પ્રમાદી કષાયી પ્રાણી વારંવાર જન્મ – મરણ કરે છે. પરંતુ જે શબ્દાદિ વિષયમાં રાગ – દ્વેષ કરતા નથી, ઋજુતા આર્જવતા આદિ ધર્મથી યુક્ત છે અને મૃત્યુની આશંકા રાખતા સંયમ તત્પર રહે છે, તે મૃત્યુના ભયથી મુક્ત થાય છે. જે કામભોગ પ્રત્યે અપ્રમત્ત છે, પાપ કર્મોથી દૂર છે, તે વીર પુરુષ, આત્માને ગોપવનાર તથા સ્વ – પરના ખેદને જાણનાર છે. જે પ્રાણીને ઉપઘાતકારી અનુષ્ઠાનને જાણે છે, તે સંયમને જાણે છે. જે સંયમને જાણે છે, તે પ્રાણીને ઉપઘાતકારી અનુષ્ઠાનને જાણે છે માટે સાધુ નીરવદ્ય અનુષ્ઠાનરૂપ સંયમને આદરે. કર્મરહિત ને સાંસારિક વ્યવહાર હોતો નથી. કર્મોથીજ ઉપાધિ થાય છે. તે કર્મોના સ્વરૂપને જાણી, હિંસક વૃત્તિને કર્મનું મૂળ સમજીને તેનાથી દૂર રહે.
Mool Sutra Transliteration : [sutra] pasiya aure pane, appamatto parivvae. Mamta eyam maimam! Pasa. Arambhajam dukkhaminam ti nachcha. Mai pamai punarei gabbham. Uvehamano sadda-ruvesu amju, marabhisamki marana pamuchchati. Appamatto kamehim, uvarato pavakammehim, vire ayagutte ‘je kheyanne’. Je pajjavajaya-satthassa kheyanne, se asatthassa kheyanne, je asatthassa kheyanne, se pajjavajaya-satthassa kheyanne. Akammassa vavaharo na vijjai. Kammuna uvahi jayai. Kammam cha padilehae.
Sutra Meaning Transliteration : Samsaramam manushyane duhkhathi pidata joine sadhaka satata apramatta bani samyamamam vichare. He matiman ! Manana kari tum a duhkhi pranine jo. Teona a badham duhkha arambha arthat himsajanita chhe. Te jani tum anarambhi bana. Mayavi, pramadi kashayi prani varamvara janma – marana kare chhe. Paramtu je shabdadi vishayamam raga – dvesha karata nathi, rijuta arjavata adi dharmathi yukta chhe ane mrityuni ashamka rakhata samyama tatpara rahe chhe, te mrityuna bhayathi mukta thaya chhe. Je kamabhoga pratye apramatta chhe, papa karmothi dura chhe, te vira purusha, atmane gopavanara tatha sva – parana khedane jananara chhe. Je pranine upaghatakari anushthanane jane chhe, te samyamane jane chhe. Je samyamane jane chhe, te pranine upaghatakari anushthanane jane chhe mate sadhu niravadya anushthanarupa samyamane adare. Karmarahita ne samsarika vyavahara hoto nathi. Karmothija upadhi thaya chhe. Te karmona svarupane jani, himsaka vrittine karmanum mula samajine tenathi dura rahe.