Sutra Navigation: Chandravedyak ( )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1109972
Scripture Name( English ): Chandravedyak Translated Scripture Name :
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : Translated Section :
Sutra Number : 72 Category : Painna-07B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] नाणी वि अवट्टंतो गुणेसु, दोसे य ते अवज्जिंतो । दोसाणं च न मुच्चइ तेसिं न वि ते गुणे लहइ ॥
Sutra Meaning : (જ્ઞાનગુણ દ્વાર) ૭૨. જ્ઞાન વિનાનું એકલું ચારિત્ર ક્રિયા. અને ક્રિયા વિનાનું એકલું જ્ઞાન ભવતારક બનતા નથી. ક્રિયા સંપન્ન જ્ઞાની જ સંસાર સમુદ્રને તરી જાય છે. ૭૩. જ્ઞાની હોવા છતાં જે ક્ષમાદિ ગુણોમાં વર્તતો ન હોય, ક્રોધાદિ દોષોને છોડતો ન હોય, તો તે કદાપિ દોષોથી મુક્ત અને ગુણવાન બની શકે નહીં. ૭૪. અસંયમ અને અજ્ઞાન દોષથી ઘણા ભવોમાં બાંધેલા શુભાશુભ કર્મરૂપી મળને, જ્ઞાની ચારિત્ર પાલન દ્વારા સમૂળગા ખપાવી નાંખે છે. ૭૫. શસ્ત્રો વિનાનો એકલો સૈનિક કે સૈનિક વિનાના એકલા શસ્ત્રોની જેમ, જ્ઞાન વિનાનું ચારિત્ર અને ચારિત્ર વિનાનું જ્ઞાન મોક્ષસાધક બની શકતા નથી. ૭૬. મિથ્યાદૃષ્ટિને જ્ઞાન હોતું નથી, જ્ઞાન વિના ચારિત્ર ગુણો હોતા નથી. ગુણ વિના સંપૂર્ણ ક્ષયરૂપ મોક્ષ નથી અને સંપૂર્ણ કર્મક્ષય – મોક્ષ વિના નિર્વાણ – પરમ શાંતિનો અનુભવ નથી. ૭૭. જે જ્ઞાન છે એ જ કરણ – ચારિત્ર છે, જે ચારિત્ર છે એ જ પ્રવચનનો સાર છે અને જે પ્રવચનનો સાર છે, એ જ પરમાર્થ છે, એમ જાણવું. ૭૮. પ્રવચનના પરમાર્થને સારી રીતે ગ્રહણ કરનાર પુરુષ જ બંધ અને મોક્ષને સ્પષ્ટ રીતે જાણીને તેઓ જ જૂના – પુરાતન કર્મોનો ક્ષય કરે છે. ૭૯. જ્ઞાનથી સમ્યક્‌ ક્રિયા થાય છે અને ક્રિયાથી જ્ઞાન – આત્મસાત્‌ બને છે. આ રીતે જ્ઞાન અને સમ્યક્‌ ક્રિયાના યોગથી ભાવ ચારિત્રની શુદ્ધિ થાય છે. ૮૦. જ્ઞાન પ્રકાશ કરનાર છે, તપ શુદ્ધિ કરનાર છે અને સંયમ રક્ષણ કરનાર છે. આ રીતે જ્ઞાન, તપ અને સંયમ ત્રણેના યોગથી જિનશાસનમાં મોક્ષ કહ્યો છે. ૮૧. જગતના લોકો ચંદ્રની જેમ બહુશ્રુત – મહાત્મા પુરુષના મુખને વારંવાર જુએ છે, એનાથી શ્રેષ્ઠતર, આશ્ચર્ય – કારી અને અતિશય સુંદર કઈ વસ્તુ છે? ૮૨. ચંદ્રથી જેમ શીતળ જ્યોત્સના નીકળે છે અને તે સર્વ લોકોને આનંદિત – આહ્લાદિત કરે છે એ પ્રમાણે ગીતાર્થ – જ્ઞાની પુરુષોના મુખથી ચંદન જેવા શીતળ જિનવચનો નીકળે છે... જે સાંભળીને મનુષ્યો ભવાટવીનો પાર પામે છે. ૮૩. દોરાથી પરોવાયેલી સોય જેમ કચરામાં પડેલી છતા ખોવાતી નથી, તેમ આગમનો અભ્યાસી જીવ સંસાર અટવીમાં પડવા છતાં ખોવાતો નથી. ૮૪. જેમ દોરા વિનાની સોય નજરમાં નહીં આવતા ખોવાઈ જાય છે, તેમ સૂત્ર – શાસ્ત્ર બોધ વિના મિથ્યાત્વ વડે ઘેરાયેલો જીવ ભવાટવીમાં ખોવાઈ જાય છે. ૮૫. શ્રુતજ્ઞાન દ્વારા પરમાર્થનું યથાર્થ દર્શન થવાથી તપ અને સંયમ ગુણને જીવનભર અખંડિત રાખવાથી મરણ સમયે શરીર સંપત્તિનો નાશ થવા છતાં જીવને વિશિષ્ટ ગતિ – સદ્‌ગતિ અને સિદ્ધિગતિ પ્રાપ્ત થાય છે. ૮૬. જેમ વૈદ્ય વૈદ્યક શાસ્ત્રોના જ્ઞાન વડે રોગની નિપુણ ચિકિત્સા જાણે છે, તેમ શ્રુતજ્ઞાન વડે મુનિ ચારિત્રની શુદ્ધિ કેમ કરવી તે સારી રીતે જાણે છે. ૮૭. વૈદક ગ્રંથોના અભ્યાસ વિના જેમ વૈદ્ય વ્યક્તિની ચિકિત્સા જાણતો નથી, તેમ આગમિક જ્ઞાનથી રહિત મુનિ ચારિત્ર શુદ્ધિનો ઉપાય જાણી શકતો નથી. ૮૮. તે કારણથી મોક્ષાભિલાષી આત્માએ તીર્થંકર ભગવંત પ્રરૂપિત આગમ શાસ્ત્રોના અર્થપૂર્વકના અભ્યાસમાં સતત ઉદ્યમ કરવો જોઈએ. ૮૯. શ્રી જિનેશ્વર પરમાત્માએ બતાવેલા બાહ્ય અને અભ્યંતર તપના બારે પ્રકારોમાં સ્વાધ્યાય સમાન અન્ય કોઈ તપ છે નહીં અને થશે પણ નહીં. ૯૦. જ્ઞાનાભ્યાસની રૂચિવાળાએ બુદ્ધિ હોય કે ન હોય પણ ઉદ્યમ અવશ્ય કરવો જોઈએ. કેમ કે બુદ્ધિ જ્ઞાના – વરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. ૯૧. અસંખ્ય જન્મોના ઉપાર્જન કરેલા કર્મને, ઉપયોગયુક્ત આત્મા પ્રતિ સમય ખપાવે છે, પણ સ્વાધ્યાયથી ઘણા ભવોના સંચિત કર્મ ક્ષણવારમાં ખપી જાય છે. ૯૨. તિર્યંચ, સુર, અસુર, મનુષ્ય, કિન્નર, મહોરગ અને ગંધર્વ સહિત સર્વ છદ્મસ્થ જીવો કેવળી ભગવંતને જ પૂછે છે. એટલે કે લોકમાં છદ્મસ્થ જીવોને પોતાની જિજ્ઞાસા કે શંકાના સમાધાન માટે પૂછવા યોગ્ય સ્થાન એક માત્ર કેવલજ્ઞાની છે. ૯૩. જે કોઈ એક પદના શ્રવણ – ચિંતનથી મનુષ્ય સતત વૈરાગ્યને પામે છે. તે એક પદ સમ્યગ્‌ જ્ઞાન છે. કારણ કે જેનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, તે જ તેનું સાચું જ્ઞાન છે તેમ જાણ.. ૯૪. વીતરાગ પરમાત્માના માર્ગમાં જે એક પણ પદ વડે મનુષ્ય તીવ્ર વૈરાગ્યને પામ્યો હોય તે પણ મરણ સુધી પણ મૂકવું ન જોઈએ. ૯૫. જિનશાસનમાં જે કોઈ એક પદના ધારણથી જેને સંવેગ પ્રાપ્ત થાય છે, તે જ એક પદના આલંબનથી અનુક્રમે અધ્યાત્મ યોગની આરાધના દ્વારા તેમજ વિશિષ્ટ ધર્મધ્યાન અને શુક્લધ્યાન દ્વારા સમગ્ર મોહજાળને ભેદી નાંખે છે. ૯૬. મરણ સમયે સમગ્ર દ્વાદશાંગીનું ચિંતન થવું તે અત્યંત સમર્થ ચિત્તવાળા મુનિથી પણ શક્ય નથી. ૯૭. તેથી તે દેશ – કાળમાં એક પણ પદનું ચિંતન આરાધનામાં ઉપયુક્ત થઈને જે કરે છે, તે જીવને જિનેશ્વર પરમાત્માએ આરાધક કહ્યો છે. ૯૮. સુવિહિત મુનિ આરાધનામાં એકાગ્ર બની સમાધિપૂર્વક કાળ કરી, ઉત્કૃષ્ટથી ત્રણ ભવમાં અવશ્ય મોક્ષ પામે છે, અર્થાત્‌ નિર્વાણને પામે છે. ૯૯. આ રીતે શ્રુતજ્ઞાનના વિશિષ્ટ ગુણો અને મહાન લાભો સંક્ષેપથી મેં વર્ણવેલા છે. હવે ચારિત્રના વિશિષ્ટ ગુણો તમે એકાગ્ર ચિત્તવાળા બનીની સૌ સાંભળો. સૂત્ર સંદર્ભ– ૭૨–૯૯
Mool Sutra Transliteration : [gatha] nani vi avattamto gunesu, dose ya te avajjimto. Dosanam cha na muchchai tesim na vi te gune lahai.
Sutra Meaning Transliteration : (jnyanaguna dvara) 72. Jnyana vinanum ekalum charitra kriya. Ane kriya vinanum ekalum jnyana bhavataraka banata nathi. Kriya sampanna jnyani ja samsara samudrane tari jaya chhe. 73. Jnyani hova chhatam je kshamadi gunomam vartato na hoya, krodhadi doshone chhodato na hoya, to te kadapi doshothi mukta ane gunavana bani shake nahim. 74. Asamyama ane ajnyana doshathi ghana bhavomam bamdhela shubhashubha karmarupi malane, jnyani charitra palana dvara samulaga khapavi namkhe chhe. 75. Shastro vinano ekalo sainika ke sainika vinana ekala shastroni jema, jnyana vinanum charitra ane charitra vinanum jnyana mokshasadhaka bani shakata nathi. 76. Mithyadrishtine jnyana hotum nathi, jnyana vina charitra guno hota nathi. Guna vina sampurna kshayarupa moksha nathi ane sampurna karmakshaya – moksha vina nirvana – parama shamtino anubhava nathi. 77. Je jnyana chhe e ja karana – charitra chhe, je charitra chhe e ja pravachanano sara chhe ane je pravachanano sara chhe, e ja paramartha chhe, ema janavum. 78. Pravachanana paramarthane sari rite grahana karanara purusha ja bamdha ane mokshane spashta rite janine teo ja juna – puratana karmono kshaya kare chhe. 79. Jnyanathi samyak kriya thaya chhe ane kriyathi jnyana – atmasat bane chhe. A rite jnyana ane samyak kriyana yogathi bhava charitrani shuddhi thaya chhe. 80. Jnyana prakasha karanara chhe, tapa shuddhi karanara chhe ane samyama rakshana karanara chhe. A rite jnyana, tapa ane samyama tranena yogathi jinashasanamam moksha kahyo chhe. 81. Jagatana loko chamdrani jema bahushruta – mahatma purushana mukhane varamvara jue chhe, enathi shreshthatara, ashcharya – kari ane atishaya sumdara kai vastu chhe? 82. Chamdrathi jema shitala jyotsana nikale chhe ane te sarva lokone anamdita – ahladita kare chhe e pramane gitartha – jnyani purushona mukhathi chamdana jeva shitala jinavachano nikale chhe... Je sambhaline manushyo bhavatavino para pame chhe. 83. Dorathi parovayeli soya jema kacharamam padeli chhata khovati nathi, tema agamano abhyasi jiva samsara atavimam padava chhatam khovato nathi. 84. Jema dora vinani soya najaramam nahim avata khovai jaya chhe, tema sutra – shastra bodha vina mithyatva vade gherayelo jiva bhavatavimam khovai jaya chhe. 85. Shrutajnyana dvara paramarthanum yathartha darshana thavathi tapa ane samyama gunane jivanabhara akhamdita rakhavathi marana samaye sharira sampattino nasha thava chhatam jivane vishishta gati – sadgati ane siddhigati prapta thaya chhe. 86. Jema vaidya vaidyaka shastrona jnyana vade rogani nipuna chikitsa jane chhe, tema shrutajnyana vade muni charitrani shuddhi kema karavi te sari rite jane chhe. 87. Vaidaka gramthona abhyasa vina jema vaidya vyaktini chikitsa janato nathi, tema agamika jnyanathi rahita muni charitra shuddhino upaya jani shakato nathi. 88. Te karanathi mokshabhilashi atmae tirthamkara bhagavamta prarupita agama shastrona arthapurvakana abhyasamam satata udyama karavo joie. 89. Shri jineshvara paramatmae batavela bahya ane abhyamtara tapana bare prakaromam svadhyaya samana anya koi tapa chhe nahim ane thashe pana nahim. 90. Jnyanabhyasani ruchivalae buddhi hoya ke na hoya pana udyama avashya karavo joie. Kema ke buddhi jnyana – varaniya adi karmona kshayopashamathi prapta thaya chhe. 91. Asamkhya janmona uparjana karela karmane, upayogayukta atma prati samaya khapave chhe, pana svadhyayathi ghana bhavona samchita karma kshanavaramam khapi jaya chhe. 92. Tiryamcha, sura, asura, manushya, kinnara, mahoraga ane gamdharva sahita sarva chhadmastha jivo kevali bhagavamtane ja puchhe chhe. Etale ke lokamam chhadmastha jivone potani jijnyasa ke shamkana samadhana mate puchhava yogya sthana eka matra kevalajnyani chhe. 93. Je koi eka padana shravana – chimtanathi manushya satata vairagyane pame chhe. Te eka pada samyag jnyana chhe. Karana ke jenathi vairagyani prapti thaya chhe, te ja tenum sachum jnyana chhe tema jana.. 94. Vitaraga paramatmana margamam je eka pana pada vade manushya tivra vairagyane pamyo hoya te pana marana sudhi pana mukavum na joie. 95. Jinashasanamam je koi eka padana dharanathi jene samvega prapta thaya chhe, Te ja eka padana alambanathi anukrame Adhyatma yogani aradhana dvara temaja Vishishta dharmadhyana ane shukladhyana dvara samagra mohajalane bhedi namkhe chhe. 96. Marana samaye samagra dvadashamginum chimtana thavum te atyamta samartha chittavala munithi pana shakya nathi. 97. Tethi te desha – kalamam eka pana padanum chimtana aradhanamam upayukta thaine je kare chhe, te jivane jineshvara paramatmae aradhaka kahyo chhe. 98. Suvihita muni aradhanamam ekagra bani samadhipurvaka kala kari, utkrishtathi trana bhavamam avashya moksha pame chhe, arthat nirvanane pame chhe. 99. A rite shrutajnyanana vishishta guno ane mahana labho samkshepathi mem varnavela chhe. Have charitrana vishishta guno tame ekagra chittavala banini sau sambhalo. Sutra samdarbha– 72–99