Sr No : |
1109904
|
|
|
Scripture Name( English ): |
Chandravedyak
|
Translated Scripture Name : |
|
Mool Language : |
Ardha-Magadhi
|
Translated Language : |
Gujarati
|
Chapter : |
|
Translated Chapter : |
|
Section : |
|
Translated Section : |
|
Sutra Number : |
4
|
Category : |
Painna-07B
|
Gatha or Sutra : |
Gatha
|
Sutra Anuyog : |
|
Author : |
Deepratnasagar
|
Original Author : |
Gandhar
|
|
Century : |
|
Sect : |
Svetambara1
|
Source : |
|
|
|
|
Mool Sutra : |
[गाथा] जो परिभवइ मनूसो आयरियं, जत्थ सिक्खए विज्जं ।
तस्स गहिया वि विज्जा दुःक्खेण वि, अप्फला होइ ॥
|
Sutra Meaning : |
(વિનયગુણ દ્વાર)
૪. જેમની પાસે વિદ્યા – શિક્ષા મેળવે છે, તે આચાર્ય – ગુરુનો જે મનુષ્ય પરાભવ – તિરસ્કાર કરે છે, તેની વિદ્યા ગમે તેટલા કષ્ટે પ્રાપ્ત કરી હોય તો પણ નિષ્ફળ થાય છે.
૫. કર્મોની પ્રબળતાને લઈને જે જીવ ગુરુનો પરાભવ કરે છે, તે અક્કડ – અભિમાની અને વિનયહીન જીવ જગતમાં ક્યાંય યશ કે કીર્તિ પામી શકતો નથી. પરંતુ સર્વત્ર પરાભવ જ પામે છે.
૬. ગુરુજનોએ ઉપદેશેલી વિદ્યાને જે મનુષ્ય વિનયપૂર્વક ગ્રહણ કરે છે, તે સર્વત્ર વિશ્વાસ અને યશ – કીર્તિને પામે છે.
૭. અવિનીત શિષ્યની શ્રમપૂર્વક શીખેલી પણ વિદ્યા ગુરુજનોના પરાભવ કરવાની બુદ્ધિના દોષથી અવશ્ય નાશ પામે છે, કદાચ સર્વથા નાશ ન પામે તો પણ પોતાના વાસ્તવિક લાભ – ફળને આપનારી બનતી નથી.
૮. વિદ્યા વારંવાર સ્મરણ કરવા યોગ્ય છે, સાચવવા યોગ્ય છે, દુર્વિનીત – અપાત્રને આપવા યોગ્ય નથી.
કેમ કે દુર્વિનીત વિદ્યા અને વિદ્યાદાતા ગુરુ તે બંનેનો પરાભવ કરે છે.
૯. વિદ્યાનો પરાભવ કરતો અને વિદ્યાદાતા આચાર્યના ગુણોને પ્રગટ ન કરતો પ્રબળ મિથ્યાત્વને પામેલો દુર્વિનીત જીવ ઋષિઘાતકની ગતિ એટલે કે નરક આદિ દુર્ગતિનો ભોગ બને.
૧૦. વિનયાદિ ગુણોથી યુક્ત પુન્યશાળી પુરુષ વડે ગ્રહણ કરાયેલી વિદ્યા પણ બળવતી બને છે. જેમ ઉત્તમ કુળમાં જન્મેલી પુત્રી અસાધારણ પુરુષને પતિ રૂપે પામીને મહાન બને છે.
૧૧. હે વત્સ ! ત્યાં સુધી તું વિનયનો જ અભ્યાસ કર, કેમ કે વિનય વિના દુર્વિનીત એવા તને વિદ્યા વડે શું પ્રયોજન છે ?
ખરેખર વિનય શીખવો જ દુષ્કર છે. વિદ્યા તો વિનીતને અત્યંત સુલભ હોય છે.
૧૨. હે સુવિનીત વત્સ ! તું વિનયપૂર્વક વિદ્યા – શ્રુતજ્ઞાનને શીખ, શીખેલી વિદ્યા અને ગુણ વારંવાર યાદ કર. તેમાં લેશ પણ પ્રમાદ ન કર. કેમ કે ગ્રહણ કરેલી અને ગણેલી વિદ્યા જ પરલોકમાં સુખકારી બને છે.
૧૩. વિનયપૂર્વક શીખેલી, પ્રસન્નતાપૂર્વક ગુરુજનોએ ઉપદેશેલી અને સૂત્ર વડે સંપૂર્ણ કંઠસ્થ કરેલી વિદ્યાઓનું ફળ અવશ્ય અનુભવી શકાય છે.
૧૪. આ વિષમકાળમાં સમસ્ત શ્રુતજ્ઞાનના દાતા આચાર્ય ભગવંત મળવા અત્યંત દુર્લભ છે. તેમજ ક્રોધ, માન આદિ ચાર કષાયથી રહિત શ્રુતજ્ઞાન શીખવનારને શિષ્ય મળવા પણ દુર્લભ છે.
૧૫. સાધુ કે ગૃહસ્થ કોઈપણ હોય, તેના વિનયગુણની પ્રશંસા જ્ઞાની પુરુષો અવશ્ય કરે છે.
અવિનીત કદી પણ લોકમાં કાર્તિક યશ પ્રાપ્ત કરી શકતો નથી.
૧૬. કેટલાંક લોકો વિનયનું સ્વરૂપ, ફળ આદિ જાણવા છતાં, તેવા પ્રકારના પ્રબળ અશુભ કર્મોના પ્રભાવને લઈને રાગદ્વેષથી ઘેરાયેલા, વિનયપ્રવૃત્તિ કરવા ઇચ્છતા નથી.
૧૭. ન બોલનાર કે વધારે ન ભણનાર છતાં વિનય વડે સદા વિનીત – નમ્ર અને ઇન્દ્રિયો ઉપર કાબૂ મેળવનાર કેટલાંક પુરુષો કે સ્ત્રીઓની યશકીર્તિ સર્વત્ર પ્રસરે છે.
૧૮. ભાગ્યશાળી પુરુષોને જ વિદ્યાઓ ફળ આપનારી થાય છે, પણ ભાગ્યહીનને વિદ્યાઓ ફળતી નથી.
૧૯. વિદ્યાનો તિરસ્કાર કરનારો તથા નિંદા – અવહેલના આદિ દ્વારા વિદ્યાવાન આચાર્ય ભગવંતાદિના ગુણોનો નાશ કરનાર ગાઢ મિથ્યાત્વથી મોહિત થઈ ભયંકર દુર્ગતિમાં જાય છે.
૨૦. ખરેખર! સમસ્ત શ્રુતજ્ઞાનના દાતા આચાર્ય ભગવંત મળવા સુલભ નથી. તેમજ સરળ અને જ્ઞાનાભ્યાસમાં સતત ઉદ્યમી શિષ્યો મળવા સુલભ નથી.
૨૧. આ રીતે વિનયના ગુણ વિશેષો – વિનીત બનવાથી થતા મહાન લાભોને ટૂંકમાં કહ્યા.
સૂત્ર સંદર્ભ– ૪–૨૧
|
Mool Sutra Transliteration : |
[gatha] jo paribhavai manuso ayariyam, jattha sikkhae vijjam.
Tassa gahiya vi vijja duhkkhena vi, apphala hoi.
|
Sutra Meaning Transliteration : |
(vinayaguna dvara)
4. Jemani pase vidya – shiksha melave chhe, te acharya – guruno je manushya parabhava – tiraskara kare chhe, teni vidya game tetala kashte prapta kari hoya to pana nishphala thaya chhe.
5. Karmoni prabalatane laine je jiva guruno parabhava kare chhe, te akkada – abhimani ane vinayahina jiva jagatamam kyamya yasha ke kirti pami shakato nathi. Paramtu sarvatra parabhava ja pame chhe.
6. Gurujanoe upadesheli vidyane je manushya vinayapurvaka grahana kare chhe, te sarvatra vishvasa ane yasha – kirtine pame chhe.
7. Avinita shishyani shramapurvaka shikheli pana vidya gurujanona parabhava karavani buddhina doshathi avashya nasha pame chhe, kadacha sarvatha nasha na pame to pana potana vastavika labha – phalane apanari banati nathi.
8. Vidya varamvara smarana karava yogya chhe, sachavava yogya chhe, durvinita – apatrane apava yogya nathi.
Kema ke durvinita vidya ane vidyadata guru te bamneno parabhava kare chhe.
9. Vidyano parabhava karato ane vidyadata acharyana gunone pragata na karato prabala mithyatvane pamelo durvinita jiva rishighatakani gati etale ke naraka adi durgatino bhoga bane.
10. Vinayadi gunothi yukta punyashali purusha vade grahana karayeli vidya pana balavati bane chhe. Jema uttama kulamam janmeli putri asadharana purushane pati rupe pamine mahana bane chhe.
11. He vatsa ! Tyam sudhi tum vinayano ja abhyasa kara, kema ke vinaya vina durvinita eva tane vidya vade shum prayojana chhe\?
Kharekhara vinaya shikhavo ja dushkara chhe. Vidya to vinitane atyamta sulabha hoya chhe.
12. He suvinita vatsa ! Tum vinayapurvaka vidya – shrutajnyanane shikha, shikheli vidya ane guna varamvara yada kara. Temam lesha pana pramada na kara. Kema ke grahana kareli ane ganeli vidya ja paralokamam sukhakari bane chhe.
13. Vinayapurvaka shikheli, prasannatapurvaka gurujanoe upadesheli ane sutra vade sampurna kamthastha kareli vidyaonum phala avashya anubhavi shakaya chhe.
14. A vishamakalamam samasta shrutajnyanana data acharya bhagavamta malava atyamta durlabha chhe. Temaja krodha, mana adi chara kashayathi rahita shrutajnyana shikhavanarane shishya malava pana durlabha chhe.
15. Sadhu ke grihastha koipana hoya, tena vinayagunani prashamsa jnyani purusho avashya kare chhe.
Avinita kadi pana lokamam kartika yasha prapta kari shakato nathi.
16. Ketalamka loko vinayanum svarupa, phala adi janava chhatam, teva prakarana prabala ashubha karmona prabhavane laine ragadveshathi gherayela, vinayapravritti karava ichchhata nathi.
17. Na bolanara ke vadhare na bhananara chhatam vinaya vade sada vinita – namra ane indriyo upara kabu melavanara ketalamka purusho ke strioni yashakirti sarvatra prasare chhe.
18. Bhagyashali purushone ja vidyao phala apanari thaya chhe, pana bhagyahinane vidyao phalati nathi.
19. Vidyano tiraskara karanaro tatha nimda – avahelana adi dvara vidyavana acharya bhagavamtadina gunono nasha karanara gadha mithyatvathi mohita thai bhayamkara durgatimam jaya chhe.
20. Kharekhara! Samasta shrutajnyanana data acharya bhagavamta malava sulabha nathi. Temaja sarala ane jnyanabhyasamam satata udyami shishyo malava sulabha nathi.
21. A rite vinayana guna vishesho – vinita banavathi thata mahana labhone tumkamam kahya.
Sutra samdarbha– 4–21
|