Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121112 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-५ पिंडैषणा |
Translated Chapter : |
અધ્યયન-૫ પિંડૈષણા |
Section : | उद्देशक-१ | Translated Section : | ઉદ્દેશક-૧ |
Sutra Number : | 112 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दोण्हं तु भुंजमाणाणं एगो तत्थ निमंतए । दिज्जमाणं न इच्छेज्जा छंदं से पडिलेहए ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૧૨. જ્યાં બે સ્વામી કે ઉપભોક્તા હોય, તેમાંથી એક નિમંત્રણા કરે, તો મુનિ તે દેવાતા આહારને ન ઇચ્છે. બીજાના અભિપ્રાયને જુએ. સૂત્ર– ૧૧૩. જો બંને સ્વામી કે ઉપભોક્તા હોય, બંને નિમંત્રણા કરે અને જો તે એષણીય હોય તો તેને સ્વીકારે. સૂત્ર– ૧૧૪. ગર્ભવતી સ્ત્રી માટે તૈયાર કરાયેલ વિવિધ પાન – ભોજન તેના ઉપભોગના હોય તો વર્જે, પણ જો ખાતા વધેલ હોય તો ગ્રહણ કરે. સૂત્ર– ૧૧૫. કદાચ પૂરા મહીનાવાળી ગર્ભવતી મહિલા આહાર આપવાને માટે ઊભી હોય અને બેસે કે બેઠેલી હોય અને ઊભા થાય. સૂત્ર– ૧૧૬. તે આહાર – પાન સંયતને ન કલ્પે. તેથી દેનારીને નિષેધ કરીને કહે કે, મને આવો આહાર કલ્પતો નથી સૂત્ર– ૧૧૭. સ્તનપાન કરાવતી સ્ત્રી જો બાલક કે બાલિકાને રોતા છોડીને ભોજન – પાન લાવે. સૂત્ર– ૧૧૮. સંયતને તે આહાર – પાણી ન કલ્પે. તેથી દેનારને નિષેધ કરી કહે કે, મને આવો આહાર કલ્પતો નથી સૂત્ર– ૧૧૯. જે આહાર – પાણીના કલ્પ્ય – અકલ્પ્યપણામાં શંકિત હોય, તે દેનારીનો મુનિ નિષેધ કરે અને કહે કે મને તેવા પ્રકારે કલ્પતુ નથી. સૂત્ર સંદર્ભ– ૧૧૨–૧૧૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] donham tu bhumjamananam ego tattha nimamtae. Dijjamanam na ichchhejja chhamdam se padilehae. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 112. Jyam be svami ke upabhokta hoya, temamthi eka nimamtrana kare, to muni te devata aharane na ichchhe. Bijana abhiprayane jue. Sutra– 113. Jo bamne svami ke upabhokta hoya, bamne nimamtrana kare ane jo te eshaniya hoya to tene svikare. Sutra– 114. Garbhavati stri mate taiyara karayela vividha pana – bhojana tena upabhogana hoya to varje, pana jo khata vadhela hoya to grahana kare. Sutra– 115. Kadacha pura mahinavali garbhavati mahila ahara apavane mate ubhi hoya ane bese ke betheli hoya ane ubha thaya. Sutra– 116. Te ahara – pana samyatane na kalpe. Tethi denarine nishedha karine kahe ke, mane avo ahara kalpato nathi Sutra– 117. Stanapana karavati stri jo balaka ke balikane rota chhodine bhojana – pana lave. Sutra– 118. Samyatane te ahara – pani na kalpe. Tethi denarane nishedha kari kahe ke, mane avo ahara kalpato nathi Sutra– 119. Je ahara – panina kalpya – akalpyapanamam shamkita hoya, te denarino muni nishedha kare ane kahe ke mane teva prakare kalpatu nathi. Sutra samdarbha– 112–119 |