Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120351 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 351 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] परियट्टियंपि दुविहं लोइय लोगुत्तरं समासेणं । एक्केक्कंपिय दुविहं तद्दव्वे अन्नदव्वे य ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૫૧. પરિવર્તીત પણ સંક્ષેપથી લૌકિક, લોકોત્તર બે ભેદે છે, તે બંને પણ તદ્દ્રવ્ય અને અન્યદ્રવ્યને વિશે એમ બબ્બે પ્રકારે છે. સૂત્ર– ૩૫૨ થી ૩૫૪. તદ્દ્રવ્ય લૌકિક પરિવર્તિત – કોહવાયેલું ઘી આપીને સાધુ નિમિત્તે સુગંધી ઘી ગ્રહણ કરવું. અન્ય દ્રવ્ય પરાવર્તન. તેનું દ્રષ્ટાંત આ પ્રમાણે – વસંતપુર નગરમાં નિલય નામે શેઠ હતા, તેને ક્ષેમંકર અને દેવદત્ત નામે બે પુત્રો અને લક્ષ્મી નામે એક પુત્રી હતી. તે જ નગરમાં તિલકશેઠ અને તેની પુત્રી બંધુમતિ વગેરે પણ રહેતા હતા.ક્ષેમંકરે દિક્ષા લીધી.દેવદત્ત બંધુમતિને અને ધનદત્ત લક્ષ્મીને પરણ્યો. કર્મવશાત ધનદત્ત ગરીબ થઇ ગયો. તે પ્રાય: કોદરાના કુરિયા ખાતો હતો. દેવદત્ત શાલી – ઓદન ખાતો હતો. ક્ષેમંકર મુની કોઈ વખતે તે ગામ પધાર્યા. બહેનની અનુકંપાથી તેણીને ઘેર વહોરવા પધાર્યા. બહેન વિચારે છે કે એક તો આ મારા ભાઈ છે, વળી સાધુ છે, તેથી બંધુમતિ પાસે જઈ કોદરા આપી શાલી – ઓદન લઇ આવી. દેવદત્ત જમવા આવ્યો, બંધુમતિએ કોદરા પીરસ્યા. દેવદત્ત સમજ્યો કે મારી પત્ની કૃપણતાથી આવું રાંધે છે. તે તેણીને મારવા દોડ્યો. એ જ પ્રમાણે જ્યારે લક્ષ્મીએ સાધુને વહોરાવતા વધેલા ભાત ધનદત્તને આપ્યા ત્યારે તેણે પણ લક્ષ્મીને મારી, શું કામ તું કોઈને ઘેરથી માંગીને લાવી? આ થયું અન્ય દ્રવ્ય લૌકિક પરાવર્તન દોષ, જે સાધુ નિમિત્તે કલેશનું કારણ બન્યો. સારાંશ એ કે સાધુએ આવા પરાવર્તિત દોષવાળા આહારને ગ્રહણ ન કરવો. લોકોત્તર પરાવર્તન એટલે એક સાધુ બીજા સાધુ સાથે વસ્ત્ર આદિનું પરાવર્તન કરે તે. હવેની ગાથામાં તેના દોષોનું વર્ણન કરે છે. સૂત્ર સંદર્ભ– ૩૫૧–૩૫૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] pariyattiyampi duviham loiya loguttaram samasenam. Ekkekkampiya duviham taddavve annadavve ya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 351. Parivartita pana samkshepathi laukika, lokottara be bhede chhe, te bamne pana taddravya ane anyadravyane vishe ema babbe prakare chhe. Sutra– 352 thi 354. Taddravya laukika parivartita – kohavayelum ghi apine sadhu nimitte sugamdhi ghi grahana karavum. Anya dravya paravartana. Tenum drashtamta a pramane – vasamtapura nagaramam nilaya name shetha hata, tene kshemamkara ane devadatta name be putro ane lakshmi name eka putri hati. Te ja nagaramam tilakashetha ane teni putri bamdhumati vagere pana raheta hatA.Kshemamkare diksha lidhI.Devadatta bamdhumatine ane dhanadatta lakshmine paranyo. Karmavashata dhanadatta gariba thai gayo. Te praya: kodarana kuriya khato hato. Devadatta shali – odana khato hato. Kshemamkara muni koi vakhate te gama padharya. Bahenani anukampathi tenine ghera vahorava padharya. Bahena vichare chhe ke eka to a mara bhai chhe, vali sadhu chhe, tethi bamdhumati pase jai kodara api shali – odana lai avi. Devadatta jamava avyo, bamdhumatie kodara pirasya. Devadatta samajyo ke mari patni kripanatathi avum ramdhe chhe. Te tenine marava dodyo. E ja pramane jyare lakshmie sadhune vahoravata vadhela bhata dhanadattane apya tyare tene pana lakshmine mari, shum kama tum koine gherathi mamgine lavi? A thayum anya dravya laukika paravartana dosha, je sadhu nimitte kaleshanum karana banyo. Saramsha e ke sadhue ava paravartita doshavala aharane grahana na karavo. Lokottara paravartana etale eka sadhu bija sadhu sathe vastra adinum paravartana kare te. Haveni gathamam tena doshonum varnana kare chhe. Sutra samdarbha– 351–354 |