Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122142 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१४ इषुकारीय |
Translated Chapter : |
અધ્યયન-૧૪ ઇષુકારીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 442 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] देवा भवित्ताण पुरे भवम्मी केई चुया एगविमानवासी । पुरे पुराणे उसुयारनामे खाए समिद्धे सुरलोगरम्मे ॥ | ||
Sutra Meaning : | દેવલોક સમાન સુરમ્ય, પ્રાચીન, પ્રસિદ્ધ અને સમૃદ્ધિશાળી ઇષુકાર નગર હતું. તેમાં પૂર્વજન્મમાં એક જ વિમાન વાસી કેટલાક જીવો દેવાયુ પૂર્ણ કરી અવતરિત થયા. પૂર્વકૃત પોતાના બાકીના કર્મોને કારણે તે જીવો ઉચ્ચ કુળોમાં ઉત્પન્ન થયા. સંસાર ભયથી ઉદ્વિગ્ન થઈને કામભોગોનો પરિત્યાગ કરીને જિનેન્દ્ર માર્ગનું શરણ સ્વીકાર્યું. પુરુષત્વ પ્રાપ્ત બંને પુરોહિત કુમારો, પુરોહિત, તેની પત્ની યશા, વિશાળ કીર્તિવાળો ઇષુકાર રાજા અને રાણી કમલાવતી – આ છ હતા. જન્મ – જરા – મરણના ભયથી અભિભૂત કુમારોનું ચિત્ત મુનિદર્શનથી બહિર્વિહાર – મોક્ષ પ્રતિ આકૃષ્ટ થયા. ફળથી સંસાર ચક્રથી મુક્તિ પામવાને માટે તેઓ કામગુણોથી વિરક્ત થયા. યજ્ઞ – યાગાદિ કર્મમાં સંલગ્ન બ્રાહ્મણના આ બંને પુત્રો પોતાના પૂર્વજન્મ તથા શુચીર્ણ તપ સંયમ યાદ કરી વિરક્ત થયા. સૂત્ર સંદર્ભ– ૪૪૨–૪૪૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] deva bhavittana pure bhavammi kei chuya egavimanavasi. Pure purane usuyaraname khae samiddhe suralogaramme. | ||
Sutra Meaning Transliteration : | Devaloka samana suramya, prachina, prasiddha ane samriddhishali ishukara nagara hatum. Temam purvajanmamam eka ja vimana vasi ketalaka jivo devayu purna kari avatarita thaya. Purvakrita potana bakina karmone karane te jivo uchcha kulomam utpanna thaya. Samsara bhayathi udvigna thaine kamabhogono parityaga karine jinendra marganum sharana svikaryum. Purushatva prapta bamne purohita kumaro, purohita, teni patni yasha, vishala kirtivalo ishukara raja ane rani kamalavati – a chha hata. Janma – jara – maranana bhayathi abhibhuta kumaronum chitta munidarshanathi bahirvihara – moksha prati akrishta thaya. Phalathi samsara chakrathi mukti pamavane mate teo kamagunothi virakta thaya. Yajnya – yagadi karmamam samlagna brahmanana a bamne putro potana purvajanma tatha shuchirna tapa samyama yada kari virakta thaya. Sutra samdarbha– 442–446 |