Sutra Navigation: Aavashyakasutra ( આવશ્યક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1118510
Scripture Name( English ): Aavashyakasutra Translated Scripture Name : આવશ્યક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३ वंदन

Translated Chapter :

અધ્યયન-૩ વંદન

Section : Translated Section :
Sutra Number : 10 Category : Mool-01
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] इच्छामि खमासमणो वंदिउं जावणिज्जाए निसीहियाए, अणुजाणह मे मिउग्गहं निसीहि अहोकायं काय-संफासं खमणिज्जो मे किलामो, अप्पकिलंताणं बहुसुभेण भे दिवसो वइक्कंतो जत्ता भे जवणिज्जं भे, खामेमि खमासमणो देवसियं वइक्कमं आवस्सियाए पडिक्कमामि खमासमणाणं देवसियाए आसायणाए तित्तीसन्नयराए जं किंचि मिच्छाए मणदुक्कडाए वयदुक्कडाए कायदुक्कडाए कोहाए माणाए मायाए लोभाए सव्वकालियाए सव्वमिच्छोवयाराए सव्वधम्माइक्कमणाए आसायणाए जो मे अइयारो कओ तस्स खमासमणो पडिक्कमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि
Sutra Meaning : શિષ્ય કહે છે હે ક્ષમા (આદિ દશવિધ ધર્મથી યુક્ત) શ્રમણ ! આપને હું ઇન્દ્રિયો તથા મનની વિષયવિકારના ઉપઘાત રહિત, નિર્વિકારી અને નિષ્પાપ કાયા વડે વંદન કરવાને ઇચ્છું છું. મને આપની મર્યાદિત ભૂમિમાં પ્રવેશવાની અનુજ્ઞા આપો. નિસીહી (એમ કહી શિષ્ય અવગ્રહમાં પ્રવેશે.) અધોકાય એટલે આપના ચરણને હું મારી કાયા વડે સ્પર્શુ છું. તેથી આપને જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશો. અલ્પ ગ્લાનિવાળા આપનો દિવસ સુખપૂર્વક વ્યતીત થયો ? આપને સંયમ યાત્રા વર્તે છે ? આપને ઇન્દ્રિયો ઉપઘાત રહિત વર્તે છે ? હે ક્ષમાશ્રમણ ! દિવસ દરમિયાન થયેલા અપરાધોને હું ખમાવું છું. આવશ્યક ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું. દિવસ દરમિયાન આપ ક્ષમાશ્રમણની કોઈપણ આશાતના કરી હોય, તેનાથી હું પાછો ફરું છું. વળી મિથ્યા ભાવથી થયેલ આશાતના વડે, મન વચન કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થકી થયેલ આશાતના વડે, ક્રોધ માન માયા લોભની વૃત્તિ દ્વારા થયેલ આશાતના વડે, સર્વકાળ સંબંધી સર્વ પ્રકારના મિથ્યા ઉપચારો દ્વારા તે સર્વે પ્રકારના ધર્મો અતિક્રમણને લીધે થયેલ આશાતના વડે. જે કોઈ અતિચારો થયા હોય, તેનાથી હે ક્ષમાશ્રમણ ! હું પાછો ફરું છું. તે અતિચરણની નિંદા કરું છું. આપની સમક્ષ તે અતિચારની ગર્હા કરું છું અને તે અશુભ યોગમાં પ્રવર્તેલા મારા ભૂતકાલીન આત્મપર્યાયનો ત્યાગ કરું છું.
Mool Sutra Transliteration : [sutra] ichchhami khamasamano vamdium javanijjae nisihiyae, Anujanaha me miuggaham nisihi Ahokayam kaya-samphasam Khamanijjo me kilamo, appakilamtanam bahusubhena bhe divaso vaikkamto Jatta bhe javanijjam cha bhe, Khamemi khamasamano devasiyam vaikkamam avassiyae padikkamami khamasamananam devasiyae asayanae tittisannayarae Jam kimchi michchhae manadukkadae vayadukkadae kayadukkadae kohae manae mayae lobhae savvakaliyae savvamichchhovayarae savvadhammaikkamanae asayanae jo me aiyaro kao Tassa khamasamano padikkamami nimdami garihami appanam vosirami.
Sutra Meaning Transliteration : Shishya kahe chhe he kshama (adi dashavidha dharmathi yukta) shramana ! Apane hum indriyo tatha manani vishayavikarana upaghata rahita, nirvikari ane nishpapa kaya vade vamdana karavane ichchhum chhum. Mane apani maryadita bhumimam praveshavani anujnya apo. Nisihi (ema kahi shishya avagrahamam praveshe.) Adhokaya etale apana charanane hum mari kaya vade sparshu chhum. Tethi apane je kami takalipha thaya teni kshama apasho. Alpa glanivala apano divasa sukhapurvaka vyatita thayo\? Apane samyama yatra varte chhe\? Apane indriyo upaghata rahita varte chhe\? He kshamashramana ! Divasa daramiyana thayela aparadhone hum khamavum chhum. Avashyaka kriya mate have hum avagrahani bahara jaum chhum. Divasa daramiyana apa kshamashramanani koipana ashatana kari hoya, tenathi hum pachho pharum chhum. Vali mithya bhavathi thayela ashatana vade, Mana vachana kayani dushta pravritti thaki thayela ashatana vade, Krodha mana maya lobhani vritti dvara thayela ashatana vade, Sarvakala sambamdhi sarva prakarana mithya upacharo dvara te sarve prakarana dharmo atikramanane lidhe thayela ashatana vade. Je koi aticharo thaya hoya, Tenathi he kshamashramana ! Hum pachho pharum chhum. Te aticharanani nimda karum chhum. Apani samaksha te aticharani garha karum chhum ane Te ashubha yogamam pravartela mara bhutakalina atmaparyayano tyaga karum chhum.