Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120194 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 194 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] छायंपि विवज्जंती केई फलहेउगाइवुत्तस्स । तं तु न जुज्जइ जम्हा फलंपि कप्पं बिइयभंगे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૯૪. ફલાદિને માટે વાવેલા વૃક્ષની છાયાને પણ કેટલાંક વર્જે છે, તે યોગ્ય નથી, કેમ કે બીજા ભંગમાં તેનું ફળ કલ્પે છે. સૂત્ર– ૧૯૫. બીજાના હેતુવાળી છાયા છે, તે છાયા વૃક્ષની જેમ કર્તાએ વૃદ્ધિ પમાડી નથી. છતાં આમ કહેનારને જ્યારે વૃક્ષની છાયા નષ્ટ થશે ત્યારે કલ્પશે. સૂત્ર– ૧૯૬. છાયા વૃદ્ધિ અને હાનિ પામે છે, તેથી તેના વડે સ્પર્શાયેલ એક પણ ગામની વસતિ પૂતિકની જેમ નહીં કલ્પે, તથા સૂર્ય કંઈ સાધુને આશ્રીને છાયા બનાવતો નથી. સૂત્ર– ૧૯૭. વિરલ વાદળા ચાલતા હોય એવું આકાશ થતા છાયા નાશ પામી હોય તો પણ ફરી થાય છે. તેથી તડકો હોય ત્યારે છાયા કલ્પે, તડકો હોય તો તેનો ત્યાગ કરવો – તેમ ન થાય. સૂત્ર– ૧૯૮. આધાકર્મના લક્ષણ રહિત હોવાથી આ દોષ સંભવતો જ નથી. તો પણ સાધુઓ તે છાયાને વર્જે તો પણ તેઓ દોષરહિત જ છે. સૂત્ર સંદર્ભ– ૧૯૪–૧૯૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] chhayampi vivajjamti kei phalaheugaivuttassa. Tam tu na jujjai jamha phalampi kappam biiyabhamge. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 194. Phaladine mate vavela vrikshani chhayane pana ketalamka varje chhe, te yogya nathi, kema ke bija bhamgamam tenum phala kalpe chhe. Sutra– 195. Bijana hetuvali chhaya chhe, te chhaya vrikshani jema kartae vriddhi pamadi nathi. Chhatam ama kahenarane jyare vrikshani chhaya nashta thashe tyare kalpashe. Sutra– 196. Chhaya vriddhi ane hani pame chhe, tethi tena vade sparshayela eka pana gamani vasati putikani jema nahim kalpe, tatha surya kami sadhune ashrine chhaya banavato nathi. Sutra– 197. Virala vadala chalata hoya evum akasha thata chhaya nasha pami hoya to pana phari thaya chhe. Tethi tadako hoya tyare chhaya kalpe, tadako hoya to teno tyaga karavo – tema na thaya. Sutra– 198. Adhakarmana lakshana rahita hovathi a dosha sambhavato ja nathi. To pana sadhuo te chhayane varje to pana teo dosharahita ja chhe. Sutra samdarbha– 194–198 |