Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106716
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-१४ कषाय

Translated Chapter :

પદ-૧૪ કષાય

Section : Translated Section :
Sutra Number : 416 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कतिविहे णं भंते! कोहे पन्नत्ते? गोयमा! चउव्विहे कोहे पन्नत्ते, तं जहा–आभोगनिव्वत्तिए अनाभोगनिव्वत्तिए उवसंते अणुवसंते। एवं नेरइयाणं जाव वेमानियाणं। एवं मानेन वि मायाए वि लोभेण वि चत्तारि दंडगा।
Sutra Meaning : સૂત્ર– ૪૧૬. ભગવન્‌ ! ક્રોધ કેટલા ભેદે છે ? ચાર ભેદે – આભોગ નિર્વર્તિત, અનાભોગ નિર્વર્તિત, ઉપશાંત, અનુપશાંત. એ પ્રમાણે નૈરયિકોથી આરંભી વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણે માનના, માયાના, લોભના પણ ચાર દંડકો જાણવા. સૂત્ર– ૪૧૭. ભગવન્‌ ! જીવોએ કેટલાં સ્થાને આઠ કર્મપ્રકૃતિનો ચય કર્યો હતો ? ગૌતમ ! ચાર સ્થાને આઠ કર્મપ્રકૃતિનો ચય કર્યો હતો, તે આ પ્રમાણે – ક્રોધ વડે, માન વડે, માયા વડે, લોભ વડે. એમ નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. ભગવન્‌ ! જીવો કેટલા કારણે આઠ કર્મની પ્રકૃતિનો ચય કરે છે ? અને ભગવન્‌ ! જીવો કેટલા કારણે આઠ કર્મની પ્રકૃતિનો ચય કરશે? બંને પ્રશ્નોના ઉત્તર ભૂતકાળ સંબંધી પ્રશ્નોત્તર વત્‌ જાણવું. એમ વૈમાનિક સુધી જાણવું. ભગવન્‌ ! જીવોએ કેટલાં કારણે આઠ કર્મ પ્રકૃતિઓનો ઉપચય કર્યો હતો ? ગૌતમ ! ચાર કારણે – ક્રોધ, માન, માયા, લોભ વડે. એ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિક સુધી જાણવું. આ પ્રમાણે કરે છે અને કરશે બંને કાળના પ્રશ્નોત્તર કહેવા. ભગવન્‌ ! જીવોએ કેટલા કારણે આઠ કર્મપ્રકૃતિઓનો બંધ કર્યો હતો ? ચાર કારણે. ક્રોધ, માન, માયા, લોભ વડે. એ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી જાણવું. આ રીતે ત્રણે કાળમાં બંધ, ઉદીરણા, વેદન અને નિર્જરા કહેવી. એ રીતે જીવથી લઈને વૈમાનિક સુધી અઢાર દંડક જાણવા યાવત્‌ વૈમાનિક નિર્જરા કરશે. સૂત્ર– ૪૧૮. આત્મપ્રતિષ્ઠિત, ક્ષેત્ર આશ્રિત, અનંતાનુબંધી, આભોગ, ચય, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના, નિર્જરા પદ કહ્યા. સૂત્ર સંદર્ભ– ૪૧૬–૪૧૮
Mool Sutra Transliteration : [sutra] kativihe nam bhamte! Kohe pannatte? Goyama! Chauvvihe kohe pannatte, tam jaha–abhoganivvattie anabhoganivvattie uvasamte anuvasamte. Evam neraiyanam java vemaniyanam. Evam manena vi mayae vi lobhena vi chattari damdaga.
Sutra Meaning Transliteration : Sutra– 416. Bhagavan ! Krodha ketala bhede chhe\? Chara bhede – abhoga nirvartita, anabhoga nirvartita, upashamta, anupashamta. E pramane nairayikothi arambhi vaimanika sudhi janavum. E pramane manana, mayana, lobhana pana chara damdako janava. Sutra– 417. Bhagavan ! Jivoe ketalam sthane atha karmaprakritino chaya karyo hato\? Gautama ! Chara sthane atha karmaprakritino chaya karyo hato, te a pramane – krodha vade, mana vade, maya vade, lobha vade. Ema nairayikathi vaimanika sudhi janavum. Bhagavan ! Jivo ketala karane atha karmani prakritino chaya kare chhe\? Ane bhagavan ! Jivo ketala karane atha karmani prakritino chaya karashe? Bamne prashnona uttara bhutakala sambamdhi prashnottara vat janavum. Ema vaimanika sudhi janavum. Bhagavan ! Jivoe ketalam karane atha karma prakritiono upachaya karyo hato\? Gautama ! Chara karane – krodha, mana, maya, lobha vade. E pramane nairayikothi vaimanika sudhi janavum. A pramane kare chhe ane karashe bamne kalana prashnottara kaheva. Bhagavan ! Jivoe ketala karane atha karmaprakritiono bamdha karyo hato\? Chara karane. Krodha, mana, maya, lobha vade. E pramane nairayikathi vaimanika sudhi janavum. A rite trane kalamam bamdha, udirana, vedana ane nirjara kahevi. E rite jivathi laine vaimanika sudhi adhara damdaka janava yavat vaimanika nirjara karashe. Sutra– 418. Atmapratishthita, kshetra ashrita, anamtanubamdhi, abhoga, chaya, upachaya, bamdha, udirana, vedana, nirjara pada kahya. Sutra samdarbha– 416–418