Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1120386
Scripture Name( English ): Pindniryukti Translated Scripture Name : પિંડ – નિર્યુક્તિ
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उद्गम्

Translated Chapter :

ઉદ્ગમ્

Section : Translated Section :
Sutra Number : 386 Category : Mool-02B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] मालोहडंपि दुविहं जहन्नमुक्कोसगं च बोद्धव्वं । अग्गतले पे हि जहन्नं तव्ववरीयं तु उक्कोसं ॥
Sutra Meaning : માલાપહૃત પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભેદે જાણવું. તેમાં પગના અગ્રભાગ અને તળિયા વડે જઘન્ય, તેથી વિપરીત તે ઉત્કૃષ્ટ છે. જઘન્યમાં ભિક્ષુ અને ઉત્કૃષ્ટમાં ગેરૂક દૃષ્ટાંત છે. તેમાં સર્પનો દંશ અને માળ ઉપરથી પડવું વગેરે દોષો છે. આ વિષયમાં બે ગાથા છે – ૩૮૮, ૩૮૯ જેમાં દૃષ્ટાંતનું વિવરણ આ પ્રમાણે છે – જયંતપુર નામે નગર હતું. ત્યાં યક્ષદિન્ન નામે ગૃહપતિ રહેતો હતો. તેને વસુમતી નામે પત્ની હતી. કોઈ દિવસે ધર્મરુચિ અણગારે ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. તેમને મોદક વહોરાવવા કહ્યું. તેણી શિકામાં રહેલા ઘડામાંથી મોદક લેવા ઉભી થઇ. સાધુ માલાપહૃત ભિક્ષા જાણી, નીકળી ગયા. ત્યાર પછી કોઈ ભિક્ષુ આવ્યો. ભિક્ષુએ પહેલા અનગારની નિંદા કરી અને તે મોદક લેવા તૈયાર થઇ ગયો. પણ મોદકની સુગંધની ત્યાં એક સર્પ આવેલ હતો અને તે મોદક રાખેલ ઘડામાં બેડી ગયેલ હતો. તે વાતથી અજાણ વસુમતિએ જેવા પગની બે પાનીએ ઊંચા થઈને ઘડામાં હાથ નાંખ્યો, તેવો જ સર્પ તેને ડસ્યો. વસુમતી જમીન ઉપર પડી. આ રીતે મૃત્યુ આદિનું કારણ બની શકતું હોવાથી માલાપહૃત ભિક્ષા ગ્રહણ ન કરવી જોઈએ. સૂત્ર સંદર્ભ– ૩૮૬–૩૮૯
Mool Sutra Transliteration : [gatha] malohadampi duviham jahannamukkosagam cha boddhavvam. Aggatale pe hi jahannam tavvavariyam tu ukkosam.
Sutra Meaning Transliteration : Malapahrita pana jaghanya ane utkrishta be bhede janavum. Temam pagana agrabhaga ane taliya vade jaghanya, tethi viparita te utkrishta chhe. Jaghanyamam bhikshu ane utkrishtamam geruka drishtamta chhe. Temam sarpano damsha ane mala uparathi padavum vagere dosho chhe. A vishayamam be gatha chhe – 388, 389 jemam drishtamtanum vivarana a pramane chhe – Jayamtapura name nagara hatum. Tyam yakshadinna name grihapati raheto hato. Tene vasumati name patni hati. Koi divase dharmaruchi anagare bhiksharthe pravesha karyo. Temane modaka vahoravava kahyum. Teni shikamam rahela ghadamamthi modaka leva ubhi thai. Sadhu malapahrita bhiksha jani, nikali gaya. Tyara pachhi koi bhikshu avyo. Bhikshue pahela anagarani nimda kari ane te modaka leva taiyara thai gayo. Pana modakani sugamdhani tyam eka sarpa avela hato ane te modaka rakhela ghadamam bedi gayela hato. Te vatathi ajana vasumatie jeva pagani be panie umcha thaine ghadamam hatha namkhyo, tevo ja sarpa tene dasyo. Vasumati jamina upara padi. A rite mrityu adinum karana bani shakatum hovathi malapahrita bhiksha grahana na karavi joie. Sutra samdarbha– 386–389