Sutra Navigation: Pindniryukti ( પિંડ – નિર્યુક્તિ )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1120184 | ||
Scripture Name( English ): | Pindniryukti | Translated Scripture Name : | પિંડ – નિર્યુક્તિ |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उद्गम् |
Translated Chapter : |
ઉદ્ગમ્ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 184 | Category : | Mool-02B |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] कोद्दवरालगगामे वसही रमणिज्ज भिक्ख सज्झाए । खेत्तपडिलेहसंजय सावयपुच्छुज्जुए कहणा ॥ | ||
Sutra Meaning : | સંકુલ નામે ગામ, જિનદત્ત શ્રાવક, જિનમતિ પત્ની. તે ગામમાં કોદરા અને રાલક ઘણા ઉત્પન્ન થાય. સાધુને તેની પ્રાપ્તિ સુલભ હતી. વસતિ કલ્પ્ય હતી. સ્વાધ્યાય આદિ વિઘ્નરહિત થતા. માત્ર ત્યાં શાલી – ઓદન ન મળે. ભદ્રીલ નામે આચાર્ય ત્યાં પધાર્યા. તે ગામમાં શાલિ – ઓદન મળતા ન હોવાથી સાધુ ત્યાં વધુ રોકાતા ન હતા, તેમ જણાતા તે જિનદત્તે ત્યાં શાલી – ઓદન વવરાવ્યા. સાધુઓ પધાર્યા ત્યારે ઘણાને ઘેર ઓદન મોકલાવ્યા, જેથી સાધુને આધાકર્મીની શંકા ન જાય. ભિક્ષાટન કરતા સાધુઓએ બાળકોને મુખેથી સાંભળ્યું કે આ સાધુઓને કારણે આપને ન ઓદન ખાવા મળ્યા. આવી વાત દરિદ્ર પાસેથી પણ સાંભળી ત્યારે આ ઓદન આધાકર્મી છે, તેમ જાણીને તે ઘરોનો ત્યાગ કર્યો. આ રીતે નિશ્ચે આધાકર્મનો ત્યાગ કરવો. સૂત્ર સંદર્ભ– ૧૮૪–૧૮૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] koddavaralagagame vasahi ramanijja bhikkha sajjhae. Khettapadilehasamjaya savayapuchchhujjue kahana. | ||
Sutra Meaning Transliteration : | Samkula name gama, jinadatta shravaka, jinamati patni. Te gamamam kodara ane ralaka ghana utpanna thaya. Sadhune teni prapti sulabha hati. Vasati kalpya hati. Svadhyaya adi vighnarahita thata. Matra tyam shali – odana na male. Bhadrila name acharya tyam padharya. Te gamamam shali – odana malata na hovathi sadhu tyam vadhu rokata na hata, tema janata te jinadatte tyam shali – odana vavaravya. Sadhuo padharya tyare ghanane ghera odana mokalavya, jethi sadhune adhakarmini shamka na jaya. Bhikshatana karata sadhuoe balakone mukhethi sambhalyum ke a sadhuone karane apane na odana khava malya. Avi vata daridra pasethi pana sambhali tyare a odana adhakarmi chhe, tema janine te gharono tyaga karyo. A rite nishche adhakarmano tyaga karavo. Sutra samdarbha– 184–189 |