Sutra Navigation: Nandisutra ( નન્દીસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123639 | ||
Scripture Name( English ): | Nandisutra | Translated Scripture Name : | નન્દીસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
नन्दीसूत्र |
Translated Chapter : |
નન્દીસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 139 | Category : | Chulika-01 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं आयारे? आयारे णं समणाणं निग्गंथाणं आयार-गोयर-विनय-वेणइय-सिक्खा-भासा-अभासा-चरण-करण-जाया-माया-वित्तीओ आघविज्जंति। से समासओ पंचविहे पन्नत्ते, तं जहा–नाणायारे, दंसणायारे, चरित्तायारे, तवायारे, वीरियायारे आयारे णं परित्ता वायणा, संखेज्जा अणुनुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ, संखेज्जाओ पडिवत्तीओ। से णं अंगट्ठयाए पढमे अंगे, दो सुयक्खंधा, पणवीसं अज्झयणा, पंचासीइं उद्देसनकाला, पंचासीइं समुद्देसनकाला, अट्ठारस-पयसहस्साणि पयग्गेणं, संखेज्जा अक्खरा, अनंता गमा, अनंता पज्जवा, परित्ता तसा, अनंता थावरा, सासय-कड-निबद्ध-निकाइया जिनपन्नत्ता भावा आघविज्जंति पन्नविज्जंति परूविज्जंति दंसिज्जंति निदंसिज्जंति। से एवं आया, एवं नाया, एवं विण्णाया, एवं चरण-करण-परूवणा आघविज्जइ। से त्तं आयारे। | ||
Sutra Meaning : | આચારાંગ સૂત્ર કેવા પ્રકારનું છે? આચારાંગ સૂત્રમાં બાહ્ય – અભ્યંતર પરિગ્રહથી રહિત શ્રમણ નિર્ગ્રન્થોના આચાર, ગોચર, ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ, વિનય (જ્ઞાનાદિનો વિનય), વિનયનું ફળ, ક્રમક્ષય આદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, બોલવા યોગ્ય સત્ય અને વ્યવહાર ભાષા અને ત્યાજ્ય મિશ્ર તથા અસત્ય ભાષા, ચરણ – વ્રતાદિ, કરણ – પિંડવિશુદ્ધિ આદિ, યાત્રા – સંયમનો નિર્વાહ યોગ્ય ગ્રાહ્ય પદાર્થોની માત્રા, મર્યાદા ઇત્યાદિ વિષયોનું વર્ણન કરેલ છે તે આચાર સંક્ષેપથી પાંચ પ્રકારે પ્રતિપાદન કરેલ છે. જેમ કે – ૧. જ્ઞાનાચાર, ૨. દર્શનાચાર, ૩. ચારિત્રાચાર, ૪. તપાચાર, ૫. વીર્યાચાર. આચારાંગ સૂત્ર અને અર્થથી પરિમિત વાચનાઓથી પૂર્ણ છે, તેમાં શબ્દોની વ્યાખ્યા કરવાના દ્વાર સંખ્યાત છે. સંખ્યાત વેઢ) વેષ્ટક અર્થાત્ સરખા પાઠના આલાપક છે. સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ છે અર્થાત્ શબ્દોની વ્યુત્પત્તિઓ ઉત્પત્તિઓ) પણ સંખ્યાત છે અને સંખ્યાત માન્યતાઓ (વિકલ્પો) તેમાં વર્ણિત છે. આચારાંગ સૂત્ર અંગસૂત્રોમાં પ્રથમ અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધ છે, પચ્ચીશ અધ્યયન છે, પંચાસી ઉદ્દેશનકાલ છે, પંચાસી સમુદ્દેશનકાલ છે. પદપરિમાણથી અઢાર હજાર પદ છે. સંખ્યાત અક્ષર છે. અનંત આશય તેમાં રહેલા છે અને અનંત જ્ઞાનપર્યવ તેમાં નિહિત છે. પરિમિત ત્રસ અને અનંત સ્થાવર જીવોનું તેમાં અપેક્ષિત વર્ણન છે. શાશ્વત અને અશાશ્વત ભાવો તેમાં સંગ્રહિત છે. નિર્યુક્તિ, સંગ્રહણી, હેતુ, ઉદાહરણ આદિથી સ્થિર કરેલ છે, નિર્ણિત કરેલ છે. આ સર્વ જિન – પ્રજ્ઞપ્ત ભાવો, સામાન્ય રૂપે કહેલ છે, ભેદ પ્રભેદથી વિસ્તૃત કરેલ છે, દૃષ્ટાંતપૂર્વક, ઉપમા વડે અને હેતુ, તર્ક, પ્રશ્નોત્તર વડે સમજાવેલ છે તથા નિગમન અને પરિણામ દર્શાવીને પુષ્ટ કરેલ છે. આચારાંગને ગ્રહણ – ધારણ કરનારા, તેના અનુસાર ક્રિયા કરનારા, આચારની સાક્ષાત મૂર્તિ બની જાય છે, તે ભાવોના જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ પ્રમાણે આચારાંગ સૂત્રમાં ચરણ – કરણની પ્રરૂપણા કરી છે અથવા આ પ્રકારે આ આચારાંગ સૂત્રનું સ્વરૂપ વર્ણિત છે, વિખ્યાત છે, વિજ્ઞાત છે અને આ રીતે એમાં સંયમાચારી અને સંયમ પ્રવૃત્તિઓની પ્રરૂપણા કરેલ છે. આ રીતે આચારાંગનું વર્ણન છે. | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam ayare? Ayare nam samananam niggamthanam ayara-goyara-vinaya-venaiya-sikkha-bhasa-abhasa-charana-karana-jaya-maya-vittio aghavijjamti. Se samasao pamchavihe pannatte, tam jaha–nanayare, damsanayare, charittayare, tavayare, viriyayare Ayare nam paritta vayana, samkhejja anunuogadara, samkhejja vedha, samkhejja siloga, samkhejjao nijjuttio, samkhejjao padivattio. Se nam amgatthayae padhame amge, do suyakkhamdha, panavisam ajjhayana, pamchasiim uddesanakala, pamchasiim samuddesanakala, attharasa-payasahassani payaggenam, samkhejja akkhara, anamta gama, anamta pajjava, paritta tasa, anamta thavara, sasaya-kada-nibaddha-nikaiya jinapannatta bhava aghavijjamti pannavijjamti paruvijjamti damsijjamti nidamsijjamti. Se evam aya, evam naya, evam vinnaya, evam charana-karana-paruvana aghavijjai. Se ttam ayare. | ||
Sutra Meaning Transliteration : | Acharamga sutra keva prakaranum chhe? Acharamga sutramam bahya – abhyamtara parigrahathi rahita shramana nirgranthona achara, gochara, bhiksha grahana karavani vidhi, vinaya (jnyanadino vinaya), vinayanum phala, kramakshaya adi, grahana ane asevana rupa shiksha, Bolava yogya satya ane vyavahara bhasha ane tyajya mishra tatha asatya bhasha, charana – vratadi, karana – pimdavishuddhi adi, yatra – samyamano nirvaha yogya grahya padarthoni matra, maryada ityadi vishayonum varnana karela chhe Te achara samkshepathi pamcha prakare pratipadana karela chhe. Jema ke – 1. Jnyanachara, 2. Darshanachara, 3. Charitrachara, 4. Tapachara, 5. Viryachara. Acharamga sutra ane arthathi parimita vachanaothi purna chhe, temam shabdoni vyakhya karavana dvara samkhyata chhe. Samkhyata vedha) veshtaka arthat sarakha pathana alapaka chhe. Samkhyata shloka, samkhyata niryuktio chhe arthat shabdoni vyutpattio utpattio) pana samkhyata chhe ane samkhyata manyatao (vikalpo) temam varnita chhe. Acharamga sutra amgasutromam prathama amga chhe. Temam be shrutaskamdha chhe, pachchisha adhyayana chhe, pamchasi uddeshanakala chhe, pamchasi samuddeshanakala chhe. Padaparimanathi adhara hajara pada chhe. Samkhyata akshara chhe. Anamta ashaya temam rahela chhe ane anamta jnyanaparyava temam nihita chhe. Parimita trasa ane anamta sthavara jivonum temam apekshita varnana chhe. Shashvata ane ashashvata bhavo temam samgrahita chhe. Niryukti, samgrahani, hetu, udaharana adithi sthira karela chhe, nirnita karela chhe. A sarva jina – prajnyapta bhavo, samanya rupe kahela chhe, bheda prabhedathi vistrita karela chhe, drishtamtapurvaka, upama vade ane hetu, tarka, prashnottara vade samajavela chhe tatha nigamana ane parinama darshavine pushta karela chhe. Acharamgane grahana – dharana karanara, tena anusara kriya karanara, acharani sakshata murti bani jaya chhe, te bhavona jnyata ane vijnyata bani jaya chhe. A pramane acharamga sutramam charana – karanani prarupana kari chhe Athava a prakare a acharamga sutranum svarupa varnita chhe, vikhyata chhe, vijnyata chhe ane A rite emam samyamachari ane samyama pravrittioni prarupana karela chhe. A rite acharamganum varnana chhe. |