Sutra Navigation: Suryapragnapti ( સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107129 | ||
Scripture Name( English ): | Suryapragnapti | Translated Scripture Name : | સૂર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
प्राभृत-१९ |
Translated Chapter : |
પ્રાભૃત-૧૯ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 129 | Category : | Upang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] ता कति णं चंदिमसूरिया सव्वलोयं ओभासंति उज्जोएंति तवेंति पभासेंति आहितेति वएज्जा? तत्थ खलु इमाओ दुवालस पडिवत्तीओ पन्नत्ताओ। तत्थेगे एवमाहंसु–ता एगे चंदे सूरे सव्वलोयं ओभासति उज्जोएति तवेति पभासेति–एगे एवमा-हंसु १ एगे पुण एवमाहंसु–ता तिन्नि चंदा तिन्नि सूरा सव्वलोयं ओभासंति उज्जोएंति तवेंति पभासेंति–एगे एवमाहंसु २ एगे पुण एवमाहंसु–ता आहुट्ठिं चंदा आहुट्ठिं सूरा सव्वलोयं ओभासंति उज्जोएंति तवेंति पभासेंति–एगे एवमाहंसु ३ एगे पुण एवमाहंसु–एतेणं अभिलावेणं नेतव्वं–सत्त चंदा सत्त सूरा ४ दस चंदा दस सूरा ५ बारस चंदा बारस सूरा ६ बातालीसं चंदा बातालीसं सूरा ७ बावत्तरिं चंदा बावत्तरिं सूरा ८ बातालीसं चंदसतं बातालीसं सूरसतं ९ बावत्तरं चंदसतं बावत्तरं सूरसतं १० बातालीसं चंदसहस्सं बातालीसं सूरसहस्सं ११ बावत्तरं चंदसहस्सं बावत्तरं सूरसहस्सं सव्वलोयं ओभासंति उज्जोएंति तवेंति पभासेंति–एगे एवमाहंसु १२ वयं पुण एवं वदामो–ता अयन्नं जंबुद्दीवे दीवे सव्वदीवसमुद्दाणं सव्वब्भंतराए जाव परिक्खेवेणं पन्नत्ते। ता जंबुद्दीवे दीवे दो चंदा पभासेंसु वा पभासेंति वा पभासिस्संति वा दो सूरिया तवइंसु वा तवइंति वा तवइस्संति वा, छप्पन्नं नक्खत्ता जोयं जोएंसु वा जोएंति वा जोइस्संति वा, छावत्तरिं गहसतं चारं चरिंसु वा चरंति वा चरिस्संति वा, एगं सयसहस्सं तेत्तीसं च सहस्सा नव य सया पन्नासा तारागणकोडिकोडीणं सोभं सोभेंसु वा सोभेंति वा सोभिस्संति वा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૨૯. સર્વલોકમાં કેટલા ચંદ્રો અને સૂર્યો અવભાસે છે, ઉદ્યોત કરે છે, તપે છે, પ્રભાસે છે, તેમ કહેલ છે? તે વિષયમાં આ બાર પ્રતિપત્તિઓ (અન્યતીર્થિકોની માન્યતા)કહેલી છે. તેમાં – ૧. એક એમ કહે છે – એક સૂર્ય, એક ચંદ્ર સર્વલોકને અવભાસે છે, ઉદ્યોત કરે છે, તપે છે, પ્રભાસે છે. ૨. એક એમ કહે છે – ત્રણ ચંદ્રો, ત્રણ સૂર્યો સર્વલોકને અવભાસે છે યાવત્ પ્રભાસે છે – એક એમ કહે છે. ૩. એક કહે છે કે – સાડા ત્રણ ચંદ્રો, સાડા ત્રણ સૂર્યો સર્વલોકને અવભાસે છે યાવત્ પ્રભાસે છે. ૪ – ૧૨. એક વળી એમ કહે છે કે – એ આલાવાથી જાણવું કે – સાત ચંદ્રો અને સાત સૂર્યો. દશ ચંદ્રો અને દસ સૂર્યો. બાર ચંદ્રો અને બાર સૂર્યો. ૪૨ ચંદ્રો અને ૪૨ – સૂર્યો. ૭૨ ચંદ્રો અને ૭૨ સૂર્યો, ૧૪૨ ચંદ્રો અને ૧૪૨ સૂર્યો. ૧૭૨ ચંદ્રો અને ૧૭૨ સૂર્યો. ૪૨૦૦૦ ચંદ્રો અને ૪૨૦૦૦ સૂર્યો. ૭૨૦૦૦ ચંદ્રો અને ૭૨૦૦૦ સૂર્યો સર્વલોકને અવભાસે છે, ઉદ્યોત કરે છે, તપે છે, પ્રભાસે છે. ભગવંત કહે છે કે – અમે વળી એમ કહીએ છીએ, આ જંબૂદ્વીપદ્વીપ સર્વે દ્વીપ – સમુદ્રોની મધ્યે આવેલો છે ઈત્યાદિ. તે જંબૂદ્વીપ દ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસિત થયા, પ્રભાસિત થાય છે, પ્રભાસિત થશે ? કેટલા સૂર્યો તપ્યા, તપે છે, તપશે ? કેટલા નક્ષત્રોએ યોગ કર્યો, યોગ કરે છે, યોગ કરશે ? કેટલા ગ્રહો ચાર ચર્યા, ચાર ચરે છે, ચાર ચરશે ? કેટલા તારાગણ કોડાકોડી શોભ્યા હતા, શોભે છે અને શોભશે ? તે જંબૂદ્વીપમાં બે ચંદ્રો પ્રભાસિત થયા, પ્રભાસિત થાય છે, પ્રભાસિત થશે, બે સૂર્યો તપ્યા, તપે છે, તપશે, ૫૬ – નક્ષત્રો યોગ કર્યો, યોગ કરે છે, યોગ કરશે, ૧૭૨ ગ્રહો ચાર ચર્યા, ચાર ચરે છે, ચાર ચરશે, ૧,૩૩,૯૫૦ તારાગણ કોડાકોડી શોભ્યા, શોભે છે, શોભશે. સૂત્ર– ૧૩૦. ૧૩૧. બે ચંદ્રો, બે સૂર્યો, ૫૬ નક્ષત્રો નિશ્ચે હોય છે, ૧૭૨ ગ્રહો અને સૂત્ર– ૧૩૧. ૧,૩૦,૯૫૦ કોડાકોડી તારાગણ જંબૂદ્વીપમાં જાણવા. સૂત્ર– ૧૩૨. તે જંબૂદ્વીપ દ્વીપને લવણ નામે સમુદ્ર વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત, સર્વથા સંમત સંપરિક્ષિત રહેલ છે. તે લવણસમુદ્ર શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમચક્રવાલ સંસ્થિત છે ? તે લવણસમુદ્ર સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. તે લવણસમુદ્ર કેટલા ચક્રવાલ વિષ્કંભથી, કેટલા પરિક્ષેપ વડે કહેલો છે, તેમ કહેવું ? તે બે લાખ યોજન વિષ્કંભથી અને ૧૫ લાખ,૮૧ હજાર, ૧૩૯થી કંઈક વિશેષ ન્યૂન પરિધિથી કહેવો. તે લવણ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રભાસે છે૦? એમ પ્રશ્ન. યાવત્ કેટલા કોડાકોડી તારાગણ શોભે છે૦? તે લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રભાસિત થયા, પ્રભાસિત થાય છે, પ્રભાસિત થશે, ચાર સૂર્યો તપ્યા, તપે છે, તપશે, ૧૧૨ નક્ષત્રો યોગ કર્યો, યોગ કરે છે, યોગ કરશે, ૩૫૨ મહાગ્રહ ચાર ચર્યા, ચાર ચરે છે, ચાર ચરશે, ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ શોભ્યા, શોભે છે, શોભશે. સૂત્ર– ૧૩૩. ૧૫,૮૧,૧૩૯થી કંઈક વિશેષ ન્યૂન લવણસમુદ્રનો પરિક્ષેપ છે, તેમ કહેવું. સૂત્ર– ૧૩૪. ચાર ચંદ્રો, ચાર સૂર્યો, ૧૧૨ – નક્ષત્રો, ૩૫૨ – ગ્રહો, સૂત્ર– ૧૩૫. ૨,૬૭,૯૦૦ કોડાકોડી તારાગણ લવણ સમુદ્રમાં છે. સૂત્ર– ૧૩૬. તે લવણ સમુદ્રને ધાતકીખંડ નામે દ્વીપ વૃત્ત વલય આકાર સંસ્થિતાદિ પૂર્વવત્ યાવત્ વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. ધાતકીખંડ દ્વીપ કેટલા ચક્રવાલ વિષ્કંભથી, કેટલા પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું ? તે ચાર લાખ ચક્રવાલ વિષ્કંભથી ૪૧,૧૦,૯૬૧ યોજનથી કંઈક વિશેષ ન્યૂન પરિધિથી કહેલ છે. ધાતકીખંડ દ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસે છે૦ એ પ્રશ્ન. પૂર્વવત્ ધાતકીખંડ દ્વીપમાં ૧૨ – ચંદ્રો પ્રભાસિત થયા૦, ૧૨ – સૂર્યો તપેલા છે૦, ૩૩૬ નક્ષત્રોએ યોગ કરેલ છે૦, ૧૦૫૬ મહાગ્રહો ચાર ચર્યા છે૦. સૂત્ર– ૧૩૭. ૮,૩૦,૭૦૦ કોડાકોડી તારાગણ એક ચંદ્રનો પરિવાર છે. સૂત્ર– ૧૩૮. ધાતકીખંડ પરિક્ષેપથી ૪૧,૧૦,૯૬૧ યોજનથી કંઈક વિશેષ પરિહીન છે, તેમ જાણવું. સૂત્ર– ૧૩૯. ૧૪૦. ૨૪ – સૂર્ય, ૨૪ – ચંદ્ર, ૩૩૬ – નક્ષત્રો, ૧૦૫૬ નક્ષત્રો અને સૂત્ર– ૧૪૦. ૮,૦૩,૭૦૦ કોડાકોડી તારાગણ ધાતકી – ખંડ દ્વીપમાં છે. સૂત્ર– ૧૪૧. તે ધાતકીખંડ દ્વીપને કાલોદ નામનો સમુદ્ર વૃત્ત, વલયાકાર સંસ્થાન સંસ્થિત છે, યાવત્ વિષમચક્રવાલ સંસ્થાન વડે સંસ્થિત નથી. તે કાલોદ સમુદ્ર કેટલા ચક્રવાલ વિષ્કંભથી, કેટલા પરિક્ષેપથી કહેલ છે તેમ કહેવું ? તે કાલોદ સમુદ્ર આઠ લાખ યોજન ચક્રવાલ ચક્રવાલ – વિષ્કંભ વડે કહેલ છે.૯૧,૧૭,૬૦૫ યોજનથી કિંચિત્ વિશેષાધિક પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું. તે કાલોદ સમુદ્રમાં કેટલા ચંદ્રો પ્રભાસિત છે૦ એ પ્રશ્ન છે. તે કાલોદ સમુદ્રમાં ૪૨ ચંદ્રો પ્રભાસેલ છે૦, ૪૨ – સૂર્યો તપેલ છે૦, ૧૧૭૨ નક્ષત્રોએ યોગ કરેલ છે૦, ૩૬૯૬ મહાગ્રહો ચાર ચરે છે૦ અને ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ શોભે છે. સૂત્ર– ૧૪૨. કાલોદધિ સમુદ્રની પરિધિ સાધિક૯૧,૭૦,૬૦૫ યોજન. સૂત્ર– ૧૪૩ થી ૧૪૫. કાલોદ સમુદ્રમાં ૪૨ – ચંદ્રો, ૪૨ – સૂર્યો દિપ્ત છે, કાલોદધિમાં આ સંબદ્ધ લેશ્યાકા ચરે છે. ૧૧૭૬ નક્ષત્રો છે અને ૩૬૯૬ મહાગ્રહો છે. ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ કાલોદધિ સમુદ્રમાં શોભે છે – શોભ્યા – શોભશે.. સૂત્ર– ૧૪૬. કાલોદ સમુદ્રને પુષ્કરવર નામે વૃત્ત વલયાકાર સંસ્થાન સંસ્થિત દ્વીપ ચોતરફથી સંપરિક્ષિત રહેલ છે. તે પુષ્કરવરદ્વીપ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત છે ? તે સમચક્રવાલ સંસ્થિત છે, પરંતુ વિષમચક્રવાલ સંસ્થિત કહેલો નથી. તે પુષ્કરવરદ્વીપ કેટલા સમચક્રવાલ વિષ્કંભથી કહેલ છે? કેટલો પરિધિથી છે ? તે ૧૬ – લાખ યોજન ચક્રવાલ વિષ્કંભથી છે અને ૧,૯૨,૪૯,૮૪૯ યોજન પરિધિથી કહેલ છે. તે પુષ્કરવરદ્વીપ કેટલા ચંદ્રો પ્રભાસે છે૦? ઇત્યાદિ પૂર્વવત્ પૃચ્છા કરવી. તેમાં ૧૪૪ ચંદ્રો પ્રભાસિત થયા છે૦ ૧૪૪ – સૂર્યો તપે છે૦, ૪૦૩૨ નક્ષત્રોએ યોગ કરેલ છે૦, ૧૨,૬૭૨ મહાગ્રહો ચાર ચરે છે૦,૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ શોભે છે૦. સૂત્ર– ૧૪૭. પુષ્કરવર દ્વીપની પરિધિ ૧,૯૨,૪૯,૮૪૯ યોજન છે. સૂત્ર– ૧૪૮. પુષ્કરવર દ્વીપમાં ૧૪૪ – ચંદ્રો અને ૧૪૪ – સૂર્યો ચરે છે અને પ્રભાસિત થાય છે. સૂત્ર– ૧૪૯. ૪૦૩૬ નક્ષત્રો છે અને ૧૨,૬૭૨ મહાગ્રહો છે. સૂત્ર– ૧૫૦. ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ છે. સૂત્ર– ૧૫૧. પુષ્કરવર દ્વીપના બહુમધ્ય દેશભાગમાં માનુષોત્તર નામક વલયાકાર સંસ્થાન સંસ્થિત પર્વત છે. જેના કારણે પુષ્કરવર દ્વીપ બે ભાગમાં વિભાજિત થયેલો રહે છે. તે આ પ્રમાણે – અભ્યંતર પુષ્કરાર્દ્ધ અને બાહ્ય પુષ્કરાર્દ્ધ. તે અભ્યંતર પુષ્કરાર્દ્ધ શું સમચક્રવાલ સંસ્થિત છે કે વિષમ ચક્રવાલ સંસ્થિત છે ? તે સમચક્રવાલ સંસ્થિત છે, વિષમ ચક્રવાલ સંસ્થિત નથી. તેમ જાણવું.. તે અભ્યંતર પુષ્કરાર્દ્ધ કેટલા ચક્રવાલ વિષ્કંભથી અને કેટલા પરિક્ષેપથી કહેલ છે, તેમ કહેવું ? તે આઠ લાખ યોજન ચક્રવાલ વિષ્કંભથી છે અને ૧,૪૨,૩૦,૨૪૯ યોજન પરિક્ષેપથી છે. તે અભ્યંતર પુષ્કરાર્દ્ધમાં કેટલા ચંદ્રો પ્રભાસિત છે૦? કેટલા સૂર્યો તપે છે૦? ઇત્યાદિ પૃચ્છા. ૭૨ – ચંદ્રો પ્રભાસિત છે૦, ૭૨ – સૂર્યો તપે છે૦, ૨૦૧૬ નક્ષત્રો યોગ કરે છે૦, ૬૩૩૬ – મહાગ્રહોએ ચાર ચરેલ છે૦, ૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાગણ શોભિત છે૦. તે સમય ક્ષેત્રમાં કેટલા આયામ – વિષ્કંભથી, કેટલી પરિધિ વડે કહેલ છે, તેમ કહેવું? તે ૪૫ – લાખ આયામ વિષ્કંભથી છે અને પરિધિ – ૧,૪૨,૩૦,૨૪૯ યોજન છે. તે સમય ક્ષેત્રમાં કેટલા ચંદ્રો પ્રભાસે છે ઇત્યાદિ પ્રશ્નો પૂર્વવત્ કરવા. તેમાં ૧૩૨ – ચંદ્રો પ્રભાસિત થયા છે૦, ૧૩૨ – સૂર્યો તપેલા છે૦, ૩૬૯૬ નક્ષત્રોએ યોગ કરેલ છે૦, ૧૧,૬૧૬ મહાગ્રહોએ ચાર ચરેલ છે૦,૮૮,૪૦,૭૦૦ કોડાકોડી તારાગણ શોભિત છે૦. સૂત્ર– ૧૫૨. અભ્યંતર પુષ્કરાર્દ્ધનો વિષ્કંભ આઠ લાખ યોજન છે, અને ૪૫ – લાખ મનુષ્ય ક્ષેત્રનો વિષ્કંભ છે. સૂત્ર– ૧૫૩. મનુષ્ય ક્ષેત્રની પરિધિ – ૧,૦૦,૪૨,૨૪૯ છે. સૂત્ર– ૧૫૪. થી. પુષ્કરવર દ્વીપાર્દ્ધમાં ૭૨ – ચંદ્રો અને ૭૨ – સૂર્યો ચરે છે અને પ્રભાસિત છે. સૂત્ર– ૧૫૫. ૬૩૩૬ મહાગ્રહો અને નક્ષત્રો – ૨૦૧૬ છે. સૂત્ર– ૧૫૬. તેમજ પુષ્કરાર્દ્ધમાં – ૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાગણ છે. સૂત્ર– ૧૫૭. સકલ મનુષ્યલોકમાં ૧૩૨ – ચંદ્રો અને ૧૩૨ – સૂર્યો ચરે છે અને પ્રભાસિત કરે છે. સૂત્ર– ૧૫૮. ૧૧,૬૧૬ મહાગ્રહો અને ૩૬૯૬ નક્ષત્રો. સૂત્ર– ૧૫૯. ૮૮,૪૦,૭૦૦ કોડાકોડી તારાગણ છે. સૂત્ર– ૧૬૦. મનુષ્યલોકમાં આ તારાપીંડ સર્વ સમાસથી કહેલ છે, મનુષ્યલોકની બહાર અસંખ્યાત તારાગણ જિનેશ્વરે કહેલ છે. સૂત્ર– ૧૬૧. મનુષ્યલોકમાં આટલો તારાગણ જે કહેલ છે, તે કદંબ પુષ્પના આકારે છે અને જ્યોતિષ ચાર ચરે છે. સૂત્ર– ૧૬૨. મનુષ્યલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો આટલા પ્રમાણમાં કહ્યા, જેના નામ – ગોત્ર પ્રાકૃત પુરુષોએ બતાવેલ નથી. સૂત્ર– ૧૬૩. બે ચંદ્ર અને બે સૂર્યની એક પિટક થાય છે. એવી ૬૬ – પિટક ચંદ્ર – સૂર્યની મનુષ્યલોકમાં છે. સૂત્ર– ૧૬૪. ૫૬ – નક્ષત્રોની એક – એક પિટક થાય છે. એવી ૬૬ – પિટક ચંદ્ર – સૂર્યની મનુષ્યલોકમાં છે. સૂત્ર– ૧૬૫. ૧૭૬ – ગ્રહોની એક – એક પિટક થાય છે એવી ૬૬ – ૬૬ પિટક ગ્રહોની મનુષ્યલોકમાં છે. સૂત્ર– ૧૬૬. બે ચંદ્ર અને બે સૂર્યની એવી ચાર પંક્તિઓ થાય, મનુષ્યલોકમાં આવી ૬૬ – ૬૬ પંક્તિઓ હોય છે. સૂત્ર– ૧૬૭. ૫૬ – નક્ષત્રોની એક પંક્તિ થાય, મનુષ્યલોકમાં આવી છાસઠ – છાસઠ પંક્તિઓ થાય છે. ૧૭૬ – નક્ષત્રોની એક પંક્તિ થાય, મનુષ્યલોકમાં આવી છાસઠ – છાસઠ પંક્તિઓ થાય છે. સૂત્ર– ૧૬૮. ૧૭૬ – ગ્રહોની એક – એક પંક્તિ થાય, મનુષ્યલોકમાં આવી છાસઠ – છાસઠ પંક્તિઓ હોય છે. સૂત્ર– ૧૬૯. ચંદ્ર, સૂર્ય અને ગ્રહગણો અનવસ્થિત યોગવાળા છે, તેથી તે બધા પ્રદક્ષિણાવર્ત મંડલથી મેરુને પ્રદક્ષિણા કરે છે. સૂત્ર– ૧૭૦. નક્ષત્ર અને તારાગણ અવસ્થિત મંડલ જાણવા. તે પણ પ્રદક્ષિણાવર્ત જ મેરુને અનુચરે છે. સૂત્ર– ૧૭૧. સૂર્ય અને ચંદ્રનું ઉર્ધ્વ કે અધોમાં સંક્રમણ થતું નથી. તે મંડલમાં સર્વબાહ્ય, સર્વ અભ્યંતર, તીર્છા સંક્રમણ કરે છે. સૂત્ર– ૧૭૨. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, મહાગ્રહના ભ્રમણ વિશેષથી મનુષ્યોના સુખ – દુઃખનું વિધાન થાય છે. સૂત્ર– ૧૭૩. તેમના પ્રવેશથી તાપક્ષેત્ર નિયત વધે છે અને તેના ક્રમમાં ફરી હાનિ નિષ્ક્રમણથી થાય છે. સૂત્ર– ૧૭૪. ચંદ્ર – સૂર્યનો તાપક્ષેત્ર માર્ગ કલંબપુષ્પ સંસ્થિત છે, તે અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત છે. સૂત્ર સંદર્ભ– ૧૨૯–૧૭૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] ta kati nam chamdimasuriya savvaloyam obhasamti ujjoemti tavemti pabhasemti ahiteti vaejja? Tattha khalu imao duvalasa padivattio pannattao. Tatthege evamahamsu–ta ege chamde sure savvaloyam obhasati ujjoeti taveti pabhaseti–ege evama-hamsu 1 Ege puna evamahamsu–ta tinni chamda tinni sura savvaloyam obhasamti ujjoemti tavemti pabhasemti–ege evamahamsu 2 Ege puna evamahamsu–ta ahutthim chamda ahutthim sura savvaloyam obhasamti ujjoemti tavemti pabhasemti–ege evamahamsu 3 Ege puna evamahamsu–etenam abhilavenam netavvam–satta chamda satta sura 4 Dasa chamda dasa sura 5 barasa chamda barasa sura 6 batalisam chamda batalisam sura 7 bavattarim chamda bavattarim sura 8 batalisam chamdasatam batalisam surasatam 9 bavattaram chamdasatam bavattaram surasatam 10 batalisam chamdasahassam batalisam surasahassam 11 bavattaram chamdasahassam bavattaram surasahassam savvaloyam obhasamti ujjoemti tavemti pabhasemti–ege evamahamsu 12 Vayam puna evam vadamo–ta ayannam jambuddive dive savvadivasamuddanam savvabbhamtarae java parikkhevenam pannatte. Ta jambuddive dive do chamda pabhasemsu va pabhasemti va pabhasissamti va do suriya tavaimsu va tavaimti va tavaissamti va, chhappannam nakkhatta joyam joemsu va joemti va joissamti va, chhavattarim gahasatam charam charimsu va charamti va charissamti va, egam sayasahassam tettisam cha sahassa nava ya saya pannasa taraganakodikodinam sobham sobhemsu va sobhemti va sobhissamti va. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 129. Sarvalokamam ketala chamdro ane suryo avabhase chhe, udyota kare chhe, tape chhe, prabhase chhe, tema kahela chhe? Te vishayamam a bara pratipattio (anyatirthikoni manyata)kaheli chhe. Temam – 1. Eka ema kahe chhe – eka surya, eka chamdra sarvalokane avabhase chhe, udyota kare chhe, tape chhe, prabhase chhe. 2. Eka ema kahe chhe – trana chamdro, trana suryo sarvalokane avabhase chhe yavat prabhase chhe – eka ema kahe chhe. 3. Eka kahe chhe ke – sada trana chamdro, sada trana suryo sarvalokane avabhase chhe yavat prabhase chhe. 4 – 12. Eka vali ema kahe chhe ke – e alavathi janavum ke – sata chamdro ane sata suryo. Dasha chamdro ane dasa suryo. Bara chamdro ane bara suryo. 42 chamdro ane 42 – suryo. 72 chamdro ane 72 suryo, 142 chamdro ane 142 suryo. 172 chamdro ane 172 suryo. 42000 chamdro ane 42000 suryo. 72000 chamdro ane 72000 suryo sarvalokane avabhase chhe, udyota kare chhe, tape chhe, prabhase chhe. Bhagavamta kahe chhe ke – ame vali ema kahie chhie, a jambudvipadvipa sarve dvipa – samudroni madhye avelo chhe ityadi. Te jambudvipa dvipamam ketala chamdro prabhasita thaya, prabhasita thaya chhe, prabhasita thashe\? Ketala suryo tapya, tape chhe, tapashe\? Ketala nakshatroe yoga karyo, yoga kare chhe, yoga karashe\? Ketala graho chara charya, chara chare chhe, chara charashe\? Ketala taragana kodakodi shobhya hata, shobhe chhe ane shobhashe\? Te jambudvipamam be chamdro prabhasita thaya, prabhasita thaya chhe, prabhasita thashe, be suryo tapya, tape chhe, tapashe, 56 – nakshatro yoga karyo, yoga kare chhe, yoga karashe, 172 graho chara charya, chara chare chhe, chara charashe, 1,33,950 taragana kodakodi shobhya, shobhe chhe, shobhashe. Sutra– 130. 131. Be chamdro, be suryo, 56 nakshatro nishche hoya chhe, 172 graho ane Sutra– 131. 1,30,950 kodakodi taragana jambudvipamam janava. Sutra– 132. Te jambudvipa dvipane lavana name samudra vritta, valayakara samsthana samsthita, sarvatha sammata samparikshita rahela chhe. Te lavanasamudra shum samachakravala samsthita chhe ke vishamachakravala samsthita chhe\? Te lavanasamudra samachakravala samsthita chhe, vishama chakravala samsthita nathi. Te lavanasamudra ketala chakravala vishkambhathi, ketala parikshepa vade kahelo chhe, tema kahevum\? Te be lakha yojana vishkambhathi ane 15 lakha,81 hajara, 139thi kamika vishesha nyuna paridhithi kahevo. Te lavana samudramam ketala chamdro prabhase chhe0? Ema prashna. Yavat ketala kodakodi taragana shobhe chhe0? Te lavana samudramam chara chamdro prabhasita thaya, prabhasita thaya chhe, prabhasita thashe, chara suryo tapya, tape chhe, tapashe, 112 nakshatro yoga karyo, yoga kare chhe, yoga karashe, 352 mahagraha chara charya, chara chare chhe, chara charashe, 2,67,900 kodakodi taragana shobhya, shobhe chhe, shobhashe. Sutra– 133. 15,81,139thi kamika vishesha nyuna lavanasamudrano parikshepa chhe, tema kahevum. Sutra– 134. Chara chamdro, chara suryo, 112 – nakshatro, 352 – graho, Sutra– 135. 2,67,900 kodakodi taragana lavana samudramam chhe. Sutra– 136. Te lavana samudrane dhatakikhamda name dvipa vritta valaya akara samsthitadi purvavat yavat vishama chakravala samsthita nathi. Dhatakikhamda dvipa ketala chakravala vishkambhathi, ketala parikshepathi kahela chhe, tema kahevum\? Te chara lakha chakravala vishkambhathi 41,10,961 yojanathi kamika vishesha nyuna paridhithi kahela chhe. Dhatakikhamda dvipamam ketala chamdro prabhase chhe0 e prashna. Purvavat Dhatakikhamda dvipamam 12 – chamdro prabhasita thaya0, 12 – suryo tapela chhe0, 336 nakshatroe yoga karela chhe0, 1056 mahagraho chara charya chhe0. Sutra– 137. 8,30,700 kodakodi taragana eka chamdrano parivara chhe. Sutra– 138. Dhatakikhamda parikshepathi 41,10,961 yojanathi kamika vishesha parihina chhe, tema janavum. Sutra– 139. 140. 24 – surya, 24 – chamdra, 336 – nakshatro, 1056 nakshatro ane Sutra– 140. 8,03,700 kodakodi taragana dhataki – khamda dvipamam chhe. Sutra– 141. Te dhatakikhamda dvipane kaloda namano samudra vritta, valayakara samsthana samsthita chhe, yavat vishamachakravala samsthana vade samsthita nathi. Te kaloda samudra ketala chakravala vishkambhathi, ketala parikshepathi kahela chhe tema kahevum\? Te kaloda samudra atha lakha yojana chakravala chakravala – vishkambha vade kahela chhE.91,17,605 yojanathi kimchit visheshadhika parikshepathi kahela chhe, tema kahevum. Te kaloda samudramam ketala chamdro prabhasita chhe0 e prashna chhe. Te kaloda samudramam 42 chamdro prabhasela chhe0, 42 – suryo tapela chhe0, 1172 nakshatroe yoga karela chhe0, 3696 mahagraho chara chare chhe0 ane 28,12,950 kodakodi taragana shobhe chhe. Sutra– 142. Kalodadhi samudrani paridhi sadhika91,70,605 yojana. Sutra– 143 thi 145. Kaloda samudramam 42 – chamdro, 42 – suryo dipta chhe, kalodadhimam a sambaddha leshyaka chare chhe. 1176 nakshatro chhe ane 3696 mahagraho chhe. 28,12,950 kodakodi taragana kalodadhi samudramam shobhe chhe – shobhya – shobhashe.. Sutra– 146. Kaloda samudrane pushkaravara name vritta valayakara samsthana samsthita dvipa chotaraphathi samparikshita rahela chhe. Te pushkaravaradvipa shum samachakravala samsthita chhe ke vishama chakravala samsthita chhe\? Te samachakravala samsthita chhe, paramtu vishamachakravala samsthita kahelo nathi. Te pushkaravaradvipa ketala samachakravala vishkambhathi kahela chhe? Ketalo paridhithi chhe\? Te 16 – lakha yojana chakravala vishkambhathi chhe ane 1,92,49,849 yojana paridhithi kahela chhe. Te pushkaravaradvipa ketala chamdro prabhase chhe0? Ityadi purvavat prichchha karavi. Temam 144 chamdro prabhasita thaya chhe0 144 – suryo tape chhe0, 4032 nakshatroe yoga karela chhe0, 12,672 mahagraho chara chare chhe0,96,44,400 kodakodi taragana shobhe chhe0. Sutra– 147. Pushkaravara dvipani paridhi 1,92,49,849 yojana chhe. Sutra– 148. Pushkaravara dvipamam 144 – chamdro ane 144 – suryo chare chhe ane prabhasita thaya chhe. Sutra– 149. 4036 nakshatro chhe ane 12,672 mahagraho chhe. Sutra– 150. 96,44,400 kodakodi taragana chhe. Sutra– 151. Pushkaravara dvipana bahumadhya deshabhagamam manushottara namaka valayakara samsthana samsthita parvata chhe. Jena karane pushkaravara dvipa be bhagamam vibhajita thayelo rahe chhe. Te a pramane – abhyamtara pushkararddha ane bahya pushkararddha. Te abhyamtara pushkararddha shum samachakravala samsthita chhe ke vishama chakravala samsthita chhe\? Te samachakravala samsthita chhe, vishama chakravala samsthita nathi. Tema janavum.. Te abhyamtara pushkararddha ketala chakravala vishkambhathi ane ketala parikshepathi kahela chhe, tema kahevum\? Te atha lakha yojana chakravala vishkambhathi chhe ane 1,42,30,249 yojana parikshepathi chhe. Te abhyamtara pushkararddhamam ketala chamdro prabhasita chhe0? Ketala suryo tape chhe0? Ityadi prichchha. 72 – chamdro prabhasita chhe0, 72 – suryo tape chhe0, 2016 nakshatro yoga kare chhe0, 6336 – mahagrahoe chara charela chhe0, 48,22,200 kodakodi taragana shobhita chhe0. Te samaya kshetramam ketala ayama – vishkambhathi, ketali paridhi vade kahela chhe, tema kahevum? Te 45 – lakha ayama vishkambhathi chhe ane paridhi – 1,42,30,249 yojana chhe. Te samaya kshetramam ketala chamdro prabhase chhe ityadi prashno purvavat karava. Temam 132 – chamdro prabhasita thaya chhe0, 132 – suryo tapela chhe0, 3696 nakshatroe yoga karela chhe0, 11,616 mahagrahoe chara charela chhe0,88,40,700 kodakodi taragana shobhita chhe0. Sutra– 152. Abhyamtara pushkararddhano vishkambha atha lakha yojana chhe, ane 45 – lakha manushya kshetrano vishkambha chhe. Sutra– 153. Manushya kshetrani paridhi – 1,00,42,249 chhe. Sutra– 154. Thi. Pushkaravara dviparddhamam 72 – chamdro ane 72 – suryo chare chhe ane prabhasita chhe. Sutra– 155. 6336 mahagraho ane nakshatro – 2016 chhe. Sutra– 156. Temaja pushkararddhamam – 48,22,200 kodakodi taragana chhe. Sutra– 157. Sakala manushyalokamam 132 – chamdro ane 132 – suryo chare chhe ane prabhasita kare chhe. Sutra– 158. 11,616 mahagraho ane 3696 nakshatro. Sutra– 159. 88,40,700 kodakodi taragana chhe. Sutra– 160. Manushyalokamam a tarapimda sarva samasathi kahela chhe, manushyalokani bahara asamkhyata taragana jineshvare kahela chhe. Sutra– 161. Manushyalokamam atalo taragana je kahela chhe, te kadamba pushpana akare chhe ane jyotisha chara chare chhe. Sutra– 162. Manushyalokamam surya, chamdra, graha, nakshatro atala pramanamam kahya, jena nama – gotra prakrita purushoe batavela nathi. Sutra– 163. Be chamdra ane be suryani eka pitaka thaya chhe. Evi 66 – pitaka chamdra – suryani manushyalokamam chhe. Sutra– 164. 56 – nakshatroni eka – eka pitaka thaya chhe. Evi 66 – pitaka chamdra – suryani manushyalokamam chhe. Sutra– 165. 176 – grahoni eka – eka pitaka thaya chhe evi 66 – 66 pitaka grahoni manushyalokamam chhe. Sutra– 166. Be chamdra ane be suryani evi chara pamktio thaya, manushyalokamam avi 66 – 66 pamktio hoya chhe. Sutra– 167. 56 – nakshatroni eka pamkti thaya, manushyalokamam avi chhasatha – chhasatha pamktio thaya chhe. 176 – nakshatroni eka pamkti thaya, manushyalokamam avi chhasatha – chhasatha pamktio thaya chhe. Sutra– 168. 176 – grahoni eka – eka pamkti thaya, manushyalokamam avi chhasatha – chhasatha pamktio hoya chhe. Sutra– 169. Chamdra, surya ane grahagano anavasthita yogavala chhe, tethi te badha pradakshinavarta mamdalathi merune pradakshina kare chhe. Sutra– 170. Nakshatra ane taragana avasthita mamdala janava. Te pana pradakshinavarta ja merune anuchare chhe. Sutra– 171. Surya ane chamdranum urdhva ke adhomam samkramana thatum nathi. Te mamdalamam sarvabahya, sarva abhyamtara, tirchha samkramana kare chhe. Sutra– 172. Surya, chamdra, nakshatra, mahagrahana bhramana visheshathi manushyona sukha – duhkhanum vidhana thaya chhe. Sutra– 173. Temana praveshathi tapakshetra niyata vadhe chhe ane tena kramamam phari hani nishkramanathi thaya chhe. Sutra– 174. Chamdra – suryano tapakshetra marga kalambapushpa samsthita chhe, te amdarathi samkuchita ane baharathi vistrita chhe. Sutra samdarbha– 129–174 |