Sutra Navigation: Jivajivabhigam ( જીવાભિગમ ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106035 | ||
Scripture Name( English ): | Jivajivabhigam | Translated Scripture Name : | જીવાભિગમ ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चतुर्विध जीव प्रतिपत्ति |
Translated Chapter : |
ચતુર્વિધ જીવ પ્રતિપત્તિ |
Section : | चंद्र सूर्य अने तेना द्वीप | Translated Section : | ચંદ્ર સૂર્ય અને તેના દ્વીપ |
Sutra Number : | 235 | Category : | Upang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कालोयं णं समुद्दं पुक्खरवरे नामं दीवे वट्टे वलयागारसंठाणसंठिते सव्वतो समंता संपरिक्खित्ताणं चिट्ठति। पुक्खरवरे णं दीवे किं समचक्कवालसंठिते? विसमचक्कवालसंठिते? गोयमा! समचक्क-वालसंठिते, नो विसमचक्कवालसंठिते। पुक्खरवरे णं भंते! दीवे केवतियं चक्कवालविक्खंभेणं? केवतियं परिक्खेवेणं पन्नत्ते? गोयमा! सोलस जोयणसतसहस्साइं चक्कवालविक्खंभेणं, एगा जोयणकोडी बानउति च सय-सहस्साइं अउनानउतिं च सहस्सा अट्ठ य चउनउया परिक्खेवेणं पन्नत्ते। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૩૫. પુષ્કરવર નામક દ્વીપ વૃત્ત – વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે કાલોદ સમુદ્રને ચોતરફથી પરીવરીને રહેલ છે આદિ પૂર્વવત્. યાવત્ સમચક્રવાલ સંસ્થાન સંસ્થિત છે. વિષમ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત નથી. ભગવન્ ! પુષ્કરવરદ્વીપનો ચક્રવાલ વિષ્કંભ, પરિધિ કેટલા છે? ગૌતમ! ૧૬ – લાખ યોજન ચક્રવાલ વિષ્કંભ સૂત્ર– ૨૩૬. પુષ્કરવરદ્વીપની પરિધિ – ૧,૯૨,૮૯,૮૯૪ યોજન. સૂત્ર– ૨૩૭. તે એક પદ્મવરવેદિકા અને એક વનખંડથી સંપરિવૃત્ત છે. બંનેનું વર્ણન કરવું. ભગવન્ ! પુષ્કરવરદ્વીપના કેટલા દ્વારો કહ્યા છે ? ગૌતમ ! ચાર દ્વારો – વિજય, વૈજયંત, જયંત, અપરાજિત. ભગવન્ ! પુષ્કરવરદ્વીપનું વિજય નામક દ્વાર ક્યાં છે ? ગૌતમ ! પુષ્કરવરદ્વીપના પૂર્વી પર્યન્તમાં અને પૂર્વાર્દ્ધ પુષ્કરોદ સમુદ્રના પશ્ચિમમાં પુષ્કરવર દ્વીપનું વિજયદ્વાર છે. ઇત્યાદિ બધું પૂર્વવત્. આ પ્રમાણે ચારે દ્વારો જાણવા. પણ શીતા – શીતોદા નદી કહેવી નહીં. ભગવન્ ! પુષ્કરવરદ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું અબાધા અંતર કેટલું કહ્યું છે ? ગૌતમ! સૂત્ર– ૨૩૮. ૪૮,૨૨,૪૬૯ યોજન અંતર પુષ્કરવર દ્વારનું છે. સૂત્ર– ૨૩૯. પ્રદેશો બંનેના પણ સ્પૃષ્ટ છે. જીવો પણ કેટલાક એકબીજામાં ઉત્પન્ન થાય છે. ભગવન્ ! પુષ્કરવરદ્વીપને પુષ્કરવર દ્વીપ કેમ કહેવાય છે ? ગૌતમ ! પુષ્કરવરદ્વીપમાં તે – તે દેશમાં, ત્યાં – ત્યાં ઘણા પદ્મવૃક્ષો, પદ્મવનખંડો નિત્ય કુસુમિત યાવત્ રહે છે. પદ્મ – મહાપદ્મ વૃક્ષમાં પદ્મ અને પુંડરીક નામે પલ્યોપમ સ્થિતિક અને મહર્દ્ધિક બે દેવ રહે છે. તે કારણથી ગૌતમ ! પુષ્કરવરદ્વીપ કહેવાય છે. યાવત્ તે નિત્ય છે. ભગવન્ ! પુષ્કરવર દ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે, પ્રભાસશે ? ઇત્યાદિ પ્રશ્નો. સૂત્ર– ૨૪૦. ચંદ્રો – ૧૪૪, સૂર્યો – ૧૪૪, પુષ્કરવરદ્વીપમાં પ્રભાસિત થતા વિચરે છે. સૂત્ર– ૨૪૧. ૪૦૩૨ – નક્ષત્રો, ૧૨,૬૭૨ મહાગ્રહો છે. સૂત્ર– ૨૪૨. ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ પુષ્કરવરદ્વીપમાં, સૂત્ર– ૨૪૩. શોભિત થયા, શોભે છે, શોભશે. પુષ્કરવરદ્વીપના બહુમધ્ય દેશભાગમાં માનુષોત્તર નામે પર્વત કહ્યો છે. તે વૃત્ત – વલયાકાર સંસ્થાન સંસ્થિત છે. તે પર્વત પુષ્કરવર દ્વીપને બે ભાગોમાં વિભાજિત કરે છે – આભ્યંતર પુષ્કરાર્દ્ધ અને બાહ્ય પુષ્કરાર્દ્ધ. ભગવન્ ! આભ્યંતર પુષ્કરાર્દ્ધનો ચક્રવાલ વિષ્કંભ અને પરિધિ કેટલી છે ? ચક્રવાલ વિષ્કંભ આઠ લાખ યોજન છે. સૂત્ર– ૨૪૪. તેની પરિધિ ૧,૪૨,૩૦,૨૪૯ યોજન પુષ્કરાર્દ્ધની અને મનુષ્યક્ષેત્રની પરિધિ છે. સૂત્ર– ૨૪૫. ભગવન્ ! આભ્યંતર પુષ્કરાર્દ્ધને આભ્યંતર પુષ્કરાર્દ્ધ કેમ કહે છે ? ગૌતમ ! આભ્યંતર પુષ્કરાર્દ્ધ ચોતરફથી માનુષોત્તર પર્વતથી ઘેરાયેલ છે. તેથી હે ગૌતમ ! આભ્યંતર પુષ્કરાર્દ્ધ કહેવાય છે. અથવા તે નિત્ય છે. ભગવન્ ! અભ્યંતર પુષ્કરાર્દ્ધમાં કેટલા ચંદ્રો પ્રકાશ્યા હતા૦ ઇત્યાદિ પૃચ્છા યાવત્ તારાગણ કેટલા કોડાકોડી૦ ઈત્યાદિ પ્રશ્ન ? ગૌતમ ! સૂત્ર– ૨૪૬. ૭૨ – ચંદ્રો, ૭૨ – સૂર્યો પુષ્કરવર દ્વીપાર્દ્ધમાં આ ચંદ્ર – સૂર્યો પ્રભાસિત થઈને ચરે છે. સૂત્ર– ૨૪૭. ૬૩૩૬ – મહાગ્રહો, ૨૦૧૬ નક્ષત્રો છે. સૂત્ર– ૨૪૮. ૪૮,૨૨,૨૦૦ કોડાકોડી તારાગણ પુષ્કરાર્દ્ધમાં, સૂત્ર– ૨૪૯. શોભતા હતા, શોભે છે અને શોભશે. સૂત્ર સંદર્ભ– ૨૩૫–૨૪૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] kaloyam nam samuddam pukkharavare namam dive vatte valayagarasamthanasamthite savvato samamta samparikkhittanam chitthati. Pukkharavare nam dive kim samachakkavalasamthite? Visamachakkavalasamthite? Goyama! Samachakka-valasamthite, no visamachakkavalasamthite. Pukkharavare nam bhamte! Dive kevatiyam chakkavalavikkhambhenam? Kevatiyam parikkhevenam pannatte? Goyama! Solasa joyanasatasahassaim chakkavalavikkhambhenam, ega joyanakodi banauti cha saya-sahassaim aunanautim cha sahassa attha ya chaunauya parikkhevenam pannatte. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 235. Pushkaravara namaka dvipa vritta – valayakara samsthana samsthita chhe. Te kaloda samudrane chotaraphathi parivarine rahela chhe adi purvavat. Yavat samachakravala samsthana samsthita chhe. Vishama chakravala samsthana samsthita nathi. Bhagavan ! Pushkaravaradvipano chakravala vishkambha, paridhi ketala chhe? Gautama! 16 – lakha yojana chakravala vishkambha Sutra– 236. Pushkaravaradvipani paridhi – 1,92,89,894 yojana. Sutra– 237. Te eka padmavaravedika ane eka vanakhamdathi samparivritta chhe. Bamnenum varnana karavum. Bhagavan ! Pushkaravaradvipana ketala dvaro kahya chhe\? Gautama ! Chara dvaro – vijaya, vaijayamta, jayamta, aparajita. Bhagavan ! Pushkaravaradvipanum vijaya namaka dvara kyam chhe\? Gautama ! Pushkaravaradvipana purvi paryantamam ane purvarddha pushkaroda samudrana pashchimamam pushkaravara dvipanum vijayadvara chhe. Ityadi badhum purvavat. A pramane chare dvaro janava. Pana shita – shitoda nadi kahevi nahim. Bhagavan ! Pushkaravaradvipana eka dvarathi bija dvaranum abadha amtara ketalum kahyum chhe\? Gautama! Sutra– 238. 48,22,469 yojana amtara pushkaravara dvaranum chhe. Sutra– 239. Pradesho bamnena pana sprishta chhe. Jivo pana ketalaka ekabijamam utpanna thaya chhe. Bhagavan ! Pushkaravaradvipane pushkaravara dvipa kema kahevaya chhe\? Gautama ! Pushkaravaradvipamam te – te deshamam, tyam – tyam ghana padmavriksho, padmavanakhamdo nitya kusumita yavat rahe chhe. Padma – mahapadma vrikshamam padma ane pumdarika name palyopama sthitika ane maharddhika be deva rahe chhe. Te karanathi gautama ! Pushkaravaradvipa kahevaya chhe. Yavat te nitya chhe. Bhagavan ! Pushkaravara dvipamam ketala chamdro prabhasata hata, prabhase chhe, prabhasashe\? Ityadi prashno. Sutra– 240. Chamdro – 144, suryo – 144, pushkaravaradvipamam prabhasita thata vichare chhe. Sutra– 241. 4032 – nakshatro, 12,672 mahagraho chhe. Sutra– 242. 96,44,400 kodakodi taragana pushkaravaradvipamam, Sutra– 243. Shobhita thaya, shobhe chhe, shobhashe. Pushkaravaradvipana bahumadhya deshabhagamam manushottara name parvata kahyo chhe. Te vritta – valayakara samsthana samsthita chhe. Te parvata pushkaravara dvipane be bhagomam vibhajita kare chhe – abhyamtara pushkararddha ane bahya pushkararddha. Bhagavan ! Abhyamtara pushkararddhano chakravala vishkambha ane paridhi ketali chhe\? Chakravala vishkambha atha lakha yojana chhe. Sutra– 244. Teni paridhi 1,42,30,249 yojana pushkararddhani ane manushyakshetrani paridhi chhe. Sutra– 245. Bhagavan ! Abhyamtara pushkararddhane abhyamtara pushkararddha kema kahe chhe\? Gautama ! Abhyamtara pushkararddha chotaraphathi manushottara parvatathi gherayela chhe. Tethi he gautama ! Abhyamtara pushkararddha kahevaya chhe. Athava te nitya chhe. Bhagavan ! Abhyamtara pushkararddhamam ketala chamdro prakashya hata0 ityadi prichchha yavat taragana ketala kodakodi0 ityadi prashna\? Gautama ! Sutra– 246. 72 – chamdro, 72 – suryo pushkaravara dviparddhamam a chamdra – suryo prabhasita thaine chare chhe. Sutra– 247. 6336 – mahagraho, 2016 nakshatro chhe. Sutra– 248. 48,22,200 kodakodi taragana pushkararddhamam, Sutra– 249. Shobhata hata, shobhe chhe ane shobhashe. Sutra samdarbha– 235–249 |