Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1124295
Scripture Name( English ): Anuyogdwar Translated Scripture Name : અનુયોગદ્વારાસૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अनुयोगद्वारासूत्र

Translated Chapter :

અનુયોગદ્વારાસૂત્ર

Section : Translated Section :
Sutra Number : 295 Category : Chulika-02
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एएहिं वावहारियखेत्तपलिओवम-सागरोवमेहिं किं पओयणं? एएहिं वावहारिय-खेत्त-पलिओवम-सागरोवमेहिं नत्थि किंचिप्पओयणं केवलं पन्नवणट्ठं पन्नविज्जइ से तं वावहारिए खेत्तपलिओवमे से किं तं सुहुमे खेत्तपलिओवमे? सुहुमे खेत्तपलिओवमे से जहानामए पल्ले सियाजोयणं आयाम-विक्खं-भेणं, जोयणं उड्ढं उच्चत्तेणं, तं तिगुणं सविसेसं परिक्खेवेणं; से णं पल्ले एगाहिय-बेयाहिय-तेयाहिय, उक्कोसेणं सत्तरत्तपरूढाणं सम्मट्ठे सन्निचिते, भरिए वालग्गकोडीणं तत्थ णं एगमेगे वालग्गे असंखेज्जाइं खंडाइं कज्जइ, ते णं वालग्गा दिठ्ठीओगाहणाओ असंखेज्जइभागमेत्ता सुहुमस्स पणग-जीवस्स सरीरोगाहणाओ असंखेज्जगुणा से णं वालग्गे नो अग्गी डहेज्जा, नो वाऊ हरेज्जा, नो कुच्छेज्जा, नो पलिविद्धंसेज्जा, नो पूइत्ताए हव्वमागच्छेज्जा जे णं तस्स पल्लस्स आगासपएसा तेहिं वालग्गेहिं अप्फुन्ना वा अणप्फुन्ना वा, तओ णं समए-समए एग-मेगं आगासपएसं अवहाय जावइएणं कालेणं से पल्ले खीणे नीरए निल्लेवे निट्ठिए भवइ से तं सुहुमे खेत्तपलिओवमे तत्थ णं चोयए पन्नवगं एवं वयासीअत्थि णं तस्स पल्लस्स आगासपएसा, जे णं वालग्गेहिं अणप्फुन्ना? हंता अत्थि जहा को दिट्ठंतो? से जहानामए कोट्ठए सिया कोहंडाणं भरिए, तत्थ णं माउलिंगा पक्खित्ता ते वि माया, तत्थ णं बिल्ला पक्खित्ता ते वि माया, तत्थ णं आमलगा पक्खित्ता ते वि माया, तत्थ णं बयरा पक्खित्ता ते वि माया, तत्थ णं चणगा पक्खित्ता ते वि माया, तत्थ णं मुग्गा पक्खित्ता ते वि माया, तत्थ णं सरिसवा पक्खित्ता ते वि माया, तत्थ णं गंगावालुया पक्खित्ता सा वि माया, एवमेव एएणं दिट्ठंतेणं अत्थि णं तस्स पल्लस्स आगासपएसा, जे णं तेहिं वालग्गेहिं अणप्फुन्ना
Sutra Meaning : વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ અને સાગરોપમથી શું પ્રયોજન સિદ્ધ થાય છે ? તેનું કથન શા માટે કર્યું છે ? વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમ સાગરોપમથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. તેની માત્ર પ્રરૂપણા કરાય છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ સમજવામાં તે સહાયક બને છે માટે તેની પ્રરૂપણા સૂત્રકારે કરી છે. વ્યાવહારિક ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ કેવું છે ? સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનું સ્વરૂપ પ્રમાણે છે. જેમ કે કોઈ એક યોજન લાંબા, પહોળા, ઊંડા અને સાધિક ત્રણ ગુણી પરિધિવાળા પલ્યને એક, બે, ત્રણ યાવત્‌ સાત દિવસના ઊગેલા વાલાગ્રોના પ્રત્યેકના અસંખ્યાત અસંખ્યાત ટૂકડા કરી ભરવામાં આવે. તે વાળના પ્રત્યેક ટૂકડા, દૃષ્ટિના વિષયભૂત પદાર્થની અપેક્ષાએ અસંખ્યાત ભાગપ્રમાણ નાના અને સૂક્ષ્મ પનક જીવોની શરીરાવગાહના કરતા અસંખ્યાતગુણા અધિક હોય છે. તે વાલાગ્ર ખંડો પલ્યમાં એવા ઠાંસી ઠાંસીને ભરવામાં આવે કે અગ્નિ તેને બાળી શકે, વાયુ તેને ઉડાડી શકે, તેમાં દુર્ગંધ ઉત્પન્ન થઈ શકે. તે વાલાગ્ર ખંડોએ પલ્યમાં રહેલા જે આકાશપ્રદેશોને સ્પર્શ્યા હોય અને જે આકાશપ્રદેશને સ્પર્શ્યા હોય અર્થાત્‌ પલ્યગત સર્વ આકાશ પ્રદેશમાંથી પ્રતિસમય એક એક આકાશપ્રદેશને બહાર કાઢવામાં આવે અને જેટલા સમયમાં તે પલ્ય ક્ષીણ, નિર્લેપ, નીરજ અને વિશુદ્ધ થઈ જાય, સર્વ આકાશપ્રદેશ નીકળી જાય, તેટલા કાળને સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ કહેવામાં આવે છે. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના વિષયમાં ગુરુશ્રીએ પ્રરૂપણા કરી, ત્યારે શિષ્યે પૂછ્યું. શું વાલાગ્રથી ભરેલા તે પલ્યમાં કોઈ એવા આકાશપ્રદેશ પણ હોઈ શકે કે જે તે વાલાગ્રથી અસ્પૃષ્ટ હોય? હા, તે પલ્યમાં વાલાગ્રથી અસ્પૃષ્ટ આકાશપ્રદેશ પણ હોય છે. વિષયમાં કોઈ દૃષ્ટાંત છે ? હા, જેમ કોઈ કોઠીમાં . કોળાને ભરવામાં આવ્યા હોય અને . તેમાં બીજોરા નાંખવામાં આવે તો તે તેમાં સમાઈ જાય છે, . તેમાં બીલા નાંખો તો સમાઈ જાય છે, . તેમાં આમળા નાંખવામાં આવે તો તે પણ સમાઈ જાય છે, . તેમાં ક્રમશઃ બોર, . ચણા, . મગ, . સરસવ, . ગંગાની રેતી નાંખવામાં આવે તો તે સમાઈ જાય છે. રીતે દૃષ્ટાંતથી તે પલ્યમાં પણ વાલાગ્રથી અસ્પૃષ્ટ આકાશપ્રદેશ હોય છે. સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમને દસ ક્રોડાક્રોડીથી ગુણતા એક સૂક્ષ્મક્ષેત્ર સાગરોપમ થાય છે. સૂત્ર સંદર્ભ ૨૯૫, ૨૯૬
Mool Sutra Transliteration : [sutra] eehim vavahariyakhettapaliovama-sagarovamehim kim paoyanam? Eehim vavahariya-khetta-paliovama-sagarovamehim natthi kimchippaoyanam kevalam pannavanattham pannavijjai. Se tam vavaharie khettapaliovame. Se kim tam suhume khettapaliovame? Suhume khettapaliovame se jahanamae palle siyajoyanam ayama-vikkham-bhenam, joyanam uddham uchchattenam, tam tigunam savisesam parikkhevenam; se nam palle Egahiya-beyahiya-teyahiya, ukkosenam sattarattaparudhanam. Sammatthe sannichite, bharie valaggakodinam. Tattha nam egamege valagge asamkhejjaim khamdaim kajjai, te nam valagga diththiogahanao asamkhejjaibhagametta suhumassa panaga-jivassa sarirogahanao asamkhejjaguna. Se nam valagge no aggi dahejja, no vau harejja, no kuchchhejja, no palividdhamsejja, no puittae havvamagachchhejja. Je nam tassa pallassa agasapaesa tehim valaggehim apphunna va anapphunna va, tao nam samae-samae ega-megam agasapaesam avahaya javaienam kalenam se palle khine nirae nilleve nitthie bhavai. Se tam suhume khettapaliovame. Tattha nam choyae pannavagam evam vayasiatthi nam tassa pallassa agasapaesa, je nam valaggehim anapphunna? Hamta atthi. Jaha ko ditthamto? Se jahanamae kotthae siya kohamdanam bharie, tattha nam maulimga pakkhitta te vi maya, tattha nam billa pakkhitta te vi maya, tattha nam amalaga pakkhitta te vi maya, tattha nam bayara pakkhitta te vi maya, tattha nam chanaga pakkhitta te vi maya, tattha nam mugga pakkhitta te vi maya, tattha nam sarisava pakkhitta te vi maya, tattha nam gamgavaluya pakkhitta sa vi maya, evameva eenam ditthamtenam atthi nam tassa pallassa agasapaesa, je nam tehim valaggehim anapphunna.
Sutra Meaning Transliteration : A vyavaharika kshetra palyopama ane sagaropamathi shum prayojana siddha thaya chhe\? Tenum kathana sha mate karyum chhe\? A vyavaharika kshetra palyopama sagaropamathi koi prayojana siddha thatum nathi. Teni matra prarupana karaya chhe. Sukshma kshetra palyopama samajavamam te sahayaka bane chhe mate teni prarupana sutrakare kari chhe. A vyavaharika kshetra palyopamanum svarupa chhe. Sukshma kshetra palyopamanum svarupa kevum chhe\? Sukshma kshetra palyopamanum svarupa a pramane chhe. Jema ke koi eka yojana lamba, pahola, umda ane sadhika trana guni paridhivala palyane eka, be, trana yavat sata divasana ugela valagrona pratyekana asamkhyata asamkhyata tukada kari bharavamam ave. Te valana pratyeka tukada, drishtina vishayabhuta padarthani apekshae asamkhyata bhagapramana nana ane sukshma panaka jivoni shariravagahana karata asamkhyataguna adhika hoya chhe. Te valagra khamdo palyamam eva thamsi thamsine bharavamam ave ke agni tene bali na shake, vayu tene udadi na shake, na temam durgamdha utpanna thai shake. Te valagra khamdoe palyamam rahela je akashapradeshone sparshya hoya ane je akashapradeshane sparshya na hoya arthat palyagata sarva akasha pradeshamamthi pratisamaya eka eka akashapradeshane bahara kadhavamam ave ane jetala samayamam te palya kshina, nirlepa, niraja ane vishuddha thai jaya, sarva akashapradesha nikali jaya, tetala kalane sukshmakshetra palyopama kahevamam ave chhe. Sukshma kshetra palyopamana vishayamam gurushrie prarupana kari, tyare shishye puchhyum. Shum valagrathi bharela te palyamam koi eva akashapradesha pana hoi shake ke je te valagrathi asprishta hoya? Ha, te palyamam valagrathi asprishta akashapradesha pana hoya chhe. A vishayamam koi drishtamta chhe\? Ha, jema koi kothimam 1. Kolane bharavamam avya hoya ane 2. Temam bijora namkhavamam ave to te temam samai jaya chhe, 3. Temam bila namkho to samai jaya chhe, 4. Temam amala namkhavamam ave to te pana samai jaya chhe, 5. Temam kramashah bora, 6. Chana, 7. Maga, 8. Sarasava, 9. Gamgani reti namkhavamam ave to te samai jaya chhe. A ja rite a drishtamtathi te palyamam pana valagrathi asprishta akashapradesha hoya chhe. A sukshmakshetra palyopamane dasa krodakrodithi gunata eka sukshmakshetra sagaropama thaya chhe. Sutra samdarbha 295, 296