Sutra Navigation: Pushpika ( પૂષ્પિકા )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1108201 | ||
Scripture Name( English ): | Pushpika | Translated Scripture Name : | પૂષ્પિકા |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१ चंद्र |
Translated Chapter : |
અધ્યયન-૧ ચંદ્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1 | Category : | Upang-10 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जइ णं भंते! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं दोच्चस्स वग्गस्स कप्पवडिंसाणं अयमट्ठे पन्नत्ते, तच्चस्स णं भंते! वग्गस्स उवंगाणं पुप्फियाणं के अट्ठे पन्नत्ते? एवं खलु जंबू! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं तच्चस्स वग्गस्स पुप्फियाणं दस अज्झयणा पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૧. ભગવન્ ! શ્રમણ ભગવંત મહાવીરે કલ્પવતંસિકા ઉપાંગનો આ અર્થ કહ્યો, તો ત્રીજો વર્ગ – પુષ્પિકા ઉપાંગનો કયો અર્થ કહેલ છે ? હે જંબૂ ! શ્રમણ ભગવંત મહાવીરે તેના દશ અધ્યયનો કહ્યા. સૂત્ર– ૨. ચંદ્ર, સૂર્ય, શુક્ર, બહુપુત્રિકા, પૂર્ણભદ્ર, માણિભદ્ર, દત્ત, શિવ, બલ અને અનાદૃત. આ દશ અધ્યયન છે. સૂત્ર– ૩. ભગવન્ ! શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકાના પહેલાં અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? હે જંબૂ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા હતો. તે કાલે, તે સમયે ભગવંત મહાવીર સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી. તે કાળે તે સમયે જ્યોતિષ્કેન્દ્ર જ્યોતિષરાજ ચંદ્ર ચંદ્રાવતંસક વિમાનમાં સુધર્માસભામાં ચંદ્ર સિંહાસને ૪૦૦૦ સામાનિક દેવો સહિત યાવત્ વિચરે છે. આ સંપૂર્ણ જંબૂદ્વીપ દ્વીપને વિપુલ અવધિજ્ઞાનથી અવલોકતો, જોતો સૂર્યાભદેવની માફક શ્રમણ ભગવંત મહાવીરને જુએ છે. આભિયોગ દેવને બોલાવીને યાવત્ સુરેન્દ્રના અભિગમન યોગ્ય વિમાનને કરીને, મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે પદાતી સેના નાયકે સુસ્વરા ઘંટા વગાડીને સર્વ દેવ – દેવીઓને સૂચના કરો. તેઓએ યાન વિમાનની વિકુર્વણા કરી. તે વિમાન ૧૦૦૦ યોજન વિસ્તીર્ણ હતું. ૬૨|| યોજન ઊંચું હતું, ૨૫ યોજન ઊંચો મહેન્દ્ર ધ્વજ હતો, શેષ સર્વે કથન સૂર્યાભદેવ માફક કહેવું. યાવત્ તે ચંદ્ર ઈન્દ્ર ભગવંત પાસે આવ્યો. ભગવંત સન્મુખ નૃત્યવિધિ દેખાડી પાછો ગયો. ભગવન્ ! એમ સંબોધન કરી ગૌતમસ્વામીએ પૂછ્યું – તે દેવની ઋદ્ધિ ક્યાં ગઈ? ભગવંતે કૂટાગાર શાલાના દૃષ્ટાંતથી ઉત્તર આપ્યો કે તે ઋદ્ધિ તે દેવના શરીરમાં અનુપ્રવેશી ગઈ. ગૌતમસ્વામીએ ચંદ્રદેવના પૂર્વભવની પૃચ્છા કરી, ભગવંતે કહ્યું – તે કાળે તે સમયે, શ્રાવસ્તી નામે નગરી હતી, ત્યાં કોષ્ઠક નામે ચૈત્ય હતું. ત્યાં અંગતિ નામે ગાથાપતિ હતો, જે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. તે ગાથાપતિ શ્રાવસ્તી નગરીમાં (ઉપાસકદશા વર્ણિત) આનંદ શ્રાવકવત્ બહુમાન્ય આદિ હતો. તે કાળે ભગવંત મહાવીર સમાન શ્રી પુરુષાદાનીય પાર્શ્વ અરહંત હતા, જે નવ હાથ ઊંચા, ૧૬,૦૦૦ શ્રમણો, અને ૩૮,૦૦૦ શ્રમણીઓ સાથે યાવત્ કોષ્ઠક ચૈત્યે સમોસર્યા. તે વૃત્તાંત જાણી અંગતિ ગાથાપતિ ‘કાર્તિક શ્રેષ્ઠી’ની જેમ હર્ષિત થઈ નીકળે છે. યાવત્ પાર્શ્વ અરહંતની પર્યુપાસના કરે છે. ધર્મ સાંભળી, સમજી તે બોલ્યો – દેવાનુપ્રિય ! હું મોટા પુત્રને કુટુંબમાં સ્થાપી આપની પાસે યાવત્ દીક્ષા લેવા ઈચ્છું છું. પછી તે અંગતી એ ગંગદત્તની જેમ દીક્ષા લીધી યાવત્ ગુપ્ત બ્રહ્મચારી થયા. પછી તે અંગતિ અણગાર પાર્શ્વ અરહંતના તથારૂપ સ્થવિર પાસે સામાયિકાદિ ૧૧ – અંગ ભણ્યો. ઘણા ઉપવાસાદિથી યાવત્ આત્માને ભાવિત કરતા, ઘણા વર્ષનો શ્રામણ્ય પર્યાય પાળીને અર્ધમાસિકી સંલેખનાથી ૩૦ ભક્તોને અનશનથી છેદીને વિરાધિત શ્રામણ્યથી કાળ કરી ચંદ્રાવતંસક વિમાનમાં, ઉપપાત સભામાં દેવશયનીયમાં, દેવદૂષ્યાંતરિત જ્યોતિષ્કેન્દ્ર ચંદ્રરૂપે ઉપજ્યો. ત્યારે તે અધુનોત્પન્ન જ્યોતિષ્કેન્દ્ર ચંદ્ર પંચવિધ પર્યાપ્ત વડે પર્યાપ્તિ ભાવ પામ્યો. ભગવન્ ! ચંદ્રની ત્યાં કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! લાખ વર્ષાધિક એક પલ્યોપમ. ગૌતમ ! ચંદ્ર યાવત્ જ્યોતિષરાજે તે દિવ્ય દેવ ઋદ્ધિ એ રીતે મેળવી. ભગવન્ ! ચંદ્ર તે દેવલોકથી આયુક્ષયથી ચ્યવીને ક્યાં જશે ? ગૌતમ ! તે મહાવિદેહે મોક્ષે જશે. હે જંબૂ ! મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવંત મહાવીરે પુષ્પિકા ઉપાંગના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે. સૂત્ર સંદર્ભ– ૧–૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] jai nam bhamte! Samanenam bhagavaya mahavirenam java sampattenam uvamganam dochchassa vaggassa kappavadimsanam ayamatthe pannatte, tachchassa nam bhamte! Vaggassa uvamganam pupphiyanam ke atthe pannatte? Evam khalu jambu! Samanenam bhagavaya mahavirenam java sampattenam uvamganam tachchassa vaggassa pupphiyanam dasa ajjhayana pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1. Bhagavan ! Shramana bhagavamta mahavire kalpavatamsika upamgano a artha kahyo, to trijo varga – pushpika upamgano kayo artha kahela chhe\? He jambu ! Shramana bhagavamta mahavire tena dasha adhyayano kahya. Sutra– 2. Chamdra, surya, shukra, bahuputrika, purnabhadra, manibhadra, datta, shiva, bala ane anadrita. A dasha adhyayana chhe. Sutra– 3. Bhagavan ! Shramana bhagavamta mahavire pushpikana pahelam adhyayanano sho artha kahyo chhe\? He jambu ! Te kale te samaye rajagriha name nagara hatum, gunashila chaitya, shrenika raja hato. Te kale, te samaye bhagavamta mahavira svami padharya, parshada nikali. Te kale te samaye jyotishkendra jyotisharaja chamdra chamdravatamsaka vimanamam sudharmasabhamam chamdra simhasane 4000 samanika devo sahita yavat vichare chhe. A sampurna jambudvipa dvipane vipula avadhijnyanathi avalokato, joto suryabhadevani maphaka shramana bhagavamta mahavirane jue chhe. Abhiyoga devane bolavine yavat surendrana abhigamana yogya vimanane karine, mari ajnya pachhi sompo. Tyare te padati sena nayake susvara ghamta vagadine sarva deva – devione suchana karo. Teoe yana vimanani vikurvana kari. Te vimana 1000 yojana vistirna hatum. 62|| yojana umchum hatum, 25 yojana umcho mahendra dhvaja hato, shesha sarve kathana suryabhadeva maphaka kahevum. Yavat te chamdra indra bhagavamta pase avyo. Bhagavamta sanmukha nrityavidhi dekhadi pachho gayo. Bhagavan ! Ema sambodhana kari gautamasvamie puchhyum – te devani riddhi kyam gai? Bhagavamte kutagara shalana drishtamtathi uttara apyo ke te riddhi te devana shariramam anupraveshi gai. Gautamasvamie chamdradevana purvabhavani prichchha kari, bhagavamte kahyum – te kale te samaye, shravasti name nagari hati, tyam koshthaka name chaitya hatum. Tyam amgati name gathapati hato, je dhanadhya yavat aparibhuta hato. Te gathapati shravasti nagarimam (upasakadasha varnita) anamda shravakavat bahumanya adi hato. Te kale bhagavamta mahavira samana shri purushadaniya parshva arahamta hata, je nava hatha umcha, 16,000 shramano, ane 38,000 shramanio sathe yavat koshthaka chaitye samosarya. Te vrittamta jani amgati gathapati ‘kartika shreshthi’ni jema harshita thai nikale chhe. Yavat parshva arahamtani paryupasana kare chhe. Dharma sambhali, samaji te bolyo – devanupriya ! Hum mota putrane kutumbamam sthapi apani pase yavat diksha leva ichchhum chhum. Pachhi te amgati e gamgadattani jema diksha lidhi yavat gupta brahmachari thaya. Pachhi te amgati anagara parshva arahamtana tatharupa sthavira pase samayikadi 11 – amga bhanyo. Ghana upavasadithi yavat atmane bhavita karata, ghana varshano shramanya paryaya paline ardhamasiki samlekhanathi 30 bhaktone anashanathi chhedine viradhita shramanyathi kala kari chamdravatamsaka vimanamam, upapata sabhamam devashayaniyamam, devadushyamtarita jyotishkendra chamdrarupe upajyo. Tyare te adhunotpanna jyotishkendra chamdra pamchavidha paryapta vade paryapti bhava pamyo. Bhagavan ! Chamdrani tyam ketali kala sthiti chhe\? Gautama ! Lakha varshadhika eka palyopama. Gautama ! Chamdra yavat jyotisharaje te divya deva riddhi e rite melavi. Bhagavan ! Chamdra te devalokathi ayukshayathi chyavine kyam jashe\? Gautama ! Te mahavidehe mokshe jashe. He jambu ! Moksha prapta shramana bhagavamta mahavire pushpika upamgana prathama adhyayanano a artha kahyo chhe. Sutra samdarbha– 1–3 |