Sutra Navigation: Tandulvaicharika ( તંદુલ વૈચારિક )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1109243 | ||
Scripture Name( English ): | Tandulvaicharika | Translated Scripture Name : | તંદુલ વૈચારિક |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
जीवस्यदशदशा |
Translated Chapter : |
જીવસ્યદશદશા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 43 | Category : | Painna-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] आउसो! एवं जायस्स जंतुस्स कमेण दस दसाओ एवमाहिज्जंति । तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૩. હે આયુષ્યમાન્ ! આ પ્રકારે ઉત્પન્ન જીવની ક્રમથી દશ દશા કહી છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૪૪. બાલા, ક્રીડા, મંદા, બલા, પ્રજ્ઞા, હાયની, પ્રપંચા, પ્રાગ્ભારા, મુન્મુખી અને શાયની. એ દશકાળ દશા. સૂત્ર– ૪૫. જન્મ થતા જ જીવ પહેલી અવસ્થા પામે, તેમાં અજ્ઞાનતાને લીધે સુખ, દુઃખ અને ભૂખને જાણતો નથી. સૂત્ર– ૪૬. બીજી અવસ્થામાં તે વિવિધ ક્રીડા દ્વારા ક્રીડા કરે છે તેની કામભોગમાં તીવ્ર મતિ ઉત્પન્ન થતી નથી. સૂત્ર– ૪૭. ત્રીજી અવસ્થા પામે છે, ત્યારે પાંચે પ્રકારના ભોગો ભોગવવા નિશ્ચે સમર્થ થાય છે. સૂત્ર– ૪૮. ચોથી બલા નામક અવસ્થામાં મનુષ્ય, તકલીફ ન હોય તો પણ પોતાનું બળ પ્રદર્શન કરવા સમર્થ થાય સૂત્ર– ૪૯. પાંચમી અવસ્થામાં તે ધનની ચિંતા માટે સમર્થ હોય છે અને પરિવારને પામે છે. સૂત્ર– ૫૦. છઠ્ઠી ‘હાયની’ અવસ્થામાં તે ઇન્દ્રિયમાં શિથિલતા આવતા કામભોગ પ્રતિ વિરક્ત થાય છે. સૂત્ર– ૫૧. સાતમી ‘પ્રપંચા’ દશામાં તે સ્નિગ્ધ લાળ અને કફ પાડતો અને વારંવાર ખાંસતો રહે છે. સૂત્ર– ૫૨. આઠમી અવસ્થામાં સંકુચિત થયેલ પેટની ચામડીવાળો, સ્ત્રીઓને અપ્રિય અને વૃદ્ધાવસ્થાવાળો થાય સૂત્ર– ૫૩. નવમી મુન્મુખ દશામાં શરીર વૃદ્ધાવસ્થાથી આક્રાંત થઈ જાય છે અને કામવાસનાથી રહિત થાય છે. સૂત્ર– ૫૪. દશમી દશામાં તેની વાણી ક્ષીણ થાય છે, સ્વર બદલાઈ જાય છે. તે દીન, વિપરીત બુદ્ધિ, ભ્રાંત ચિત્ત, દુર્બળ અને દુઃખદ અવસ્થા પામે છે. સૂત્ર સંદર્ભ– ૪૩–૫૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] auso! Evam jayassa jamtussa kamena dasa dasao evamahijjamti. Tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 43. He ayushyaman ! A prakare utpanna jivani kramathi dasha dasha kahi chhe, te a pramane – Sutra– 44. Bala, krida, mamda, bala, prajnya, hayani, prapamcha, pragbhara, munmukhi ane shayani. E dashakala dasha. Sutra– 45. Janma thata ja jiva paheli avastha pame, temam ajnyanatane lidhe sukha, duhkha ane bhukhane janato nathi. Sutra– 46. Biji avasthamam te vividha krida dvara krida kare chhe teni kamabhogamam tivra mati utpanna thati nathi. Sutra– 47. Triji avastha pame chhe, tyare pamche prakarana bhogo bhogavava nishche samartha thaya chhe. Sutra– 48. Chothi bala namaka avasthamam manushya, takalipha na hoya to pana potanum bala pradarshana karava samartha thaya Sutra– 49. Pamchami avasthamam te dhanani chimta mate samartha hoya chhe ane parivarane pame chhe. Sutra– 50. Chhaththi ‘hayani’ avasthamam te indriyamam shithilata avata kamabhoga prati virakta thaya chhe. Sutra– 51. Satami ‘prapamcha’ dashamam te snigdha lala ane kapha padato ane varamvara khamsato rahe chhe. Sutra– 52. Athami avasthamam samkuchita thayela petani chamadivalo, strione apriya ane vriddhavasthavalo thaya Sutra– 53. Navami munmukha dashamam sharira vriddhavasthathi akramta thai jaya chhe ane kamavasanathi rahita thaya chhe. Sutra– 54. Dashami dashamam teni vani kshina thaya chhe, svara badalai jaya chhe. Te dina, viparita buddhi, bhramta chitta, durbala ane duhkhada avastha pame chhe. Sutra samdarbha– 43–54 |