[सूत्र] जे भिक्खू अन्नउत्थिएण वा गारत्थिएण वा अप्पणो पाए आमज्जावेज्ज वा पमज्जावेज्ज वा, आमज्जावेंतं वा पमज्जावेंतं वा सातिज्जति।
Sutra Meaning :
જે સાધુ – સાધ્વી
૧. અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના પગને એક વખત કે અનેક વખત પ્રમાર્જાવે કે પ્રમાર્જન કરાવનારની અનુમોદના કરે. ત્યાંથી આરંભીને ૫૩. એક ગામથી બીજે ગામ જતાં અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાના માથાનું આચ્છાદન કરાવે કે આચ્છાદન કરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
ઉપર સૂત્ર – ૯૧૭ થી ૯૭૦ એટલે કે કુલ – ૫૩ સૂત્રો છે.
આ ૫૩ સૂત્રો સર્વ પ્રથમ ઉદ્દેશા – ૩ માં પ્રયોજાયા. તેનો સૂત્રક્રમ હતો ૧૩૩ થી ૧૮૫ ત્યાં આ ૫૩ દોષનું સેવન ‘સાધુ સ્વયં કરે કે કરનારને અનુમોદે’ એમ કહી દોષનું વર્ણન છે.
આ જ ૫૩ દોષનું વર્ણન પદની ઉદ્દેશા – ૪ માં આવેલ છે. ત્યાં સૂત્રક્રમ છે ૨૫૦ થી ૩૦૨. ત્યાં આ દોષનું સેવન ‘સાધુ પરસ્પર સેવે’ એમ કહીને કરાયેલ છે. પણ દોષ આ ૫૩ જ છે.
આ જ ૫૩ દોષનું વર્ણન પછી ઉદ્દેશા – ૬ માં સૂત્ર – ૪૧૬ થી ૪૬૮ના ક્રમમાં છે. ત્યાં દોષ તો આ ત્રેપન જ છે, પણ તેનું સેવન ‘મૈથુનની ઇચ્છાથી કરે’ એ પ્રમાણે કરેલ છે.
આ જ ૫૩ દોષનું વર્ણન પછી ઉદ્દેશા – ૭ માં સૂત્ર ૪૮૩ થી ૫૩૫ના ક્રમથી કરાયેલ છે. પણ હેતુ બદલાય છે. ત્યાં આ દોષનું સેવન ‘મૈથુનની ઇચ્છાથી પરસ્પર કરે’ એમ કહેલ છે.
ઉદ્દેશા – ૧૧ માં આ જ ત્રેપન સૂત્રોને સૂત્ર – ૬૬૫ થી ૭૧૭ ના ક્રમે કહેવામાં આવેલ છે. પણ હેતુ છે ‘અન્યતીર્થિક કે ગૃહસ્થ માટે સાધુ આ દોષ સેવે.’
જ્યારે આ ઉદ્દેશા – ૧૫ માં સૂત્ર – ૯૧૭ થી ૯૭૦માં જણાવે છે કે અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સાધુ આ ત્રેપન દોષ પોતાના માટે સેવડાવે.
સૂત્ર સંદર્ભ– ૯૧૭–૯૭૦
Mool Sutra Transliteration :
[sutra] je bhikkhu annautthiena va garatthiena va appano pae amajjavejja va pamajjavejja va, amajjavemtam va pamajjavemtam va satijjati.
Sutra Meaning Transliteration :
Je sadhu – sadhvi
1. Anyatirthika ke grihastha pase potana pagane eka vakhata ke aneka vakhata pramarjave ke pramarjana karavanarani anumodana kare. Tyamthi arambhine 53. Eka gamathi bije gama jatam anyatirthika ke grihastha pase potana mathanum achchhadana karave ke achchhadana karavanarane anumode to prayashchitta.
Upara sutra – 917 thi 970 etale ke kula – 53 sutro chhe.
A 53 sutro sarva prathama uddesha – 3 mam prayojaya. Teno sutrakrama hato 133 thi 185 tyam a 53 doshanum sevana ‘sadhu svayam kare ke karanarane anumode’ ema kahi doshanum varnana chhe.
A ja 53 doshanum varnana padani uddesha – 4 mam avela chhe. Tyam sutrakrama chhe 250 thi 302. Tyam a doshanum sevana ‘sadhu paraspara seve’ ema kahine karayela chhe. Pana dosha a 53 ja chhe.
A ja 53 doshanum varnana pachhi uddesha – 6 mam sutra – 416 thi 468na kramamam chhe. Tyam dosha to a trepana ja chhe, pana tenum sevana ‘maithunani ichchhathi kare’ e pramane karela chhe.
A ja 53 doshanum varnana pachhi uddesha – 7 mam sutra 483 thi 535na kramathi karayela chhe. Pana hetu badalaya chhe. Tyam a doshanum sevana ‘maithunani ichchhathi paraspara kare’ ema kahela chhe.
Uddesha – 11 mam a ja trepana sutrone sutra – 665 thi 717 na krame kahevamam avela chhe. Pana hetu chhe ‘anyatirthika ke grihastha mate sadhu a dosha seve.’
Jyare a uddesha – 15 mam sutra – 917 thi 970mam janave chhe ke anyatirthika ke grihastha pase sadhu a trepana dosha potana mate sevadave.
Sutra samdarbha– 917–970