Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123320
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Translated Chapter :

અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ

Section : Translated Section :
Sutra Number : 1620 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] नेरइया सत्तविहा पुढवीसु सत्तसू भवे । रयणाभ सक्कराभा वालुयाभा य आहिया ॥
Sutra Meaning : સૂત્ર– ૧૬૨૦. નૈરયિક જીવો સાત પ્રકારના છે, તે સાત પૃથ્વીમાં થાય છે. આ સાત પૃથ્વી આ પ્રમાણે છે –. રત્નાભા, શર્કરાભા, વાલુકાભા. સૂત્ર– ૧૬૨૧. પંકાભા, ધૂમાભા, તમા અને તમસ્તમા. આ સાત પ્રકારની પૃથ્વીઓમાં ઉત્પન્ન થનારા નૈરયિકોને સાત પ્રકારે વર્ણવેલા છે – પરિકીર્તિત છે. સૂત્ર– ૧૬૨૨. નૈરયિકો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે. આ નિરૂપણ પછી ચાર પ્રકારથી નૈરયિક જીવોના કાલવિભાગનું હું કથન કરીશ. તે આ પ્રમાણે –. સૂત્ર– ૧૬૨૩. નૈરયિકો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી તેઓ સાદિ સાંત છે. સૂત્ર– ૧૬૨૪. પહેલી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુ સ્થિતિ જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષની છે. ઉત્કૃષ્ટથી એક સાગરોપમની છે. સૂત્ર– ૧૬૨૫. બીજી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુસ્થિતિ જઘન્યથી એક સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમની છે. સૂત્ર– ૧૬૨૬. ત્રીજી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુસ્થિતિ જઘન્યથી ત્રણ સાગરોપમની છે. ઉત્કૃષ્ટથી સાત સાગરોપમની છે. સૂત્ર– ૧૬૨૭. ચોથી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુસ્થિતિ જઘન્યથી સાત સાગરોપમની છે. ઉત્કૃષ્ટથી દશ સાગરોપમની છે. સૂત્ર– ૧૬૨૮. પાંચમી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુસ્થિતિ જઘન્યથી દશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી સત્તર સાગરોપમની છે. સૂત્ર– ૧૬૨૯. છઠ્ઠી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુસ્થિતિ જઘન્યથી સત્તર સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી બાવીશ સાગરોપમની છે. સૂત્ર– ૧૬૩૦. સાતમી પૃથ્વીમાં નૈરયિક જીવોની આયુસ્થિતિ જઘન્યથી બાવીશ સાગરોપમની છે, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમની છે. સૂત્ર– ૧૬૩૧. નૈરયિકોની જે આયુસ્થિતિ વર્ણવેલી છે, તે જ તેમની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કાયસ્થિતિ છે. સૂત્ર– ૧૬૩૨. નૈરયિક શરીરને છોડીને ફરી નૈરયિક શરીરમાં ઉત્પન્ન થવામાં અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. સૂત્ર– ૧૬૩૩. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી આ નૈરયિકોના હજારો ભેદો છે. સૂત્ર સંદર્ભ– ૧૬૨૦–૧૬૩૩
Mool Sutra Transliteration : [gatha] neraiya sattaviha pudhavisu sattasu bhave. Rayanabha sakkarabha valuyabha ya ahiya.
Sutra Meaning Transliteration : Sutra– 1620. Nairayika jivo sata prakarana chhe, te sata prithvimam thaya chhe. A sata prithvi a pramane chhe –. Ratnabha, sharkarabha, valukabha. Sutra– 1621. Pamkabha, dhumabha, tama ane tamastama. A sata prakarani prithviomam utpanna thanara nairayikone sata prakare varnavela chhe – parikirtita chhe. Sutra– 1622. Nairayiko lokana eka bhagamam vyapta chhe. A nirupana pachhi chara prakarathi nairayika jivona kalavibhaganum hum kathana karisha. Te a pramane –. Sutra– 1623. Nairayiko pravahani apekshathi anadi anamta chhe. Sthitini apekshathi teo sadi samta chhe. Sutra– 1624. Paheli prithvimam nairayika jivoni ayu sthiti jaghanyathi 10,000 varshani chhe. Utkrishtathi eka sagaropamani chhe. Sutra– 1625. Biji prithvimam nairayika jivoni ayusthiti jaghanyathi eka sagaropamani chhe, utkrishtathi trana sagaropamani chhe. Sutra– 1626. Triji prithvimam nairayika jivoni ayusthiti jaghanyathi trana sagaropamani chhe. Utkrishtathi sata sagaropamani chhe. Sutra– 1627. Chothi prithvimam nairayika jivoni ayusthiti jaghanyathi sata sagaropamani chhe. Utkrishtathi dasha sagaropamani chhe. Sutra– 1628. Pamchami prithvimam nairayika jivoni ayusthiti jaghanyathi dasha sagaropamani chhe, utkrishtathi sattara sagaropamani chhe. Sutra– 1629. Chhaththi prithvimam nairayika jivoni ayusthiti jaghanyathi sattara sagaropamani chhe, utkrishtathi bavisha sagaropamani chhe. Sutra– 1630. Satami prithvimam nairayika jivoni ayusthiti jaghanyathi bavisha sagaropamani chhe, utkrishtathi tetrisha sagaropamani chhe. Sutra– 1631. Nairayikoni je ayusthiti varnaveli chhe, te ja temani jaghanyathi ane utkrishtathi kayasthiti chhe. Sutra– 1632. Nairayika sharirane chhodine phari nairayika shariramam utpanna thavamam amtara jaghanya amtarmuhurtta ane utkrishta anamtakala chhe. Sutra– 1633. Varna, gamdha, rasa, sparsha ane samsthanani apekshathi a nairayikona hajaro bhedo chhe. Sutra samdarbha– 1620–1633