Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106862
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-२८ आहार

Translated Chapter :

પદ-૨૮ આહાર

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 562 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] सलेसे णं भंते! जीवे किं आहारए? अनाहारए? गोयमा! सिय आहारए सिय अनाहारए। एवं जाव वेमानिए सलेसा णं भंते! जीवा किं आहारगा? अनाहारगा? गोयमा! जीवेगिंदिवज्जो तियभंगो। एवं कण्हलेसाए वि नीललेसाए वि काउलेसाए वि जीवेगिंदियवज्जो तियभंगो। तेउलेस्साए पुढवि-आउ-वणप्फइकाइयाणं छब्भंगा। सेसाणं जीवादिओ तियभंगो जेसिं अत्थि तेउलेस्सा। पम्हलेस्साए य सुक्कलेस्साए य जीवादीओ तियभंगो। अलेस्सा जीवा मनूसा सिद्धा य एगत्तेण वि पुहत्तेण वि नो आहारगा, अनाहारगा।
Sutra Meaning : સૂત્ર– ૫૬૨. સલેશ્યી જીવ આહારક હોય કે અનાહારક ? કદાચ આહારક, કદાચ અનાહારક. એમ વૈમાનિક સુધી જાણવુ. ભગવન્‌ ! સલેશ્યી જીવો આહારક કે અનાહારક ? જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. એમ કૃષ્ણ – નીલ – કાપોતલેશ્યીને પણ જીવ અને એકેન્દ્રિય વર્જીને ત્રણ ભંગો જાણવા. તેજોલેશ્યામાં પૃથ્વી, અપ્‌ અને વનસ્પતિકાયિકને છ ભંગો, બાકીના જેઓને તેજોલેશ્યા છે તેમને જીવાદિ સંબંધી ત્રણ ભંગ જાણવા. પદ્મ અને શુક્લ લેશ્યામાં જીવાદિ સંબંધી ત્રણ ભંગ. અલેશ્યી જીવો, મનુષ્યો અને સિદ્ધો હોય છે અને એકવચન – બહુવચનથી આહારક નથી, પણ અનાહારક છે. સૂત્ર– ૫૬૩. ભગવન્‌ ! સમ્યગ્‌દૃષ્ટિ જીવો આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહારક, કદાચ અનાહારક હોય. બે – ત્રણ – ચાર ઇન્દ્રિયોને છ ભંગ હોય. સિદ્ધો અનાહારક છે. બાકીના જીવોને ત્રણ ભંગો હોય છે. મિથ્યાદૃષ્ટિમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો સમજવા. સમ્યગ્‌મિથ્યાદૃષ્ટિ જીવ આહારક કે અનાહારક ? ગૌતમ ! આહારક હોય, અનાહારક ન હોય. એમ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી જાણવું. બહુવચનમાં પણ એમ જાણવું. સૂત્ર– ૫૬૪. ભગવન્‌ ! સંયત જીવ આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહારક, કદાચ અનાહારક. એમ મનુષ્યમાં પણ કહેવું. બહુવચનમાં ત્રણ ભંગો જાણવા. અસંયતની પૃચ્છા – કદાચ આહારક કે અનાહારક હોય. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. સંયતાસંયત જીવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય હોય છે. તે એકવચન – બહુવચનથી પણ આહારક હોય છે, પણ અનાહારક હોતા નથી. નોસંયત – નોઅસંયત – નોસંયતાસંયત, જીવ અને સિદ્ધ છે. તે બંને વચનથી આહારક નથી, અનાહારક છે. સૂત્ર– ૫૬૫. ભગવન્‌ ! સકષાયી જીવ આહારક કે અનાહારક ? ગૌતમ ! કદાચ આહારક, કદાચ અનાહારક. એમ વૈમાનિક સુધી છે. બહુવચનમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. ક્રોધ કષાયી જીવાદિ વિશે એમ જ છે. પરંતુ દેવોમાં છ ભંગો હોય છે. માન અને માયા કષાયી દેવ અને નારકોમાં છ ભંગો, બાકીના સ્થાને જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. લોભકષાયી નારકોને છ ભંગો અને બાકી સ્થાનોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અકષાયીને નોસંજ્ઞી – નોઅસંજ્ઞી માફક કહેવા. સૂત્ર સંદર્ભ– ૫૬૨–૫૬૫
Mool Sutra Transliteration : [sutra] salese nam bhamte! Jive kim aharae? Anaharae? Goyama! Siya aharae siya anaharae. Evam java vemanie Salesa nam bhamte! Jiva kim aharaga? Anaharaga? Goyama! Jivegimdivajjo tiyabhamgo. Evam kanhalesae vi nilalesae vi kaulesae vi jivegimdiyavajjo tiyabhamgo. Teulessae pudhavi-au-vanapphaikaiyanam chhabbhamga. Sesanam jivadio tiyabhamgo jesim atthi teulessa. Pamhalessae ya sukkalessae ya jivadio tiyabhamgo. Alessa jiva manusa siddha ya egattena vi puhattena vi no aharaga, anaharaga.
Sutra Meaning Transliteration : Sutra– 562. Saleshyi jiva aharaka hoya ke anaharaka\? Kadacha aharaka, kadacha anaharaka. Ema vaimanika sudhi janavu. Bhagavan ! Saleshyi jivo aharaka ke anaharaka\? Jiva ane ekendriya sivaya trana bhamgo janava. Ema krishna – nila – kapotaleshyine pana jiva ane ekendriya varjine trana bhamgo janava. Tejoleshyamam prithvi, ap ane vanaspatikayikane chha bhamgo, bakina jeone tejoleshya chhe temane jivadi sambamdhi trana bhamga janava. Padma ane shukla leshyamam jivadi sambamdhi trana bhamga. Aleshyi jivo, manushyo ane siddho hoya chhe ane ekavachana – bahuvachanathi aharaka nathi, pana anaharaka chhe. Sutra– 563. Bhagavan ! Samyagdrishti jivo aharaka ke anaharaka\? Gautama ! Kadacha aharaka, kadacha anaharaka hoya. Be – trana – chara indriyone chha bhamga hoya. Siddho anaharaka chhe. Bakina jivone trana bhamgo hoya chhe. Mithyadrishtimam jiva ane ekendriya sivaya trana bhamgo samajava. Samyagmithyadrishti jiva aharaka ke anaharaka\? Gautama ! Aharaka hoya, anaharaka na hoya. Ema ekendriya ane vikalendriya sivaya vaimanika sudhi janavum. Bahuvachanamam pana ema janavum. Sutra– 564. Bhagavan ! Samyata jiva aharaka ke anaharaka\? Gautama ! Kadacha aharaka, kadacha anaharaka. Ema manushyamam pana kahevum. Bahuvachanamam trana bhamgo janava. Asamyatani prichchha – kadacha aharaka ke anaharaka hoya. Bahuvachanamam jiva ane ekendriya sivaya trana bhamgo janava. Samyatasamyata jiva, pamchendriya tiryamcha ane manushya hoya chhe. Te ekavachana – bahuvachanathi pana aharaka hoya chhe, pana anaharaka hota nathi. Nosamyata – noasamyata – nosamyatasamyata, jiva ane siddha chhe. Te bamne vachanathi aharaka nathi, anaharaka chhe. Sutra– 565. Bhagavan ! Sakashayi jiva aharaka ke anaharaka\? Gautama ! Kadacha aharaka, kadacha anaharaka. Ema vaimanika sudhi chhe. Bahuvachanamam jiva ane ekendriya sivaya trana bhamgo janava. Krodha kashayi jivadi vishe ema ja chhe. Paramtu devomam chha bhamgo hoya chhe. Mana ane maya kashayi deva ane narakomam chha bhamgo, bakina sthane jiva ane ekendriya sivaya trana bhamgo janava. Lobhakashayi narakone chha bhamgo ane baki sthanomam jiva ane ekendriya sivaya trana bhamgo janava. Akashayine nosamjnyi – noasamjnyi maphaka kaheva. Sutra samdarbha– 562–565