Sutra Navigation: Chandravedyak ( )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1110017
Scripture Name( English ): Chandravedyak Translated Scripture Name :
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : Translated Section :
Sutra Number : 117 Category : Painna-07B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जह व अनियमियतुरगे अयाणमाणो नरो समारूढो । इच्छेज्ज पराणीयं अइगंतुं जो अकयजोगो ॥
Sutra Meaning : (મરણગુણ દ્વાર) હવે સમાધિમરણના ગુણ વિશેષ એકાગ્ર થઈ સાંભળો. ૧૧૭. જેમ અનિયંત્રિત ઘોડા ઉપર બેઠેલો અજાણપુરુષ શત્રુસૈન્યને પરાસ્ત કરવા કદાચ ઇચ્છે. ૧૧૮. પરંતુ તે પુરુષ અને ઘોડો અગાઉ તેવી તાલીમ અને અભ્યાસ નહીં કરવાથી, સંગ્રામમાં શત્રુસૈન્યને જોતા જ નાશી જાય છે. ૧૧૯. તેમ ક્ષુધાદિ પરીષહો, લોચાદિ કષ્ટો અને તપનો જેણે અભ્યાસ કર્યો નથી, એવા મુનિ – મરણ પ્રાપ્ત થતા શરીર ઉપર આવતા પરીષહો અને ઉપસર્ગો તથા વેદનાઓને સમતાપૂર્વક સહી શકતા નથી. ૧૨૦. પૂર્વે તપ આદિનો અભ્યાસ કરનાર તથા સમાધિની કામનાવાળો એવો મુનિ જો વૈષયિક સુખોની ઇચ્છાને રોકે તો પરીષહોને અવશ્ય સમતાપૂર્વક સહી શકે છે. ૧૨૧. પૂર્વે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિગઈત્યાગ, ઉણોદરી, ઉત્કૃષ્ટ તપ આદિ કરીને ક્રમશઃ સર્વ આહારનો ત્યાગ કરનાર મુનિ મરણકાળે નિશ્ચય નયરૂપ પરશુના પ્રહાર વડે પરીષહોની સેનાને છેદી નાંખે છે. ૧૨૨. પૂર્વે ચારિત્ર પાલનમાં પ્રબળ પ્રયત્ન કરનાર મુનિને મરણ સમયે ઇન્દ્રિયો પીડે છે, સમાધિમાં બાધા ઉત્પન્ન કરે છે. આ રીતે તપ આદિનો પૂર્વ અભ્યાસ ન કરનાર મુનિ અંતિમ આરાધના વખતે કાયર બની મુંઝાય છે. ૧૨૩. આગમનો અભ્યાસી મુનિ પણ ઇન્દ્રિયોની લોલુપતા વાળો બની જતો હોય તો, તેને મરણ વખતે સમાધિ કદાચ રહે કે ન પણ રહે. શાસ્ત્રના વચનો યાદ આવે તો સમાધિ રહે પણ ખરી. પરંતુ ઇન્દ્રિય રસની પરવશતાને લઈને શાસ્ત્ર વચનની સ્મૃતિ અસંભવિત હોવાથી પ્રાયઃ સમાધિ ન રહે. ૧૨૪. અલ્પશ્રુતવાળો મુનિ પણ તપ વગેરેનો સુંદર અભ્યાસ કરેલો હોય તો સંયમ અને મરણની શુભ પ્રતિજ્ઞાને વ્યથા વિના સુંદર રીતે નભાવી શકે છે. ૧૨૫. ઇન્દ્રિય સુખ – શાતામાં વ્યાકુળ, ઘોર પરીષહોની પરાધીનતાથી ઘેરાયેલો, તપ વગેરેનો અનભ્યાસી, કાયર પુરુષ અંતિમ આરાધના કાળે મુંઝાય છે. ૧૨૬. પ્રથમથી જ સારી રીતે કઠોર તપ – સંયમની સાધના કરવા દ્વારા સત્વશીલ બનેલા મુનિને, મરણ સમયે ધૃતિબળથી નિવારણ કરાયેલી પરીષહ સેના કંઈપણ કરવા સમર્થ બનતી નથી. ૧૨૭. પ્રારંભથી કઠોર તપ – સંયમની સાધના કરનાર બુદ્ધિમાન મુનિ, પોતાના ભાવિ હિતને સારી રીતે વિચારીને નિદાન એટલે પૌદ્‌ગલિક સુખની આશંસા રહિત, કોઈ પણ દ્રવ્ય ક્ષેત્રાદિ વિષયક પ્રતિબંધ ન રાખી, સ્વકાર્ય સમાધિ યોગને સારી રીતે સાધે છે. ૧૨૮. ધનુષ્યને ગ્રહણ કરીને, તેના ઉપર ખેંચીને બાણ ચડાવી દઈને, લક્ષ્ય પ્રત્યે સ્થિર મતિવાળો પુરુષ પોતાની શિક્ષાને વિચારતો રાધા વેધને વિંધે છે. ૧૨૯. પણ તે ધનુર્ધર, પોતાના ચિત્તને લક્ષ્યથી અન્યત્ર લઈ જવાની ભૂલ કરી બેસે તો પ્રતિજ્ઞાબદ્ધ હોવા છતાં – રાધાનાં ચંદ્રકરૂપ વેધ્યે વીંધી શકતો નથી. ૧૩૦. ચંદ્રવેધ્યકની જેમ મરણ સમયે સમાધિ પ્રાપ્ત કરવા માટે પોતાના આત્માને મોક્ષમાર્ગમાં અવિરાધિત ગુણવાળો અર્થાત્‌ આરાધક બનાવવો જોઈએ. ૧૩૧. સમ્યગ્‌ દર્શનની દૃઢતાથી નિર્મળ બુદ્ધિવાળા, તેમજ સ્વકૃત પાપોની આલોચના, નિંદા, ગર્હા કરનારા, અંતિમ સમયે વર્તતા મુનિનું મરણ શુદ્ધ થાય છે. ૧૩૨. જ્ઞાન, દર્શન અને ચારિત્રના વિષયમાં મારાથી થયેલ જે અપરાધોને, શ્રી જિનેશ્વર સાક્ષાત જાણે છે. તે સર્વ અપરાધોની, સર્વ ભાવથી આલોચના કરવાને હું ઉપસ્થિત થયો છું. ૧૩૩. સંસારનો બંધ કરાવવાવાળા, જીવ સંબંધી રાગ અને દ્વેષ રૂપ બે પાપોને, જે પુરુષ રોકે છે, તે મરણ સમયે અવશ્ય સમાધિયુક્ત બને છે. ૧૩૪. જે પુરુષ જીવ સાથેના ત્રણે દંડોનો જ્ઞાનાંકુશ વડે ગુપ્તિ રાખવા દ્વારા નિગ્રહ કરે છે. તે પુરુષ મરણ સમયે કૃતયોગી એટલે કે અપ્રમત્ત રહીને સમાધિને રાખી શકે છે. ૧૩૫. જિનેશ્વર ભગવંતો વડે ગર્હિત અને સ્વશરીરમાં ઉત્પન્ન થતા એવા – ભયંકર ક્રોધાદિ ચાર કષાયોનો જે પુરુષ નિત્ય નિગ્રહ કરે છે, તે મરણમાં અવશ્ય સમતાયોગને સાધે છે. ૧૩૬. જે જ્ઞાની પુરુષ વિષયોમાં અત્યંત લેપાયેલી ઇન્દ્રિયોનો જ્ઞાનરૂપ અંકુશ વડે નિગ્રહ કરે છે, તે મરણ સમયે સમાધિ સાધનારો બને છે. ૧૩૭. છ જીવ નિકાયનો હીતસ્વી, ઇહલોકાદિ સાતે ભયોથી રહિત. અત્યંત મૃદુ અને નમ્ર સ્વભાવવાળા મુનિ. નિત્ય સહજ સમતાને અનુભવતા મરણ સમયે પરમ સમાધિને સિદ્ધ કરનારો બને છે. ૧૩૮. જેણે આઠે મદોને જીતેલા છે, જે બ્રહ્મચર્યની નવ ગુપ્તિથી ગુપ્ત છે, ક્ષમા આદિ દશ યતિ ધર્મોના પાલને ઉદત છે, તે મરણ સમયે પણ અવશ્ય સમાધિભાવ રાખે છે. ૧૩૯. જે અત્યંત દુર્લભ એવા મોક્ષમાર્ગની આરાધના ઇચ્છતો હોય, દેવ – ગુરુની આશાતનાને વર્જતો હોય. ધર્મધ્યાનના સતત અભ્યાસ વડે શુક્લ ધ્યાનની સન્મુખ થયેલો હોય. તેવો મુનિ. મરણકાળમાં સમાધિને ઝીલી શકે છે. ૧૪૦. જે મુનિ બાવીશ પરીષહો અને દુઃસહ એવા ઉપસર્ગોને શૂન્ય સ્થાનો કે ગામ, નગર આદિમાં સહન કરે છે, તે મરણ કાળે સમાધિમાં રહી શકે છે. ૧૪૧. ધન્ય પુરુષોના કષાયો, બીજાના ક્રોધાદિ કષાયો સાથે અથડાવા છતાં – સરખી રીતે બેઠેલા પાંગળા માણસની જેમ ઊભા થવાને ઇચ્છતા નથી. ૧૪૨. શ્રમણધર્મને આચરનારા સાધુને, જો કષાયો ઉત્કટ કોટિના હોય તો, તેનું શ્રમણપણુ શેલડીના ફૂલની જેમ નિષ્ફલ જાય છે, એમ મારું માનવું છે. ૧૪૩. કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી પાળેલું નિર્મળ ચારિત્ર પણ કષાયથી કલુષિત ચિત્તવાળો પુરુષ એક મુહૂર્ત્ત માત્રમાં હારી જાય છે. ૧૪૪. અનંતકાળથી પ્રમાદના દોષ વડે ઉપાર્જન કરેલ કર્મોને, રાગ – દ્વેષને પરાસ્ત કરી – હણી નાખનાર મુનિ માત્ર કોટિ પૂર્વ વર્ષોમાં જ ખપાવી દે છે. ૧૪૫. જો ઉપશાંત કષાયવાળો, ઉપશમ શ્રેણી આરૂઢ થયેલો યોગી પણ અનંતવાર પતન પામે છે, તો બાકી રહેલા કષાયોનો વિશ્વાસ કેમ કરાય ? ૧૪૬. જો ક્રોધાદિ કષાયોનો ક્ષય થયો હોય તો જ પોતાને ક્ષેમ – કુશળ છે એમ જાણે. જો કષાયો જીતાયા હોય તો સાચો જય જાણે, જો કષાયો હત – પ્રહત થયા હોય તો અભય પ્રાપ્ત થયો જાણે, જો કષાયોનો સર્વથા નાશ થઈ ગયો હોય તો અવિનાશી સુખ અવશ્ય મળે, તેમ જાણે. ૧૪૭. ધન્ય છે, તે સાધુ ભગવંતોને જે હંમેશા જિનવચનમાં રક્ત રહે છે. કષાયો ઉપર કાબૂ મેળવે છે. બાહ્ય પદાર્થો પ્રત્યે જેને રાગ નથી અને નિઃસંગ, નિર્મમત્વ બની યથેચ્છ રીતે સંયમ માર્ગમાં વિચરે. ૧૪૮. મોક્ષમાર્ગમાં લીન – તત્પર બનેલા મહામુનિઓ અવિરહિત ગુણોવાળા બનીને. આ લોક કે પરલોકમાં તથા જીવન કે મરણમાં પ્રતિબંધ કર્યા વિના વિચરે છે, તેમને ધન્ય છે. ૧૪૯. બુદ્ધિમાન પુરુષે મરણ સમુદ્‌ઘાતના સમયે મિથ્યાત્વને વમીને સમ્યક્‌ત્વને પ્રાપ્ત કરવા માટે, પ્રબળ પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ. ૧૫૦. ખેદની વાત છે કે – મહાન, ધીરપુરુષો પણ બળવાન મરણ ઉપસ્થિત થાય ત્યારે, મરણ સમુદ્‌ઘાતની તીવ્ર વેદનાથી વ્યાકુળ બનીને મિથ્યાત્વ દશા પામે છે. ૧૫૧. તે કારણને લઈને બુદ્ધિશાળી મુનિએ ગુરુની પાસે દીક્ષા દિવસથી જ સર્વે પાપો યાદ કરીને, તેની આલોચના, નિંદા, ગર્હા કરવા દ્વારા, તે પાપોની શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ. ૧૫૨. તે સમયે ગુરુ જેને જે ઉચિત પ્રાયશ્ચિત્ત આપે – તે પ્રાયશ્ચિત્તનો ઇચ્છાપૂર્વક સ્વીકાર કરે. ગુરુનો અનુગ્રહ માનતો આ પ્રમાણે કહે – ભગવન્‌ ! આપનું આપેલ પ્રાયશ્ચિત્ત – તપ કરવાને હું ઇચ્છું છું. આપે મને આ પાપથી ઉગારી ખરેખર! ભવ – સાગરથી પાર ઊતારેલો છે.’’ ૧૫૩. પરમાર્થથી મુનિઓએ અપરાધ કરવો જ ન જોઈએ, પ્રમાદવશ કદાચ થઈ જાય – અતિચાર સેવાઈ જાય તો તેનું અવશ્ય પ્રાયશ્ચિત્ત કરી લેવું જોઈએ. ૧૫૪. પ્રમાદની બહુલતાવાળા જીવને પ્રાયશ્ચિત્તથી જ વિશુદ્ધિ થઈ શકે છે. ચારિત્રની રક્ષા માટે તેના અંકુશભૂત પ્રાયશ્ચિત્તનું અવશ્ય આચરણ કરવું જોઈએ. ૧૫૫. શલ્યવાળા જીવોને કદાપિ શુદ્ધિ થતી નથી. એ પ્રમાણે સર્વભાવદર્શી જિનેશ્વરે કહેલ છે. પાપની આલોચના, નિંદા કરનારા સાધુઓ મરણ અને પુનર્ભવથી રહિત બની જાય છે. ૧૫૬. એક વખત પણ શલ્ય રહિત મરણથી મરીને જીવો મહાભયાનક આ સંસારમાં વારંવાર અનકે જન્મ અને મરણ કરતા ભ્રમણ કરે છે. ૧૫૭. જે મુનિ પાંચ સમિતિથી સાવધાન બની, ત્રણ ગુપ્તિઓ વડે ગુપ્ત થઇને, ચિરકાળ સુધી વિચરીને પણ જો મરણ સમયે ધર્મને વિરાધે, તો જ્ઞાની પુરુષો તેને આરાધના રહિત કહેલ છે. ૧૫૮. ઘણા સમય પર્યન્ત અત્યંત મોહવશ જીવન જીવીને, છેલ્લી જિંદગીમાં જો સંવૃત્ત બની, મરણ સમયે આરાધનામાં ઉપયુક્ત થાય તો તેને જિનેશ્વરોએ આરાધક કહ્યો છે. ૧૫૯. તેથી સર્વભાવથી શુદ્ધ, આરાધનાને અભિમુખ થઈ, ભ્રાંતિ રહિત બની, સંથારો સ્વીકારી રહેલો એવો મુનિ પોતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતન કરે. ૧૬૦. મારો આત્મા એક છે, શાશ્વત છે અને જ્ઞાન – દર્શન વડે યુક્ત છે. શેષ સર્વે દેહાદિ બાહ્ય પદાર્થો છે, જે સંયોગ સંબંધથી ઉત્પન્ન થયેલા છે. ૧૬૧. હું એકલો છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી. જેનો હું છું, તેને હું જોઈ શકતો નથી, તેમજ એવો કોઈ પદાર્થ નથી, કે જે મારો હોય. ૧૬૨. પૂર્વે – ભૂતકાળમાં અજ્ઞાન દોષ વડે અનંતવાર હું દેવ – પણું, મનુષ્ય – પણું, તિર્યંચયોનિ અને નરકગતિ એ ચારેને પ્રાપ્ત કરી ચૂકેલ છું, પરંતુ – ૧૬૩. દુઃખના હેતુભૂત એવા પોતાના જ કર્મો વડે હજુ સુધી મને ન તો સંતોષ પ્રાપ્ત થયો છે કે ન સમ્યક્‌ત્વથી યુક્ત એવી વિશુદ્ધિ બુદ્ધિ મળી છે. ૧૬૪. દુઃખથી છોડાવનાર ધર્મમાં જે મનુષ્યો પ્રમાદ કરે છે, તેઓ મહા ભયંકર એવા સંસાર સાગરમાં લાંબા કાળ પર્યન્ત ભ્રમણ કરનારા થાય છે. ૧૬૫. દૃઢ બુદ્ધિવાળા જે મનુષ્યો પૂર્વપુરુષ આચરિત જિન વચનના માર્ગને છોડતાં નથી, તેઓ સર્વે દુઃખોના પારને પામી જાય છે. ૧૬૬. જે ઉદ્યમી પુરુષો ક્રોધ, માન, માયા, લોભ તથા રાગ અને દ્વેષનો ક્ષય કરે છે. તેઓ પરમ શાશ્વત સુખરૂપ મોક્ષને અવશ્ય સાધનારા થાય છે. ૧૬૭. પુરુષના મરણ સમયે માતા, પિતા, બંધુ અથવા પ્રિય મત્રો કોઈપણ તેને જરાયે આલંબનરૂપ બનતા નથી. એટલે કે મરણથી બચાવી શકતા નથી. ૧૬૮. ચાંદી, સોનું, દાસ, દાસી, રથ, પાલખી આદિ વાહ્ય વસ્તુ મરણ સમયે આલંબન આપી શકતા નથી. ૧૬૯. અશ્વ, હસ્તિ, સૈન્ય, ધનુષ કે રથ બળ આદિ કોઈ સંરક્ષક સામગ્રી માણસને મરણથી બચાવી શકતી નથી. ૧૭૦. આ રીતે સંક્લેશ નિવારી, ભાવશલ્ય ઉદ્ધરનાર જિનોક્ત સમાધિમરણ આરાધતો શુદ્ધ થાય છે. ૧૭૧. વ્રતના અતિચારોની શુદ્ધિના ઉપાયને જાણનાર પોતાના ભાવશલ્યની વિશુદ્ધિ પરસાક્ષીએ જ કરવી. ૧૭૨. જેમ ચિકિત્સા કરવામાં અત્યંત કુશળ વૈદ્ય પણ પોતાના રોગ બીજા કુશળ વૈદ્યને કહે, તેની બતાવેલી ચિકિત્સા કરે, તેમ સાધુ પણ યોગ્ય ગુરુની પાસે પોતાના દોષોને પ્રગટ કરીને તેની શુદ્ધિ કરે છે. ********************** સૂત્ર સંદર્ભ– ૧૧૭–૧૭૨
Mool Sutra Transliteration : [gatha] jaha va aniyamiyaturage ayanamano naro samarudho. Ichchhejja paraniyam aigamtum jo akayajogo.
Sutra Meaning Transliteration : (maranaguna dvara) Have samadhimaranana guna vishesha ekagra thai sambhalo. 117. Jema aniyamtrita ghoda upara bethelo ajanapurusha shatrusainyane parasta karava kadacha ichchhe. 118. Paramtu te purusha ane ghodo agau tevi talima ane abhyasa nahim karavathi, samgramamam shatrusainyane jota ja nashi jaya chhe. 119. Tema kshudhadi parishaho, lochadi kashto ane tapano jene abhyasa karyo nathi, eva muni – marana prapta thata sharira upara avata parishaho ane upasargo tatha vedanaone samatapurvaka sahi shakata nathi. 120. Purve tapa adino abhyasa karanara tatha samadhini kamanavalo evo muni jo vaishayika sukhoni ichchhane roke to parishahone avashya samatapurvaka sahi shake chhe. 121. Purve shastrokta vidhi mujaba vigaityaga, unodari, utkrishta tapa adi karine kramashah sarva aharano tyaga karanara muni maranakale nishchaya nayarupa parashuna prahara vade parishahoni senane chhedi namkhe chhe. 122. Purve charitra palanamam prabala prayatna karanara munine marana samaye indriyo pide chhe, samadhimam badha utpanna kare chhe. A rite tapa adino purva abhyasa na karanara muni amtima aradhana vakhate kayara bani mumjhaya chhe. 123. Agamano abhyasi muni pana indriyoni lolupata valo bani jato hoya to, tene marana vakhate samadhi kadacha rahe ke na pana rahe. Shastrana vachano yada ave to samadhi rahe pana khari. Paramtu indriya rasani paravashatane laine shastra vachanani smriti asambhavita hovathi prayah samadhi na rahe. 124. Alpashrutavalo muni pana tapa vagereno sumdara abhyasa karelo hoya to samyama ane maranani shubha pratijnyane vyatha vina sumdara rite nabhavi shake chhe. 125. Indriya sukha – shatamam vyakula, ghora parishahoni paradhinatathi gherayelo, tapa vagereno anabhyasi, kayara purusha amtima aradhana kale mumjhaya chhe. 126. Prathamathi ja sari rite kathora tapa – samyamani sadhana karava dvara satvashila banela munine, marana samaye dhritibalathi nivarana karayeli parishaha sena kamipana karava samartha banati nathi. 127. Prarambhathi kathora tapa – samyamani sadhana karanara buddhimana muni, Potana bhavi hitane sari rite vicharine Nidana etale paudgalika sukhani ashamsa rahita, Koi pana dravya kshetradi vishayaka pratibamdha na rakhi, svakarya samadhi yogane sari rite sadhe chhe. 128. Dhanushyane grahana karine, tena upara khemchine bana chadavi daine, lakshya pratye sthira mativalo purusha potani shikshane vicharato radha vedhane vimdhe chhe. 129. Pana te dhanurdhara, potana chittane lakshyathi anyatra lai javani bhula kari bese to pratijnyabaddha hova chhatam – radhanam chamdrakarupa vedhye vimdhi shakato nathi. 130. Chamdravedhyakani jema marana samaye samadhi prapta karava mate potana atmane mokshamargamam aviradhita gunavalo arthat aradhaka banavavo joie. 131. Samyag darshanani dridhatathi nirmala buddhivala, temaja svakrita paponi alochana, nimda, garha karanara, amtima samaye vartata muninum marana shuddha thaya chhe. 132. Jnyana, darshana ane charitrana vishayamam marathi thayela je aparadhone, shri jineshvara sakshata jane chhe. Te sarva aparadhoni, sarva bhavathi alochana karavane hum upasthita thayo chhum. 133. Samsarano bamdha karavavavala, jiva sambamdhi raga ane dvesha rupa be papone, je purusha roke chhe, te marana samaye avashya samadhiyukta bane chhe. 134. Je purusha jiva sathena trane damdono jnyanamkusha vade gupti rakhava dvara nigraha kare chhe. Te purusha marana samaye kritayogi etale ke apramatta rahine samadhine rakhi shake chhe. 135. Jineshvara bhagavamto vade garhita ane svashariramam utpanna thata eva – bhayamkara krodhadi chara kashayono je purusha nitya nigraha kare chhe, te maranamam avashya samatayogane sadhe chhe. 136. Je jnyani purusha vishayomam atyamta lepayeli indriyono jnyanarupa amkusha vade nigraha kare chhe, te marana samaye samadhi sadhanaro bane chhe. 137. Chha jiva nikayano hitasvi, Ihalokadi sate bhayothi rahita. Atyamta mridu ane namra svabhavavala muni. Nitya sahaja samatane anubhavata marana samaye parama samadhine siddha karanaro bane chhe. 138. Jene athe madone jitela chhe, Je brahmacharyani nava guptithi gupta chhe, Kshama adi dasha yati dharmona palane udata chhe, Te marana samaye pana avashya samadhibhava rakhe chhe. 139. Je atyamta durlabha eva mokshamargani aradhana ichchhato hoya, deva – guruni ashatanane varjato hoya. Dharmadhyanana satata abhyasa vade shukla dhyanani sanmukha thayelo hoya. Tevo muni. Maranakalamam samadhine jhili shake chhe. 140. Je muni bavisha parishaho ane duhsaha eva upasargone shunya sthano ke gama, nagara adimam sahana kare chhe, te marana kale samadhimam rahi shake chhe. 141. Dhanya purushona kashayo, bijana krodhadi kashayo sathe athadava chhatam – sarakhi rite bethela pamgala manasani jema ubha thavane ichchhata nathi. 142. Shramanadharmane acharanara sadhune, jo kashayo utkata kotina hoya to, tenum shramanapanu sheladina phulani jema nishphala jaya chhe, ema marum manavum chhe. 143. Kamika nyuna purvakoti varsha sudhi palelum nirmala charitra pana kashayathi kalushita chittavalo purusha eka muhurtta matramam hari jaya chhe. 144. Anamtakalathi pramadana dosha vade uparjana karela karmone, raga – dveshane parasta kari – hani nakhanara muni matra koti purva varshomam ja khapavi de chhe. 145. Jo upashamta kashayavalo, upashama shreni arudha thayelo yogi pana anamtavara patana pame chhe, to baki rahela kashayono vishvasa kema karaya\? 146. Jo krodhadi kashayono kshaya thayo hoya to ja potane kshema – kushala chhe ema jane. Jo kashayo jitaya hoya to sacho jaya jane, jo kashayo hata – prahata thaya hoya to abhaya prapta thayo jane, jo kashayono sarvatha nasha thai gayo hoya to avinashi sukha avashya male, tema jane. 147. Dhanya chhe, te sadhu bhagavamtone je hammesha jinavachanamam rakta rahe chhe. Kashayo upara kabu melave chhe. Bahya padartho pratye jene raga nathi ane nihsamga, nirmamatva bani yathechchha rite samyama margamam vichare. 148. Mokshamargamam lina – tatpara banela mahamunio avirahita gunovala banine. A loka ke paralokamam tatha jivana ke maranamam pratibamdha karya vina vichare chhe, temane dhanya chhe. 149. Buddhimana purushe marana samudghatana samaye mithyatvane vamine samyaktvane prapta karava mate, prabala purushartha avashya karavo joie. 150. Khedani vata chhe ke – mahana, dhirapurusho pana balavana marana upasthita thaya tyare, marana samudghatani tivra vedanathi vyakula banine mithyatva dasha pame chhe. 151. Te karanane laine buddhishali munie guruni pase diksha divasathi ja sarve papo yada karine, Teni alochana, nimda, garha karava dvara, Te paponi shuddhi avashya kari levi joie. 152. Te samaye guru jene je uchita prayashchitta ape – te prayashchittano ichchhapurvaka svikara kare. Guruno anugraha manato a pramane kahe – bhagavan ! Apanum apela prayashchitta – tapa karavane hum ichchhum chhum. Ape mane a papathi ugari kharekhara! Bhava – sagarathi para utarelo chhe.’’ 153. Paramarthathi munioe aparadha karavo ja na joie, pramadavasha kadacha thai jaya – atichara sevai jaya to tenum avashya prayashchitta kari levum joie. 154. Pramadani bahulatavala jivane prayashchittathi ja vishuddhi thai shake chhe. Charitrani raksha mate tena amkushabhuta prayashchittanum avashya acharana karavum joie. 155. Shalyavala jivone kadapi shuddhi thati nathi. E pramane sarvabhavadarshi jineshvare kahela chhe. Papani alochana, nimda karanara sadhuo marana ane punarbhavathi rahita bani jaya chhe. 156. Eka vakhata pana shalya rahita maranathi marine jivo mahabhayanaka a samsaramam varamvara anake janma ane marana karata bhramana kare chhe. 157. Je muni pamcha samitithi savadhana bani, Trana guptio vade gupta thaine, Chirakala sudhi vicharine pana Jo marana samaye dharmane viradhe, to jnyani purusho tene aradhana rahita kahela chhe. 158. Ghana samaya paryanta atyamta mohavasha jivana jivine, chhelli jimdagimam jo samvritta bani, marana samaye aradhanamam upayukta thaya to tene jineshvaroe aradhaka kahyo chhe. 159. Tethi sarvabhavathi shuddha, aradhanane abhimukha thai, bhramti rahita bani, samtharo svikari rahelo evo muni potana hridayamam a pramane chimtana kare. 160. Maro atma eka chhe, shashvata chhe ane jnyana – darshana vade yukta chhe. Shesha sarve dehadi bahya padartho chhe, je samyoga sambamdhathi utpanna thayela chhe. 161. Hum ekalo chhum, marum koi nathi, hum koino nathi. Jeno hum chhum, tene hum joi shakato nathi, temaja evo koi padartha nathi, ke je maro hoya. 162. Purve – bhutakalamam ajnyana dosha vade anamtavara hum deva – panum, manushya – panum, tiryamchayoni ane narakagati e charene prapta kari chukela chhum, paramtu – 163. Duhkhana hetubhuta eva potana ja karmo vade haju sudhi mane na to samtosha prapta thayo chhe ke na samyaktvathi yukta evi vishuddhi buddhi mali chhe. 164. Duhkhathi chhodavanara dharmamam je manushyo pramada kare chhe, teo maha bhayamkara eva samsara sagaramam lamba kala paryanta bhramana karanara thaya chhe. 165. Dridha buddhivala je manushyo purvapurusha acharita jina vachanana margane chhodatam nathi, teo sarve duhkhona parane pami jaya chhe. 166. Je udyami purusho krodha, mana, maya, lobha tatha raga ane dveshano kshaya kare chhe. Teo parama shashvata sukharupa mokshane avashya sadhanara thaya chhe. 167. Purushana marana samaye mata, pita, bamdhu athava priya matro koipana tene jaraye alambanarupa banata nathi. Etale ke maranathi bachavi shakata nathi. 168. Chamdi, sonum, dasa, dasi, ratha, palakhi adi vahya vastu marana samaye alambana api shakata nathi. 169. Ashva, hasti, sainya, dhanusha ke ratha bala adi koi samrakshaka samagri manasane maranathi bachavi shakati nathi. 170. A rite samklesha nivari, bhavashalya uddharanara jinokta samadhimarana aradhato shuddha thaya chhe. 171. Vratana aticharoni shuddhina upayane jananara potana bhavashalyani vishuddhi parasakshie ja karavi. 172. Jema chikitsa karavamam atyamta kushala vaidya pana potana roga bija kushala vaidyane kahe, teni bataveli chikitsa kare, tema sadhu pana yogya guruni pase potana doshone pragata karine teni shuddhi kare chhe. ********************** Sutra samdarbha– 117–172