Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106742
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-१७ लेश्या

Translated Chapter :

પદ-૧૭ લેશ્યા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 442 Category : Upang-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] १ आहार सम सरीरा, उस्सासे २ कम्म ३ वण्ण ४ लेस्सासु । ५ समवेदण ६ समकिरिया, ७ समाउया चेव बोधव्वा ॥
Sutra Meaning : સૂત્ર– ૪૪૨. સમ આહાર, સમ શરીર, સમ ઉચ્છ્‌વાસ, કર્મ, વર્ણ, લેશ્યા, સમ વેદના, સમ ક્રિયા અને સમ આયુ એ સાત અધિકારો આ ઉદ્દેશામાં નિરૂપાયેલ છે. સૂત્ર– ૪૪૩. ભગવન્‌ ! નૈરયિકો બધા સમાનાહારી, બધા સમાન શરીરી, બધા સમાન ઉચ્છ્‌વાસનિઃશ્વાસવાળા છે ? હે ગૌતમ ! આ અર્થ યુક્ત નથી. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ! નૈરયિકો બે પ્રકારે – મહાશરીરી અને અલ્પશરીરી. તેમાં જેઓ મહાશરીરી છે, તેઓ ઘણા પુદ્‌ગલો આહારે છે, ઘણા પુદ્‌ગલો પરિણમાવે છે, ઘણા પુદ્‌ગલો ઉચ્છ્‌વાસરૂપે ગ્રહણ કરે છે અને નિઃશ્વાસરૂપે મૂકે છે. વારંવાર – આહાર કરે છે, પરિણમાવે છે, ઉચ્છ્‌વાસ રૂપે લે છે, નિઃશ્વાસ રૂપે છોડે છે. તેમાં જે અલ્પશરીરી છે, તે અલ્પ પુદ્‌ગલોનો આહાર કરે છે – પરિણમાવે છે – ઉચ્છ્‌વાસ રૂપે લે છે અને નિઃશ્વાસ રૂપે મૂકે છે. કદાચિત્‌ – આહાર લે છે, પરિણમાવે છે, ઉચ્છ્‌વાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે, તે હેતુથી કહ્યું કે નૈરયિકો બધા સમાન આહારવાળા યાવત્‌ સમાન ઉચ્છ્‌વાસ – નિઃશ્વાસવાળા નથી. સૂત્ર– ૪૪૪. ભગવન્‌ ! નૈરયિકો બધા સમાન કર્મવાળા છે ? ગૌતમ ! આ અર્થ અયુક્ત છે. ભગવન્‌! એમ કેમ કહો છો ? ગૌતમ! નૈરયિકો બે ભેદે – પૂર્વોત્પન્ન, પશ્ચાતોત્પન્ન. તેમાં જે પૂર્વે ઉત્પન્ન છે, તે અલ્પકર્મી છે, પછીથી ઉત્પન્ન છે, તે મહાકર્મી છે. તે હેતુથી હું એમ કહું છું કે બધા નૈરયિક સમાન કર્મવાળા નથી. ભગવન્‌ ! નૈરયિકો બધા સમાનવર્ણી છે ? ગૌતમ ! એ અર્થ યુક્ત નથી. ભગવન્‌ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! નૈરયિક બે ભેદે – પૂર્વોત્પન્ન, પશ્ચાતોત્પન્ન. તેમાં જે પૂર્વે ઉત્પન્ન છે, તે વિશુદ્ધતર વર્ણવાળા છે, પછી ઉત્પન્ન છે, તે અવિશુદ્ધ વર્ણવાળા છે. એ હેતુથી કહ્યું કે – બધા નૈરયિકો સમાન વર્ણવાળા નથી. એ પ્રમાણે જેમ વર્ણમાં કહ્યું, તેમ લેશ્યામાં વિશુદ્ધ લેશ્યાવાળા અને અવિશુદ્ધ લેશ્યાવાળા કહેવા. ભગવન્‌ ! નૈરયિકો બધા સમાન વેદનાવાળા છે ? ગૌતમ ! આ અર્થ યુક્ત નથી. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! નૈરયિકો બે ભેદે – સંજ્ઞીભૂત અને અસંજ્ઞીભૂત. તેમાં જે સંજ્ઞીભૂત છે, તે મહાવેદનાવાળા છે, જે અસંજ્ઞીભૂત છે, તે અલ્પ વેદનાવાળા છે. તે હેતુથી – નૈરયિકો બધા સમાન વેદનાવાળા નથી. સૂત્ર સંદર્ભ– ૪૪૨–૪૪૪
Mool Sutra Transliteration : [gatha] 1 ahara sama sarira, ussase 2 kamma 3 vanna 4 lessasu. 5 samavedana 6 samakiriya, 7 samauya cheva bodhavva.
Sutra Meaning Transliteration : Sutra– 442. Sama ahara, sama sharira, sama uchchhvasa, karma, varna, leshya, sama vedana, sama kriya ane sama ayu e sata adhikaro a uddeshamam nirupayela chhe. Sutra– 443. Bhagavan ! Nairayiko badha samanahari, badha samana shariri, badha samana uchchhvasanihshvasavala chhe\? He gautama ! A artha yukta nathi. Bhagavan ! Ema kema kahyum\? Gautama! Nairayiko be prakare – mahashariri ane alpashariri. Temam jeo mahashariri chhe, teo ghana pudgalo ahare chhe, ghana pudgalo parinamave chhe, ghana pudgalo uchchhvasarupe grahana kare chhe ane nihshvasarupe muke chhe. Varamvara – ahara kare chhe, parinamave chhe, uchchhvasa rupe le chhe, nihshvasa rupe chhode chhe. Temam je alpashariri chhe, te alpa pudgalono ahara kare chhe – parinamave chhe – uchchhvasa rupe le chhe ane nihshvasa rupe muke chhe. Kadachit – ahara le chhe, parinamave chhe, uchchhvasa le chhe ane nihshvasa muke chhe, te hetuthi kahyum ke nairayiko badha samana aharavala yavat samana uchchhvasa – nihshvasavala nathi. Sutra– 444. Bhagavan ! Nairayiko badha samana karmavala chhe\? Gautama ! A artha ayukta chhe. Bhagavan! Ema kema kaho chho\? Gautama! Nairayiko be bhede – purvotpanna, pashchatotpanna. Temam je purve utpanna chhe, te alpakarmi chhe, pachhithi utpanna chhe, te mahakarmi chhe. Te hetuthi hum ema kahum chhum ke badha nairayika samana karmavala nathi. Bhagavan ! Nairayiko badha samanavarni chhe\? Gautama ! E artha yukta nathi. Bhagavan ! Ema kema kaho chho\? Gautama ! Nairayika be bhede – purvotpanna, pashchatotpanna. Temam je purve utpanna chhe, te vishuddhatara varnavala chhe, pachhi utpanna chhe, te avishuddha varnavala chhe. E hetuthi kahyum ke – badha nairayiko samana varnavala nathi. E pramane jema varnamam kahyum, tema leshyamam vishuddha leshyavala ane avishuddha leshyavala kaheva. Bhagavan ! Nairayiko badha samana vedanavala chhe\? Gautama ! A artha yukta nathi. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Nairayiko be bhede – samjnyibhuta ane asamjnyibhuta. Temam je samjnyibhuta chhe, te mahavedanavala chhe, je asamjnyibhuta chhe, te alpa vedanavala chhe. Te hetuthi – nairayiko badha samana vedanavala nathi. Sutra samdarbha– 442–444