Sutra Navigation: Bhaktaparigna ( ભક્તપરિજ્ઞા )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1108989 | ||
Scripture Name( English ): | Bhaktaparigna | Translated Scripture Name : | ભક્તપરિજ્ઞા |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
आचरण, क्षमापना आदि |
Translated Chapter : |
આચરણ, ક્ષમાપના આદિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 89 | Category : | Painna-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] परिहर छज्जीववहं सम्मं मन-वयण-कायजोगेहिं । जीवविसेसं नाउं जावज्जीवं पयत्तेणं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૯. જીવ વિશેષનાં ભેદને જાણીને જાવજ્જીવ પ્રયત્ન વડે સમ્યક્ મન – વચન – કાયયોગથી છકાય જીવના વધનો ત્યાગ કર. સૂત્ર– ૯૦. જેમ તમને દુઃખ પ્રિય નથી, એમ સર્વ જીવને પણ દુખ ગમતું નથી, એવું જાણીને સર્વ આદર વડે ઉપયુક્ત(સાવધાન) થઈ દરેક જીવને આત્મવત્ માની દયા કર. સૂત્ર– ૯૧. જેમ જગતમાં મેરુ પર્વતથી ઊંચું કોઈ નથી, આકાશથી કોઈ વિશાળ નથી, તેમ અહિંસા સમાન ધર્મ નથી તેમ તું જાણ. સૂત્ર– ૯૨. આ જીવ સર્વ જીવો સાથે સર્વ પણ સંબંધ પામ્યો છે, તેથી જીવોને મારતા સર્વ સંબંધીને મારે છે. સૂત્ર– ૯૩. જીવનો વધ તે આત્મવધ જાણવો, જીવ દયા તે આત્મદયા જાણવી, તેથી આત્માના સુખને ઈચ્છતા જીવોએ સર્વ જીવ હિંસા ત્યાગ કરી છે. સૂત્ર– ૯૪. ચાર ગતિમાં રખડતા જીવને જેટલા દુઃખ થાય છે, તે સર્વે હિંસાના સૂક્ષ્મ ફળ છે, તે સૂક્ષ્મ બુદ્ધિથી જાણ. સૂત્ર– ૯૫. જે કંઈ મોટું સુખ, પ્રભુપણુ, જે કઈ સ્વાભાવિક સુંદર છે તે આરોગ્ય અને સૌભાગ્ય બધું અહિંસાનું ફળ સમજવું. સૂત્ર– ૯૬. સુસુમારદ્રહમાં ફેંકાયેલો ચંડાલ, એક દિવસમાં, એક જીવ બચાવવાથી ઉત્પન્ન થયેલાઅહિંસા ગુણથી દેવનું સાંનિધ્ય પામ્યો. સૂત્ર સંદર્ભ– ૮૯–૯૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] parihara chhajjivavaham sammam mana-vayana-kayajogehim. Jivavisesam naum javajjivam payattenam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 89. Jiva visheshanam bhedane janine javajjiva prayatna vade samyak mana – vachana – kayayogathi chhakaya jivana vadhano tyaga kara. Sutra– 90. Jema tamane duhkha priya nathi, ema sarva jivane pana dukha gamatum nathi, evum janine sarva adara vade upayukta(savadhana) thai dareka jivane atmavat mani daya kara. Sutra– 91. Jema jagatamam meru parvatathi umchum koi nathi, akashathi koi vishala nathi, tema ahimsa samana dharma nathi tema tum jana. Sutra– 92. A jiva sarva jivo sathe sarva pana sambamdha pamyo chhe, tethi jivone marata sarva sambamdhine mare chhe. Sutra– 93. Jivano vadha te atmavadha janavo, jiva daya te atmadaya janavi, tethi atmana sukhane ichchhata jivoe sarva jiva himsa tyaga kari chhe. Sutra– 94. Chara gatimam rakhadata jivane jetala duhkha thaya chhe, te sarve himsana sukshma phala chhe, te sukshma buddhithi jana. Sutra– 95. Je kami motum sukha, prabhupanu, je kai svabhavika sumdara chhe te arogya ane saubhagya badhum ahimsanum phala samajavum. Sutra– 96. Susumaradrahamam phemkayelo chamdala, eka divasamam, eka jiva bachavavathi utpanna thayelaahimsa gunathi devanum samnidhya pamyo. Sutra samdarbha– 89–96 |