Sutra Navigation: Tandulvaicharika ( તંદુલ વૈચારિક )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1109226 | ||
Scripture Name( English ): | Tandulvaicharika | Translated Scripture Name : | તંદુલ વૈચારિક |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
जीवस्यदशदशा |
Translated Chapter : |
જીવસ્યદશદશા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 26 | Category : | Painna-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जीवे णं भंते! गब्भगए समाणे उत्ताणए वा पासिल्लए वा अंबखुज्जए वा अच्छेज्ज वा चिट्ठेज्ज वा निसीएज्ज वा तुयट्टेज्ज वा आसएज्ज वा सएज्ज वा माऊए सुयमाणीए सुयइ जागरमाणीए जागरइ सुहिआए सुहिओ भवइ दुहिआए दुहिओ भवइ? हंता गोयमा! जीवे णं गब्भगए समाणे उत्ताणए वा जाव दुक्खिआए दुक्खिओ भवइ। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૬. ૧.ગર્ભમાં રહેલ જીવ ઊલટો સૂવે, પડખે સૂવે કે વક્ર આકારે સુવે ? ૨.ઊભો હોય કે બેઠો હોય ? ૩. સૂતો હોય કે જાગતો હોય ? ૪. માતા સૂવે ત્યારે સૂવે અને જાગે માતા ત્યારે જાગે ? ૫. માતા સુખી હોય તો સુખી અને માતા દુઃખી હોય તો દુઃખી રહે ? હા, ગૌતમ ! ગર્ભ સ્થિત જીવ માટે તમે પૂછો છો તેમજ છે સૂત્ર– ૨૭. સ્થિર રહેલા ગર્ભનું માતા રક્ષણ કરે, સમ્યક્રૂપે પરિપાલન કરે, વહન કરે, તેને સીધો રાખે અને એ રીતે ગર્ભની અને પોતાની રક્ષા કરે. સૂત્ર– ૨૮. માતા સૂવે ત્યારે સૂવે, જાગે ત્યારે જાગે, સુખી હોય તો સુખી અને દુઃખી હોય ત્યારે દુઃખી થાય છે. સૂત્ર– ૨૯. તેને વિષ્ઠા, મૂત્ર, કફ, નાકનો મેલ પણ ન હોય, આહાર; અસ્થિ, મજ્જા, નખ, કેશ, શ્મશ્રુરૂપે પરિણમે છે. સૂત્ર– ૩૦. આહાર પરિણમન અને શ્વાસોચ્છ્વાસ બધું શરીર પ્રદેશોથી થાય છે અને તે કવલાહાર કરતો નથી. સૂત્ર– ૩૧. આ રીતે દુઃખી જીવ ગર્ભમાં શરીરને પ્રાપ્ત કરી અશુચિ પ્રદેશમાં નિવાસ કરે છે. પરમ અંધકારમાં રહે છે. સૂત્ર– ૩૨. હે આયુષ્યમાન્ ! ત્યારે નવમાં મહિનામાં માતા તેના દ્વારા ઉત્પન્ન થનારા ગર્ભને ચારમાંથી કોઈ એકરૂપે જન્મ આપે છે. તે આ પ્રમાણે – સ્ત્રી, પુરુષ, નપુંસક, પીંડ. સૂત્ર– ૩૩. શુક્ર ઓછું – રજ વધુ હોય તો સ્ત્રી, રજ ઓછી – શુક્ર વધુ તો પુરુષ, સૂત્ર– ૩૪. રજ અને શુક્ર બંને સમાન હો તો નપુંસક માત્ર સ્ત્રી – રજની સ્થિરતા રહે તો પિંડ ઉત્પન્ન થાય. સૂત્ર– ૩૫. પ્રસવકાળે બાળક માથા અથવા પગથી નીકળે છે. જો તે સીધું બહાર નકળે તો સકુશલ જન્મે, પણ જો તીર્છુ થઈ જાય તો મરણ પામે છે. સૂત્ર– ૩૬. કોઈ પાપાત્મા અશુચિ પ્રસૂત અને અશુચિરૂપ ગર્ભવાસમાં ઉત્કૃષ્ટથી ૧૨ વર્ષ સુધી રહે છે. સૂત્ર– ૩૭. જન્મ અને મૃત્યુ સમયે જીવ જે દુઃખ પામે છે. તેનાથી તે વિમૂઢ બનેલો પોતાના પૂર્વજન્મોનું સ્મરણ કરી શકતો નથી. સૂત્ર– ૩૮. ત્યારે રડતો તથા પોતાની માતાના શરીરને પીડા પહોંચાડતો યોનિમુખથી બહાર નીકળે છે. સૂત્ર– ૩૯. ગર્ભગૃહમાં જીવ કુંભીપાક નરકની જેમ વિષ્ઠા, મૂત્ર આદિ અશુચિ સ્થાને ઉત્પન્ન થાય છે, સૂત્ર– ૪૦. જેમ વિષ્ઠામાં કૃમિ ઉત્પન્ન થાય છે, તે જ રીતે પુરુષના પિત્ત, કફ, વીર્ય, લોહી અને મૂત્રમાં જીવ ઉત્પન્ન થાય છે. સૂત્ર– ૪૧. તે જીવનું શુદ્ધિકરણ કઈ રીતે થાય જેની ઉત્પત્તિ જ શુક્ર અને લોહીના સમૂહમાં થઈ હોય ? સૂત્ર– ૪૨. અશુચિથી ઉત્પન્ન અને હંમેશાં દુર્ગંધયુક્ત વિષ્ઠાથી ભરેલા અને હંમેશાં શુચિની અપેક્ષા કરનારા આ શરીર પર ગર્વ કેવો ? સૂત્ર સંદર્ભ– ૨૬–૪૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] jive nam bhamte! Gabbhagae samane uttanae va pasillae va ambakhujjae va achchhejja va chitthejja va nisiejja va tuyattejja va asaejja va saejja va maue suyamanie suyai jagaramanie jagarai suhiae suhio bhavai duhiae duhio bhavai? Hamta goyama! Jive nam gabbhagae samane uttanae va java dukkhiae dukkhio bhavai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 26. 1.Garbhamam rahela jiva ulato suve, padakhe suve ke vakra akare suve\? 2.Ubho hoya ke betho hoya\? 3. Suto hoya ke jagato hoya\? 4. Mata suve tyare suve ane jage mata tyare jage\? 5. Mata sukhi hoya to sukhi ane mata duhkhi hoya to duhkhi rahe\? Ha, gautama ! Garbha sthita jiva mate tame puchho chho temaja chhe Sutra– 27. Sthira rahela garbhanum mata rakshana kare, samyakrupe paripalana kare, vahana kare, tene sidho rakhe ane e rite garbhani ane potani raksha kare. Sutra– 28. Mata suve tyare suve, jage tyare jage, sukhi hoya to sukhi ane duhkhi hoya tyare duhkhi thaya chhe. Sutra– 29. Tene vishtha, mutra, kapha, nakano mela pana na hoya, ahara; asthi, majja, nakha, kesha, shmashrurupe pariname chhe. Sutra– 30. Ahara parinamana ane shvasochchhvasa badhum sharira pradeshothi thaya chhe ane te kavalahara karato nathi. Sutra– 31. A rite duhkhi jiva garbhamam sharirane prapta kari ashuchi pradeshamam nivasa kare chhe. Parama amdhakaramam rahe chhe. Sutra– 32. He ayushyaman ! Tyare navamam mahinamam mata tena dvara utpanna thanara garbhane charamamthi koi ekarupe janma ape chhe. Te a pramane – stri, purusha, napumsaka, pimda. Sutra– 33. Shukra ochhum – raja vadhu hoya to stri, raja ochhi – shukra vadhu to purusha, Sutra– 34. Raja ane shukra bamne samana ho to napumsaka matra stri – rajani sthirata rahe to pimda utpanna thaya. Sutra– 35. Prasavakale balaka matha athava pagathi nikale chhe. Jo te sidhum bahara nakale to sakushala janme, pana jo tirchhu thai jaya to marana pame chhe. Sutra– 36. Koi papatma ashuchi prasuta ane ashuchirupa garbhavasamam utkrishtathi 12 varsha sudhi rahe chhe. Sutra– 37. Janma ane mrityu samaye jiva je duhkha pame chhe. Tenathi te vimudha banelo potana purvajanmonum smarana kari shakato nathi. Sutra– 38. Tyare radato tatha potani matana sharirane pida pahomchadato yonimukhathi bahara nikale chhe. Sutra– 39. Garbhagrihamam jiva kumbhipaka narakani jema vishtha, mutra adi ashuchi sthane utpanna thaya chhe, Sutra– 40. Jema vishthamam krimi utpanna thaya chhe, te ja rite purushana pitta, kapha, virya, lohi ane mutramam jiva utpanna thaya chhe. Sutra– 41. Te jivanum shuddhikarana kai rite thaya jeni utpatti ja shukra ane lohina samuhamam thai hoya\? Sutra– 42. Ashuchithi utpanna ane hammesham durgamdhayukta vishthathi bharela ane hammesham shuchini apeksha karanara a sharira para garva kevo\? Sutra samdarbha– 26–42 |