(મંગલ અને દ્વાર નિરૂપણ)
૧. લોક પુરુષના મસ્તક (સિદ્ધશિલા). ઉપર સદા બિરાજમાન વિકસિત – પૂર્ણ, શ્રેષ્ઠ જ્ઞાન અને દર્શન ગુણના ધારક એવા શ્રી સિદ્ધ ભગવંતો અને લોકમાં જ્ઞાનનો ઉદ્યોત કરનારા શ્રી અરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ.
૨. આ પ્રકરણ મોક્ષમાર્ગના દર્શક શાસ્ત્રો – જિનાગમોના સારભૂત અને મહાન ગંભીર અર્થવાળું છે.
તેને ચાર પ્રકારની વિકથાઓથી રહિત એકાગ્ર ચિત્ત વડે સાંભળો અને સાંભળીને તદનુસાર આચરણ કરવામાં લેશ પણ પ્રમાદ ન કરો.
૩. હું હવે વિનય, આચાર્યના ગુણો, શિષ્યના ગુણો, વિનય – નિગ્રહના ગુણો, જ્ઞાનગુણ, ચારિત્રગુણ અને મરણગુણને કહીશ.
સૂત્ર સંદર્ભ– ૧–૩
Mool Sutra Transliteration :
[gatha] jagamatthayatthayanam vigasiyavaranana-damsanadharanam.
Nanujjoyagaranam logammi namo jinavaranam.
Sutra Meaning Transliteration :
(mamgala ane dvara nirupana)
1. Loka purushana mastaka (siddhashila). Upara sada birajamana vikasita – purna, shreshtha jnyana ane darshana gunana dharaka eva shri siddha bhagavamto ane lokamam jnyanano udyota karanara shri arihamta paramatmane namaskara thao.
2. A prakarana mokshamargana darshaka shastro – jinagamona sarabhuta ane mahana gambhira arthavalum chhe.
Tene chara prakarani vikathaothi rahita ekagra chitta vade sambhalo ane sambhaline tadanusara acharana karavamam lesha pana pramada na karo.
3. Hum have vinaya, acharyana guno, shishyana guno, vinaya – nigrahana guno, jnyanaguna, charitraguna ane maranagunane kahisha.
Sutra samdarbha– 1–3