Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1124238 | ||
Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 238 | Category : | Chulika-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] –से तं अवयवेणं। से किं तं संजोगेणं? संजोगे चउव्विहे पन्नत्ते, तं जहा–दव्वसंजोगे खेत्तसंजोगे कालसंजोगे भावसंजोगे। से किं तं दव्वसंजोगे? दव्वसंजोगे तिविहे पन्नत्ते, तं जहा–सचित्ते अचित्ते मीसए। से किं तं सचित्ते? सचित्ते-गोहिं गोमिए, महिसीहिं माहिसिए, ऊरणीहिं ऊरणिए, उट्टीहिं उट्टिए। से त्तं सचित्ते। से किं तं अचित्ते? अचित्ते–छत्तेण छत्ती, दंडेण दंडी, पडेण पडी, घडेण घडी, कडेण कडी। से त्तं अचित्ते। से किं तं मीसए? मीसए–हलेणं हालिए, सगडेणं सागडिए, रहेणं रहिए, नावाए नाविए। से तं मीसए। से तं दव्वसंजोगे। से किं तं खेत्तसंजोगे? खेत्तसंजोगे–भारहे एरवए हेमवए हेरन्नवए हरिवासए रम्मगवासए देवकुरुए उत्तरकुरुए पुव्वविदेहए अवरविदेहए, अहवा मागहए मालवए सोरट्ठए मरहट्ठए कोंकणए कोसलए। से तं खेत्तसंजोगे। से किं तं कालसंजोगे? कालसंजोगे–सुसम-सुसमए सुसमए सुसम-दूसमए दूसम-सुसमए दूसमए दूसम-दूसमए, अहवा पाउसए वासारत्तए सरदए हेमंतए वसंतए गिम्हए। से तं कालसंजोगे। से किं तं भावसंजोगे? भावसंजोगे दुविहे पन्नत्ते, तं जहा–पसत्थे य अपसत्थे य। से किं तं पसत्थे? पसत्थे–नाणेणं नाणी, दंसणेणं दंसणी, चरित्तेणं चरित्ती। से तं पसत्थे। से किं तं अपसत्थे? अपसत्थे–कोहेणं कोही, माणेणं माणी, मयाए मायी, लोभेणं लोभी। से तं अपसत्थे। से तं भावसंजोगे। से तं संजोगेणं। से किं तं पमाणेणं? पमाणे चउव्विहे पन्नत्ते, तं जहा–नामप्पमाणे ठवणप्पमाणे दव्वप्पमाणे भावप्पमाणे। से किं तं नामप्पमाणे? नामप्पमाणे–जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण वा तदुभयस्स वा तदुभयाण वा पमाणे त्ति नामं कज्जइ। से तं नामप्पमाणे। से किं तं ठवणप्पमाणे? ठवणप्पमाणे सत्तविहे पन्नत्ते, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૩૮. [૧] સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે? સંયોગનિષ્પન્ન નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. દ્રવ્ય સંયોગ, ૨. ક્ષેત્ર સંયોગ, ૩. કાળ સંયોગ અને ૪. ભાવ સંયોગ. [૨] દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ ત્રણ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે છે – ૧. સચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ, ૨. અચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ, ૩. મિશ્ર દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામ. સચિત્ત દ્રવ્ય સંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? સચિત્ત દ્રવ્ય સંયોગથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે – ગાયોના સંયોગથી ગોવાળ, ભેંસના સંયોગથી ભેંસવાન, ઘેટીના સંયોગથી ઘેટીમાન, ઊંટણીના સંયોગથી ઊષ્ટ્રીપાલ કહેવાય છે. આ ગોવાળ, મહિષમાન વગેરે નામ સચિત્તદ્રવ્ય સંયોગનિષ્પન્ન નામ છે. અચિત્તદ્રવ્યસંયોગ નિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? અચિત્ત દ્રવ્યના સંયોગથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે – છત્રના સંયોગથી છત્રી, દંડના સંયોગથી દંડી, પટ – વસ્ત્રના સંયોગથી પટી, ઘટ – ઘડાના સંયોગથી ઘટી અને કટના સંયોગથી કટી કહેવાય છે. મિશ્રદ્રવ્યસંયોગજ નામનું સ્વરૂપ કેવું છે ? મિશ્રદ્રવ્યના સંયોગથી નિષ્પન્ન નામ આ પ્રમાણે છે – હળના સંયોગથી હાલિક, શકટના સંયોગથી શાકટિક, રથના સંયોગથી રથિક, નાવના સંયોગથી નાવિક. તે મિશ્રદ્રવ્ય – સંયોગજ નામ છે. આ રીતે દ્રવ્યસંયોગનું વર્ણન પૂર્ણ થાય છે. [૩] ક્ષેત્રસંયોગથી નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્રના સંયોગથી જે નામ પ્રસિદ્ધ થાય, જેમ કે – ભરતક્ષેત્રમાં રહેતા મનુષ્ય ભારતીય – ભરતક્ષેત્રીય કહેવાય છે. તે જ રીતે ઐરવતીય – ઐરવત ક્ષેત્રીય, હેમવતીય – હેમવત ક્ષેત્રીય, ઐરણ્યવતીય – ઐરણ્યવત ક્ષેત્રીય, હરિવર્ષીય – હરિવર્ષ ક્ષેત્રીય, રમ્યક્વર્ષીય – રમ્યક્વર્ષ ક્ષેત્રીય અથવા આ માગધીય છે, આ માલવીય, સૌરાષ્ટ્રીય, મહારાષ્ટ્રીય, કોંકણ દેશીય, કોશલ દેશીય, આ ક્ષેત્રસંયોગ નિષ્પન્ન નામ છે. [૪] કાળસંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? કાળસંયોગ નિષ્પન્ન નામ આ પ્રમાણે છે. જેમ કે સુષમસુષમકાળમાં ઉત્પન્ન થવાથી ‘સુષમસુષમજ’, સુષમકાળમાં ઉત્પન્ન થવાથી, ‘સુષમજ’, તે જ રીતે સુષમદુષમજ, દુષમસુષમજ, દુષમજ, દુષમદુષમજ નામ જાણવા અથવા વર્ષાઋતુની શરૂઆતમાં ઉત્પન્ન પ્રાવૃષિક, વર્ષાઋતુમાં ઉત્પન્ન થયેલ વર્ષારાત્રિક, તે જ રીતે શારદ, હેમંતક, વસંતક અને ગ્રીષ્મક નામ કાળસંયોગથી નિષ્પન્ન થયા છે. [૫] ભાવસંયોગનું સ્વરૂપ કેવું છે ? ભાવસંયોગના બે ભેદ છે. તે આ પ્રમાણે છે – પ્રશસ્ત ભાવ સંયોગ અને અપ્રશસ્ત ભાવસંયોગ. પ્રશસ્તભાવ સંયોગનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાન – દર્શન વગેરે પ્રશસ્ત – શુભ ભાવ છે. તેના સંયોગથી જે નામ નિષ્પન્ન થાય તે પ્રશસ્ત ભાવસંયોગજ નામ કહેવાય. જેમ જ્ઞાનના સંયોગથી જ્ઞાની, દર્શનના સંયોગથી દર્શની, ચારિત્રના સંયોગથી ચારિત્રી. અપ્રશસ્ત ભાવસંયોગ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ક્રોધ, માન વગેરે અપ્રશસ્ત ભાવ છે. તેના સંયોગથી જે નામ નિષ્પન્ન થાય તે અપ્રશસ્ત ભાવસંયોગજ નિષ્પન્ન નામ કહેવાય. જેમ કે ક્રોધના સંયોગથી ક્રોધી, માનના સંયોગથી માની, માયાના સંયોગથી માયી, લોભના સંયોગથી લોભી, આ અપ્રશસ્ત ભાવ સંયોગ નામના ઉદાહરણ છે. આ રીતે ભાવસંયોગ નામની તેમજ સંયોગ નિષ્પન્ન નામની વક્તવ્યતા પૂર્ણ થાય છે. [૬] પ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? પ્રમાણનિષ્પન્ન નામના ચાર પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. નામપ્રમાણ ૨. સ્થાપના પ્રમાણ ૩. દ્રવ્ય પ્રમાણ ૪. ભાવપ્રમાણ. [૭ ] નામપ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? કોઈ જીવ અથવા અજીવ, જીવો અથવા અજીવો, ઉભય – જીવાજીવ અથવા જીવાજીવોનું પ્રમાણ એવું નામ રાખવામાં આવે તે નામપ્રમાણ નિષ્પન્ન નામ કહેવાય છે. [૮] સ્થાપના પ્રમાણ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? સ્થાપના પ્રમાણથી નિષ્પન્ન નામના સાત પ્રકાર છે, તે આ પ્રમાણે છે – સૂત્ર– ૨૩૯. નક્ષત્રનામ, ૨. દેવનામ, ૩. કુળનામ, ૪. પાષંડનામ, ૫. ગણનામ, ૬. જીવિતહેતુનામ, ૭. આભિપ્રાયિક નામ. સૂત્ર સંદર્ભ– ૨૩૮, ૨૩૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] –se tam avayavenam. Se kim tam samjogenam? Samjoge chauvvihe pannatte, tam jaha–davvasamjoge khettasamjoge kalasamjoge bhavasamjoge. Se kim tam davvasamjoge? Davvasamjoge tivihe pannatte, tam jaha–sachitte achitte misae. Se kim tam sachitte? Sachitte-gohim gomie, mahisihim mahisie, uranihim uranie, uttihim uttie. Se ttam sachitte. Se kim tam achitte? Achitte–chhattena chhatti, damdena damdi, padena padi, ghadena ghadi, kadena kadi. Se ttam achitte. Se kim tam misae? Misae–halenam halie, sagadenam sagadie, rahenam rahie, navae navie. Se tam misae. Se tam davvasamjoge. Se kim tam khettasamjoge? Khettasamjoge–bharahe eravae hemavae herannavae harivasae rammagavasae devakurue uttarakurue puvvavidehae avaravidehae, ahava magahae malavae soratthae marahatthae komkanae kosalae. Se tam khettasamjoge. Se kim tam kalasamjoge? Kalasamjoge–susama-susamae susamae susama-dusamae dusama-susamae dusamae dusama-dusamae, ahava pausae vasarattae saradae hemamtae vasamtae gimhae. Se tam kalasamjoge. Se kim tam bhavasamjoge? Bhavasamjoge duvihe pannatte, tam jaha–pasatthe ya apasatthe ya. Se kim tam pasatthe? Pasatthe–nanenam nani, damsanenam damsani, charittenam charitti. Se tam pasatthe. Se kim tam apasatthe? Apasatthe–kohenam kohi, manenam mani, mayae mayi, lobhenam lobhi. Se tam apasatthe. Se tam bhavasamjoge. Se tam samjogenam. Se kim tam pamanenam? Pamane chauvvihe pannatte, tam jaha–namappamane thavanappamane davvappamane bhavappamane. Se kim tam namappamane? Namappamane–jassa nam jivassa va ajivassa va jivana va ajivana va tadubhayassa va tadubhayana va pamane tti namam kajjai. Se tam namappamane. Se kim tam thavanappamane? Thavanappamane sattavihe pannatte, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 238. [1] samyoga nishpanna namanum svarupa kevum chhe? Samyoganishpanna namana chara prakara chhe, te a pramane chhe – 1. Dravya samyoga, 2. Kshetra samyoga, 3. Kala samyoga ane 4. Bhava samyoga. [2] dravya samyoga nishpanna namanum svarupa kevum chhe\? Dravya samyoga nishpanna nama trana prakarana kahya chhe. Te a pramane chhe – 1. Sachitta dravya samyoga nishpanna nama, 2. Achitta dravya samyoga nishpanna nama, 3. Mishra dravya samyoga nishpanna nama. Sachitta dravya samyoga nishpanna namanum svarupa kevum chhe\? Sachitta dravya samyogathi nishpanna nama a pramane chhe – gayona samyogathi govala, bhemsana samyogathi bhemsavana, ghetina samyogathi ghetimana, umtanina samyogathi ushtripala kahevaya chhe. A govala, mahishamana vagere nama sachittadravya samyoganishpanna nama chhe. Achittadravyasamyoga nishpannanamanum svarupa kevum chhe\? Achitta dravyana samyogathi nishpanna nama a pramane chhe – chhatrana samyogathi chhatri, damdana samyogathi damdi, pata – vastrana samyogathi pati, ghata – ghadana samyogathi ghati ane katana samyogathi kati kahevaya chhe. Mishradravyasamyogaja namanum svarupa kevum chhe\? Mishradravyana samyogathi nishpanna nama a pramane chhe – halana samyogathi halika, shakatana samyogathi shakatika, rathana samyogathi rathika, navana samyogathi navika. Te mishradravya – samyogaja nama chhe. A rite dravyasamyoganum varnana purna thaya chhe. [3] kshetrasamyogathi nishpanna namanum svarupa kevum chhe\? Kshetrana samyogathi je nama prasiddha thaya, jema ke – bharatakshetramam raheta manushya bharatiya – bharatakshetriya kahevaya chhe. Te ja rite airavatiya – airavata kshetriya, hemavatiya – hemavata kshetriya, airanyavatiya – airanyavata kshetriya, harivarshiya – harivarsha kshetriya, ramyakvarshiya – ramyakvarsha kshetriya athava a magadhiya chhe, a malaviya, saurashtriya, maharashtriya, komkana deshiya, koshala deshiya, a kshetrasamyoga nishpanna nama chhe. [4] kalasamyoga nishpanna namanum svarupa kevum chhe\? Kalasamyoga nishpanna nama a pramane chhe. Jema ke sushamasushamakalamam utpanna thavathi ‘sushamasushamaja’, sushamakalamam utpanna thavathi, ‘sushamaja’, te ja rite sushamadushamaja, dushamasushamaja, dushamaja, dushamadushamaja nama janava athava varsharituni sharuatamam utpanna pravrishika, varsharitumam utpanna thayela varsharatrika, te ja rite sharada, hemamtaka, vasamtaka ane grishmaka nama kalasamyogathi nishpanna thaya chhe. [5] bhavasamyoganum svarupa kevum chhe\? Bhavasamyogana be bheda chhe. Te a pramane chhe – prashasta bhava samyoga ane aprashasta bhavasamyoga. Prashastabhava samyoganum svarupa kevum chhe\? Jnyana – darshana vagere prashasta – shubha bhava chhe. Tena samyogathi je nama nishpanna thaya te prashasta bhavasamyogaja nama kahevaya. Jema jnyanana samyogathi jnyani, darshanana samyogathi darshani, charitrana samyogathi charitri. Aprashasta bhavasamyoga nishpanna namanum svarupa kevum chhe\? Krodha, mana vagere aprashasta bhava chhe. Tena samyogathi je nama nishpanna thaya te aprashasta bhavasamyogaja nishpanna nama kahevaya. Jema ke krodhana samyogathi krodhi, manana samyogathi mani, mayana samyogathi mayi, lobhana samyogathi lobhi, a aprashasta bhava samyoga namana udaharana chhe. A rite bhavasamyoga namani temaja samyoga nishpanna namani vaktavyata purna thaya chhe. [6] pramana nishpanna namanum svarupa kevum chhe\? Pramananishpanna namana chara prakara chhe, te a pramane chhe – 1. Namapramana 2. Sthapana pramana 3. Dravya pramana 4. Bhavapramana. [7 ] namapramana nishpanna namanum svarupa kevum chhe\? Koi jiva athava ajiva, jivo athava ajivo, ubhaya – jivajiva athava jivajivonum pramana evum nama rakhavamam ave te namapramana nishpanna nama kahevaya chhe. [8] sthapana pramana nishpanna namanum svarupa kevum chhe\? Sthapana pramanathi nishpanna namana sata prakara chhe, te a pramane chhe – Sutra– 239. Nakshatranama, 2. Devanama, 3. Kulanama, 4. Pashamdanama, 5. Gananama, 6. Jivitahetunama, 7. Abhiprayika nama. Sutra samdarbha– 238, 239 |