Sutra Navigation: Chandravedyak ( )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1109937
Scripture Name( English ): Chandravedyak Translated Scripture Name :
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

Translated Chapter :

Section : Translated Section :
Sutra Number : 37 Category : Painna-07B
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] नीयावित्ति विनीयं ममत्तमं गुणवियाणयं सुयणं । आयरियमइवियाणिं सीसं कुसला पसंसंति ॥
Sutra Meaning : (શિષ્ય દ્વાર) ૩૭. જે હંમેશા નમ્ર વૃત્તિવાળો, વિનીત, મદ રહિત, ગુણને જાણનારો, સજ્જન અને આચાર્ય ભગવંતના આશયને સમજનારો હોય છે, તે શિષ્યની પ્રશંસા પંડિત પુરુષો કરે છે. અર્થાત્‌ તેવો સાધુ સુશિષ્ય કહેવાય છે.. ૩૮. શીત, તાપ, વાયુ, ભૂખ, તરસ અને અરતિ પરીષહને સહન કરનાર, પૃથ્વીની જેમ સર્વ પ્રકારની પ્રતિકૂળતા – અનુકૂળતા વગેરેને ખમી ખાનાર – સહેનાર શિષ્યને કુશળ પુરુષો પ્રશંસે છે. ૩૯. લાભ કે અલાભના પ્રસંગમાં પણ જેના મુખનો ભાવ બદલાતો નથી અર્થાત્‌ હર્ષ કે ખેદયુક્ત બનતો નથી તેમજ જે અલ્પ ઇચ્છાવાળો અને સદા સંતુષ્ટ હોય છે. તેવા શિષ્યની પંડિત પુરુષો પ્રશંસા કરે છે. ૪૦. જે છ પ્રકારના વિનયની વિધિને જાણનારો તથા આત્મિક હિતની રુચિવાળા હોય છે એવો વિનિત તથા ઋદ્ધિ આદિ ગારવથી રહિત શિષ્યને ગીતાર્થો પ્રશંસે છે. ૪૧. આચાર્ય વગેરેની દશ પ્રકારની વૈયાવચ્ચ કરવામાં સદા ઉદ્યત, વાચનાદિ સ્વાધ્યાયમાં નિત્ય પ્રયત્નશીલ તથા સામાયિક આદિ સર્વ આવશ્યકમાં ઉદ્યત શિષ્યની જ્ઞાની પુરુષો પ્રશંસા કરે છે. ૪૨. આચાર્ય ભગવંતનો ગુણાનુવાદ કરનાર, ગચ્છવાસી ગુરુ અને શાસનની કીર્તિને વધાવનાર અને નિર્મળ પ્રજ્ઞા વડે પોતાના ધ્યેય પ્રત્યે અત્યંત જાગરુક શિષ્યને મહર્ષિજનો વખાણે છે. ૪૩. હે મુમુક્ષુ મુનિ ! સર્વ પ્રથમ સર્વ પ્રકારના માનને હણીને શિક્ષા પ્રાપ્ત કર. ખરેખર! સુવિનિત શિષ્યના જ બીજા આત્માઓ શિષ્ય બને છે. અશિષ્યના શિષ્ય કોઈ ન બને. ૪૪. સુવિનિત શિષ્યે આચાર્ય ભગવંતના અતિશય કટુક – રોષભર્યા કે પ્રેમભર્યા વચનોને સારી રીતે સહેવા. *** હવે શિષ્યની પરીક્ષા માટે તેમાં કેટલાક વિશિષ્ટ લક્ષણો અને ગુણો બતાવે છે – ૪૫. જે પુરુષ ઉત્તમ જાતિ, કુળ, રૂપ, યૌવન, બળ, વીર્ય, પરાક્રમ, સમતા અને સત્વગુણથી યુક્ત હોય, મધુરભાષી, કોઈની ચાડી – ચુગલી ન કરનારો, અશઠ, નગ્ન અને અલોભી હોય તથા ૪૬.અખંડ હાથ અને પગવાળો, ઓછા રોમવાળો, સ્નિગ્ધ અને પુષ્ટ દેહવાળો, ઉન્નત નાસિકાવાળો, ઉદાર દૃષ્ટિ અને વિશાળ નેત્રવાળો હોય. ૪૭. જિનશાસનનો અનુરાગી – પક્ષપાતી, ગુરુજનોના મુખ તરફ જોનારો, ધીર, શ્રદ્ધાગુણથી પૂર્ણ, વિકાર રહિત, વિનય પ્રધાન જીવન જીવનારો હોય. ૪૮. કાળ, દેશ અને સમય – પ્રસંગને ઓળખનારો, શીલરૂપ અને વિનયને જાણનારો, લોભ – ભય – મોહથી રહિત, નિદ્રા અને પરીષહને જીતનારો હોય. *** તેને કુશળ પુરુષો યોગ્ય શિષ્ય કહે છે. ૪૯. કોઈ પુરુષ કદાચ શ્રુતજ્ઞાનમાં કુશલ હોય, હેતુ, કારણ અને વિધિનો જાણકાર હોય છતાં જો તે અવિનીત અને ગૌરવયુક્ત હોય તો શ્રુતધર મહર્ષિ તેમને પ્રશંસતા નથી. ૫૦. પવિત્ર, અનુરાગી, સદા વિનયના આચારોને આચરનાર, સરળ હૃદયવાળા, પ્રવચનની શોભાને વધારનાર અને ધીર એવા શિષ્યને આગમની વાચના આપવી જોઈએ. ૫૧. ઉક્ત વિનયાદિ ગુણથી હીન અને બીજા નયાદિ સેંકડો ગુણથી યુક્ત એવા પુત્રને પણ હિતૈષી પંડિત શાસ્ત્ર વાચના કરાવતો નથી, તો સર્વથા ગુણહીન શિષ્યને શાસ્ત્રજ્ઞાન કેમ કરાવાય? ૫૨. નિપુણ – સૂક્ષ્મ અર્થવાળા શાસ્ત્રોમાં વિસ્તારથી બતાવેલી આ શિષ્ય પરીક્ષા સંક્ષેપમાં કહી છે. પારલૌકીક હિતના કામી ગુરુએ શિષ્યની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ. ૫૩. શિષ્યોના ગુણોની કીર્તના મેં સંક્ષેપમાં વર્ણવી છે, હવે વિનયના નિગ્રહ ગુણોને કહીશ, તે તમે સાવધાન ચિત્તવાળા બનીને સાંભળો. સૂત્ર સંદર્ભ– ૩૭–૫૩
Mool Sutra Transliteration : [gatha] niyavitti viniyam mamattamam gunaviyanayam suyanam. Ayariyamaiviyanim sisam kusala pasamsamti.
Sutra Meaning Transliteration : (shishya dvara) 37. Je hammesha namra vrittivalo, vinita, mada rahita, gunane jananaro, sajjana ane acharya bhagavamtana ashayane samajanaro hoya chhe, te shishyani prashamsa pamdita purusho kare chhe. Arthat tevo sadhu sushishya kahevaya chhe.. 38. Shita, tapa, vayu, bhukha, tarasa ane arati parishahane sahana karanara, prithvini jema sarva prakarani pratikulata – anukulata vagerene khami khanara – sahenara shishyane kushala purusho prashamse chhe. 39. Labha ke alabhana prasamgamam pana jena mukhano bhava badalato nathi arthat harsha ke khedayukta banato nathi temaja je alpa ichchhavalo ane sada samtushta hoya chhe. Teva shishyani pamdita purusho prashamsa kare chhe. 40. Je chha prakarana vinayani vidhine jananaro tatha atmika hitani ruchivala hoya chhe evo vinita tatha riddhi adi garavathi rahita shishyane gitartho prashamse chhe. 41. Acharya vagereni dasha prakarani vaiyavachcha karavamam sada udyata, vachanadi svadhyayamam nitya prayatnashila tatha samayika adi sarva avashyakamam udyata shishyani jnyani purusho prashamsa kare chhe. 42. Acharya bhagavamtano gunanuvada karanara, gachchhavasi guru ane shasanani kirtine vadhavanara ane nirmala prajnya vade potana dhyeya pratye atyamta jagaruka shishyane maharshijano vakhane chhe. 43. He mumukshu muni ! Sarva prathama sarva prakarana manane hanine shiksha prapta kara. Kharekhara! Suvinita shishyana ja bija atmao shishya bane chhe. Ashishyana shishya koi na bane. 44. Suvinita shishye acharya bhagavamtana atishaya katuka – roshabharya ke premabharya vachanone sari rite saheva. *** have shishyani pariksha mate temam ketalaka vishishta lakshano ane guno batave chhe – 45. Je purusha uttama jati, kula, rupa, yauvana, bala, virya, parakrama, samata ane satvagunathi yukta hoya, madhurabhashi, koini chadi – chugali na karanaro, ashatha, nagna ane alobhi hoya tatha 46.Akhamda hatha ane pagavalo, ochha romavalo, snigdha ane pushta dehavalo, unnata nasikavalo, udara drishti ane vishala netravalo hoya. 47. Jinashasanano anuragi – pakshapati, gurujanona mukha tarapha jonaro, dhira, shraddhagunathi purna, vikara rahita, vinaya pradhana jivana jivanaro hoya. 48. Kala, desha ane samaya – prasamgane olakhanaro, shilarupa ane vinayane jananaro, lobha – bhaya – mohathi rahita, nidra ane parishahane jitanaro hoya. *** tene kushala purusho yogya shishya kahe chhe. 49. Koi purusha kadacha shrutajnyanamam kushala hoya, hetu, karana ane vidhino janakara hoya chhatam jo te avinita ane gauravayukta hoya to shrutadhara maharshi temane prashamsata nathi. 50. Pavitra, anuragi, sada vinayana acharone acharanara, sarala hridayavala, pravachanani shobhane vadharanara ane dhira eva shishyane agamani vachana apavi joie. 51. Ukta vinayadi gunathi hina ane bija nayadi semkado gunathi yukta eva putrane pana hitaishi pamdita shastra vachana karavato nathi, To sarvatha gunahina shishyane shastrajnyana kema karavaya? 52. Nipuna – sukshma arthavala shastromam vistarathi bataveli a shishya pariksha samkshepamam kahi chhe. Paralaukika hitana kami gurue shishyani pariksha avashya karavi joie. 53. Shishyona gunoni kirtana mem samkshepamam varnavi chhe, have vinayana nigraha gunone kahisha, te tame savadhana chittavala banine sambhalo. Sutra samdarbha– 37–53