Sutra Navigation: Auppatik ( ઔપપાતિક ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1105645 | ||
Scripture Name( English ): | Auppatik | Translated Scripture Name : | ઔપપાતિક ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
उपपात वर्णन |
Translated Chapter : |
ઉપપાત વર્ણન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 45 | Category : | Upang-01 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] कंडू य करकंटे य, अंबडे य परासरे। कण्हे दीवायाणे चेव, देवगुत्ते य नारए । | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૫. કૃષ્ણ, કરંડક, અંબડ, પરાસર, કર્ણ, દ્વીપાયન, દેવગુપ્ત અને નારદ. સૂત્ર– ૪૬. તેમાં નિશ્ચે આ આઠ ક્ષત્રિય પરિવ્રાજકો હોય છે. સૂત્ર– ૪૭. તે આ – શીલધી, શશિધર, નગ્નક, ભગ્નક, વિદેહ, રાજારાજ, રાજારામ, બલ. સૂત્ર– ૪૮. તે પરિવ્રાજકો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, પાંચમો ઇતિહાસ, છઠ્ઠુ – નિગ્ઘંટ તે છને સાંગોપાંગ, સરહસ્ય ચારે વેદના સ્મારક, પારગ, ધાર, વારક, ષડ્ અંગવિદ, ષષ્ઠિતંત્ર વિશારદ, સંખ્યાન, શિક્ષાકલ્પ, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ શાસ્ત્ર તથા અન્ય બ્રાહ્મણ શાસ્ત્રોમાં સુપરિનિષ્ઠિત હોય છે. તે પરિવ્રાજકો દાનધર્મ, શૌચધર્મ, તિર્થાભિષેકનું આખ્યાન કરતા, પ્રજ્ઞાપના કરતા, પ્રરૂપણા કરતા વિચરે છે. તેમના મતે જે કોઈ અશુચી થાય છે, તે જળ અને માટી વડે પ્રક્ષાલિત કરતા શુચિ – પવિત્ર થાય છે. એ પ્રમાણે અમે ચોક્ખા – ચોક્ખા આચારવાળા, શુચિ – શુચિ સમાચારવાળા થઈને અભિષેકજળ દ્વારા અમને પોતાને પવિત્ર કરી નિર્વિઘ્ને સ્વર્ગે જઈશું. તે પરિવ્રાજકોને માર્ગે ચાલતા કૂવા, તળાવ, નદી, વાવડી, પુષ્કરિણી, દીર્ઘિકા, ગુંજાલિકા, સરોવર, સાગરમાં પ્રવેશવું કલ્પતુ નથી. ગાડા યાવત્ સ્યંદમાનિકામાં બેસીને જવાનુ કલ્પતુ નથી. તે પરિવ્રાજકોને ઘોડા, હાથી, ઉંટ, બળદ, પાડા, ગધેડા ઉપર બેસીને જવું કલ્પતું નથી, તે પરિવ્રાજકોને નટપ્રેક્ષા યાવત્ માગધપ્રેક્ષા જોવાનું કલ્પતુ નથી. તે પરિવ્રાજકોને લીલી વનસ્પતિનો સ્પર્શ, ઘટ્ટન, સ્તંભન, લૂસણ, ઉત્પાટન કરવાનું કલ્પતુ નથી તે પરિવ્રાજકોને સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા, રાજકથા, ચોરકથા રૂપ અનર્થદંડ કરવો કલ્પતો નથી. તે પરિવ્રાજકોને લોહપાત્ર, રાંગપાત્ર, તંબપાત્ર, જસતપાત્ર, શીશાપાત્ર, રૂપ્યપાત્ર, સુવર્ણપાત્ર કે અન્ય કોઈ બહુમૂલ્ય (પાત્ર) ધારણ કરવું કલ્પતુ નથી. માત્ર તુંબપાત્ર, કાષ્ઠપાત્ર અને માટીપાત્ર કલ્પે છે. તે પરિવ્રાજકોને લોહબંધન, રાંગબંધન, તંબ બંધન યાવત્ બહુમૂલ્ય (બંધન) ધારણ કરવુ કલ્પતુ નથી. તે પરિવ્રાજકોને વિવિધ વર્ણરાગ રક્ત વસ્ત્રો ધારણ કરવા કલ્પતા નથી. માત્ર એક ધાતુરક્ત વસ્ત્ર કલ્પે. તે પરિવ્રાજકને હાર, અર્ધહાર, એકાવલી, મુક્તાવલી, કનકાવલી, રત્નાવલી, મુરવી, કંઠમુરવી, પ્રાલંબ, ત્રિસરક, કટિસૂત્રક, દશમુદ્રિકાનંતક, કડક, ત્રુટિત, અંગદ, કેયૂર, કુંડલ, મુગટ, ચૂડામણિને ધારણ કરવા ન કલ્પે માત્ર તામ્રપવિત્રક કલ્પે. તે પરિવ્રાજકને ગ્રંથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ ચાર પ્રકારની માળા ધારણ કરવી ન કલ્પે, માત્ર એક કર્ણપૂરક કલ્પે. તે પરિવ્રાજકને અગલુ – ચંદન – કુંકુમ વડે શરીરને અનુલિંપન કરવું ન કલ્પે. માત્ર એક ગંગાની માટી વડે લેપન કલ્પે છે. તેમને માગધ પ્રસ્થક જળ લેવું કલ્પે છે. તે પણ વહેતુ – ન વહેતુ નહીં, તે પણ સ્વચ્છ પણ કાદવવાળુ નહીં, તે પણ ઘણુ પ્રસન્ન – સાફ પણ ઘણું અપ્રસન્ન – ગંદુ નહીં. તે પણ ગાળેલું – ગાળ્યા વિનાનું નહીં. તે પણ દેવાયેલું – અદત્ત પાણી નહીં, તે પણ પીવાને માટે, હાથ – પગ – ચરુ – ચમસ – પ્રક્ષાલન કે ન્હાવા માટે નહીં. તે પરિવ્રાજકોને માગધ તોલ મુજબ અર્ધ માઢક પ્રમાણ જળ લેવું કલ્પે છે, તે પણ વહેતુ – ન વહેતુ નહીં યાવત્ અદત્ત નહીં. તે પણ હાથ – પગ – ચરુ – ચમસ – પ્રક્ષાલનને માટે પીવા કે ન્હાવા માટે નહીં. તે પરિવ્રાજકોને આવા પ્રકારના વિહારથી વિચરતા ઘણા વર્ષોનો પર્યાય પાળીને, કાળમાસે કાળ કરીને ઉત્કૃષ્ટથી બ્રહ્મલોક કલ્પે દેવપણે ઉપજે છે. ત્યાં જ તેમની ગતિ – સ્થિતિ છે. તે સ્થિતિ દશ સાગરોપમની કહી છે. બાકી પૂર્વવત્ જાણવું. સૂત્ર સંદર્ભ– ૪૫–૪૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] kamdu ya karakamte ya, ambade ya parasare. Kanhe divayane cheva, devagutte ya narae. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 45. Krishna, karamdaka, ambada, parasara, karna, dvipayana, devagupta ane narada. Sutra– 46. Temam nishche a atha kshatriya parivrajako hoya chhe. Sutra– 47. Te a – shiladhi, shashidhara, nagnaka, bhagnaka, videha, rajaraja, rajarama, bala. Sutra– 48. Te parivrajako rigveda, yajurveda, samaveda, atharvaveda, pamchamo itihasa, chhaththu – nigghamta te chhane samgopamga, sarahasya chare vedana smaraka, paraga, dhara, varaka, shad amgavida, shashthitamtra visharada, samkhyana, shikshakalpa, vyakarana, chhamda, nirukta, jyotisha shastra tatha anya brahmana shastromam suparinishthita hoya chhe. Te parivrajako danadharma, shauchadharma, tirthabhishekanum akhyana karata, prajnyapana karata, prarupana karata vichare chhe. Temana mate je koi ashuchi thaya chhe, te jala ane mati vade prakshalita karata shuchi – pavitra thaya chhe. E pramane ame chokkha – chokkha acharavala, shuchi – shuchi samacharavala thaine abhishekajala dvara amane potane pavitra kari nirvighne svarge jaishum. Te parivrajakone marge chalata kuva, talava, nadi, vavadi, pushkarini, dirghika, gumjalika, sarovara, sagaramam praveshavum kalpatu nathi. Gada yavat syamdamanikamam besine javanu kalpatu nathi. Te parivrajakone ghoda, hathi, umta, balada, pada, gadheda upara besine javum kalpatum nathi, Te parivrajakone natapreksha yavat magadhapreksha jovanum kalpatu nathi. Te parivrajakone lili vanaspatino sparsha, ghattana, stambhana, lusana, utpatana karavanum kalpatu nathi Te parivrajakone strikatha, bhojanakatha, deshakatha, rajakatha, chorakatha rupa anarthadamda karavo kalpato nathi. Te parivrajakone lohapatra, ramgapatra, tambapatra, jasatapatra, shishapatra, rupyapatra, suvarnapatra ke anya koi bahumulya (patra) dharana karavum kalpatu nathi. Matra tumbapatra, kashthapatra ane matipatra kalpe chhe. Te parivrajakone lohabamdhana, ramgabamdhana, tamba bamdhana yavat bahumulya (bamdhana) dharana karavu kalpatu nathi. Te parivrajakone vividha varnaraga rakta vastro dharana karava kalpata nathi. Matra eka dhaturakta vastra kalpe. Te parivrajakane hara, ardhahara, ekavali, muktavali, kanakavali, ratnavali, muravi, kamthamuravi, pralamba, trisaraka, katisutraka, dashamudrikanamtaka, kadaka, trutita, amgada, keyura, kumdala, mugata, chudamanine dharana karava na kalpe matra tamrapavitraka kalpe. Te parivrajakane gramthima, veshtima, purima, samghatima chara prakarani mala dharana karavi na kalpe, matra eka karnapuraka kalpe. Te parivrajakane agalu – chamdana – kumkuma vade sharirane anulimpana karavum na kalpe. Matra eka gamgani mati vade lepana kalpe chhe. Temane magadha prasthaka jala levum kalpe chhe. Te pana vahetu – na vahetu nahim, te pana svachchha pana kadavavalu nahim, te pana ghanu prasanna – sapha pana ghanum aprasanna – gamdu nahim. Te pana galelum – galya vinanum nahim. Te pana devayelum – adatta pani nahim, te pana pivane mate, hatha – paga – charu – chamasa – prakshalana ke nhava mate nahim. Te parivrajakone magadha tola mujaba ardha madhaka pramana jala levum kalpe chhe, te pana vahetu – na vahetu nahim yavat adatta nahim. Te pana hatha – paga – charu – chamasa – prakshalanane mate piva ke nhava mate nahim. Te parivrajakone ava prakarana viharathi vicharata ghana varshono paryaya paline, kalamase kala karine utkrishtathi brahmaloka kalpe devapane upaje chhe. Tyam ja temani gati – sthiti chhe. Te sthiti dasha sagaropamani kahi chhe. Baki purvavat janavum. Sutra samdarbha– 45–48 |