Sr No : |
1110000
|
|
|
Scripture Name( English ): |
Chandravedyak
|
Translated Scripture Name : |
|
Mool Language : |
Ardha-Magadhi
|
Translated Language : |
Gujarati
|
Chapter : |
|
Translated Chapter : |
|
Section : |
|
Translated Section : |
|
Sutra Number : |
100
|
Category : |
Painna-07B
|
Gatha or Sutra : |
Gatha
|
Sutra Anuyog : |
|
Author : |
Deepratnasagar
|
Original Author : |
Gandhar
|
|
Century : |
|
Sect : |
Svetambara1
|
Source : |
|
|
|
|
Mool Sutra : |
[गाथा] ते धन्ना जे धम्मं चरिउं जिनदेसियं पयत्तेणं ।
गिहपासबंधणाओ उम्मुक्का सव्वभावेणं ॥
|
Sutra Meaning : |
(ચારિત્રગુણ દ્વાર)
૧૦૦. જિનેશ્વર પરમાત્માએ કહેલા ધર્મનું પ્રયત્નપૂર્વક પાલન કરવા માટે જેઓ સર્વ પ્રકારે ગૃહપાશના બંધનથી સર્વથા મુક્ત થાય છે, તેઓ ધન્ય છે.
૧૦૧. વિશુદ્ધ ભાવ વડે એકાગ્ર ચિત્તવાળા બનીને જે પુરુષો જિનવચનનું પાલન કરે છે, તે ગુણ સમૃદ્ધ મુનિ મરણ સમય પ્રાપ્ત થવા છતાં સહેજ પણ વિષાદને અથવા ગ્લાનિને અનુભવતા નથી.
૧૦૨. દુઃખ માત્રથી મુક્ત કરનાર એવા મોક્ષમાર્ગમાં જેઓએ પોતાના આત્માને સ્થિર કર્યો નથી, તેઓ દુર્લભ એવા શ્રમણપણાને પામીને પણ સીદાય છે.
૧૦૩. જેઓ દૃઢ પ્રજ્ઞાવાળા, ભાવથી એકાગ્ર ચિત્તવાળા બની પારલૌકીક હિતની ગવેષણા કરે છે, તે મનુષ્યો સર્વે પણ દુઃખનો પાર પામે છે.
૧૦૪. સંયમમાં અપ્રમત્ત બની જે પુરુષ ક્રોધ, માન, માયા, લોભ, અરતિ અને દુગંછાને ખપાવી દે છે, તેઓ પરમ સુખને અવશ્ય પ્રાપ્ત કરે છે.
૧૦૫. અત્યંત દુર્લભ મનુષ્ય જન્મ મેળવીને પણ જે મનુષ્ય તેની વિરાધના કરે છે, જન્મને સાર્થક બનાવતો નથી, તે વહાણ ભાંગી પડવાથી દુઃખી થતાં વહાણવટીની જેમ પાછળથી અત્યંત દુઃખી થાય છે.
૧૦૬. દુર્લભતર શ્રમણ ધર્મને ખામીને જે પુરુષો મન, વચન, કાયાના યોગથી તેની વિરાધના કરતા નથી. તેઓ દરિયામાં વહાણ મેળવનાર નાવિકની જેમ પાછળથી શોકને પ્રાપ્ત કરતા નથી.
૧૦૭. પહેલાં તો મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે.
મનુષ્ય જન્મમાં બોધિ પ્રાપ્તિ દુર્લભ છે.
બોધિ મળે તો પણ શ્રમણપણું અતિ દુર્લભ છે.
૧૦૮. શ્રમણપણુ મળવા છતાં શાસ્ત્રોનું રહસ્યજ્ઞાન મળવું ઘણુ જ દુર્લભ છે.
જ્ઞાનનું રહસ્ય સમજવા છતાં ચારિત્રની વિશુદ્ધિ થવી તેનાથી પણ દુર્લભ છે.
તેથી જ જ્ઞાની પુરુષો આલોચનાદિ કરવા દ્વારા ચારિત્રની વિશુદ્ધિ માટે સતત ઉદ્યમશીલ રહે છે.
૧૦૯. કેટલાક પુરુષો સમ્યક્ત્વ ગુણની નિયમા પ્રશંસા કરે છે. કેટલાક પુરુષો ચારિત્રની શુદ્ધિને વખાણે છે. તો વળી કેટલાક પુરુષો સમ્યગ્ જ્ઞાનને વખાણે છે.
૧૧૦. સમ્યક્ત્વ અને ચારિત્ર બંને ગુણો સાથે પ્રાપ્ત થતા હોય તો બુદ્ધિશાળી પુરુષે તે બંને ગુણોમાંથી પહેલા કયો ગુણ પ્રાપ્ત કરવો જોઈએ ?
૧૧૧. ચારિત્ર વિના પણ સમ્યક્ત્વ હોય. જેમ કૃષ્ણ અને શ્રેણિક મહારાજાને અવિરતિપણામાં પણ સમ્યક્ત્વ હતું.
૧૧૨. પરંતુ જેઓ ચારિત્રવાન છે, તેઓને સમ્યક્ત્વ હોય જ. ચારિત્રથી ભ્રષ્ટ થયેલાને શ્રેષ્ઠતર સમ્યક્ત્વને અવશ્ય ધારણ કરી રાખવું જોઈએ.
કેમ કે દ્રવ્ય ચારિત્રને નહીં પામેલા પણ સિદ્ધ બની શકે છે. પરંતુ દર્શનગુણ રહિત જીવો સિદ્ધ થઈ ન શકે.
૧૧૩. ઉત્કૃષ્ટ ચારિત્રને પાળનારા પણ કોઈક મિથ્યાત્વના યોગે સંયમશ્રેણીથી પડી જાય છે. તો સરાગ ધર્મમાં વર્તતા સમ્યગ્દૃષ્ટિ તેમાંથી પતિત થઈ જાય એમાં શી નવાઈ?
૧૧૪. જે મુનિની બુદ્ધિ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ વડે યુક્ત છે અને જે રાગ – દ્વેષ કરતા નથી, તેનું ચારિત્ર શુદ્ધ બને છે.
૧૧૫. તે ચારિત્રની શુદ્ધિ માટે સમિતિ અને ગુપ્તિના પાલનકાર્યમાં પ્રયત્નપૂર્વક ઉદ્યમ કરો. તેમજ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેની સાધનામાં લેશમાત્ર પણ પ્રમાદ ન કરો.
૧૧૬. આ રીતે ચારિત્રધર્મના ગુણો – મહાન લાભોને મેં ટૂંકમાં વર્ણવ્યા છે.
સૂત્ર સંદર્ભ– ૧૦૦–૧૧૬
|
Mool Sutra Transliteration : |
[gatha] te dhanna je dhammam charium jinadesiyam payattenam.
Gihapasabamdhanao ummukka savvabhavenam.
|
Sutra Meaning Transliteration : |
(charitraguna dvara)
100. Jineshvara paramatmae kahela dharmanum prayatnapurvaka palana karava mate jeo sarva prakare grihapashana bamdhanathi sarvatha mukta thaya chhe, teo dhanya chhe.
101. Vishuddha bhava vade ekagra chittavala banine je purusho jinavachananum palana kare chhe, te guna samriddha muni marana samaya prapta thava chhatam saheja pana vishadane athava glanine anubhavata nathi.
102. Duhkha matrathi mukta karanara eva mokshamargamam jeoe potana atmane sthira karyo nathi, teo durlabha eva shramanapanane pamine pana sidaya chhe.
103. Jeo dridha prajnyavala, bhavathi ekagra chittavala bani paralaukika hitani gaveshana kare chhe, te manushyo sarve pana duhkhano para pame chhe.
104. Samyamamam apramatta bani je purusha krodha, mana, maya, lobha, arati ane dugamchhane khapavi de chhe, teo parama sukhane avashya prapta kare chhe.
105. Atyamta durlabha manushya janma melavine pana je manushya teni viradhana kare chhe, janmane sarthaka banavato nathi, te vahana bhamgi padavathi duhkhi thatam vahanavatini jema pachhalathi atyamta duhkhi thaya chhe.
106. Durlabhatara shramana dharmane khamine je purusho mana, vachana, kayana yogathi teni viradhana karata nathi. Teo dariyamam vahana melavanara navikani jema pachhalathi shokane prapta karata nathi.
107. Pahelam to manushya janma malavo durlabha chhe.
Manushya janmamam bodhi prapti durlabha chhe.
Bodhi male to pana shramanapanum ati durlabha chhe.
108. Shramanapanu malava chhatam shastronum rahasyajnyana malavum ghanu ja durlabha chhe.
Jnyananum rahasya samajava chhatam charitrani vishuddhi thavi tenathi pana durlabha chhe.
Tethi ja jnyani purusho alochanadi karava dvara charitrani vishuddhi mate satata udyamashila rahe chhe.
109. Ketalaka purusho samyaktva gunani niyama prashamsa kare chhe. Ketalaka purusho charitrani shuddhine vakhane chhe. To vali ketalaka purusho samyag jnyanane vakhane chhe.
110. Samyaktva ane charitra bamne guno sathe prapta thata hoya to buddhishali purushe te bamne gunomamthi pahela kayo guna prapta karavo joie\?
111. Charitra vina pana samyaktva hoya. Jema krishna ane shrenika maharajane aviratipanamam pana samyaktva hatum.
112. Paramtu jeo charitravana chhe, teone samyaktva hoya ja. Charitrathi bhrashta thayelane shreshthatara samyaktvane avashya dharana kari rakhavum joie.
Kema ke dravya charitrane nahim pamela pana siddha bani shake chhe. Paramtu darshanaguna rahita jivo siddha thai na shake.
113. Utkrishta charitrane palanara pana koika mithyatvana yoge samyamashrenithi padi jaya chhe. To saraga dharmamam vartata samyagdrishti temamthi patita thai jaya emam shi navai?
114. Je munini buddhi pamcha samiti ane trana gupti vade yukta chhe ane je raga – dvesha karata nathi, tenum charitra shuddha bane chhe.
115. Te charitrani shuddhi mate samiti ane guptina palanakaryamam prayatnapurvaka udyama karo. Temaja samyagdarshana, jnyana ane charitra e traneni sadhanamam leshamatra pana pramada na karo.
116. A rite charitradharmana guno – mahana labhone mem tumkamam varnavya chhe.
Sutra samdarbha– 100–116
|