Sutra Navigation: Gacchachar ( ગચ્છાચાર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1109763
Scripture Name( English ): Gacchachar Translated Scripture Name : ગચ્છાચાર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

गुरुस्वरूपं

Translated Chapter :

ગુરુસ્વરૂપં

Section : Translated Section :
Sutra Number : 63 Category : Painna-07A
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] वज्जेह अप्पमत्ता अज्जासंसग्गि अग्गि-विससरिसी । अज्जानुचरो साहू लहइ अकित्तिं खु अचिरेण ॥
Sutra Meaning : સૂત્ર– ૬૩. અપ્રમત્તો ! અગ્નિ અને વિષ સમાન સાધ્વીનો સંસર્ગ છોડી દો. સાધ્વીને અનુસરનારો સાધુ થોડા જ કાળમાં જરૂર અપકીર્તિ પામે. સૂત્ર– ૬૪. વૃદ્ધ, તપસ્વી, બહુશ્રુત, પ્રમાણભૂત મુનિને પણ સાધ્વીનો સંસર્ગ લોકનિંદાનો હેતુ થાય છે. સૂત્ર– ૬૫. તો પછી યુવાન, અલ્પશ્રુત, થોડો તપ કરનાર એવાને સાધ્વી સંસર્ગ લોકનિંદાનો હેતુ કેમ ન થાય ? સૂત્ર– ૬૬. જો કે પોતે દૃઢ અંતઃકરણવાળો હોય તો પણ સંસર્ગ વધતા અગ્નિ સમીપે જેમ ઘી ઓગળી જાય તેમ તે મુનિનું ચિત્ત સાધ્વી સમીપે વિલીન થાય છે. સૂત્ર– ૬૭. સર્વ સ્ત્રીવર્ગમાં હંમેશાં અપ્રમત્તપણે વિશ્વાસ રહિત વર્તે તો તે બ્રહ્મચર્ય પાળી શકે, તેથી વિપરીત વર્તે તો ન પાળી શકે. સૂત્ર– ૬૮. સર્વત્ર બધા પદાર્થોમાં મમતારહિત મુનિ સ્વાધીન હોય છે, પણ તે જો સાધ્વીના પાસમાં બંધાયેલ હોય તો પરાધીન થઈ જાય છે. સૂત્ર– ૬૯. લીંટમાં પડેલ માખી છૂટી ન શકે, તેમ સાધ્વીને અનુસરનાર સાધુ પણ છૂટો થઈ શકતો નથી. સૂત્ર– ૭૦. આ જગતમાં અવિધિએ સાધ્વીને અનુસરતા સાધુને તેના સમાન બીજું કોઈ બંધન નથી. સાધ્વીને ધર્મમાં સ્થાપન કરનાર સાધુને એના સમાન નિર્જરા નથી. સૂત્ર– ૭૧. વચનમાત્રથી પણ ચારિત્રથી ભ્રષ્ટ થયેલા બહુલબ્ધિક સાધુને પણ જ્યાં વિધિપૂર્વક ગુરુથી નિગ્રહ કરાય તે ગચ્છ છે. સૂત્ર સંદર્ભ– ૬૩–૭૧
Mool Sutra Transliteration : [gatha] vajjeha appamatta ajjasamsaggi aggi-visasarisi. Ajjanucharo sahu lahai akittim khu achirena.
Sutra Meaning Transliteration : Sutra– 63. Apramatto ! Agni ane visha samana sadhvino samsarga chhodi do. Sadhvine anusaranaro sadhu thoda ja kalamam jarura apakirti pame. Sutra– 64. Vriddha, tapasvi, bahushruta, pramanabhuta munine pana sadhvino samsarga lokanimdano hetu thaya chhe. Sutra– 65. To pachhi yuvana, alpashruta, thodo tapa karanara evane sadhvi samsarga lokanimdano hetu kema na thaya\? Sutra– 66. Jo ke pote dridha amtahkaranavalo hoya to pana samsarga vadhata agni samipe jema ghi ogali jaya tema te muninum chitta sadhvi samipe vilina thaya chhe. Sutra– 67. Sarva strivargamam hammesham apramattapane vishvasa rahita varte to te brahmacharya pali shake, tethi viparita varte to na pali shake. Sutra– 68. Sarvatra badha padarthomam mamatarahita muni svadhina hoya chhe, pana te jo sadhvina pasamam bamdhayela hoya to paradhina thai jaya chhe. Sutra– 69. Limtamam padela makhi chhuti na shake, tema sadhvine anusaranara sadhu pana chhuto thai shakato nathi. Sutra– 70. A jagatamam avidhie sadhvine anusarata sadhune tena samana bijum koi bamdhana nathi. Sadhvine dharmamam sthapana karanara sadhune ena samana nirjara nathi. Sutra– 71. Vachanamatrathi pana charitrathi bhrashta thayela bahulabdhika sadhune pana jyam vidhipurvaka guruthi nigraha karaya te gachchha chhe. Sutra samdarbha– 63–71