Sutra Navigation: Tandulvaicharika ( તંદુલ વૈચારિક )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1109344
Scripture Name( English ): Tandulvaicharika Translated Scripture Name : તંદુલ વૈચારિક
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

उपदेश, उपसंहार

Translated Chapter :

ઉપદેશ, ઉપસંહાર

Section : Translated Section :
Sutra Number : 144 Category : Painna-05
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] असि-मसिसारिच्छीणं कंतार-कवाड-चारयसमाणं । घोर-निउरंबकंदरचलंत-बीभच्छभावाणं ॥
Sutra Meaning : સ્ત્રીઓ તલવાર જેવી તીક્ષ્ણ, શાહી જેવી કાલિમા, ગહન ધન જેવી ભ્રમિત કરનારી, કબાટ અને કારાગાર જેવી બંધનકારક, પ્રવાહશીલ અગાધ જળની જેમ ભયદાયક હોય છે. આ સ્ત્રીઓ સેંકડો દોષોની ગગરી, અનેક પ્રકારના અપયશને ફેલાવનારી, કુટિલ હૃદયા, કપટપૂર્ણ વિચારવાળી હોય છે, તેના સ્વભાવને બુદ્ધિમાન પણ જાણી શકતા નથી. ગંગાના બાલુકણ, સાગરનું જળ, હિમવતનું પરિમાણ, ઉગ્રતપનું ફળ, ગર્ભથી ઉત્પન્ન થનારી બાળક, સિંહની પીઠના વાળ, પેટમાં રહેલ પદાર્થ, ઘોડાના ચાલવાનો અવાજ, તેને કદાચ બુદ્ધિમાન મનુષ્ય જાણી શકે, પણ સ્ત્રીના હૃદયને ન જાણી શકે. આ પ્રકારના ગુણોથી યુક્ત આ સ્ત્રીઓ વાંદરા જેવી ચંચળ મનવાળી અને સંસારમાં વિશ્વાસ કરવા યોગ્ય નથી. લોકમાં જેમ ધાન્ય વિહિન ખળ, પુષ્પરહિત બગીચો, દૂધ રહિત ગાય, તેલ રહિત તલ નિરર્થક છે, તેમ સ્ત્રી પણ સુખ હિન હોવાથી નિરર્થક છે. જેટલા સમયમાં આંખ મીંચીને ઉઘાડાય એટલામાં સ્ત્રીઓનું હૃદય અને ચિત્ત હજાર વખત વ્યાકુળ થાય છે. સૂત્ર સંદર્ભ– ૧૪૪–૧૫૧
Mool Sutra Transliteration : [gatha] asi-masisarichchhinam kamtara-kavada-charayasamanam. Ghora-niurambakamdarachalamta-bibhachchhabhavanam.
Sutra Meaning Transliteration : Strio talavara jevi tikshna, shahi jevi kalima, gahana dhana jevi bhramita karanari, kabata ane karagara jevi bamdhanakaraka, pravahashila agadha jalani jema bhayadayaka hoya chhe. A strio semkado doshoni gagari, aneka prakarana apayashane phelavanari, kutila hridaya, kapatapurna vicharavali hoya chhe, tena svabhavane buddhimana pana jani shakata nathi. Gamgana balukana, sagaranum jala, himavatanum parimana, ugratapanum phala, garbhathi utpanna thanari balaka, simhani pithana vala, petamam rahela padartha, ghodana chalavano avaja, tene kadacha buddhimana manushya jani shake, pana strina hridayane na jani shake. A prakarana gunothi yukta a strio vamdara jevi chamchala manavali ane samsaramam vishvasa karava yogya nathi. Lokamam jema dhanya vihina khala, pushparahita bagicho, dudha rahita gaya, tela rahita tala nirarthaka chhe, tema stri pana sukha hina hovathi nirarthaka chhe. Jetala samayamam amkha mimchine ughadaya etalamam strionum hridaya ane chitta hajara vakhata vyakula thaya chhe. Sutra samdarbha– 144–151