Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106435
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-१ प्रज्ञापना

Translated Chapter :

પદ-૧ પ્રજ્ઞાપના

Section : Translated Section :
Sutra Number : 135 Category : Upang-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] समयं वक्कंताणं, समयं तेसिं सरीरनिव्वत्ती । समयं आणुग्गहणं, समयं ऊसास-नीसासे ॥
Sutra Meaning : સૂત્ર– ૧૩૫. એક સાથે ઉત્પન્ન થયેલ જીવોની એક કાળે શરીર નિષ્પત્તિ, સાથે જ શ્વાસ ગ્રહણ અને સાથે જ નિઃશ્વાસ હોય છે. સૂત્ર– ૧૩૬. એકને જે આહારાદિ ગ્રહણ છે, તે જ સાધારણ જીવોને હોય છે, અને જે બહુ જીવોને હોય, તે સંક્ષેપથી એકને હોય છે. સૂત્ર– ૧૩૭. સાધારણ જીવોને સાધારણ આહાર, સાધારણ શ્વાસ – ઉચ્છ્‌વાસનું ગ્રહણ એ સાધારણ જીવોનું લક્ષણ છે, તેમ સમજવું જોઈએ. સૂત્ર– ૧૩૮. જેમ અત્યંત તપાવેલ લોઢાનો ગોળો, તપેલા સુવર્ણ જેવો બધો અગ્નિથી વ્યાપ્ત થાય, તેમ નિગોદના જીવોને એક શરીરમાં અનંત નીગોળ જીવોનું પરિણમન થાય છે. સૂત્ર– ૧૩૯. એક, બે, ત્રણ યાવત્‌ સંખ્યાતા બાદર નિગોદ જીવોના શરીરો જોવા શક્ય નથી, પણ અનંત જીવોના શરીરો દેખાય છે. સૂત્ર– ૧૪૦. લોકાકાશના પ્રદેશ ઉપર એક એક નિગોદ જીવને સ્થાપવો, એ પ્રમાણે માપતા અનંત લોક થાય છે. સૂત્ર– ૧૪૧. લોકના એક એક પ્રદેશ ઉપર એક એક પ્રત્યેક વનસ્પતિકાય જીવને સ્થાપવો એ પ્રમાણે માપતા અસંખ્યાતલોક થાય છે. સૂત્ર– ૧૪૨. પર્યાપ્તા પ્રત્યેક જીવો લોકાકાશના પ્રતરના અસંખ્યાતમા ભાગે છે, અપર્યાપ્તા પ્રત્યેક જીવો અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. સાધારણ જીવો અનંત લોકાકાશ પ્રમાણ છે. સૂત્ર– ૧૪૩. એમ પ્રરૂપણા કરેલા બાદર જીવો આ શરીરો વડે પ્રત્યક્ષ છે, સૂક્ષ્મ જીવો આજ્ઞાગ્રાહ્ય છે, કારણ કે તે ચક્ષુનો વિષય થતા નથી. સૂત્ર– ૧૪૪. તેવા પ્રકારના જે બીજા પણ હોય તેને વનસ્પતિકાયિક જાણવા. તે સંક્ષેપથી બે પ્રકારે – પર્યાપ્તા અને અપર્યાપ્તા. તેમાં અપર્યાપ્તા તે અસંપ્રાપ્ત છે, જે પર્યાપ્તા છે તે વર્ણ – ગંધ – રસ – સ્પર્શની અપેક્ષાએ હજારો ભેદે છે. સંખ્યાતા લાખ યોનિ છે પર્યાપ્તાની નિશ્રાએ અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્તો છે, ત્યાં સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા અપર્યાપ્તા છે. એ વનસ્પતિકાય સંબંધે આ ગાથાઓ જાણવી. સૂત્ર– ૧૪૫. કંદ, કંદમૂળ, વૃક્ષમૂળ, ગુચ્છ, ગુલ્મ, વલ્લી, વેણુ, તૃણ, સૂત્ર– ૧૪૬. પદ્મ, ઉત્પલ, સંઘાટ, હઢ, સેવાલ, કૃષ્ણક, પનક, અવક, કચ્છ, ભાણી, કંદુક્ક. સૂત્ર– ૧૪૭. તેઓમાં કોઈ કોઈ વનસ્પતિની ત્વચા, છાલ, પ્રવાલ, પાંદડા, પુષ્પ, ફળ, મૂળ, અગ્ર, મધ્ય અને બીજને વિશે યોનિ હોય છે. સૂત્ર– ૧૪૮. એ પ્રમાણે સાધારણ વનસ્પતિકાયિક, બાદર વનસ્પતિકાયિક અને એકેન્દ્રિય જીવો કહ્યા. સૂત્ર સંદર્ભ– ૧૩૫–૧૪૮
Mool Sutra Transliteration : [gatha] samayam vakkamtanam, samayam tesim sariranivvatti. Samayam anuggahanam, samayam usasa-nisase.
Sutra Meaning Transliteration : Sutra– 135. Eka sathe utpanna thayela jivoni eka kale sharira nishpatti, sathe ja shvasa grahana ane sathe ja nihshvasa hoya chhe. Sutra– 136. Ekane je aharadi grahana chhe, te ja sadharana jivone hoya chhe, ane je bahu jivone hoya, te samkshepathi ekane hoya chhe. Sutra– 137. Sadharana jivone sadharana ahara, sadharana shvasa – uchchhvasanum grahana e sadharana jivonum lakshana chhe, tema samajavum joie. Sutra– 138. Jema atyamta tapavela lodhano golo, tapela suvarna jevo badho agnithi vyapta thaya, tema nigodana jivone eka shariramam anamta nigola jivonum parinamana thaya chhe. Sutra– 139. Eka, be, trana yavat samkhyata badara nigoda jivona shariro jova shakya nathi, pana anamta jivona shariro dekhaya chhe. Sutra– 140. Lokakashana pradesha upara eka eka nigoda jivane sthapavo, e pramane mapata anamta loka thaya chhe. Sutra– 141. Lokana eka eka pradesha upara eka eka pratyeka vanaspatikaya jivane sthapavo e pramane mapata asamkhyataloka thaya chhe. Sutra– 142. Paryapta pratyeka jivo lokakashana pratarana asamkhyatama bhage chhe, aparyapta pratyeka jivo asamkhyata lokakasha pramana chhe. Sadharana jivo anamta lokakasha pramana chhe. Sutra– 143. Ema prarupana karela badara jivo a shariro vade pratyaksha chhe, sukshma jivo ajnyagrahya chhe, karana ke te chakshuno vishaya thata nathi. Sutra– 144. Teva prakarana je bija pana hoya tene vanaspatikayika janava. Te samkshepathi be prakare – paryapta ane aparyapta. Temam aparyapta te asamprapta chhe, je paryapta chhe te varna – gamdha – rasa – sparshani apekshae hajaro bhede chhe. Samkhyata lakha yoni chhe paryaptani nishrae aparyapta utpanna thaya chhe. Jyam eka paryapto chhe, tyam samkhyata, asamkhyata ke anamta aparyapta chhe. E vanaspatikaya sambamdhe a gathao janavi. Sutra– 145. Kamda, kamdamula, vrikshamula, guchchha, gulma, valli, venu, trina, Sutra– 146. Padma, utpala, samghata, hadha, sevala, krishnaka, panaka, avaka, kachchha, bhani, kamdukka. Sutra– 147. Teomam koi koi vanaspatini tvacha, chhala, pravala, pamdada, pushpa, phala, mula, agra, madhya ane bijane vishe yoni hoya chhe. Sutra– 148. E pramane sadharana vanaspatikayika, badara vanaspatikayika ane ekendriya jivo kahya. Sutra samdarbha– 135–148